ભારત ની સૌથી પહેલી મહિલા IAS- શ્રીધન્યા
સીને મેં જલન...
આંખોમેં તુફાન સા કુછ હૈ...
તમે કોઈ કલેક્ટરને મળો અને તેનો માન, મોભો, રુતબો, મરતબો જોઈ તમને કલેકટર બનવાની ઈચ્છા થઈ છે ક્યારેય..?!!
હા, તીર-કામઠા વેચનારા એક સાવ સામાન્ય માણસની દીકરી શ્રીધન્યાને કલેક્ટરનો મોભો જોઈને કલેક્ટર બનવાની ઈચ્છા થઈ તો તે કેરળની સૌ પ્રથમ આદિવાસી IAS બની શકી..!
JOIN EDUCATION " WHATSAPP " GROUP
मंजिले उन्हींको मिलती है जिसके सपनों में जान होती है ।
सिर्फ पंखो से कुछ नही होता, होंसलो से उड़ान होती है ।
આ શબ્દોને કેરળના એક નાનકડા ગામની અને સાવ સામાન્ય એવા આદિવાસી પરિવારની દીકરી શ્રીધન્યા અશોકે સમજીને બરાબર પોતાના જીવનમાં ઉતાર્યા છે.
કેરળની રાજધાની તિરુવનંતપુરમ (ત્રિવેન્દ્રમ)થી 442 km દૂર એક પોજુથાના નામે ગામ. આ ગામ વાયનાડ જિલ્લામાં આવે છે કે જ્યાંથી રાહુલ ગાંધી સાંસદ તરીકે ચૂંટાયા છે. અંદાજે સાત હજારની વસતી વાળા આ પોજુથાના ગામમાંથી કુરુચિયા જનજાતિ નામે એક આદિવાસી જાતિની એક સામાન્ય પરિવારની દીકરી શ્રીધન્યાએ 2018માં સિવિલ સેવાની પરીક્ષા પાસ કરી ઇતિહાસ રચી દીધો છે.
'પરાવાર પ્રયત્નો અને સફળ થવાની જીદ જ તમને સફળતા અપાવે છે.' એવું કહેનારી શ્રીધન્યા એવા અભાવો વચ્ચે ઉછરી કે જ્યાં પ્રાથમિક સુવિધાઓ તો શું જીવન નિર્વાહ પણ મુશ્કેલ હોય..!
સાંભળો તેના જ શબ્દો...
"હું કેરળના સૌથી પછાત જિલ્લા વાયનાડની રહેવાસી છું અને કૂચરિયા નામની આદિવાસી જાતિમાંથી આવું છું. મારા પિતા છૂટક મજૂરી કરે છે અને ગામની બજારમાં બાણ-તીર વેંચે છે. જયારે માતા મનરેગા યોજનામાં કામ કરે છે. મારું અને મારા ત્રણ ભાઈ-બહેનોનું ભરણ-પોષણ પ્રાથમિક સુવિધાઓના અભાવ વચ્ચે થયું. જો કે અમારા સમુદાયમાં દીકરા-દીકરી વચ્ચે ભેદ નથી હોતો. તેથી મારા માતા-પિતાએ પણ મારા ઉપર કોઈ પ્રતિબંધ નહોતા લગાવ્યા. અમારો પરિવાર ખૂબ ગરીબ હતો. પરંતુ માતા-પિતાએ ગરીબાઈને મારા ભણતરમાં વિઘ્ન ન બનવા દીધી. પ્રાથમિક અભ્યાસ વાયનાડમાં કર્યા બાદ કાલિકટ વિશ્વવિદ્યાલયમાં મેં અનુસ્નાતક સુધીનો અભ્યાસ કર્યો.
અભ્યાસ પૂરો કર્યા પછી હું કેરળમાં જ અનુસૂચિત જનજાતિ વિકાસ વિભાગમાં ક્લાર્ક તરીકે જોડાઈ ગઈ. થોડો સમય વાયનાડમાં આદિવાસી હોસ્ટેલમાં વોર્ડન તરીકે પણ કામ કર્યું. એકવાર મારી મુલાકાત એક આઈએએસ અધિકારી શ્રી રામ સાંબા શિવરાવ સાથે થઈ. મિટિંગમાં તેઓની જે રીતે 'માસ એન્ટ્રી' જોઈ, તે દ્રશ્ય જોઈ મારા મનમાં પણ આઈએએસ બનવાની ઈચ્છા જાગી."
પછી તો શ્રીધન્યાએ તૈયારી શરૂ કરી. કોચિંગ કલાસ જોઈન કર્યા. માધ્યમ તરીકે મલયાલમ ભાષા પસંદ કરી મુખ્ય પરીક્ષા પાસ કરી. મૌખિક ઇન્ટરવ્યૂ માટે દિલ્હી જવું પડે. પરંતુ ત્યારે શ્રીધન્યાના પરિવાર પાસે એટલા પૈસા નહોતા કે તે કેરળથી દિલ્હી સુધીનો મુસાફરી ખર્ચ ભોગવી શકે..! શ્રીધન્યાના મિત્રોને ખબર પડી તો તેમને 40,000 જેવી રકમ એકઠી કરી આપી, જેથી શ્રીધન્યા દિલ્હી ગઈ અને ત્રીજા પ્રયત્ને UPSC ક્લિયર કરી શકી.
પછી તો આખા દેશનું મીડિયા વાયનાડમાં ઉતરી પડ્યું. શ્રીધન્યા અને તેના પરિવારની સ્ટોરી પ્રસિદ્ધ થઈ. કેરળના મુખ્યમંત્રી તથા રાહુલ અને પ્રિયંકા ગાંધી પણ શ્રીધન્યાને શુભેચ્છા આપી ચુક્યા છે.
આમ કેરળમાં એક સાવ સામાન્ય કહી શકાય તેવા અભાવો વચ્ચે જીવતા આદિવાસી સમાજની દીકરી જાત મહેનતથી આઈએએસ બની ગઈ. તેના જીવનમાંથી પારાવાર સંઘર્ષની પ્રેરણા લઈ અન્ય પછાત વર્ગના લોકો પણ ટોચ ઉપર પહોંચે અને રાષ્ટ્રના સર્વાંગી વિકાસમાં ભાગીદાર બને એ જ અપેક્ષા.
#ડૉ_સુનીલ_જાદવ
Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.
0 Comments:
Post a Comment