ગુજરાતમાં શિક્ષકો-અધ્યાપકોની ભરતીને લઈ મોટા સમાચાર, શિક્ષણ મંત્રી ચુડાસમાએ કરી જાહેરાત
ગુજરાત વિધાનસભામાં શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ દ્વારા રાજ્યની શાળાઓ અને તેની પોલિસી અંગે ચર્ચા કરાઈ હતી, સાથે આગામી ભરતીની પણ માહિતી આપી હતી
• શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચૂડાસમાનું નિવેદન
• નો-ડિટેન્શન પોલિસીથી શિક્ષણને નુકસાન
• 2009માં નો-ડિટેન્શન પોલિસી આવી
શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચૂડાસમાનું નિવેદન આપ્યું છે. નો-ડિટેન્શન પોલિસીના કારણે શિક્ષણને નુકસાન થતું હતું. 2009માં નો-ડિટેન્શન પોલિસી આવી હતી. જેનાથી શિક્ષણની ટકાવારી વધારવાનો પ્રયાસ કરાયો હતો. પરંતુ તેનાથી વિદ્યાર્થીઓના ભણતર પર અસર પડતી હતી. તે પોલિસી મુજબ ધો.9 સુધી જેતે વિદ્યાર્થીને નાપાસ કરી શકતા નહોતા. પંરતુ કેન્દ્ર સરકારે હવે શિક્ષણ નીતિમાં ફેરફાર કર્યો છે. અને તેને લઈને હવે સરકારની નોકરીની ભરતીઓ પણ કરવામાં આવશે.
શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચૂડાસમાનું નિવેદન
• નો-ડિટેન્શન પોલિસીથી શિક્ષણને નુકસાન
• 2009માં નો-ડિટેન્શન પોલિસી આવી
• નો-ડિટેન્શન પોલિસીથી ધો-9 સુધી વિદ્યાર્થી સીધો પહોંચી જતો
• કેન્દ્ર સરકારે નવી શિક્ષણ નીતિમાં ફેરફાર કર્યો
• રાજ્યમાં 7,010 શિક્ષકોની ભરતી કરાશે
• 970 અધ્યાપક સહાયકોની ભરતી કરાશે
• જુનિયર ક્લાર્ક, લેબ આસિસ્ટન્ટની ભરતી કરાશે
રાજ્યના વિદ્યાર્થીઓને વર્લ્ડક્લાસ એજ્યુકેશન આપી ગુજરાતને એજ્યુકેશનલ હબ બનાવવા રાજ્યના કુલ બજેટના સૌથી વધુ 14.41 ટકા જેટલી રૂ. ૩ર,૭૧૯ કરોડની રકમ શિક્ષણ વિભાગના બજેટને ફાળવી છે. વિધાનસભામાં શિક્ષણવિભાગની બજેટ માંગણીઓ સંદર્ભની ચર્ચામાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કેટલીક રજૂઆત કરી હતી.
જેમાં શાળાઓના સુધાર માટે ટેકનોલોજીના મહત્તમ ઉપયોગથી વર્લ્ડક્લાસ એજ્યુકેશન આપવા આગામી 6 વર્ષમાં 15,000 સરકારી પ્રાથમિક, માધ્યમિક શાળાઓ-ગ્રાન્ટેન્ડ માધ્યમિક-ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં ‘મિશન સ્કુલ ઑફ એક્સલન્સ’ પ્રોજેક્ટ દ્વારા બદવામાં આવશે.
Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.
0 Comments:
Post a Comment