Education for Every

SMART ATTENDANCE
Join Us On
Whatsapp

વિશ્વ માતૃભાષા દિન

Join Us On
Telegram


વિશ્વ માતૃભાષા દિન








21મી ફેબ્રુઆરી વિશ્વ માતૃભાષા દિવસ: ગુજરાતી ભાષા જ નહિ, એક સન્માન છે

Whatsapp"ગ્રુપ મા જોડાવવા



ક્વિઝ આપો......👇

દુનિયાભરના દેશોમાં માતૃભાષાનું જતન કરવા માટે વિશ્વ કક્ષાએ પ્રતિ વર્ષે ૨૧મી ફેબ્રુઆરીએ વિશ્વ માતૃભાષા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. ૧૯૯૯ નવેમ્બરમાં યુનેસ્કોએ માતૃભાષા દિવસ ઉજવવાનું નક્કી કર્યું. જે ફેબ્રુઆરી, ૨૦૦૦થી દર વર્ષે મનાવવામાં આવે છે. જે પાછળનો મુખ્ય ઉદ્દેશ ભાષા અને સંસ્કૃતિની વિવિધતાને સન્માન આપવું તથા બહુભાષાવાદને પ્રોત્સાહન આપવું. દુનિયાની ૭૦૦૦થી પણ વધુ ભાષામાંથી અડધી ખલાસ થવાની તૈયારીમાં છે.


વર્લ્ડ લેન્ગવેજ ડેટાબેઝના 22માં સંસ્કરણ ઇથોનોલોજ મુજબ વિશ્વભરની 20 સૌથી બોલાતી ભાષાઓમાં છ ભારતીય ભાષાઓ છે, જેમાં હિન્દી ત્રીજા સ્થા ન પર છે. વિશ્વભરમાં 61.5 કરોડ લોકો હિન્દી ભાષાનો ઉપયોગ કરે છે. હિન્દી પછી બંગાળી વિશ્વભરમાં બોલાતી ભાષાઓમાં સાતમાં સ્થાને છે.


વિશ્વભરમાં 26.5 કરોડ લોકો બંગાળી ભાષાનો પ્રયોગ કરે છે. 17 કરોડ લોકોની સાથે 11મા ક્રમો ઉદ્દનું સ્થાન છે.9.5 કરોડ લોકોની સાથે 15માં સ્થાને મરાઠી છે.9.3 કરોડની સાથે 16માં ક્રમે તેલુગુ અને 8.1 કરોડ લોકોની સાથે 19માં ક્રમે તમિળ ભાષા આવે છે.



માતૃભાષા નો અર્થ શુ?

 

બાળકને માતા તરફથી મળેલી ભાષા, પરિવારમાં બોલાતી ભાષા એટલે માતૃભાષા. જે ભાષામાં બાળક હસ્યું, રડ્યું, જે ભાષાનો શબ્દ બાળકે સૌપ્રથમ સાંભળ્યો, કાલુ-કાલુ બોલવાનો પ્રયત્ન જે ભાષામાં બાળકે કર્યો, બાદમાં તે ભાષાનું શબ્દભંડોળ સમૃદ્ધ થવાથી તેના પર પ્રભુત્વ આવ્યું, જે ભાષામાં વિચારવાનું, લાગણીઓ અનુભવવાનું, તેમજ લાગણીઓ અને વિચારો પ્રદર્શિત કરવાનું બાળક શીખ્યું તે ભાષા એટલે માતૃભાષા.



આપણી માતૃભાષા ગુજરાતીને ધબકતી રાખવાની જવાબદારી માત્ર શાળા- કોલેજના શિક્ષકો કે અધ્યાપકો પૂરતી મર્યાદિત ન રાખતાં, હું , તમે અને આપણે સૌએ એ માટે સંનિષ્ઠ પ્રયાસો કરવા જરૂરી છે. માની લઇએ કે આપણાં રોજીંદા જીવનમાં અને વ્યવસાયિક ક્ષેત્રમાં પણ કોમ્યુટરનો પગપેસારો બહુ ભારે હોવાને કારણે અંગ્રેજી શીખવું કે જાણવું બહુ જરૂરી છે. પણ સાથે સાથે એ પણ યાદ રાખીએ કે, ‘અંગ્રેજી ભલે સારી છે, પણ ગુજરાતી તો મારી છે….!’ગુજરાતી સાહિત્યના હાસ્ય સમ્રાટ તરીકે જ્યોતીન્દ્ર દવે ઓળખાય છે.




 આ પોતીકાપણાની લાગણી મન મસ્તિષ્કમાં મજબૂત હોવી જરૂરી છે. તાજેતરમાં જ, મૂળ ગુજરાતી અને રાજસ્થાની એવી બે વૈવિધ્યપૂર્ણ ભાષાસંસ્કૃતિ ધરાવતાં અને મુંબઇ જેવા મહાનગરમાં રહેતાં એક દંપતિના માંડ બે વર્ષના બાળકના મુખે ‘નાની મારી આંખ, એ જોતી કાંક કાં‘ક, એ તો કેવી અજબ જેવી વાત છે…!!!! સાંભળીને હૈયું હરખાઇ ઊઠયું. જ્યાં ઘરના દરવાજાની બહાર સતત મરાઠી, હિંદી કે અંગ્રેજીનો જ મારો ચાલતો હોય, ત્યાં ઘરની ચાર દિવાલોની વચ્ચે ગુજરાતી ભાષાને જીવતી રાખી શકાય છે, એટલું તો નક્કી જ! પણ, એ માટે આપણાં દિલમાં ગુજરાતી ભાષાને જીવતી રાખવી પડશે. મહેમાનોની હાજરીમાં પોતાના બાળકના મોટે ‘ટિર્વકલ ટ્ટિવંકલ લીટલ સ્ટાર’નું પોપટીયું રટણ કરાવીને પોશ પોશ હરખાતા મા બાપ, પોતાના સંતાનના મુખે ‘ચાંદા પોળી, ઘીમાં ઝબોળી’નું રટણ કરાવવામાં નાનમ કેમ અનુભવે છે, એ જ મને તો નથી સમજાતું! ગુજરાતી ભાષા બોલવામાં કે લખવામાં શરમ કે સંકોચ અનુભવતા ગુજરાતીઓની તો દયા જ ખાવી રહી. એમને તો કદાચ, ગુજરાતી ઢબે સાડી પહેરતી પોતાની માતા માટે પણ શરમ આવતી હોય તો નવાઇ નહીં! આ શરમ કે સંકોચની લાગણીના સ્થાને ગૌરવની લાગણી દ્રઢ થવી જોઇએ. એ કામ આપણે, સૌ ગુજરાતીઓએ જ કરવું પડશે. ચાલો…, ગુજરાતી ભાષાને પૂરેપૂરા ગૌરવપૂર્ણ સ્નેહ અને આદર સાથે અંતરના ઊંડાણમાં દ્રઢતાપૂર્વક ટકાવી રાખીએ !



 ગુજરાતી  ‘વિશ્વ માતૃભાષા દિવસ’ – ગુજરાતી ભાષાની પણ એક અલગ મજા છે,’છેવટે વિચારો કે સપનાઓ પણ માતૃભાષામાં જ આવે છે’



ગુજરાતી ભાષાના સૌ પ્રથમ શબ્દકોશની રચના કવિ નર્મદે કરી.



ગુજરાતી આપણી ભાષા ગૌરવ લેવા જેવી વાત છે.જેટલા ગર્વથી અંગ્રેજી બોલો તેટલા જ ગર્વથી ગુજરાતી બોલો.ગુજરાતી ભાષા શરમાવાની ભાષા નથી,ગૌરવ લેવાની વાત છે. વૈષ્ણવજન પદના રચયિતા "નરસિંહ મહેતા" છે.


આજે વિશ્વ કક્ષાએ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે,21મી ફેબ્રુઆરી એટલે માતૃ ભાષા દિવસ,ગુજરાતની માતૃભાષા ગુજરાતી આજે ખુબજ જાણીતી ભાષા બની છે,ગુજરાતીમાં કેમ છો કહેવાની મજા હોય છે,માતૃભાષામાં બોલાયેલા શબ્દોમાં લાગણી હોય છે એહસાસ હોય છે,હાવ આર યુ? અને કેમ છો? આ બન્ને શબ્દોનો અર્થ તો એક જ થાય છે પરંતુ બોલવામાં ખુબ જ અલગ તરી આવે છે.વિશ્વ ગુજરાતી ભાષા દિવસ 24 ઓગસ્ટ ના દિવસે ઉજવવામાં આવે છે.



વર્ષ ૧૯૯૯ નવેમ્બરમાં યુનેસ્કોએ માતૃભાષા દિવસને ઉજવવાનું નક્કી કર્યું. જે ફેબ્રુઆરી, ૨૦૦૦થી લઈને આજ દીન સુધી દર વર્ષે ઉજવવામાં આવે છે. જેનો મુખ્ય ઉદ્દેશ ભાષા અને સંસ્કૃતિની વિવિધતાને સન્માન આપવું તથા માતૃભાષાને જાળવી રાખવાનો છે. ભાષાની જાળવણી આવનારી પેઢીઓ માટે એક મહત્વનું સકારાત્મક પગલું છે.આજે સાચવેલી ભાષા આપણી આવનાર પેઢીને એક અનોખી ભેટ હશે,કારણ કે આજે અંગ્રેજી શીખવામાંને શીખવામાં લોકો ગુજરાતીથી દુર થતા જાય છે,અને ગુજરાતીમાં વાત કરવી તો ઘણા લોકો માટે જાણે શરમ જનક હોય તેમ જોવા મળે છે,અનેક મોટી કંપનીઓ કે ક્ષેત્રમાં કાર્ય કરતા ગુજરાતી લોકો જ્યારે ગુજરાતી-ગુજરાતી હોવા છત્તા પણ અંગ્રેજીમાં બોલે છે ત્યારે તેમના બાળકો પણ માતૃભાષાથી વંચિત રહી જતા હોય છે.ગાંધીજીએ ઝવેરચંદ મેઘાણીને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપ્યું હતું.



 

આપણે આપણા કાર્યમાં આપણા ફિલ્ડમાં આગળ વધવા માટે અંગ્રેજી આવડવુ જોઈએ એ વાત બરાબર છે,પરંતુ અંગ્રેજી મીડિયમમાં ભણતા બાળકોને સાથે સાથે ગુજરાતી પણ શીખવાડવું જ જોઈએ જેથી કરીને આપણું બાળક આપણી માતૃભાષાના ભાવ સાથે જોડાયેલું રહે અને આપણો ગુજરાતી વારસો પણ જળવાઈ રહે. "જય જય ગરવી ગુજરાત" કાવ્યની રચના કવિ નર્મદે કરે છે.



આજ કાલ દરેક માતા-પિતા ઈચ્છે છે કે પોતાનું બાળક કડકડાટ અંગ્રેજી બોલે અને આગળ નામના મેળવે ત્યારે આવી ઘેલછામાં કેટલાક માતા-પિતા પોતાના સંતાનોને જાણ્યે અજાણ્યે ગુજરાતી ભાષાથી દુર રાખતા થયા છે,અંગ્રેજી આવડવું જ જોઈએ એ સારી વાત છે પરંતુ અંગ્રેજી આવડવાની હોડમાં આપણી માતૃભાષા વિસરાય નહી તેનું ધ્યાન માતા-પિતાએ ખાસ રાખવું જોઈશે.બાળકની પ્રથમ શાળા માતા-પિતા હોય છે જેથી કરીને આ વાતનું ધ્યાન આપણા શીરે એક મોટી જવાબદારી બને છે. ગૌરીશંકર જોશીનું ઉપનામ ધૂમકેતુ છે.



આપણી માતૃભાષા ખુબ જ સરસ અને સુંદર છે,અને તેનું જતન કરવું આપણા દરેકની જવાબદારી છે,છેવટે આપણા વિચારો હોય કે આપણે જોયેલા સપનાઓ હોય, જે ક્યારેય અંગ્રેજીમાં નથી આવતા હોતા તે તો આપણી માતૃભાષામાં જ આવતા હોય છે,ગમે તેટલું અંગ્રેજી શિખી લઈએ પરંતુ જ્યારે કુતરુ પાછળ પડે ત્યારે પહેલો શબ્દ આપણા મોઢામાંથી માતૃભાષામાં જ આવતો હોય છે.હુડ હુડ હુડ……ત્યારે ખ્યાલ આવે છે કે, ગુજરાતી જે આપણી માતૃભાષા છે તે આપણા રગેરગમાં સમાયેલી છે,ત્યારે શા માટે ખોટો દંભ,દેખાવ કરવા માટે ગુજરાતી માતા સમાન ભાષાને નાની બનાવવી જોઈએ,માતૃભાષાને પણ એટલી જ ગર્વથી બોલવી જોઈએ જેટલી આજે દેશમાં અંગ્રજી ભાષા ગર્વથી બોલાય છે. ભદ્રંભદ્ર નવલકથાના લેખકનું નામ રમણભાઈ નીલકંઠ છે.




 

ભાષા એ અભિવ્યક્તિનું માધ્યમ છે.ભાષાનો નાનામાં નાનો ઘટક ધ્વનિ છે.માતૃભાષામાં વ્યક્તિ વિચારો અને પોતાની જાતને વધુ સારી રીતે સ્પષ્ટ કરી શકે છે.ગુજરાત મોરી મોરી રે કાવ્ય ના કવિ ઉમાશંકર જોશી છે.આપણે એક બીજાના સંપર્કમાં બધા જોડાયા છે તો તે માતૃ ભાષાને કારણે જ ..કહેવાય છે કે, જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ..

પરંતુ, જ્યાં ન પહોંચે કવિ, ત્યાં પહોંચે ગુજરાતી. ગુજરાતી ભાષામાં આદિકવિનું બિરૂદ નરસિંહ મહેતાની આપવામાં આવ્યું છે.



ગુજરાતી હોવા છત્તાં ગુજરાતી બોલવાનો સંકોચ શાને ? ગુજરાતી ભાષાની પ્રથમ આત્મકથા મારી હકીકત છે.



એક વાત આપણે આજે સહજ અને સરળ રીતે સ્વીકારવી જોઈએ કે,ભરી સભામાં આજે જ્યા મોટા-મોટા અધિકારીઓ કે લોકો બેઠા હોઈ છે ત્યારે આપણે અંગ્રેજી ન આવડતું હોવા છત્તાં અગ્રેજી બોલવાનો પ્રયત્ન કરી લેતા હોઈ છે કારણ કે આપણે શરમ અનુભવીએ છે ગુજરાતી બોલવામાં,પરંતુ તમે મનમાં ગાઠ વાળી લો. ગુજરાતી ભાષાનું ગૌરવ પુનઃ સ્થાપિત નહિ થાય ત્યાં સુધી પાઘડી નહીં પહેરવાની પ્રતિજ્ઞામાં પ્રેમાનંદે લીધી હતી.


 હવે, જો તમે ગુજરાતમાં જ રહો છો અને તમે કોઈ સભા કે મિટિંગમાં જાવો છો તો ત્યા દરેક લોકોને ગુજરાતી તો આવડતી જ હોય છે તો ગર્વ સાથે ગુજરાતી ભાષાનો ઉપયોગ કરવો જ જોઈએ.અને તમારી અંદર છુપાયેલા ડરને બહાર લાવવો જોઈએ.અને એવી જગ્યાઓ કે જ્યા અન્ય ભાષા કે અંગ્રેજીની અનિવાર્યતા છે તો તે ભાષા આપણે શીખવી જ જોઈએ એમા કંઈજ ખોટૂ નથી,પરંતુ કહેવાનો તાત્પર્ય એ જ છે કે,ગુજરાતી હોવાની સાથે ગુજરાતી બોલતા ગર્વ અનુભવો શરમ નહી.

 ભારતનો સૌપ્રથમ ગુજરાતી ભાષામાં પ્રગટ થતું વર્તમાનપત્ર મુંબઈ સમાચાર હતું.


વિશ્વ માતૃભાષા દિવસ  વિશે માહિતી વાંચવા અહીં ક્લિક કરો


આ સાથે જ વિશ્વભરના અનેક દેશોમાં ગુજરાતી પરિવારના લોકો વસે છે. આપણા માટે ગર્વની વાત એ છે કે, માત્ર પૃથ્વી પર જ નહીં પરંતુ, અંતરિક્ષમાં પણ ગુજરાતી મૂળનાં લોકો પહોંચી ગયા છે. આપણાં  ગુજરાતી કવિ એ પોતાની સુંદર કાવ્ય રચનામાં ઉલ્લેખ કર્યો છે કે, જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત..જ્યાં જ્યાં બોલાતી ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત...જ્યાં જ્યાં બોલાતી ગુજરાતી,ત્યાં ત્યાં ગુર્જરીની મહોલાત...!

ગુજરાતીમાં ડીજીટલ ડીક્ષનરીના નિર્માણમાં સૌથી વધુ યોગદાન "રતિલાલ ચંદેરીયા" એ આપ્યું છે.



વિશ્વ માતૃભાષા દિન


યુનેસ્કોએ વિવિધ દેશોમાં 7000થી વધુ ભાષાઓને ઓળખી કાઢી છે, જેનો ઉપયોગ (વાંચવા, લખવા અને બોલવા) માટે થતો હોવાનું જણાવ્યું છે. યુનેસ્કોએ નવેમ્બર, 1999એ આંતરરાષ્ટ્રીય માતૃભાષા ઊજવવાનો નિર્ણય કર્યો,ત્યારથી લઈને દર વર્ષે 21 ફેબ્રુઆરીએ આ દિવસ મનાવવામાં આવે છે. 21 ફેબ્રુઆરીએ દેશની ભાષાકીય વિવિધતાને ઉજાગર કરવા માટે માતૃભાષા દિવસની ઉજવણી કરાય છે.


21 ફેબ્રુઆરીએ કેમ ઉજવણી?


ઢાકા યુનિવર્સિટીના સ્ટુડન્ટ્સ અને સામાજિક કાર્યક્રતાઓએ તત્કાલીન પાકિસ્તાન સરકારની ભાષા નીતિનો 21 ફેબ્રુઆરી, 1952માં વિરોધ કર્યો હતો. તેમનું પ્રદર્શન પોતાની માતૃભાષાના અસ્તિત્વને બચાવવાનું હતું. પ્રદર્શનકારીઓએ બંગાળી ભાષાને સત્તાવાર દરજ્જો આપવાની માગ કરી હતી. પાકિસ્તાનની પોલીસે પ્રદર્શનકારો પર ગોળીઓ વરસાવી હતી, પણ વિરોધ અટકવાની જગ્યાએ વધુ ઉગ્ર બન્યો, છેવટે સરકારે બંગાળી ભાષાને સત્તાવાર દરજ્જો આપવો પડ્યો.


આ ભાષાપ્રેમીઓના આંદોલનમાં શહીદ થયેલા યુવાઓને શ્રદ્ધાંજલિ આપવા માટે યુનેસ્કોએ નવેમ્બર, 1999એ જનરલ કોન્ફરન્સમાં વિશ્વ માતૃભાષા દિવસ ઊજવવાનો નિર્ણય લીધો. ત્યાર બાદ વિશ્વભરમાં 21 ફેબ્રુઆરીએ વિશ્વ માતૃભાષા દિવસ ઊજવાવા લાગ્યો.


હિન્દી વિશ્વની ત્રીજી સૌથી બોલાતી ભાષા


વર્લ્ડ લેન્ગવેજ ડેટાબેઝના 22મા સંસ્કરણ ઇથોનોલોજ મુજબ વિશ્વભરની 20 સૌથી બોલાતી ભાષાઓમાં છ ભારતીય ભાષાઓ છે, જેમાં હિન્દી ત્રીજા સ્થાન પર છે. વિશ્વભરમાં 61.5 કરોડ લોકો હિન્દી ભાષાનો ઉપયોગ કરે છે. હિન્દી પછી બંગાળી વિશ્વભરમાં બોલાતી ભાષાઓમાં સાતમા સ્થાને છે.


વિશ્વભરમાં 26.5 કરોડ લોકો બંગાળી ભાષાનો પ્રયોગ કરે છે. 17 કરોડ લોકોની સાથે 11મા ક્રમો ઉર્દૂનું સ્થાન છે. 9.5 કરોડ લોકોની સાથે 15મા સ્થાને મરાઠી છે. 9.3 કરોડની સાથે 16મા ક્રમે તેલુગુ અને 8.1 કરોડ લોકોની સાથે 19મા ક્રમે તમિળ ભાષા આવે છે.



માતૃભાષાનો અર્થ શું?


બાળકને માતા તરફથી મળેલી ભાષા એટલે માતૃભાષા. પરિવારમાં બોલાતી ભાષા એટલે માતૃભાષા. સામાન્ય રીતે, જે ભાષાનો શબ્દ બાળકે સૌપ્રથમ સાંભળ્યો, કાલુ-કાલુ બોલવાનો પ્રયત્ન કર્યો હોય અને બાદમાં તે ભાષાનું શબ્દભંડોળ સમૃદ્ધ થવાથી તેના પર પ્રભુત્વ આવ્યું હોય તે માતૃભાષા. જે ભાષામાં વિચારવાનું, લાગણીઓ અનુભવવાનું, તેમજ લાગણીઓ અને વિચારો પ્રદર્શિત કરવાનું બાળક શીખ્યું હોય તે ભાષા એટલે માતૃભાષા.


માતૃભાષા ગુજરાતી – ગુજરાતીઓનું ગૌરવ


આપણી માતૃભાષાની વાત કરીએ તો ગુજરાતી ભાષાનો ઇતિહાસ ઘણો જૂનો છે. ગુજરાતી ભાષાનું શબ્દભંડોળ આગવું અને સમૃદ્ધ છે. ગૂર્જર સામ્રાજ્યનો વિસ્તાર એટલે ‘ગૂર્જરાત’ અને ક્રમશ: એમાંથી થયું ગુજરાત. અને ગુજરાતની ભાષા એટલે ગુજરાતી. જે મુળ સંસ્કૃત, પ્રાકૃત, સૌરસેની પ્રાકૃત, પશ્ચિમી રાજસ્થાની, પ્રાચીન ગુજરાતી અને આધુનિક ગુજરાતી એ રીતે વિકાસ પામી છે.


સદા સૌમ્ય શી વૈભવે ઊભરાતી, મળી માતૃભાષા મને ગુજરાતી.


રમે અન્ય સખીઓ થકી દેઇ તાળી, સુધા કર્ણ સીંચે ગુણાળી રસાળી. કરે બોલતા જે ભર્યા ભાવ છાતી, રમો માતૃભાષા મુખે ગુજરાતી.


મળી હેમઆશિષ, નરસિંહ-મીરાં, થયા પ્રેમભટ્ટ ને અખો ભક્ત ધીંરા, પૂજી નર્મદે કાન્ત ગોવર્ધને જે, સજી ન્હાનલે કલ્પનાભવ્ય તેજે.


ધ્રુવા સત્ય-સાથી અહિંસા સુહાતી, નમો ધન્ય ગાંધીગિરા ગુજરાતી.


– ઉમાશંકર જોષી



Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.

Subscribe Our
YouTube

0 Comments:

Labels

Followers

You Tube Subscribe

Join us on Facebook Group