Education for Every

GUJARAT ESTABLISHMENT DAY 1 MAY

૧ મે ગુજરાત સ્થાપના દિવસ

GUJARAT ESTABLISHMENT DAY 1 MAY





૧ મે ગુજરાત સ્થાપના દિવસ :



“ જ્યાં જ્યાં વસે એક ગુજરાતી,

ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત,

જ્યાં જ્યાં બોલાતી ગુજરાતી,

ત્યાં ત્યાં ગુર્જરીની મહોલાત !”



"ઉત્તરે ઈડરિયો ગઢ ભલો,

દખ્ખણે દરિયાની અમીરાત,

ખમીર જેનું ખણખણે,

એ છે ધમધમતું ગુજરાત...”




"કૃષ્ણની દ્વારિકાને સાચવીને બેઠેલું જળ છું,

હું નરસિંહના પ્રભાતિયાથી પરિતૃપ્ત  પ્રભાત છું,

વેપાર છું, વિસ્તાર છું, વિખ્યાત છું,

હા હું ગુજરાત છું."



"ગુજરાત એટલે કલાપીની કવિતા,

તરણેતરના મેળાની લોકસંસ્કૃતિ,

વનરાજની ગર્જના અને કેસર કેરીની મીઠાશ." 



"લાંબો ડગલો મૂછો વાંકડી

શિરે પાઘડી રાતી,

બોલ બોલતો તોળી તોળી

છેલછબીલો ગુજરાતી,

તન છોટુ પણ મન મોટું

છે ખમીરવંતી જાતિ,

ભલે લાગતો ભલો ભોળો,

હું છેલછબીલો ગુજરાતી"


ભારત દેશની સ્વતંત્રતા અને ભાગલા પછી ઇ.સ. ૧૯૪૭ના વર્ષમાં ભારત સરકારે પશ્ચિમ ભાગમાં રજવાડાંઓને ભેગાં કરી ત્રણ રાજ્યોની રચના કરી. આ રાજ્યો સૌરાષ્ટ્ર, કચ્છ અને મુંબઈ હતાં. ઇ.સ. ૧૯૫૬ના વર્ષમાં મુંબઈ રાજ્યનો વિસ્તાર કરીને કચ્છ, સૌરાષ્ટ્ર અને હૈદરાબાદ તથા મધ્યપ્રદેશના કેટલાક ભાગો એમાં ઉમેરવામાં આવ્યા અને તેને બૃહદ મુંબઇ રાજ્ય નામ અપાયું. આ નવા રાજ્યમાં ઉત્તર ભાગમાં ગુજરાતી બોલતા લોકો અને દક્ષિણ ભાગમાં મરાઠી બોલતા લોકો હતા. મહાગુજરાત આંદોલન અને અલગ મરાઠી રાજ્યની માંગણી પછી ૧ મે, ૧૯૬૦ના રોજ મુંબઈ રાજ્યના બે ભાગલા મહારાષ્ટ્ર અને ગુજરાત તરીકે કરવામાં આવ્યા.

ગુજરાત સરકારે આ દિવસને ગુજરાત ગૌરવ દિવસ તરીકે ઘોષિત કર્યો છે અને દર વર્ષે વિવિધ જિલ્લાઓમાં તેની ઊજવણી કરવામાં આવે છે. સામાન્ય રીતે તેમાં વિવિધ વિકાસ અને લોકોપયોગી કાર્યોની શરૂઆત કે લોકાર્પણ વિધિ કરવામાં આવે છે.

બોમ્બે રીઓર્ગેનાઇઝેશન એક્ટ, ૧૯૬૦ પ્રમાણે ગુજરાત રાજ્યની સ્થાપના કરવામાં આવી છે.

 1 લી મે, 1960 ના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના કરવામાં આવી. આ જ દિવસે મહારાષ્ટ્રની પણ સ્થાપના થઇ હતી. વર્ષ 1937 માં કરાંચી ખાતે યોજાયેલી એક સભા દરમિયાન “ મહાગુજરાત ” નો વિચાર કનૈયાલાલ મુનશીએ રજૂ કર્યો હતો. વર્ષ 1956 માં સ્ટેટ્સ રીઓર્ગેનાઈઝેશન એક્ટ દ્વારા રાજ્યોની સીમા નક્કી કરવામાં આવેલી તે સમયે એક બોમ્બે રાજ્ય હતું, જેમાં ગુજરાતી, કચ્છી, મરાઠી અને કોંકણી ભાષા બોલનારા લોકો વસતા હતા. ગુજરાતી અને કચ્છી બોલનારા લોકોનું એક અલગ રાજ્ય હોય તેવી માંગ સાથે મહાગુજરાત આંદોલન થયું. અમદાવાદ ખાતે થયેલા આ આંદોલનમાં અમુક વિદ્યાર્થીઓએ પોતાનો જીવ પણ ગુમાવ્યો. 



       આંદોલનમાં શહીદ થયેલ્ક વિદ્યાર્થીઓની સ્મૃતિમાં લાલ દરવાજા પાસે શહીદ સ્મારક બનાવવામાં આવ્યું. ઈન્દુલાલ યાગ્નિક મહાગુજરાત આંદોલનને સંભાળતા હતા. અંતે પ્રેસિડેન્ટ રાજેન્દ્ર પ્રસાદ, સર્વપલ્લી રાધાકૃષ્ણન અને પ્રધાનમંત્રી જવાહરલાલ નેહરુએ ગુજરાત અને મહારાષ્ટ્ર હવેથી આ બે અલગ રાજ્ય છે, તેમ ઘોષિત કરવા સંમત થયા અને 1 લી મે ના રોજ ગુજરાત અને મહારાષ્ટ્ર બંને રાજ્ય આ રીતે સ્થપાયા.



         આપણા લાડિલા ગુજરાતે મે ૧ ,૧૯૬૦ ના મંગલ પ્રભાતે દ્વિભાષી મુંબઈ રાજ્યમાંથી વિભાજીત થઈને ગુજરાતી ભાષા બોલાતી પ્રજાની આકાંક્ષાઓની પરીપૂર્તિ માટે ગાંધી મૂલ્યોના પ્રતિક જેવા પૂજ્ય રવિશંકર મહારાજના વરદ હસ્તે, એમના આશીર્વાદ સાથે ગુજરાતના સ્વતંત્ર રાજ્યનો શુભારંભ થયો હતો.


           ગુજરાત માટે કનૈયાલાલ મુનશીએ લખ્યું છે કે, “ ગુજરાતને સીમાડા નથી. ‘ગુજરાત’ એક જીવંત  અને જાગૃત વ્યક્તિ છે. જે પોતાને એક કલ્પનામાં,પોતાનું અસ્તિત્વ એક દૃઢ સંકલ્પ દ્વારા સમજવામાં જીવન સાફલ્ય સમજે છે. જ્યાં ગુજરાતીઓ ‘ ગુજરાત’ છે ને રહેશે એવી નિર્ણાયાત્મક કલ્પના સેવી એકઠા મળે છે ત્યાં ગુજરાતની હસતી છે.”


ગુજરાત રાજ્ય જાણવા જેવું

√ મહાગુજરાત આંદોલનના પ્રણેતા : ઈન્દુલાલ યાજ્ઞિક

√ ગુજરાત રાજ્યની સ્થાપના : ૧ મે, ૧૯૬૦

√ પ્રથમ મુખ્યમંત્રી : શ્રી જીવરાજ મહેતા

√ પહેલાનું પાટનગર : અમદાવાદ

√ હાલનું પાટનગર : ગાંધીનગર

√ રાજ્યગીત : જય જય ગરવી ગુજરાત

√ રાજ્યભાષા : ગુજરાતી

√ રાજ્યપ્રાણી : સિંહ

√ રાજ્યપક્ષી : સુરખાબ (ફ્લેમિંગ)

√ રાજ્યવૃક્ષ : આંબો

√ રાજ્યફૂલ : ગલગોટો

√ રાજ્યનૃત્ય : ગરબા 

√ રાજ્ય રમત : કબડ્ડી

√ શહીદ સ્મારક લાલદરવાજા ભદ્ર, અમદાવાદ ખાતે બનાવવામાં આવ્યું



મહાગુજરાત આંદોલનના અગત્યના પ્રશ્નો અને તેના જવાબ : 


◆ મહાગુજરાત આંદોલનની શરૂઆત ક્યા દિવસે થઈ હતી ? :  ૮ ઑગસ્ટ, ૧૯૫૬

◆ મહાગુજરાત આંદોલનનું સૌથી પહેલું સરઘસ ક્યાંથી નીકળ્યું હતું ? : એલિસબ્રિજ લૉ કૉલેજથી

◆ તા.૧૭-૦૧-૧૯૫૬ના રોજ આકાશવાણી પરથી દેશના ક્યા નેતાએ મહાગુજરાતના વિઘટનની સ્પષ્ટ જાહેરાત કરી હતી ? : જવાહરલાલ નહેરુ

◆ મહાગુજરાત લડતની આગેવાની ક્યા નેતાએ લીધી હતી ? : ઈન્દુલાલ યાજ્ઞિક

◆ મહાગુજરાત આંદોલનકારીઓનું સંગઠન ક્યા નામથી ઓળખાતું હતું ? : જનતા પરિષદ

◆ મહાગુજરાતની લડતને ટેકો આપવા માટે ક્યુ દૈનિક શરૂ કરવામાં આવેલું હતું ? : નવગુજરાત

◆ મહાગુજરાત આંદોલનમાં શહીદ થયેલા નવજુવાનોનું શહીદ સ્મારક બનાવવા જેલ ભરો સત્યાગ્રહ આશરે કેટલા દિવસ ચાલ્યો હતો ? : ૨૨૬ દિવસ

Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.

0 Comments:

Labels