‘પુષ્ટિમાર્ગ’ના પ્રવક્તા
તેમણે બાળપણમાં વિલ્વમંગલાચાર્યજી દ્વારા અષ્ટાદશાક્ષર ગોપાલતંત્રની દીક્ષા લીધી. કાશી અને જગદીશ પુરીના ઘણાં વિદ્વાનો સાથે શાસ્ત્રાર્થ કરીને વિજયી બન્યા. આગળ જતાં એક સ્વતંત્ર ભક્તિમાર્ગ ‘પુષ્ટિમાર્ગ’ના સંસ્થાપક બન્યા.
મહાપ્રભુજીનો સિદ્ધાંત
તેમનો સિદ્ધાંત છે કે, જે સત્યતત્વ છે, તેનો કદીપણ નાશ થતો નથી. સંસાર કાલ્પનિક છે, માયા છે. અવિદ્યાનું આવરણ રહેલો જીવ ‘ હું છું, મારું છે’ એવી કલ્પનામાં રાચે છે. સિદ્ધાંત સમજાવવા માટે તેમણે ત્રણ વાર ભારતભ્રમણ કર્યું. યાત્રા દરમ્યાન તેમણે લોકોને શ્રીકૃષ્ણ પ્રત્યે નિષ્કામ ભક્તિ માટે પ્રેરિત કર્યા. તેમણે રચેલું મધુરાષ્ટક ઘણું પ્રસિદ્ધ છે.
જગત્ ભગવાનની રચના છે, જ્યારે જીવ દ્વારા રચવામાં આવેલો સંસાર, કાલ્પનિક, અસત્ય અને અજ્ઞાનતાને કારણે નાશવંત છે.
SPELLING FOR STD 6 to 8 CLASS
મહાપ્રભુ વલ્લભાચાર્ય ની જયંતી, જાણો એનું જીવન દર્શન
કૃષ્ણ ભક્ત અને પુષ્ટિમાર્ગ ના પ્રવર્તક વલ્લભાચાર્ય ની જયંતી વૈશાખ કૃષ્ણ એકાદશી ના દિવસે મનાવવામાં આવે છે. વૈશાખ કૃષ્ણ એકાદશી ને વરુથીની એકાદશી પણ કહેવામાં આવે છે. સોમયાજી કુળ ના તૈલંગ બ્રાહ્મણ લક્ષ્મણ ભટ્ટ ને ત્યાં જન્મેલા વલ્લભાચાર્ય નો વધારે સમય કાશીમ પ્રયાગ અને વૃંદાવન માં જ વિતાવ્યો. એની માતા નું નામ ઈલ્મ્માગારુ હતું.એની પત્ની નું નામ મહાલક્ષ્મી હતું. એના બે પુત્ર હતા ગોપીનાથ અને વિઠ્ઠલનાથ.
જયારે એના માતા પિતા મુસ્લિમ આક્રમણ ના ભય થી દક્ષીણ ભારત જઈ રહ્યા હતા ત્યારે રસ્તા માં છત્તીસગઢ ના રાયપુર નગર ની પાસે ચંપારણ્ય માં ૧૪૭૮ માં વલ્લભાચાર્ય નો જન્મ થયો. પછી કાશી માં જ એની શિક્ષા-દીક્ષા થઇ અને ત્યારે એમણે એમના મત નો ઉપદેશ પણ આપ્યો.રુદ્ર સંપ્રદાય ના વિલ્વમંગલાચાર્યજી દ્વારા એને અષ્ટાદશાક્ષર ગોપાલ મંત્ર ની દીક્ષા આપવામાં આવી અને ત્રીદંડ સંન્યાસ ની દીક્ષા સ્વામી નારાયણેદ્ર તીર્થ થી પ્રાપ્ત થઇ. ૫૨ વર્ષ ની ઉમર માં એમણે સન ૧૫૩૦ માં કાશી માં હનુમાન ઘાટ પર ગંગા માં પ્રવિષ્ટ થઈને જળ-સમાધિ લઇ લીધી. વલ્લભાચાર્ય ના શિષ્ય : એવું માનવામાં આવે છે કે વલ્લભાચાર્ય ને ૮૪ શિષ્ય હતા જેમાં પ્રમુખ છે સુરદાસ, કૃષ્ણદાસ, કુંભણદાસ અને પરમાનંદ દાસ. વલ્લભાચાર્ય ના દર્શન : વલ્લભાચાર્ય અનુસાર ત્રણ જ તત્વ છે. બ્રહ્મ, બ્રહ્માંડ અને આત્મા.
અર્થાત ઈશ્વર, જગત અને જીવ. ઉપરના ત્રણ તત્વો ને કેન્દ્ર રાખીને જ એમણે જગત અને જીવ ના પ્રકાર જણાવ્યા અને એની પરસ્પર સંબંધો નો ખુલાસો કર્યો. એની અનુસાર પણ બ્રહ્મ હ એકમાત્ર સત્ય છે જે સર્વવ્યાપક અને અંતર્યામી છે. કૃષ્ણ ભક્ત હોવાને કારણે એમણે કૃષ્ણ ને બ્રહ્મ માનીને એની મહિમા નું વર્ણન કર્યું છે. વલ્લભાચાર્ય ના અદ્વૈતવાદ માં માયા નો સંબંધ અસ્વીકાર કરીને બ્રહ્મ ના કારણે અને જીવ-જગત ને એના કાર્ય રૂપ માં વર્ણિત કરી ત્રણેય શુદ્ધ તત્વો ની સામ્યતા પ્રતિપાદિત કરવામાં આવી છે. આ કારણે જ એના મત ને શુદ્ધદ્વૈતવાદ કહે છે.
પ્રસિદ્ધ ગ્રંથ : બ્રહ્મસૂત્ર પર અણુભાષ્ય એને બ્રહ્મસૂત્ર ભાષ્ય અથવા ઉત્તરમીમાંસા કહે છે, શ્રીમદ ભાગવત પર સુબોધિની ટીકા અને તત્વાર્થદીપ નિબંધ. એની સિવાય પણ એના અનેક ગ્રંથ છે. સગુણ અને નિર્ગુણ ભક્તિ ધારા ના સમય માં વલ્લભાચાર્ય એ એમના દર્શન ખુદ ઘડ્યા હતા પરંતુ એના મૂળ સૂત્ર વેદાંત માં જ નિહિત છે. એમણે રુદ્ર સંપ્રદાય ના પ્રવર્તક વિષ્ણુ સ્વામી ના દર્શન ની અનુસરણ તથા વિકાસ કરીને એમના શુદ્ધદ્વૈત મત અથવા પુષ્ટિમાર્ગ પ્રતિષ્ઠિત કર્યો હતો.
શ્રીમદ્ વલ્લભાચાર્ય વૈષ્ણવ સંપ્રદાયના એક પ્રસિદ્ધ અને તેજસ્વી આચાર્ય હતા.
તેમનો જન્મ એક વિદ્વાન ભારદ્વાજ ગોત્રી તેલંગ બ્રાહ્મણ લક્ષમણ ભટ્ટને ત્યાં ચંપારણ્યમાં સને ૧૪૭૯, (સંવત ૧૫૩૫)માં ચૈત્ર વદ ૧૧ના દિવસે થયો હતો. જન્મ થતાં બાળક મૃતવત્ જણાતાં માતા-પિતાએ સખ્ત આઘાત સાથે બાળકને શમી(ખીજડો)વૃક્ષની ગોખમાં મૂકીને, હિંસક પશુઓથી બચાવવા વૃક્ષની આગળપાછળ અગ્નિ પ્રગટાવી જતાં રહ્યાં હતા.
તેમણે બનારસમાં રહીને વેદ, વેદાંત, દર્શન, સૂત્રો, ધર્મશાસ્ત્ર, પુરાણો અને ઇતિહાસનો ઊંડો અભ્યાસ કર્યો હતો. તેમણે સમગ્ર ભારતમાં પર્યટન કરીને પોતાના ધાર્મિક વિચારોનો પ્રચાર કર્યો. રામેશ્વર થી હરિદ્વાર અને દ્વારકાથી જગન્નાથપુરી સુધીના તીર્થોમાં ત્રણવાર પર્યટન કરીને તેમણે પુષ્ટિમાર્ગનો પ્રચાર કર્યો. યાત્રા દરમિયાન તેમણે શ્રીભાગવતની કથા અને પારાયણ કર્યા. આજે એ સ્થળો 'બેઠક' તરીકે ઓળખાય છે.
વિક્રમ સવંત ર૦૭પ, શાલિવાહન શક ૧૯૪૧ શ્રીમદ વલ્લભ સવંત પ૪ર ચૈત્ર વદ ૧૧ મંગળવાર પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ સંપ્રદાયના આદ્યસ્થાપક શ્રીમદ્ વલ્લભાચાર્ય (મહાપ્રભુજી)નું પ્રાગટય બિહીલ છતીસગઢના ચંચારણ્ય વનમાં વરૂ થિનિ એકાદશી (સકકર ટેટી) ના મધ્યાન સમયે થયેલ. કથા મુજબ તેઓશ્રીની રક્ષા અગ્નિ દેવે રક્ષા કરેલ તેઓશ્રીનું પ્રાગટય થયા બાદ માતા - પિતાએ મૃત સમજી ત્યજી દીધેલ આગળ યાત્રા કરવા નીકળી ગયેલ.
દરમ્યાન સાધુ (બાવા)ની મંડળી ત્યાંથી નીકળેલ. અને શ્રીમદ્ મહાપ્રમુજીની ફરતે અગ્નિ જવાળા રક્ષા કરતાં દ્વિવ્ય સ્વરૂપ જાણી રક્ષા કરવા રોકાય ગયેલ. આપશ્રીના માતા-પિતાને રસ્તામાં પ્રરેણા થતાં આપશ્રીને લેવા માટે આવેલ. ત્યારે બાવાઓએ સોંપવા ના પાડી બહુ જ રકઝક બાદ આપના માતા- પિતાને સોંપવા તૈયાર થયા ત્યારે એક બાવાના મુખી રાજીપો બતાવી શરત મુકી તેબંગા બ્રાહ્મણ પરિવારમાં પ્રાગટય થયેલ હોવા છતાં નામ પહેલાં ગૌસ્વામી આગળ લખી નામ લખવા સ્વીકારેલ ત્યારથી ગોસ્વામી નામ આગળ રાખવામાં આવે છે. ગોસ્વામી રક્ષક વંશ પણ ગણના કરાય છે.
આપશ્રીનાં પ્રાગટય ચૈત્રવદ ૧૧ વરૂથિનિ સકકર ટેટીના થયેલા પ૪રમો પ્રાગટય ઉત્સવ ઉજવાય રહયો છે. આપશ્રીની ચૈત્રવદ ૧૧ ભાત-અગીયારસ તરીકે પણ ઓળખાય છે. વિશિષ્ટતા ધરાવે છે. આ ૧૧ અગીયારસના દિવસે સવારે ઉપવાસ અથવા ફલહાર પરંતુ સાંજના ભાત (ચોખ્ખા) રાંધેલ પ્રસાદ ભોજન લેવાની પરંપરા ઉ આજ્ઞા રહેલ છે. આપશ્રીના પ્રાગટયધામ ચંપારણ્યમાં સાંજના ઉત્સવની પૂર્ણાહૂતિ થતાં બહારથી પધોરલ વૈષ્ણવોને સાંજના મહાપ્રસાદમાં ભાત-ચોખ્ખા ખાસ ભોજનમાં લેવડાવવામાં આવે છે. અત્રે પણ જેઓને આ મહાત્મયની સમજણ જાણકારી છે. તે વૈષ્ણવ આખા દિવસ ઉપવાસ ફલહાર પ્રસાદમાં સાંજના સમયે શ્રીને યાદ કરી સંધ્યા મહાપ્રસાદ ભોજનની રસોયમાં ભાત-ચોખ્ખા રંધાવી અવશ્ય લ્યે છે. વ્રત પૂર્ણ કરે છે.
બાર માસમાં ર૪ અગીયારસ ચાર જયંતિ આવે છે. દર ત્રીજા વરસે અધિક માસ પુરૂષોત્તમ માસની બે વિશષ્ટ અગીયારસ આવેછે. એટલે કે દર બે વરસમાં અડતાલીસ અગીયારસ દર ત્રીજા વરસે બે મળી તેર માસની છવીસ અગીયારસનું વ્રત ઉપવાસ ફલહાર કરી વ્રત કરાય છે.
પુષ્ટિ સંપ્રદાયની ખાસ વિશષ્ટતા છે કે ભલે બારે માસની ચોવીસ અગીયારસનું વ્રત ન કરો પરંતુ ચાર્તુમાસનાની પ્રથમ અષાડ શુદ ૧૧ દેવ પોલી યાને નિમ અગીયારસ, ત્થા વિક્રમ સવંતના પ્રથમ - પ્રારંભ માસ કારતક શુદ ૧૧ દેવ ઉઠી તુલસી વિવાહ સહિત ચાર જયંતિ ચૈત્ર માસમાં ચૈત્ર સુદ ૯ શ્રીરામ જન્મ જયંતિ વૈશાક માસમાં સુદ ૧૪ ચૌદસ નૃસિંહ જયંતિ શ્રાવણ માસમાં શ્રાવણ વદ ૮ આઠ જન્માષ્ટમી શ્રી કૃષ્ણ જયંતિ તથા ભાદરવા માસમાં ભાદરવા સુદ ૧ર વામન જયંતિ યાને વામન દ્વાદશમી કરવા જણાવેલ છે.
વૈશાખ સુદ ૧૪ નૃહસિંહ જયંતિ શ્રી વિષ્ણુએ સંધ્યા સમયે અગ્નિથી તપતા ધખધકતા લોખંડના સ્તંભમાં અર્ધ પુરૂષ અર્ધ પશુ-સિંહ મહોરાનું સ્વરૂપ ધારણ કરી ક્રુર ગણાતા રાક્ષસ રાજ શ્રી હિરણ્ય કશ્યમનો વધ કરેલ. તેમનું અમરતત્વ નષ્ટ કરેલ. ઘરના ઉંબરા બિજરાજ સિંહ નખથી હિરણ્ય કશ્યમની છાતી ચિરી વધ કરેલ. તેઓશ્રી ભકત પ્રહલાદના પિતાશ્રી હતાં. પરંતુ પ્રહલાદને કષ્ટ મુકત કરેલ. ભકત પ્રહલાદ પુત્ર શ્રી બસીરાજા જે દાનવીર વચન બધ્ધ ગણાતા તેઓના દાનનો પ્રભાવ વધતાં ઇન્દ્રાશન જોખમમાં મુકાતા દેવોને તેમજ ઇન્દ્રાશન બચાવવા દાનગીર બલી રાજા યજ્ઞ કરી રહેલ ત્યારે ભાદરવા સુદ ૧ર ના ભગવાન વિષ્ણુ વામન સ્વરૂપ ધારણ કરી હાથમાં છત્રી, કમંડળ, પગમાં રાખડી પહેરી યજ્ઞ સ્થળે આચક બની દાન માંગવા ગયેલ. રાક્ષસ રાજપુત્ર દાનવીર બલીરાજા પાસે સાડા ત્રણ ડગલાં જમીન માંગી સંકલ્પ કરાવી વામન સ્વરૂપ વિરાટ બન્યું પ્રથમ ચરણ સ્વર્ગમાં મુકયું. બીજુ ચરણ પાતાળ રાજયમાં ત્રીજુ ચરણ પૃથ્વી પર અડધું ચરણ શ્રી દાનવીર પરાક્રમી રાજા બલીના મસ્તક પર મુકી પાતાળમાં મોકલી સ્થાન આપ્યું. એ ચાર જયંતિ કરવા આજ્ઞા કરેલ છે. શ્રીરામ નવમી - રામ જયંતિ - શ્રી કૃષ્ણ જયંતિ જન્માષ્ટમી ઉલ્લેખની અત્રે ખાસ જરૂર જણાતી ન હોય જેથી કરેલ નથી. એમ દંતકથા છે કે રાક્ષસ રાજ હિરણ્ય કશ્યપની રાજધાની તાલાલા ગીર આજનું તાલા જયારે દાનવીર વચન બધ્ધ બલીરાજાની રાજધાની જયાં વામન સ્વરૂપે શ્રી હરિ વિષ્ણુએ દાન સ્વીકારેલ તે આજનું વંથલી - પ્રાચીન વાળત સ્થલી છે. પ્રખ્યાત છે. બન્ને મુળ જુનાગઢ જીલ્લામાં હાલ વંથલી - જુનાગઢ જીલ્લામાં જયારે તાલાલા - ગીર સોમનાથમાં આવેલ છે.
મહાપ્રભુ વલ્લભાચાર્ય વિશે વધુ જાણો
શ્રીમદ્ વલ્લભાચાર્યજી પ્રાગટયદિન
શ્રીમદ વલ્લભાચાર્યજીએ શ્રીમદ ભાગવત, વેદ, બ્રહ્મસૂત્ર તથા ગીતાજી વગેરેનું મનોમંથન કરી જગતમાં સર્વ સામાન્ય વ્યક્તિએ જીવનમાં કેમ જીવવું તેનું સચોટ માર્ગદર્શન કર્યું છે. તેમના પ્રાગ્ટય વિષે બે મત છે. કેટલાકને મતે તેમનું પ્રાગટ્ય સંવત 1535માં હતું તો ક્ર્ટલાક માને છે કે તેમનું પ્રાગટ્ય સંવત 1529માં થયું હતું. પણ તેમના પૂર્વજો અગ્નિહોત્રી હતાં. તેઓ જ્ઞાન, કર્મ અને ભક્તિમાં અતિનિષ્ણાત હતા. 11 વર્ષની કૂમળી વયે તેમણે પિતાની છત્રછયા ગુમાવી. આ બાળક સૌને પ્રિય હોવાથી તેમનું નામ ‘વલ્લભ’ રાખવામાં આવ્યું હતું. તેઓના ચરણારવિંદમાં શુભ ચિન્હોનાં દર્શન થતાં. મહાપ્રભુજી વલ્લભાચાર્યએ કૃષ્ણભક્તિ દ્વારા ધર્મના સિદ્ધાંતને સમજાવવા માટે એક નવો જ દૃષ્ટિકોણ આપ્યો છે. વલ્લભાચાર્યજીના મત મુજબ પ્રભુનો જીવો પ્રત્યેનો જે સદ્ભાવ, કૃપાદૃષ્ટિ અને જીવનો પ્રભુમાં વિશ્વાસ એ જ પુષ્ટીમાર્ગ છે. વલ્લભાચાર્યજીએ પોતાના સિદ્ધાંતને પુષ્ટીમાર્ગ નામ આપ્યું હતું, તેથી તે પુષ્ટીમાર્ગના પ્રણેતા કહેવાય છે
તો ક્ર્ટલાક માને છે કે, મહાપ્રભુજી વલ્લભાચાર્યનો જન્મ સંવત ૧૪૭૮માં વૈશાખ વદ એકાદશીના દિવસે ચંપારણ્ય (રાયપુર, છત્તીસગઢ)માં થયો હતો. તેમના પિતાનું નામ લક્ષ્મણ ભટ્ટ અને માતાનું નામ ઇલ્લામાગારુ હતું. તેમણે વેદ, ઉપનિષદનું અધ્યયન કર્યું અને માત્ર અગિયાર વર્ષની નાની ઉંમરે વિજયનગરમાં રાજા કૃષ્ણદેવરાજના રાજદરબારમાં પંડિતો સાથે શાસ્ત્રાર્થ કરીને બધાને નિરુત્તર કરી દીધા હતા. તેમનાથી પ્રભાવિત થઈને કૃષ્ણદેવ રાજાએ તેમને આચાર્ય પદ પર સ્થાપિત કર્યા. તેમણે ત્રણ વખત ભારતભ્રમણ કર્યું, પુષ્ટીમાર્ગનો પ્રચાર કર્યા, ૮૪ ભાગવદ્ પારાયણ કરી. જે સ્થાન પર તેમણે પારાયણ કરી હતી તે દરેક સ્થાન આજે પણ ૮૪ બેઠકના નામે જાણીતાં છે, તેમજ આ બેઠક પર જવાથી શાંતિનો અનુભવ પણ થાય છે.
પિતાનું નામ ‘લક્ષમણ ભટ્ટજી’ અને માતાનું નામ ઈલ્લમા – ગારુજી હતું. નાની ઉંમરમાં તેમણે યજુર્વેદ, ઋગવેદ,સામવેદ, ભાષ્યસહિત પાણીની સૂત્ર, અષ્ટાધ્યાયી, ગૌતમ-કણાદનાં ગ્રંથો તથા યોગ સાંખ્ય, મીમાંસા વગેરેનો અભ્યાસ કર્યો હતો.. તે ઉપરાંત માધવસંપ્રદાયી માધવેનદ્રપતિ પાસેથી ગીતા,ભાગવત, નારદપંચરાત્ર વગેરેનું અધ્યયન કર્યું હતું. તેમનામાં અદભૂત વાક્શક્તિ હતી. ધીરે ધીરે તેઓ વિદ્વાનોમાં પૂજનીય થતાં ગયાં. અને ત્યારબાદ તેઓ શ્રી મહાપ્રભુજી તરીકે માન્ય થયાં.
આચાર્યશ્રીએ ભારતભરમાં ત્રણ વખતે ખુલ્લા ચરણે પરિક્રમા કરી હતી. પરિક્રમા દરમિયાન વિદ્યાનગરમાં શરૂ થયેલ વાદમાં એક તરફ શાંકરવાદીઓ હતાં ત્યારે બીજી તરફ માધવ, રામાનુજ, નિંબાર્ક મતવાદીઓ હતાં. આચાર્યશ્રીને જાન થતાં તેમણે નવેસરથી વાદના મુદ્દા ખોલાવ્યા અને શ્રી વલ્લભે પોતાનો મંતવ્ય દર્શાવ્યો જે સર્વમાન્ય થયો. આ સમયે તેમનો કનકાભિષેક થયો. 30 વર્ષની વયે તેમના લગ્ન થયાં હતાં.
તેઓ દિવ્યશક્તિ પ્રગટ કરતાં કરતાં તેઓ વૃંદાવનમાં છ માસ બિરાજી વિદ્વત્સમાજમાં બ્રહ્મવાદની સ્થાપના કરી. આપે શ્રી યમુનાષ્ટક રચ્યું. સં. 1549 માં શ્રાવણ સુદ 11ની રાત્રિએ સાક્ષાત પ્રભુએ દર્શન દીધા અને આજ્ઞા કરી,’ શ્રી વલ્લ્ભ ! મારો આપેલો ગદ્ય મંત્ર અમે જે જીવને આપશો તેનો હું સ્વીકાર કરીશ.’ આ ગદ્ય મંત્ર અર્પણ વિધિને ‘બ્રહ્મસંબંધ’થી ઓળખવામાં આવે છે. શ્રી મહાપ્રભુજીએ 16 ગ્રંથો લખ્યાં જે ષોડશ ગ્રંથના નામે ઓળખાય છે. શ્રીમદ વલ્લભાચાર્યજી ઉપદેશમાં કહે છે કે ‘જીવો બ્રહ્મને ભૂલી ગયાં છે માટે દુઃખી છે.’ અર્થાત શ્રી મહાપ્રભુજી કહે છે કે જેણે શ્રી કૃષ્ણનું શરણું છોડ્યું છે તે દુઃખી છે. રાસલીલાનું મૂળ રહસ્ય સમજાવતાં શ્રીમદ વલ્લભાચાર્યજી કહે છે કે ‘બ્રહ્મની પ્રાપ્તિ માટે તેને મળવા ઝંખતા ભક્તજીવનું તે સાથે મિલન અને આનંદનું ઊભરવું તે રાસલીલા. તેથી શ્રીમદજીએ રાસલીલાને અતિમહત્વ આપ્યું છે.
પુષ્ટિ સંપ્રદાયના પુષ્ટિનો અર્થ ‘ભગવત કૃપા’. શ્રીમદજી કહે છે કે ‘જીવ સાધ્ય પ્રયત્નથી પ્રભુની પ્રાપ્તી કરે તે મયાદા માર્ગ અને જ્યાં જીવના સાધનની અપેક્ષા રાખ્યા વગર પ્રભુ જીવને પોતાના કરી લઈ પોતાની પ્રાપ્તિ કરાવે તે પુષ્ટિમાર્ગ. શ્રીમદજી કહે છે કલિયુગમાં શ્રી કૃષ્ણનું શરણું એ જ પ્રભુ પ્રાપ્તિનો માર્ગ છે. ચૈત્ર વદ ગિયારસ,પ્રાગટયદિન શ્રી વલ્લભ સાક્ષાત્ શ્રીકૃષ્ણના પૂર્ણ આવિર્ભાવ છે. જેમ સનકાદિ, કપિલ, કૂર્મ-વરાહાદિ અવતારો અંશાવતાર છે એમ શ્રી વલ્લભ અંશ રૂપ નથી પરંતુ પૂર્ણરૂપ છે પુષ્ટિ સંપ્રદાયના પ્રસ્થાપક પ્રણેતા અને ભકિતમાર્ગના વિકાસ માટે પ્રગટ થયેલ શ્રીનારદાદિ પરંપરાના મૂર્ધન્ય આચાર્ય શ્રીમદ્ વલ્લભાચાર્યજી ભગવાન શ્રીકૃષ્ણના મુખારવિંદ સ્વરૂપ છે. જે દિવસે ઇન્દ્રદમન ગોવર્ધનનાથજીનું પૂર્ણ સ્વરૂપ ગિરિરાજ ઉપર પ્રકટ થયું તે દિવસે મહાપ્રભુ વલ્લભાચાર્યજી પૃથ્વી ઉપર અવતર્યા અને હિંદુ ધર્મ અને સંસ્કતિનું રક્ષણ કર્યું છે. શ્રી વલ્લભ (મહાપ્રભુજી)ના વડવાઓની જન્મભૂમિ દક્ષિણ ભારતના આંધ્રપ્રદેશના કાંકરવાડ ગામમાં..
શ્રી વલ્લભ સાક્ષાત્ શ્રીકૃષ્ણના પૂર્ણ આવિર્ભાવ છે. જેમ સનકાદિ, કપિલ, કૂર્મ-વરાહાદિ અવતારો અંશાવતાર છે એમ શ્રી વલ્લભ અંશ રૂપ નથી પરંતુ પૂર્ણરૂપ છે
પુષ્ટિ સંપ્રદાયના પ્રસ્થાપક પ્રણેતા અને ભકિતમાર્ગના વિકાસ માટે પ્રગટ થયેલ શ્રીનારદાદિ પરંપરાના મૂર્ધન્ય આચાર્ય શ્રીમદ્ વલ્લભાચાર્યજી ભગવાન શ્રીકૃષ્ણના મુખારવિંદ સ્વરૂપ છે.
જે દિવસે ઇન્દ્રદમન ગોવર્ધનનાથજીનું પૂર્ણ સ્વરૂપ ગિરિરાજ ઉપર પ્રકટ થયું તે દિવસે મહાપ્રભુ વલ્લભાચાર્યજી પૃથ્વી ઉપર અવતર્યા અને હિંદુ ધર્મ અને સંસ્કતિનું રક્ષણ કર્યું છે.
શ્રી વલ્લભ (મહાપ્રભુજી)ના વડવાઓની જન્મભૂમિ દક્ષિણ ભારતના આંધ્રપ્રદેશના કાંકરવાડ ગામમાં હતી. તેમના કુટુંબના મૂળ પુરુષ યજ્ઞનારાયણ ભટ્ટ જાતે તૈલંગ બ્રાહ્મણ હતા. શ્રી યજ્ઞ નારાયણ ભટ્ટ ખૂબ જ શ્રદ્ધાળુ અને વિદ્વાન હતા. તેમણે બત્રીસ સોમયજ્ઞ કર્યા હતા. એમ કહેવાય છે કે સોમયજ્ઞની પૂણાર્હુતિના સમયે સાક્ષાત્ ભગવાને પ્રગટ થઇ તેમને વરદાન આપ્યું હતું કે તમારા વંશમાં સો સોમયજ્ઞ પૂરા થશે ત્યારે હું તમારે ત્યાં જન્મ લઇશ.
તેમના પુત્ર ગંગાધરભટ્ટે અઠ્ઠાવીસ સોમયજ્ઞ કર્યા હતા. પુત્ર ગણપતિ ભટ્ટે અને વલ્લભ ભટ્ટે ૩૦ સોમયજ્ઞ અને પુત્ર લક્ષ્મણ ભટ્ટે પાંચ સોમયજ્ઞ કર્યા હતા. આમ લક્ષ્મણ ભટ્ટના સમયમાં સો સોમયજ્ઞ પૂરા થયા હતા. ભગવાને આપેલું વચન કદી મિથ્યા થાય નહીં અને તેથી સો સોમયજ્ઞો પરિપૂર્ણ થતાની સાથે જ ચંપારણ્ય ગામની પાવનભૂમિ પર રહેતા લક્ષ્મણ ભટ્ટ અને ઇલ્લમાગારુજીને ત્યાં વિ.સં.૧૫૩૫ના ચૈત્ર વદ દશમની રાત્રે મહાનદીના કિનારે શમી વૃક્ષની છાયામાં ઇલ્લમાજીને સાતમા (અધૂરા) માસે મૃતપુત્ર પ્રસવ થયો.
પુત્રને મૃત જાણીને માતૃહૃદય ભરાઇ આવ્યું પરંતુ વાસ્તવિકતાનો સ્વીકાર કરી લઇને આ પુત્ર રત્નને ઇલ્લમાજીએ સાડીનો છેડો ફાડીને સાડીના એક મોટા ટુકડામાં લપેટીને શમી વૃક્ષની મોટી બખોલમાં પોઢાડી ભારે હૈયે વિદાય લીધી. રાત્રિના સમયે પુત્ર વિરહની યાદમાં વ્યથિત થઇને અર્ધનિદ્રામાં ભગવાન શ્રીકૃષ્ણે લક્ષ્મણ ભટ્ટને દર્શન આપીને બોલ્યા, ‘કાં ભટ્ટજી છેતરાઇ ગયા ને? મારી માયાજાળમાં તો ભલભલા થાપ ખાઇ જાય છે! એમાં તમારો શો વાંક? ઊઠો તમારે ત્યાં હું પુત્રરૂપે જન્મ્યો છું. પાછા ફરો તમારો નંદલાલ આતુરતાપૂર્વક તમારી રાહ જુએ છે.’
લક્ષ્મણ ભટ્ટ અને ઇલ્લમાજી ઈશ્વર સ્મરણ કરતાં કરતાં શમી વૃક્ષ તરફ આવે છે અને વૃક્ષ તરફ નજર નાખીને જુએ છે તો વૃક્ષ નીચે તો ભડભડ અગ્નિ ભડકે બળે છે. ઇલ્લમાજી ચિંતાતુર સ્વરે લક્ષ્મણ ભટ્ટને કહે છે, ‘નાથ! આ વૃક્ષની બખોલમાં જ આપણા મૃત બાળકને સંતાડયો છે પરંતુ હમણાં આખું ઝાડ આગમાં લપેટાઇ જશે તો આપણા નંદલાલનું શું થાશે.’
નવદંપતી આગળ વિચારે એ પહેલાં તો આકાશમાંથી ભગવાનની વૃષ્ટિ થઇ રહી હોય એમ ઝરમર ઝરમર વરસાદ વરસવા લાગ્યો. આ જોઇને નવદંપતી આશ્ચર્ય ચકિત થઇને બોલ્યું, ‘ભગવાનની લીલા કેવી અકળ છે.’ અગ્નિમાં વર્તુળની વચ્ચે એક અદભૂત બાળકનાં દર્શન થયાં. આ બાળક તે જ શ્રી વલ્લભાચાર્યજી. તેમનું પ્રાગટય વરુથિની એકાદશી વિ.સં.૧૫૩૫ના ચૈત્ર વદ -૧૧ને પવિત્ર દિને થયું હતું.
શ્રી વલ્લભનું બાળપણ કાશીમાં વીત્યું હતું. નાની વયમાં જ પિતા દ્વારા તેમને વિધા, જ્ઞાન અને ધર્મના સંસ્કારો મળ્યા હતા. તેમના પિતા સાથે ચર્ચા કરવા આવતા વિદ્વાનો શ્રી વલ્લભની કુશાગ્ર બુદ્ધિ જોઇ તેમને વાક્પતિ અને બાલસરસ્વતી કહીને પ્રશંસા કરતા. સાત વર્ષની વયે તેમનો યજ્ઞપવીત સંસ્કાર થાય પછી તેમને વિધાભ્યાસ માટે વિદ્વાન ગુરુઓ પાસે મૂકવામાં આવ્યા.
શ્રી વલ્લભે થોડાક મહિનાઓમાં સર્વ શાસ્ત્રોનો ખૂબ જ ઝીણવટપૂર્વક વિધાભ્યાસ પૂરો કર્યો. વિધાભ્યાસ દરમિયાન જ તેમણે અદ્વૈતવાદ મતને પડકાર ફેંકયો અને પોતાનો સ્વતંત્ર મત રજૂ કરવા માંડયો. વિ.સં.૧૫૪૪માં પિતાનો ગોલોકવાસ થયા બાદ તેમણે માતાની આજ્ઞા લઇને ભારત પરિક્રમાનો પ્રારંભ કર્યો. દસ વર્ષની નાની વયે ખાલી ધોતી ધારણ કરી ખુલ્લા પગે ચાલીને ભારત પરિક્રમાની શરૂઆત કરી.
તેમણે આખાય ભારતની પરિક્રમા ત્રણ વખત કરી. આ ત્રણ પરિક્રમામાં તેમના જીવનનાં લગભગ અઢાર જેટલાં વર્ષોવ્યતિત થયાં છે. સંવત ૧૫૪૯ના શ્રાવણ વદી ત્રીજથી શ્રી મહાપ્રભુ વલ્લભાચાર્યજીએ ગોકુલમાં ગોવિંદઘાટ ઉપર શ્રીમદ્ ભાગવતનો પ્રારંભ કર્યો. આવા સમયે આ ઠકુરાણીઘાટ (ગોકુલ) ઉપર રાત્રિએ શ્રીજીબાવાએ સાક્ષાત્ દર્શન આપ્યા. વિશ્વની આ અદભૂત વિરલ ઘટના છે. ઠાકોરજીએ શ્રીવલ્લભને આજ્ઞા કરી કે, આપ જે જીવને મારું નામ નિવેદન કરાવી બ્રહ્મસંબંધ કરાવશો તે જીવનો હું અંગીકાર કરીશ. તેના બધા જ દોષો દૂર કરીશ.
એક વખત શ્રી મહાપ્રભુજી જગન્નાથપુરી પધાર્યા. ત્યાં રાજા ગજપતિ પુરુષોત્તમનું રાજય હતું. તેનાં રાજયમાં પંડિતો વિદ્વાનો વચ્ચે ધર્મ સંબંધી મતભેદ ઊભો થયો. રાજાએ ધર્મસભા બોલાવી હતી. શ્રી વલ્લભ પણ ત્યાં પધાર્યા. રાજાએ સભાને ચાર પ્રશ્નો પૂછ્યા, ‘કિ શાસ્ત્રમ્?’, ‘કો દેવ?’, ‘કો મંત્ર?’ અને ‘કિ કર્મ?’ આ વિવાદમાં શ્રીમહાપ્રભુનો વિજય થયો તો પણ પંડિતોએ ભગવાનનો મત માંગ્યો.
સત્ય સિદ્ધાંતને જાણવા માટે શ્રી જગન્નાથ ભગવાનની સન્મુખ કાગળ, કલમ અને ખડિયો મૂકવામાં આવ્યો અને મંદિર બંધ કરી દેવામાં આવ્યું. થોડીવાર પછી મંદિર ખોલીને જોતા કાગળ પર એક શ્લોક દ્વારા ઉપરોકત ચારેય પ્રશ્નોનો ઉત્તર મળી ગયો અને શ્રી જગન્નાથ ભગવાને શ્રી મહાપ્રભુજીના મતને પણ સંમતિ આપી.
સર્વશાસ્ત્રોમાં ગીતા જ એક માત્ર સર્વોત્તમ શાસ્ત્ર છે. સર્વ દેવોમાં શ્રીકૃષ્ણ જ સર્વોત્તમ પૂર્ણ પુરુષોત્તમ છે. સર્વ મંત્રોમાં ભગવાન શ્રીકૃષ્ણનું નામ જ સર્વોત્તમ મંત્ર છે એટલે કે ‘શ્રીકૃષ્ણ શરણં મમ’ અને સર્વ કર્મોમાં સૌથી મોટું કર્મ આપણા પ્રભુ ભગવાન શ્રીકૃષ્ણની સેવા એ જ આપણું સર્વોત્તમ કર્મ છે અને એ જ આપણું કર્તવ્ય છે.
આમ શ્રી વલ્લભ સાક્ષાત્ શ્રીકૃષ્ણના પૂર્ણ આવિર્ભાવ છે. જેમ સનકાદિ, કપિલ, કૂર્મ-વરાહાદિ અવતારો અંશાવતાર છે એમ શ્રી વલ્લભ અંશ રૂપ નથી પરંતુ પૂર્ણરૂપ છે.
તફાવત એટલો જ છે કે શ્રીકૃષ્ણ અવતારમાં મર્યાદા તેમજ પુષ્ટિ બંને લીલાઓ છે. જયારે શ્રી વલ્લભ પુષ્ટિ જીવોના પુષ્ટિમાર્ગીય મનોરથો સિદ્ધ કરવા પ્રકટયા છે.
વલ્લભાચાર્યજીએ જીવના ત્રણ પ્રકાર બતાવ્યા છે. પુષ્ટીજીવ જે પ્રભુના પ્રેમ પર અતૂટ વિશ્વાસ રાખે છે. બીજો મર્યાદાજીવ જે શાસ્ત્રના સિદ્ધાંત અનુસાર જીવન જીવે છે. ત્રીજો પ્રકાર જે સંસારના મોહમાં જ ડૂબ્યો રહે છે. વલ્લભાચાર્યજીએ ત્રણ દર્શન આપ્યાં છે. બ્રહ્મ, બ્રહ્માંડ અને આત્મા અર્થાત્ ઈશ્વર, જગત, જીવ. આ ત્રણ તત્ત્વોને કેન્દ્રમાં રાખીને જ તેમણે જગત, જીવના પ્રકાર બતાવ્યા અને તેમને પરસ્પર સંબંધનો ખુલાસો કર્યો છે. તેમના મત મુજબ બ્રહ્મ જ એકમાત્ર સત્ય છે. જે સર્વવ્યાપક અને અંતર્યામી છે. કૃષ્ણભક્ત હોવાને લીધે તેમણે કૃષ્ણને બ્રહ્મ માનીને તેમનું વર્ણન કર્યું છે. વલ્લભાચાર્યજીએ બ્રહ્મસૂત્ર પર આધારિત ‘અણુભાષ્ય’ની રચના કરી, તદુપરાંત તેમણે ભગવદ્ગીતા પર ‘સુબોધિની ટીકા’ અને ‘તત્ત્વાર્થ દીપ’ નિબંધ રચ્યા. આ ઉપરાંત તેમણે અનેક ગ્રંથોની રચના કરી.
વલ્લભાચાર્યજીના પરમભક્ત સુરદાસ
વલ્લભાચાર્યજીએ ઉચ્ચ આધ્યાત્મિક ચિંતનથી ઘણા લોકોનાં જીવનને અજવાળ્યાં. તેમના ૮૪ શિષ્યો હતા. તેમાં સુરદાસ મુખ્ય હતા. આ સુરદાસ રસ્તા પર ગાતા હતા અને લાચારીનું જીવન જીવતા હતા, વલ્લભાચાર્યજીએ તેમના મસ્તક પર હાથ મૂક્યો અને તેમનો ભાગ્યોદય થઇ ગયો અને તે સાહિત્યકાર બની ગયા. એક વખત વલ્લભાચાર્યજી યમુના તટ પર જઈ રહ્યા હતા. ત્યાં તેમણે સુરદાસને અર્થહીન ગીતો ગાતા જોયા. તેમણે સુરદાસને કહ્યું કે, ‘તમે અર્થહીન ગીતો ગાવા કરતાં કૃષ્ણલીલાનું ગાન કરોને તો જીવનનો ઉદ્ધાર થઈ જશે. ત્યારે તે સુરદાસે કહ્યું કે, હું તો આંધળો છું. મેં કૃષ્ણલીલા જોઈ નથી, તો પછી એ વિશે શું ગાઈ શકું. ત્યારે વલ્લભાચાર્યજીએ સુરદાસના માથા પર હાથ મૂક્યો અને તેમને બધી જ લીલાનું દૃશ્ય સાથે રસાસ્વાદ કરાવ્યો, ત્યારબાદ વલ્લભાચાર્યજી તેમને વૃંદાવન લઈ આવ્યા અને ત્યાં શ્રીનાથજીની આરતીમાં રોજ એક નવું પદ રચીને ગાવાનો આદેશ આપ્યો. આ જ સુરદાસનાં હજારો પદો ‘સુરસાગર’ પુસ્તકમાં સંગ્રહિત છે. આ જ પદોનું ગાયન આજે પણ કૃષ્ણને રીઝવવા માટે થાય છે. આ રીતે વલ્લભાચાર્યએ પોતાના પારસમણિરૂપી સ્પર્શથી અને કૃષ્ણની સગુણ ભક્તિના માધ્યમથી તેમના શિષ્યોના જીવનને પણ સુવર્ણમય બનાવી દીધું, તેથી જ આજે પણ પુષ્ટીમાર્ગી ભક્તો વલ્લભાચાર્યજીને તેમના પ્રાગટય ઉત્સવે શ્રદ્ધાપૂર્વક યાદ કરે છે અને તેમના સિદ્ધાંતોને આત્મસાત્ કરવાનો પ્રયત્ન કરે છે.
પાટોત્સવનો મહિમા ગોવર્ધનધારી શ્રીનાજીને જાણ્યા વગર અધુરો...
ભગવાન શ્રીનાથજી અહીં બિરાજમાન છે અને તેમના નામથી આ સ્થળ નાથદ્વારા તરીકે જગપ્રસિદ્ધ થયું. શ્રીનાથજીની આ લીલા સ્મૃતિમાં દર વર્ષે મહા વદ સાતમના દિવસે નાથદ્વારામાં પૂરા આનંદ અને ઉત્સાહથી પાટોત્સવ ઊજવવામાં આવે છે. આ દિવસે મંદિરમાં ઢોલ-નગારાં વગાડીને ફાગ ખેલાય છે, રસિયા ગવાય છે અને શ્રદ્ધાળુઓ પર અબીલ-ગુલાલ ઉડાડવામાં આવે છે.
શ્રીમદ્ ભાગવતના મતે કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં શ્રીકૃષ્ણ સાક્ષાત્ ભગવાન છે. તે અવતારી પુરુષ છે. અન્ય ઘણા બધા દેવતાઓ તેમના અંશાવતાર છે. ભગવાન પોતાની લીલાઓ દ્વારા ભકતોને દુન્યવી પ્રપંચ લીલાઓમાંથી મુકત કરે છે. દ્વાપરયુગમાં માત્ર સાત વર્ષની વયે તેમણે પોતાની અલૌકિક લીલા વડે ચમત્કારિક ઘટના કરી હતી. તે સમયે દેવરાજ ઈન્દ્રે વ્રજવાસીઓ પર કોપાયમાન થઈ ભીષણ વરસાદ વરસાવ્યો હતો. આ સમયે ભગવાન શ્રીકૃષ્ણ આ વ્રજવાસીઓની વહારે ધાયા હતા.
તેમણે પોતાના ડાબા હાથની ટચલી આંગળી વડે ગોવર્ધન પર્વતને ઊંચકીને સતત સાત દિવસ સુધી ધારણ કરીને દેવરાજ ઈન્દ્રનું ઘમંડ ઉતારી દીધું હતું. તેમની આવી લીલાને કારણે તેઓ આખા જગતમાં ગોવર્ધનધારી તરીકે પ્રસિદ્ધ થયા. તેઓએ ઈન્દ્રનું ઘમંડ ઉતારવા માટે ઈન્દ્રદમન, કાલિયા નાગ માટે નાગદમન, બ્રહ્ના, વરુણ, યમરાજ, કામદેવ વગેરેનું અભિમાન ઉતારવા માટે દેવદમન તરીકે પ્રખ્યાત બન્યા હતા. કલિયુગમાં તે ગિરિરાજ ગોવર્ધન પર પ્રકટ થઈ શ્રીનાથજીના નામે જગપ્રસિદ્ધ થયા.
શ્રીનાથજીની પ્રાકટ્ય કથા પણ અદભૂત અને રોચક છે. ગિરિરાજની એક કંદરામાંથી શ્રીનાથજીની ઊધ્ર્વભુજાનું પ્રાકટ્ય વિ.સં. ૧૪૬૬ને શ્રાવણ વદ ત્રીજની તિથિએ વહેલી સવારે પ્રાત: કાળે શ્રવણ નક્ષત્રમાં થયું, પરંતુ વ્રજવાસીઓને તેમની ભુજાનાં દર્શન શ્રાવણ શુક્લ પંચમીએ થયાં. તેમની પૂજા ૬૯ વર્ષ સુધી થતી રહી. દેવદમનની માનતાના કારણે અનેક વ્રજવાસીઓના મનોરથો પૂરા થયા. વિ.સં. ૧૫૩૫ની વૈશાખ વદ એકાદશીએ ભકતોને તેમના મુખારવિંદનાં દર્શન થયાં.
આ જ દિવસે મહાપ્રભુ વલ્લભાચાર્યનો જન્મ થયો. વિ.સં. ૧૫૪૯ની ફાગણ સુદ એકાદસીએ ઝારખંડમાં વલ્લભાચાર્યને શ્રીનાથજીએ ગિરિરાજ પર્વત પર તેમની પાસે આવીને સેવા કરવાની આજ્ઞા કરી. શ્રાવણ સુદ બારસના દિવસે મહાપ્રભુજી પાંચ સેવકોની સાથે ગિરિરાજ પર જ્યારે આવ્યા ત્યારે શ્રીનાથજી કંદરામાંથી બહાર નીકળીને પોતાના પરમ ભકત અને અંશસ્વરૂપ વલ્લભચાર્યજીને આલિંગન આપ્યું. આવા અવિસ્મરણીય અને અલૌકિક ર્દશ્યને જોઈ દેવતાઓએ સ્વર્ગમાંથી પુષ્પવર્ષા કરી.
ભગવાન શ્રીનાથજીએ મહાપ્રભુજીને કહ્યું કે વગર સેવાએ પુષ્ટિમાર્ગમાં જીવનો અંગીકાર ન થઈ શકે. તમે મને આસન પર બેસાડો અને જગતના ઉદ્ધાર માટેની મારી સેવાનો પ્રારંભ કરો. ત્યારબાદ વલ્લભાચાર્યજીએ રાજસ્થાનના મેવાડ રાજ્યના ઉદયપુરની પાસે સિહાડ નામના સ્થળે વિ.સં.૧૫૫૯ને વૈશાખ સુદ ત્રીજના દિવસે શ્રીનાથજીના નૂતન મંદિરના કાર્યનો પ્રારંભ થયો. વિ.સં. ૧૫૭૬માં ગિરિરાજના બ્રહ્નશિખરના મધ્યભાગે શ્રીનાથજીનું ઐતિહાસિક મંદિર પૂર્ણ થયું અને અખાત્રીજના શુભ દિવસે શ્રીનાથજીની સ્થાપના કરવામાં આવી અને આ મંદિરમાં શ્રીનાથજી વિ.સં. ૧૭૨૬ સુધી બિરાજમાન રહ્યા.
આ જ વર્ષે શરદ પૂર્ણિમાની મધ્યરાત્રિએ ગંગાબાઈ નામની એક વૈષ્ણવ મહિલા મંદિરના બધા જ સેવકોની સાથે શ્રીનાથજીના દેવ વિગ્રહને રથમાં મૂકી વ્રજમાંથી નીકળી પડી. ગંગાબાઈની આ યાત્રા આગ્રા, કોટા-બુંદી, પુષ્કર, કિશનગઢ તથા જોધપુર થઈને બે વર્ષ ચાર મહિના અને સાત દિવસ પછી વિ.સં. ૧૭૨૮માં ફાગણ વદ સાતમના દિવસે સિહાડ ગામે આવી પહોંચી. રથ ત્યાંથી આગળ ન વધતાં એવું માની લેવામાં આવ્યું કે શ્રીનાથજી ત્યાં જ સ્થાયી થવા ઇચ્છે છે. ત્યારથી ભગવાન શ્રીનાથજી અહીં બિરાજમાન છે અને તેમના નામથી આ સ્થળ નાથદ્વારા તરીકે જગપ્રસિદ્ધ થયું.
શ્રીનાથજીની આ લીલા સ્મૃતિમાં દર વર્ષે મહા વદ સાતમના દિવસે નાથદ્વારામાં પૂરા આનંદ અને ઉત્સાહથી પાટોત્સવ ઊજવવામાં આવે છે. આ દિવસે મંદિરમાં ઢોલ-નગારાં વગાડીને શંખનાદ કરવામાં આવે છે. ફાગ ખેલાય છે, રસિયા ગવાય છે અને શ્રદ્ધાળુઓ પર અબીલ-ગુલાલ ઉડાડવામાં આવે છે. ચારેબાજુ આનંદ અને ઉલ્લાસનું વાતાવરણ દ્રષ્ટિગોચર થાય છે. ફાગણ માસમાં એકાદશીએ કુંજનાં દર્શન થાય છે. આ દર્શન બગીચામાં કરાવવામાં આવે છે. આ દર્શનમાં હોળીનો ભારે ખેલ થાય છે ત્યારેબાદ હોળી આવે છે. હોળી ખેલનો ભારે મનોરથ થાય છે અને ભવ્ય ડોલોત્સવ મનાવવામાં આવે છે. નાથદ્વારામાં આખંુ વર્ષ અવિરતપણે ઉત્સવો ઊજવાતા હોય છે.
અહીંની એક-એક વસ્તુ પાછળ ધર્મની સાથે કલા અને વૈભવનાં અદભૂત દર્શન થાય છે. આ એક વૈષ્ણવ સંપ્રદાયની અનોખી પરંપરા છે અને એમાં સંસ્કૃતિ સાથે ઊજવાતા ઉત્સવોનું અનેરું મહત્વ છે. નાથદ્વારાની ગલીએ ગલીઓ વહેલી સવારથી જ આનંદ, ઉલ્લાસ અને ભક્તિ ભાવનાથી રંગેચંગે ઊછળતી હોય છે. વર્ષ દરમિયાન ઊજવાતા ઉત્સવોમાં પ્રભુની સેવા બહુ નિયમબદ્ધ રીતે અને વ્યવસ્થિત રીતે કરવામાં આવે છે. આપણા પરંપરાગત રીતરિવાજ અનુસાર પ્રભુનાં વસ્ત્રો, આભૂષણો, શણગાર, ગીત, સંગીત, ઝૂલા, શ્રીજીને અર્પણ કરાતો ભોગ, પ્રભુનાં ગવાનાં પદો અને ધાર્મિક વિધિનું ચોકસાઈપૂર્વક આયોજન કરવામાં આવે છે. આ ઉપરાંત પ્રસંગોપાત ઉત્સવોનું વલ્લભ સંપ્રદાયનાં મંદિરો અને હવેલીઓમાં પણ અનેરું મહત્વ છે.
શ્રીનાથજી ભગવાનના જુદા જુદા આઠ સમાનાં દર્શન કરવા એ પણ વૈષ્ણવ ભકતો માટે અમૂલ્ય લહાવો છે. નાથદ્વારામાં સાંજની આરતી પછી શ્રીનાથજીની ગોવર્ધન યાત્રા માટે રોજ સુવર્ણરથ સજાવવામાં આવે છે. શ્રીનાથજી રાત્રે આ સુવર્ણરથમાં ગિરિરાજજીના શિખર પર જાય છે અને ત્યાં જ શયન કરે છે. બીજે દિવસે સવારની આરતીના સમયે શ્રીનાથજીના ધૂળ લાગેલા રથ અને બળદની જોડીનાં દર્શન નાથદ્વારામાં કરાવવામાં આવે છે.
બીજી તરફ જતીપુરા વ્રજધામમાં ગિરિરાજજી ઉપર શ્રીનાથજીના મંદિરમાં તેમના શયન માટે રોજ સાંજે ચંદનનો પલંગ બિછાવાય છે. રોજ સવારે પલંગ પર શ્રીનાથજીના રાત્રિ શયનના સંકેત મળે છે. દિવસભર શ્રીનાથજી નાથદ્વારામાં હોવાથી ગિરિરાજજીના મંદિરમાં શ્રીનાથજીની છબીની સેવા કરવામાં આવે છે. વ્રજવાસીઓને આપેલા વચન મુજબ રોજ રાત્રે શ્રીનાથજી ગોવર્ધન પર્વત પર આવીને વ્રજ-જતીપુરા સ્થિત પોતાના સ્થાને જ સૂઈ જાય છે. આમ શ્રીનાથજી ભગવાન ખૂબ જ ઉદાર, ભકતવત્સલ અને ખૂબ જ ચમત્કારી લીલાધર પ્રભુ છે. પોતાના અદભૂત માધુર્ય અને વિલક્ષણ લાવણ્યને લીધે સૌના ઘટ ઘટમાં બિરાજે છે.
ભગવાન શ્રીકૃષ્ણે પ્રગટ કરેલ ‘બ્રહ્મસંબંધ પ્રક્રિયા’થી જીવોનો ઉદ્ધાર કરનાર –
શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજી
શ્રી વલ્લભચાર્ય મહાપ્રભુજીનું પ્રાક્ટય સંવત ૧૫૩૫ના ચૈત્ર વદ અગિયારસના રોજ થયું હતું. એમના પિતાનું નામ લક્ષ્મણ ભટ્ટ અને માતાનું નામ ઇલ્લમાગારુ હતું. લક્ષ્મણ ભટ્ટ દક્ષિણ ભારતના તેલંગ પ્રદેશના વિદ્વાન બ્રાહ્મણ હતા અને તેમના પત્ની ઇલ્લમાગારુ વિજયનગરના વિદ્વાન રાજપુરોહિત સુશર્માની પુત્રી હતાં. તેઓ યજ્ઞ-યાગ માટે કાશી ગયાં હતાં અને થોડો સમય ત્યાં જ રોકાઇ ગયા હતાં. પણ કાશીમાં રહેવું હવે સલામત નથી એવું સાંભળી બ્રાહ્મણોના સમુદાય સાથે લક્ષ્મણ ભટ્ટ તેમના પત્ની સાથે ત્યાંથી નીકળી ગયાં હતા. મઘ્યપ્રદેશના રાયપુર પાસે આવેલા ચંપારણ્યમાંથી તેઓ પસાર થઇ રહ્યાં હતાં ત્યારે ઇલ્લામા ગારુજીએ રાતના સમયે એક વૃક્ષ નીચે એક બાળકને જન્મ આપ્યો. એ વખતે તેમને અને સાથેની સ્ત્રીઓને એમ લાગ્યું કે એ બાળક જીવિત નથી એટલે એ બાળકને સૂકા પાંદડાથી ઢાંકી એ વૃક્ષની બખોલમાં મૂકી દીઘું. ત્યાંથી એ આગળ આવ્યા અને પતિને મળ્યા. તેમણે બાજુમાં ગામમાં રાત પસાર કરી. ત્યાં સમાચાર મળ્યા કે કાશીમાં હવે ભય રહ્યો નથી. તેથી તેમણે પાછા કાશી જવાનો નિશ્ચય કર્યો. સવારે કાશી તરફ જતા હતા ત્યારે એ વનમાંથી પસાર થતાં પેલા વૃક્ષ પાસે આવ્યા ત્યારે એક અદ્ભુત વિરલ દ્રશ્ય જોયું.
વૃક્ષની બખોલમાં મૂકેલું પેલું બાળક મૃત નહોતું પણ જીવતું હતું ! તેની આસપાસ અગ્નિની જ્વાળાઓ ઘેરાયેલી હતી પણ એ જ્વાળાઓ આગળ વધતી નહોતી. એ તો બાલકની રક્ષા કરી રહી હતી જેથી કોઇ વન્ય પશુ એ બાળક પાસે આવી ન શકે. બાળક હસતું હતું અને પોતાના જમણા પગનો અંગૂઠો મોમાં રાખી ચૂસતું હતું. ઇલ્લમાગારુજી પોતાના બાળકને લેવા તેની નજીક ગયાં તે સાથે જ અગ્નિની જ્વાળાઓ અદ્રશ્ય થઇ ગઇ. તેમણે તે બાળકને લઇ લીઘું. લક્ષ્મણ ભટ્ટ અને તેમના પત્નીને ખ્યાલ આવી ગયો - તેમનું બાળક સાધારણ નથી. તે દૈવી અવતાર છે. લક્ષ્મણ ભટ્ટજીને લાગ્યું કે છેલ્લી છ પેઢીથી ચાલ્યા આવતા સોમયજ્ઞોમાં તેમના થકી કરાયેલા સોમા સોમયજ્ઞનું જ આ ફળ છે.
આ દૈવી બાળક એ જ વલ્લભાચાર્ય મહાપ્રભુજી.
આચાર્ય શ્રી મહાપ્રભુજીએ બ્રહ્મવાદનું નિરૂપણ કરી ‘શુદ્ધાદ્વૈત સિદ્ધાંત’ પ્રસ્થાપિત કર્યો. પ્રેમલક્ષણા ભક્તિ પર આધારિત ભગવત્સેવા અને સ્મરણ ધર્મવાળો પુષ્ટિમાર્ગ સ્થાપ્યો. શ્રી વલ્લભાચાર્યજીએ આખા ભારત વર્ષની પરિક્રમા કરી હતી. તેમણે જોયું કે તીર્થોમાં તીર્થપણું રહેવા પામ્યું નથી, પંડિતો અહંકારી અને નિજલાભ દ્રષ્ટિવાળા સ્વાર્થી બની ગયા છે, મંત્રોના અર્થ અને દેવ તિરોક્તિ થઇ ગયા છે, જ્યાં જુઓ ત્યાં દંભ અને પાખંડ પ્રવર્તવા લાગ્યા છે એટલે એમના હૃદયને બહુ દુઃખ થયું. આ સંજોગોમાં ‘કૃષ્ણનો આશ્રય’ જ આપણું રક્ષણ અને ઉદ્ધાર કરી શકે એમ છે એ સમજી અનન્ય ભાવે કેવળ, કૃષ્ણનું શરણ સ્વીકારવાનો જ અનુરોધ કર્યો - ‘કૃષ્ણ એવ ગતિ ર્મમ’
સંવત ૧૫૫૦ની શ્રાવણ સુદ અગિયારસની મઘ્યરાત્રિએ શ્રી વલ્લભ ચંિતાતુર હતા કે જીવોનો ઉદ્ધાર કેવી રીતે કરવો? પ્રભુ તમે કોઇ સરળ ઉપાય બતાવો. તે વખતે ભગવાન શ્રી કૃષ્ણે સ્વયં પ્રગટ થઇ એમને કહ્યું ઃ ‘જીવનો બ્રહ્મની સાથે સંબંધ કરવાથી એના તમામ દોષોનો નાશ થશે. (બ્રહ્મસંબંધકરણાત્ સર્વેષાં દેરજીવયોઃ સર્વ દોષ નિવૃત્તિ) ભગવાનમાંથી જીવ છૂટયો પડયો તે પછી અવિદ્યાનો સંબંધ થતાં તેને દેહાઘ્યાસ, પ્રાણાઘ્યાસ, અન્તઃ કરણાઘ્યાસ અને ઇન્દ્રિયાઘ્યાસ લાગતાં તે પોતાના ભગવત્સ્વરૂપના જ્ઞાનને ભૂલી ગયો છે. પ્રભુ અંશી છે અને પોતે એમનો અંશ છે એ સંબંધ પણ વિસરી ગયો છે. અવિદ્યા અને તેનાથી ઉદ્ભવનારા દોષો જીવને પ્રભુનો સંબંધ થવા દેતા નથી. ગદ્યમંત્ર તરીકે ઓળખાતા આત્મ નિવેદન મંત્રથી જીવને નિર્દોષ બનાવી ભગવાન સાથે જોડવાનું કામ પ્રભુએ વલ્લભને દર્શાવ્યું. આ જ છે બ્રહ્મસંબંધ પ્રક્રિયા. બ્રહ્મસંબંધ વખતે બોલાતા આ મંત્રનો ભાવાર્થ આ પ્રમાણે છે - ‘હજારો વર્ષથી શ્રીકૃષ્ણનો વિયોગ મને થયો છે. શ્રી કૃષ્ણના વિયોગથી જે તાપ- કલેશ થવો જોઇએ તે મારામાંથી તિરોહિત થયો છે. ભગવાન શ્રી ગોપીજન વલ્લભ - શ્રી કૃષ્ણને હું મારો દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ અને તેના ધર્મો, પત્ની, પુત્ર, ઘર, આપ્તજન, દ્રવ્ય, આ લોક અને પરલોક સંબંધી સર્વ મારા આત્મા સાથે અર્પણ કરું છું. હું દાસ છું. હે કૃષ્ણ! હું તમારો છું.’ સિદ્દાંતરહસ્યમાં બ્રહ્મસંબંધનું મહત્વ સમજાવાયું છે.
શ્રી વલ્લભાચાર્યજીએ સિત્તેરથી પણ વઘુ ગ્રંથોની રચના કરી છે. તેમાં અણુભાષ્ય, શ્રી સુબોધિની અને ષોડશગ્રંથ મુખ્ય છે. અણુભાષ્યમાં બ્રહ્મસૂત્રની વ્યાખ્યા છે. શ્રી સુબોધિનીમાં ભાગવના ગૂઢાર્થ પ્રકટ કર્યા છે. ષોડશગ્રંથમાં જીવનને ઉન્નત કરવાનું શ્રેષ્ઠ તત્વજ્ઞાન સરળ શબ્દોમાં સમજાવી પુષ્ટિમાર્ગની આચારસંહિતા રજુ કરી છે. એમણે રચેલું ‘મઘુરાષ્ટકમ્ ’ પણ અતિ પ્રસિદ્ધ છે જેમાં ભગવાન શ્રી કૃષ્ણની સર્વાંગ સુંદર રસ મઘુરતા નિરુપવામાં આવી છે અને કહેવાયું છે -‘મઘુરાધિપતે રખિલં મઘુરમ્ ’
સંવત ૧૫૮૭ની સાલમાં અષાડ સુદ બીજના રોજ સ્વધામમાં પધારવા ભગવદાજ્ઞા થતાં તેમણે ‘આસુરવ્યામોહ લીલા’ કરી બપોરના સમયે ગંગાજીના પ્રવાહમાં ઉભા રહી ભગવાન શ્રીકૃષ્ણના ઘ્યાનમાં લીન હતા ત્યારે એમના શરીરમાંથી એક દિવ્ય તેજપુંજ પ્રગટ થયો અને અવકાશમાં અદ્રશ્ય થઇ ગયો. આ વખતે એમનું સ્વરૂપ પણ એ દિવ્ય અગ્નિ સાથે તિરોહિત થઇ ગયું. ત્યાં ઊભા રહેલા હજારો માણસોએ એ નિહાળ્યું આમ, વૈશ્વાનર સ્વરૂપ શ્રી વલ્લભાચાર્યજી દિવ્ય અગ્નિ સાથે પ્રગટ થયા અને દિવ્ય અગ્નિના તેજ સાથે તિરોહિત થયા.
મહાપ્રભુજી શ્રી વલ્લભાચાર્ય જયંતિ
પૂર્ણ પુરૂષોત્તમ ભગવાન શ્રીકૃષ્ણ શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજી રૂપે પ્રગટ થયેલા. આનું પ્રથમ પ્રમાણ શ્રી મહાપ્રભુજીની પહેલાંની પાંચમી પેઢીએ મળે છે. શ્રી મહાપ્રભુજીના પૂર્વજ શ્રી યજ્ઞનારાયણ ભટ્ટને ભગવાને વરદાન આપેલ કે ભટ્ટના વંશમાં જ્યારે સો સોમયાગ પૂર્ણ થશે ત્યારે ભગવાન પોતે તેમના વંશમાં અવતાર ધારણ કરશે. પેઢીમાં લક્ષ્મણ ભટ્ટ જન્મ્યા અને તેમના હાથે સો સોમયાગની પરંપરા પુર્ણ થઈ, એટલે તેમના ત્યાં ભગવાન વલ્લભરૂપે પ્રગટ્યા.
શ્રી લક્ષ્મણ ભટ્ટજી કાશીમાં હતા ત્યારે યવનોના ઉપદ્રવના સમાચારથી બીજાઓની માફક તેઓ પણ સ્વદેશ પાછા જવા નીકળ્યા. સાથે તેમનાં પત્ની યલ્લ માગારૂજી હતા તેઓ સગર્ભા હતા. માર્ગમાં ચંપારણ્ય પ્રદેશ પહોંચતાં આઠમા માસે ત્યાં વલ્લભનું પ્રાગટ્ય થયું. બાલક અચેતન જણાતાં તે મરેલું છે એમ સમજી શમીવૃક્ષની બખોલમાં પધરાવીને તેઓ આગળ પ્રયાણ કરવા લાગ્યા. એક જગ્યાએ મુકામ કર્યો. ત્યાં દંપતીને ભગવાને સ્વપ્નમાં દર્શન આપ્યાં, અને કહ્યું કે તેમને ત્યાં તેઓ ભગવાન પોતે પ્રગટ થયેલ હોઈ, પાછા જઈને બાળકને લઈ લેવા આજ્ઞા કરતાં દંપતી પાછાં ફરીને જુએ છે તો અગ્નિ મંડળ વચ્ચે બાળક હતું પરંતુ અગ્નિએ માર્ગ આપ્યો અને બાળકને લઈ દંપતીએ પરમાનંદ અનુભવ્યો.
વિ.સં. ૧૫૩૫ના ચૈત્રવદી એકાદશીને રવિવારે રાત્રિના ૬ ઘડી અને ૪૪ પળે શ્રીમદ્ વલ્લભ પ્રાગટ્ય થયું હતું. જેમ વેદ, ધર્મ, પૃથ્વી, ભક્તો પર અનુગ્રહ કરવા શ્રીકૃષ્ણનું પ્રાગટ્ય થયું હતું તેમ જીવોના ઉદ્ધાર માટે, અનેક ઉત્તમ કાર્ય માટે, સાકાર બ્રહ્મવાદની સ્થાપના કરવા, પૃષ્ટિ ભક્તિ પ્રસ્થાપિત કરવા, સેવા માર્ગની પરંપરા ચલાવવા જેવા અનેક હેતુ માટે વલ્લભ પ્રગટ થયા હતા.
ભૂતળ પરના જીવોને મહાપ્રભુજીના સ્વરૂપનો અનેક પ્રકારે અનુભવ થયેલો. સામાન્ય મનુષ્યોને એમના સન્મનુષ્યાકૃતિ રૂપની અનુભૂતિ થઈ છે. પ્રભુજી અગ્નિ સ્વરૂપ પણ છે. શ્રી સુબોધિનીની મંગલાચરણમાં, પુરૂષોત્તમ સહસ્ત્ર નામમાં, સર્વોત્તમ સ્તોત્રમાં, અણુભાષ્યમાં, અગ્નિ પુરાણમાં એમના અગ્નિપણાના પ્રમાણો મળી રહે છે. શ્રી મહાપ્રભુજી આચાર્ય સ્વરૂપ પણ છે. ‘ધર્મસંસ્થાપનાર્યાય સંભવામિ યુગે યુગે...’ ભગવાન પોતાના આચાર્ય અવતારોનો ઉલ્લેખ કરી શ્રી ગીતાજીમાં કરેલ જ છે. ધર્મના અનેકવિધ સ્વરૂપો, અનેકવિધ શાખાઓ છે. જ્યારે જ્યારે ધર્મના કોઈ સુવિશેષ આયામની સંસ્થાપના કરવાની જરૂર ઉભી થાય છે ત્યારે ત્યારે પોતાના જ આત્મારૂપ આચાર્યોના રૂપે ભગવાને અવતરણ કરેલ છે. વૈદિક દર્શનમાં શુઘ્ધાદ્વૈત બ્રહ્મવાદનો સિઘ્ધાંત આપનારા, અણુ ભાષ્યદ્વારા વ્યાસમતને પ્રગટ કરનારા ભક્તિમાર્ગમાં પુષ્ટિમાર્ગ નામે એક સર્વમાર્ગથી વિલક્ષણ એવા માર્ગને પ્રવર્તાવનારા તેમજ જે આચરણ કરીને જગતને આચરણ શીખવે તેવા શ્રીમદ્ વલ્લભાચાર્યજીનું આચાર્ય સિઘ્ધ થાય છે.
શ્રી વલ્લભ શ્રી સ્વામિની રૂપ પણ છે મારે જ તેમને રાસસ્ત્રી ભાવથી ભરપૂર સ્વરૂપવાળા કહેવામાં આવે છે. શ્રીમદ્ વલ્લભાચાર્યજી આચાર્ય પરંપરાના છેલ્લા આચાર્ય છે. તેમણે સનાતન વૈદિક હંિદુ ધર્મની ઇતિહાસ પરંપરામાં ભક્તિનો એક નવો માર્ગ, જે પુષ્ટિ માર્ગ તરીકે ઓળખાય છે તેવો માર્ગ શરૂ કર્યો જે વેદ, ઉપનિષદ, ગીતા, ભાગવત દ્વારા પ્રમાણિત છે. પુષ્ટિમાર્ગ એટલે કૃપાનો માર્ગ. પુષ્ટિમાર્ગ એ મર્યાદા ભક્તિમાર્ગથી કઈ રીતે જુદો પડે છે તે જોઈએ - ‘‘તમારે કંઈ જોઈતું હોય તો મારી પાસે આવી યાચના કરો, દયા કરીને હું તમને આપીશ.’’ આ એક વ્યવહાર થયો જે મર્યાદા માર્ગ કહેવાય. ‘‘તમારે જે કંઈ જોઈએ છે કે નહીં તેની તમને ખબર હોય કે ન હોય, પણ તેની મને ખબર છે, સામે ચાલીને હું આપવા તમારી પાસે આવ્યું છે અને હું કૃપા કરીને હું તમને આપું છું.’’ - આ છે પુષ્ટિ માર્ગ. પુષ્ટિ એટલે પોષણ. પોષણ એટલે અનુગ્રહ. અનુગ્રહ એટલે કૃપા. પુષ્ટિ-કૃપા એ ભગવાનનો સ્વભાવ છે. અને ભગવાનની શક્તિ છે. જીવાત્માનો ઉદ્ધાર કરે એ માર્ગનું નામ પુષ્ટિમાર્ગ. આ માર્ગ પ્રેમલક્ષણા ભક્તિનો માર્ગ છે. જીવન નિઃસાધન છે તેથી જીવ પાસે પ્રભુને સમર્પવા પ્રેમ સિવાય બીજું કંઈ જ નથી. પ્રેમ જ ભક્ત-ભગવાનને બાંધી રાખે છે. મહાપ્રભુજીરૂપે નવધા ભક્તિમાં પ્રેમનું તત્ત્વ ઉમેરીને નવધાભક્તિને પ્રેમલક્ષણા ભક્તિના નવા સ્વરૂપમાં રજૂ કરી છે.
પુષ્ટિલીલામાં પ્રત્યેક સ્વરૂપ ‘રસસ્વરૂપ’ છે. ભગવાન રસાવતાર છે. શ્રી વલ્લભ એ શ્રીકૃષ્ણનું શ્રીમુખ છે. શ્રી રાધા અને શ્રીકૃષ્ણના મુખારવંિદમાંથી પ્રગટેલા વિપ્રયોગાગ્નિ સ્વરૂપ પણ મુખારવંિદ જ છે. લીલામાં શ્રી મહાપ્રભુજી શ્રી ઠાકોરજીરૂપે (પુંભાવ) શ્રી સ્વામિનિજી - આ માર્ગમાં શ્રી રાધાજી સ્વામિનીજી તરીકે છે. (સ્ત્રીભાવ) અને ઉભયાત્મક રૂપના સાક્ષીરૂપે બિરાજે છે. ભોક્તા તરીકે એ આનંદરૂપ, ભોગ્ય તરીકે પરમાનંદ રૂપ અને લીલાશાક્ષીરૂપ મુખારવંિદરૂપ પણ છે. શ્રી મહાપ્રભુજી રસરૂપ શ્રીકૃષ્ણની અનેક રસમય લીલાઓથી અને શ્રીકૃષ્ણ પ્રત્યેના અપાર પ્રેમના અમૃતથી ભરપૂર છે એ એમનું ઐશ્વર્ય છે. ‘વસ્તુતઃ કૃષ્ણએવ’ શ્રી મહાપ્રભુજી એ સાક્ષાત્ ભગવાન જ છે. શ્રી વલ્લભની ત્રણ શ્રી છે. સેવા, પ્રેમ અને આ બંન્નેનો ઉપદેશ. પ્રભુને પામવા માટેના પંથ તો ઘણાયે છે પરંતુ સરળ, સર્વસુગમ, નિષ્કંટક પંથ તો પ્રેમનો જ પંથ છે.
કળિયુગમાં ભક્તિ વગેરેના માર્ગ પણ દુઃસાઘ્ય છે. સાધનાત્મક માર્ગો પણ દુઃસાઘ્ય છે એવા સમયમાં નિઃસાધનાત્મક શરણમાર્ગ-પુષ્ટિમાર્ગ જ ઉઘ્ધારકતાનું બળ વધારે છે. દરેક માણસના સ્વભાવ બુઘ્ધિ અને પસંદગી અલગ તેથી પ્રભુ પ્રાપ્તિ માટે પરમાત્માએ અલગ અલગ ધર્મો બનાવ્યા. બધા જ એકભાવે પ્રભુને ભજે એ પ્રભુ પણ ઈચ્છતા નથી. તેમજ જેના દ્વારા સારી રીતે અને ઉત્તમ રીતે ધર્મનો બોધ અને જ્ઞાન મળે તથા પરમાત્માની પ્રાપ્તિ કરવામાં સહાયભૂત થાય તે સંપ્રદાય કહેવાય છે. શ્રી મહાપ્રભુજીની પણ આજ્ઞા છે કે ભગવદ્ પ્રાપ્તિ માટે ભક્તિમાર્ગ જ શ્રેષ્ઠ છે. કળિયુગના જીવો માટે જ્ઞાનમાર્ગ કરતાં ભક્તિમાર્ગ સરળ છે. જીવ, જગત અને બ્રહ્મ વચ્ચે શુઘ્ધ અદૈત છે. જીવ એ બ્રહ્મ નહીં પરંતુ બ્રહ્મનો ચેતન અંશ છે અને બ્રહ્મ સાથે જીવનો અંશ-અંશી સંબંધ છે. તેથી પ્રભુ નિત્ય સ્વામી છે અને જીવ પ્રભુનો નિત્યદાસ છે.
શ્રી યમુનાજીની કૃપા સિવાય કૃષ્ણલીલામાં પ્રવેશ નથી. શ્રી યમુનાજી અલૌકિક આદિદૈવિક સ્વરૂપે શ્રીકૃષ્ણના હૃદયમાંથી પ્રગટેલાં છે. રાસલીલામાં સ્વામિનીજી (શ્રીરાધા) અને અન્ય ગોપીઓ સાથેની ક્રીડામાં ઠકોરજી તથા સ્વામિનીજીના સ્મરશ્રમ જલબંિદુઓ જે પ્રગટ્યા તે યમુનાના જલમાં મિશ્રિત થયા તેથી યમુનાજીનું જલ સુગંધીદાર અને અત્યંત શીતલ થયું અને ઠાકોરજી તથા સ્વામિનીજીના રતિશ્રમને હરનારું થયું. ઝારીજીમાં આ ભાવનાથી જ અતિ પવિત્ર દિવ્ય જલ ઠાકોરજી સમક્ષ ધરાવવામાં આવે છે. ઝારીજીનું પાત્ર એ સ્વામિનિ-રાધાજીનું સ્વરૂપ ગણાય અને એમાં રહેલું યમુના જલ સ્વામિનિજી તથા ઠાકોરજીના અલૌકિક રાસવિલાસના રતિશ્રમના બંિદુઓના સ્વરૂપે છે. ઝારીજી તો સાક્ષાત રાધાજીના અધરામૃત સ્વરૂપ છે. જે શ્રીકૃષ્ણને નિત્યનૂતન નવજીવન પ્રેમરસ બક્ષે છે.
મહાપ્રભુજીએ યાત્રા કરી અને જ્યાં જ્યાં મુકામ કરી પ્રવચન-બોધ આપ્યો ત્યાં ત્યાં બેઠકો સંસ્થાપિત થઈ. આમ આવી ૮૪ બેઠકો છે. બેઠકમાં ઝારીજી ભરવામાં આવે છે. ઝારીજી ભરવા પાછળની ભાવના કૃષ્ણના વિરહ રસને દૂર કરવા માટે ગોપીહૃદયની મઘુર કામના છે. કૃષ્ણનો વિરહ રસ શ્રી વલ્લભે અનુભવ્યો તેથી તો જે તે એકાંત સ્થળે બેઠકોની સ્થાપના થઈ.
શ્રીકૃષ્ણના અવતાર શ્રી વલ્લભાચાર્ય અને શ્રીકૃષ્ણની મોરલીના અવતાર શ્રી હિતહરિવંશ છે. આ બંને જ ફક્ત મહાપ્રભુજીનું પદ મળ્યું છે. આ બંને મહાપ્રભુજી સમકાલીન છે. બંનેએ પ્રેમલક્ષણા ભક્તિનો પ્રચાર-પ્રસાર કરેલ છે. શ્રી વલ્લભાચાર્યજીએ ભારતયાત્રા કરી છે જ્યારે શ્રી પ્રિયા-પ્રિતમ (શ્રી રાધાવલ્લભ) વૃન્દાવનમાં બિરાજતા હોઈ શ્રી હરિવંશચંદ્રજીએ વૃન્દાવનમાં જ વાસ કરેલ છે અને પ્રેમલક્ષણા ભક્તિનો પ્રચાર-પ્રસાર કરેલ છે. બોલ શ્રી વલ્લભાધિશ કી જય.
દક્ષિણ ભારતમાં આન્ધ્ર દેશ છે. વ્યોમસ્તંભ નામનો પર્વત અને પવિત્ર કૃષ્ણ નદી છે. એના કિનારે કાંકરવાળ નામનું ગામ છે. શ્રી મહાપ્રભુજી, જે કુળમાં પ્રકટ્યા થયેલ, તે તૈલાગકુંડ, એ નગર માં આવેલું છે. શ્રી મહાપ્રભુજી ના પૂર્વજઓ સોમયાજી હતા. એ કુળ માં શ્રી યજ્ઞનારાયણ ભટ્ટ નામના એક વિદ્વાન ભટ્ટ હતા. પુષ્કળ પ્રમાણ માં સંપતિ પ્રાપ્ત કરી હતી. કુળ ને દિપાવવા, કોઈ સતકર્મ કરવું જોઈએ એ સુભવિચાર થી તેમને ઉત્તમ બ્રહ્મણોને બોલાવી સામયજ્ઞ કરવાનો સંકલ્પ કર્યા.
સત્કર્મ ને આધારે પ્રભુ પ્રસન્ન થતા યજ્ઞકુંડથી દિવ્ય વાણી ઉચ્ચારાઈ કે, આવું શુભ મહાકાર્ય કરવાથી આપ વેદના અવતાર છો. અરંભેલા આવા સામયજ્ઞથી ધન્ય છો. આવા ૧૦૦ સામયજ્ઞ સંપૂર્ણ થવાથી તમારા કુળ માં ગોકુલ ના નાથ શ્રી કૃષ્ણ પોતે જ વલ્લભચાર્ય તરીકે પ્રગટ થશે. અને તમારા અખા કુળ ને દિવ્ય બનાવશે.
સર્વત્ર આનંદ છવાઈ ગયો. દિવ્ય વાણી ને આનંદ થી સત્કારી અને પવિત્ર સામયજ્ઞ ની શરૂઆત કરી. શ્રી યજ્ઞનારાયણ ભટ્ટે ૩૨ સોમયજ્ઞ કર્યા. તેમને ત્યાં શ્રી ગંગાધરભટ્ટજી નામના પુત્ર થયા. પિતાનું અરંભેલું કાર્ય ઉપાડી તેમને ૨૮ સોમયજ્ઞ કર્યા. ત્યારબાદ શ્રી ગણપતીભટ્ટ નામે પુત્ર થયા જેમને ૩૨ સોમયજ્ઞ પુરા કર્યા હતા. તેમેણ ત્યાં શ્રી વલ્લાભટ્ટજી નામે પુત્ર થયા. જે સંપૂર્ણ ગુણવાન સૂર્ય જેવા તેજસ્વી હતા. સ્વહસ્તે ૫ સોમયજ્ઞ કરતા, જયજયકાર થવા લાગ્યો. શ્રી વલ્લાભટ્ટજી એ શુર્ટનો અવતાર હતા.
વલ્લાભટ્ટજી ને ત્યાં શ્રી લક્ષ્મણજી નામે પુત્ર થયો. ૯૫ સોમયજ્ઞ પૂર્વજો ઉજવી ચુક્યા હતા. શ્રી લક્ષ્મણભટ્ટજી એ શ્રી માલ્લાગારુજી સાથે લગ્ન થયા. પૂર્વજો ની માફક પોતે પણ સોમયજ્ઞનો પ્રારંભ કર્યો. ૪ યજ્ઞ પુરા કરી ૫ માં ની શરૂઆત માં જ દિવ્ય આકાશવાણી થઇ કે, હે લક્ષ્મણભટ્ટજી! પ્રભુના અનુગ્રહ થી તમારા કુળ માં ૧૦૦ સોમયજ્ઞ પુરા થઇ રહ્યા છે તેથી તમારા કુળ માં શ્રી પુરષોત્તમનો પ્રાદુર્ભાવ થશે.
શ્રી લક્ષ્મણભટ્ટજીએ છેલ્લા સોમયજ્ઞની પુર્ણાહુતી કરી અને પુર્ણાહુતી ની ખુશાલી માં શ્રી લક્ષ્મણભટ્ટજીણજી પત્ની સાથે કાસી પધાર્યા અને ત્યાં સવા લક્ષ બ્રાહ્મણો ને જમાડ્યા. એ સમયે યવનો ચઢી આવેલ છે, એવી ખબર પડતા રાજાએ યાત્રાળુઓને વિદાય કર્યા.
શ્રી લક્ષ્મણભટ્ટજી મધ્ય પ્રાંત ના ચંપારણ્ય સુધી પોહ્ચ્યા હશે. ત્યાં શ્રીમતી થયેલી પત્ની ને અધૂરા માસે ઘર્ભસ્ત્રાવ થઇ જતા તેઓ ઘભરાયા. આવા ઘોર અરણ્ય માં ફરી રહેલા હિંસક પ્રાણીઓનો અતિસય ત્રાસ હોવાથી રાત્રી પસાર કરવી યોગ્ય નથી, અ સુચન ને સમર્થન મળતા અને વળી ગર્ભ જીવતો નથી એવું અનુમાન કરી તેને કપડા માં લપેટીને બાજુના કોઈ એક છોકર ના વૃક્ષ ની બખોલ માં મૂકી દીધો. પાંદડાઓથી એ બખોલ ને ઢાકી દીધી.
પછી એમને પ્રવાસ ચાલુ રાખ્યો. કસી યવન ના ત્રાસ થી મુક્ત થયાના સમાચાર આવ્યા. શ્રી લક્ષ્મણભટ્ટજી પત્ની સાથે પાછા ફર્યા. બાળક ની કબર કાઢી તો સુરક્ષિત જણાયું. જે વન ભયંકર લાગતું હતું તે જ વન બાળક ના પ્રાગટ્ય ને કારણે નિર્ભય અને રળિયામણું લાગતું હતું. તેઓએ નદી કિનારે આવેલા વૃક્ષ પાસે આવ્યા. તે ઝાડ ને બાજુ માં જ એક મોટો અગ્નિકુંડ જોયો. અ અગ્નિકુંડની મધ્ય માં આવેલા એક ચોતર પર રમતા બાળક ને જોતા જ માતા ના સ્તન માંથી દૂધ ની ધારાઓ છુટવા લાગી. અગ્નિ એ એ બાળક ની રક્ષા કરી એ બાળક શ્રી વલ્લભ.
શ્રી વલ્લભ નો પ્રાકટ્ય સંવત ૧૫૩૫ ના ચૈત્ર વદ ૧૧ને રવિવાર બપોર ના સમયે ચંપારણ માં થયું. દેવો અગ્નિકુંડ પર પુષ્પવૃષ્ટિ કરવા લાગ્યા. સૌ દેવો દેવાંગનાઓ વદન કરવા લાગ્યા. સર્વત્ર જયજયકાર થઇ ગયો. આકાશવાણી થતા અગ્નિ શાંત થયો. પુત્ર ને પ્રેમ થી અગ્નિકુંડ માંથી લઇ અવની આજ્ઞા કરી. માતા એ અનોખા ઉમળકા થી બાળક ને જરા પણ શ્રમ ના પડે તેમ ચોતરા પરથી પધરાવી વારંવાર છાતીએ દબાવીને ચુંબન કરવા લાગ્યા. મોટા મોટા ઋષીઓ પુષ્ટિ વૃષ્ટિ ઉચારવા લાગ્યા.
તેઓ વિદ્યા અભ્યાસ માં ખુબ જ તેજસ્વી હતા. નાનપણ માં વેદ શીખ્યા. નારાયણ દિક્ષિત પાસે વ્યાકરણ ન્યાય વગેરે શીખ્યા. ત્યારબાદ કાશી ગયા.
જ્યોતિ શાસ્ત્ર પ્રમાણે મુની રાજે શ્રી લક્ષ્મણભટ્ટજી ને કહ્યું કે આ ભૂમિ પર ૩ વંશ અથવા કુળ મહાન કેહવામાં આવે છે, સૂર્યવંશ એટલે રઘુકુળ, ચન્દ્રવંશ એટલે યદુકુળ અને અગ્નિવંશ એટલે આ બાળક નો વંશ કે જે આગળ જતા શ્રી વલ્લભકુળ નામે ઓળખાશે.
શ્રી વલ્લભાચાર્યેએ ભારત ની ૩ વખત પરિક્રમા કરી. આપશ્રી કમંડળ, પાવડી, દંડ, દર્ભાસન અને ભાગવત એટલું સાથે રાખતા. કૌપીન, શિખા અને જનોઈ ઉપર એક જ ધોળું વસ્ત્ર પેહેરે અને ઓઢે. એમની આકૃતિ ભવ્ય અને મોહક લાગતી.
ભારત ની પરિક્રમા દરમિયાન જે સ્થળે આપશ્રી વિશ્રામ કરતા એ સ્થળ ને આજે શ્રી મહાપ્રભુજી ની બેઠક તરીકે જણાય છે. ભારતભર માં આવી ૮૪ બેઠક છે. જયારે આપશ્રી કાશી પધાર્યા ત્યારે, આપશ્રી ના લગ્ન શ્રી કૃષ્ણભટ્ટજી ની સુપુત્રી શ્રી મહાલક્ષ્મી સાથે કરવામાં આવ્યા. શ્રી મહાપ્રભુજી નું વદ ૨૮ વર્ષ નું હતું. ૧૫૬૬ ના ભાદરવા વદ ૧૨ ના દિવસે શ્રીગોપીનાથજી નું પ્રાકટ્ય થયું. તેલંકુળમાં તિલક જેવા તીલકાયત શ્રે વિઠ્ઠલનાથજીનો જન્મ સંવત ૧૫૭૨ ના માગસર(વ્રજ-પોષ) વદ ૯ ના રોજ થયો હતો.
શ્રી મહાપ્રભુજી ની આજ્ઞા
તુલસીજી ની માળા નિત્ય કંઠ માં પેહરી રાખવી. સદાય તિલક કરવું. ચાર જયંતી અને એકાદશી ના વ્રત કરવા. અન્યાયશ્રય કદી કરવો નહિ. અસમર્પિત અન્ન કદી લેવું નથી. સ્વધર્મી સિવાય બીજાની સાથે બને ત્યાં સુધી મૌન રાખવું. પ્રભુ સન્મુખ રેહવાય તેવા પ્રકાર ની સેવા કરવી. પ્રભુજી નું નિરંતર સ્મરણ કરતા રેહવું જોઈએ.
યમુનાષ્ટકની રચના
શ્રી મહાપ્રભુજી શ્રાવણ સુદ ૩ ના ગોકુલ ના ગોવિંદ ઘાટ પર પધાર્યા. અહી ગોવિંદ અને ઠકુરાણી ઘાટ ને સમાન જોઈ આપ વિચારમગ્ન બન્યા. ત્યારે સાક્ષાત શ્રી યમુનાજીએ ત્યાં પધારી તેનું નિરાકરણ કરી આપ્યું. તે જ સમયે આચાર્ય શ્રી એ અપની અષ્ટક દ્વારા સ્તુતિ કરી કે જે પાછળ થી શ્રી યમુનાષ્ટક ના નામથી પ્રસિદ્ધ થયું.
લોકહૃદયમાં પ્રભુ નહીં મહાપ્રભુજી તરીકે બિરાજમાન વલ્લભાચાર્યજી....
મહાપ્રભુ વલ્લભાચાર્યજીએ તત્કાલીન ભારતના લોકમાનસમાં નવચેતના પ્રગટાવીને નષ્ટ થતી ભારતીય સંસ્કૃતિને પુનર્જીવિત કરી.
શ્રીમદ્ વલ્લભાચાર્યજીએ માતા ઇલ્લમાની આજ્ઞા લઈને ભારત પરિક્રમાનો પ્રારંભ કર્યો. દસ વર્ષની બાળવયે માત્ર ધોતી ધારણ કરી ખુલ્લા પગે ચાલીને તેમને ભારતની પરિક્રમા કરી હતી. તેમણે આખાય ભારતની ત્રણ વખત પરિક્રમા કરી. આ પરિક્રમામાં તેમના જીવનનાં ૧૮ જેટલાં વર્ષો વ્યતીત થયાં છે. સંવત ૧૫૪૯માં શ્રાવણ સુદ ત્રીજે ગોકુળમાં ગોવિંદ ઘાટ ઉપર શ્રીમદ્ ભગવદ્નો પ્રારંભ કર્યો.
આવા સમયે ઠકુરાની ઘાટ ઉપર રાત્રિએ શ્રીજીબાવાએ સાક્ષાત્ દર્શન આપ્યા. ઠાકોરજીએ શ્રીવલ્લભને આજ્ઞા કરી કે આપ જે જીવને મારા નામનું નિવેદન કરાવી બ્રહ્નસંબંધ કરાવશો તે જીવનો હું અંગીકાર કરીશ અને તેના તેના બધા દોષો દૂર કરીશ. શ્રી વલ્લભ જ્યાં જ્યાં પધાર્યા તે ભૂમિ મહાપ્રભુજીની બેઠક તરીકે પ્રગટ થયેલી છે. જે વૈષ્ણવ સંપ્રદાયમાં છોટું વ્રજ ગણાય છે.
સોળમી સદીમાં ઇસ્લામ ધર્મે ભારતમાં મૂળ ઘાલ્યાં હતાં. દિલ્હીના તખ્ત ઉપર લોદીવંશના બાદશાહો રાજ્ય કરતા હતા. તે સમયે દેશમાં રાજકીય અંધાધૂંધી ફેલાઇ હતી. રાજસત્તાના પલટા નીચે લોકો ત્રાહિમામ્ પોકારી ગયા હતા. હરક્ષણ યુદ્ધના ભણકારાના આધારે લોકો જીવન જીવતા હતા. સ્ત્રીઓની સ્થિતિ કફોડી હતી. વટાવ પ્રવૃત્તિએ માઝા મૂકી હતી. સ્ત્રીઓ માટે ઘરની બહાર નીકળવું સહીસલામત ન હતું. પ્રજાનાં હૈયાં વિષાદમાં ઘેરાયેલાં હતાં. લોકોમાંથી જોમ, જુસ્સો, વીરતા, ઓજસ બધું જ ખલાસ થઇ ગયું હતું. આડેધડ મંદિરોનો ધ્વંશ થતો હતો. ધાર્મિક પરિસ્થિતિ અસ્થિર હતી. ધર્મનું હાર્દ ભુલાઇ ગયું હતું.
વૈદિક વિચારધારાની ઇમારત ડગમગવા લાગી હતી. કેવળ બાહ્યાચાર, પાખંડ, વહેમ અને અંધશ્રદ્ધાને પોષનારા અનેક નાના મોટા પંથોએ ધાર્મિક મૂલ્યોનો હ્રાસ નોંતર્યો હતો. યજ્ઞયાગાદિ ક્રિયાઓ ઉપરથી લોકોનું મન ઊઠી ગયું હતું. જ્ઞાનની સુફિયાણી વાતોથી લોકો વાજ આવી ગયા હતા. સર્વત્ર અધર્મનું સામ્રાજ્ય ફેલાયેલું હતું. આવા અનાચાર, અત્યાચાર અને અંધાધૂંધીના કાળમાં ઇ.સ. ૧૪૭૯માં સવંત ૧૫૩૫ના ચૈત્ર વદ એકાદશીના રોજ મહાપ્રભુ વલ્લભાચાર્યનો જન્મ થયો હતો.
વૈદિક સંસ્કૃતિના પાયા હચમચી ગયા હતા. તેને સ્થિર કરવાની આવશ્યકતા નિર્માણ થઇ હતી. તેવા નાજુક સમયમાં જ્યારે સમાજ અધ:પતિત થયો હતો. મ્લેચ્છાક્રાંત થયો હતો ત્યારે મહાપ્રભુ વલ્લભાચાર્યે ધાર્મિક ભાવનાને સાચું રૂપ આપ્યું. અંધાધૂંધીના આવા કાળમાં તેમણે સાચાં ઓજસ પાથયાઁ અને વૈષ્ણવ ધર્મને યોગ્ય દિશામાં વાળ્યો. વૈદિક પરંપરા અને તત્વજ્ઞાનને સંપૂર્ણ પુષ્ટ કરતા શ્રીમદ્ ભાગવત ગ્રંથનો આધાર લઇ ભક્તિનો આશ્રય લીધો અને જનમાનસને સ્પર્શી જાય તેવું ભાગવતનું રસસિંચન કર્યું. ભગવાન શ્રીકૃષ્ણની લીલાઓનું અતિ મધુર રસપાન કરાવી વૈદિક વિચારધારાને સ્થિર કરી અને ભક્તિમાર્ગનો ઉપદેશ આપી તેમણે પુષ્ટિમાર્ગની સ્થાપના કરી.
અભ્યાસુ દ્રષ્ટિથી વિચાર કરીશું તો જણાશે કે જ્ઞાન અને કર્મનો મહાપ્રભુ વલ્લભાચાર્યે નિષેધ નથી કર્યો પરંતુ જ્ઞાનનિષ્ઠા અને કર્મનિષ્ઠાનું સ્વતંત્ર અસ્તિત્વ ન રાખતાં તે બંને નિષ્ઠાઓને પ્રભુમાં યોજી છે. તેમના મત મુજબ પ્રભુની સેવા માટે જે કાર્ય થાય તે સાચું કાર્ય અને પ્રભુના માહાત્મ્યનું ખરું જ્ઞાન થાય તે સાચું જ્ઞાન.વલ્લભાચાર્યે કેવળ આદર્શો રજૂ નથી કર્યા. કેવળ ભાવુક બનીને ભાવનાઓ વ્યક્ત નથી કરી, પરંતુ તેમણે જીવનની વાસ્તવિકતાનું સચોટ વેધક દર્શન કરાવ્યું છે. જીવનની સાર્થકતાનો રાહ ચÃધ્યો છે. તેમણે કેવળ વૈષ્ણવો માટે જ નહીં, પણ સમગ્ર માનવ જાતના કલ્યાણ માટે જીવનનો સરળ રાહ ચÃધ્યો છે.
સમાજમાં તથા ધર્મમાં પ્રવર્તતી હાનિકારક જૂની જડો ઉખેડીને તેની જગ્યાએ નવા બીજનું રોપણ કરી નિસ્તેજ ચેતનાહીન બનેલી ધર્મવાટિકાને તેમણે સુંદર બનાવી. વાસ્તવમાં તે માટે જ તેમનો જન્મ થયો હતો તેમ કહેવું અતિશયોક્તિભર્યું નહીં ગણાય.ગૃહસ્થાશ્રમમાં રહીને પણ પ્રભુ પ્રાપ્તિ થઇ શકે છે. તે માટે દેહદમન અથવા સંન્યાસ લેવાની આવશ્યકતા નથી, તે મહાપ્રભુજીએ સ્પષ્ટ સમજાવ્યું છે. ઇન્દ્રિય ઓનો પ્રભુની સેવામાં વિનિયોગ કરવાનો સુગમ રસ્તો તેમણે દેખાડ્યો. પ્રભુ એ જ જીવનનું અંતિમ લક્ષ્ય હોવાથી, બધી શક્તિઓને પ્રભુ તરફ વાળવી જોઇએ એવી સમજ તેમણે પ્રચલિત કરી.
હજારો લોકોને તેમણે ઇશ્વરાભિમુખ કરી તેમના જીવન સુધાર્યાં. સ્ત્રીઓ અને શુદ્રો માટે બંધ થયેલાં ભગવદ્ પ્રાપ્તિનાં દ્વાર ખુલ્લાં કરી સંસારના ત્રિવિધ તાપથી તપ્ત થયેલા પીડિત, શોષિત, કચડાયેલા સમાજને તેમણે પડખે લીધો. વ્યક્તિ જીવનમાં અને સમિષ્ટમાં અનેક પ્રવૃત્તિઓ અથવા જે કંઇ બધું થતું રહ્યું છે તે આનંદમય પ્રભુની ક્રીડાપાત્ર છે. એ સમજાવી તેમણે ઉપનિષદનું તત્વજ્ઞાન જનમાનસ સુધી પહોંચાડ્યું.
તત્કાલીન ભારતની અવદશા એ પાનખર જેવી હતી. તેમાં મહાપ્રભુ વલ્લભાચાર્યનું પ્રગટ થવું એ વસંતની પધરામણી સમું હતું. તેમણે પ્રજાનાં જીવનમૂલ્યોમાં પ્રાણ પૂરી નવચેતના પ્રગટ કરી. સૈકાઓથી નશ્વિેતન થયેલા લોકમાનસમાં ચેતના પ્રગટાવી હિન્દુસ્તાનને નવા આદર્શો આપ્યા. નવી ભાવનાઓ જગાડી, નષ્ટ થતી ભારતીય સંસ્કૃતિને પુનર્જીવિત કરી.
મહાપ્રભુના સિદ્ધાંત
મહાપ્રભુના સિદ્ધાંત માટે, તેમની વિચારધારા માટે ટૂંકમાં કહેવું હોય તો એમ કહી શકાય કે
એકં શાસ્ત્રં દેવકીપુત્રગીતમ્
એકો દેવો દેવકીપુત્ર એવ|
મંત્રોડપ્યેકસ્તસ્યનામાનિ યાનિ
કમૉપ્યેકં તસ્ય દેવસ્થ સેવા ||
ભગવાન શ્રીકૃષ્ણના મુખારવિંદથી ગાયેલી શ્રીમદ્ ભગવદ્ગીતા એ જ એક શાસ્ત્ર છે. દેવકીપુત્ર શ્રીકૃષ્ણ એ જ એક દેવ છે. મંત્ર પણ એક જ અને તે તેનું નામ સ્મરણ (શ્રીકૃષ્ણ શરણં મમ:) અને શ્રીકૃષ્ણની સેવા એ જ એક ખરું કર્મ છે.મહાપ્રભુજીના ભગવદ્ભક્તિના પ્રચારથી તાંત્રિક કર્મ અને શુષ્ક જ્ઞાનના ભાર નીચે દબાયેલા તત્કાલીન જનમાનસને ધર્મનો સાચો રાહ સાંપડ્યો. જનમાનસમાં ભાગવત ધર્મનું અમીસિંચન થયું. અંધાધૂંધીના એ યુગમાં હિન્દુ ધર્મ અને વૈદિક સંસ્કૃતિનો એક નવો અધ્યાય તેમણે શરૂ કર્યો. લોકોના એ હૃદયસમ્રાટ બન્યા અને લોકોએ તેમને પ્રભુ નહીં, મહાપ્રભુ તરીકે બિરદાવ્યા.
મહાપ્રભુજી વલ્લભાચાર્યનો જન્મ દિવસ છે ત્યારે બુદ્ધિશાળી પુષ્ટિમાર્ગીઓનું એ વિશેષ કર્તવ્ય છે કે જ્યારે સમાજ ભોગાકાંત બન્યો છે અને પુષ્ટિમાર્ગમાં જે કોઇ વિકૃતિઓ આવી ગઇ છે તેથી પુષ્ટિમાર્ગથી અલપિ્ત ન રહેતા મહાપ્રભુજીની વિચારધારાને બુદ્ધિપૂર્વક સમજી લઇ પુષ્ટિમાર્ગને યોગ્ય દિશામાં વાળવો જોઇએ. એ કાળની તાતી જરૂરિયાત છે.
Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.
0 Comments:
Post a Comment