શ્રી જગદ્ગુરુ અદિશંકરાચાર્યજી જીવન
જન્મ:-
સાચા કર્મયોગી અને હિંદુ ધર્મના શ્રેષ્ઠ ચિંતક આદિ શંકરાચાર્યનો
જન્મ કેરળના કાલડી ગામમાં
ઇ.સ.788 માં થયો હતો.
તેમની માતાનું નામ વિશિષ્ટા દેવી અને પિતાનું નામ શિવગુરુ તેમ જ દાદાનું નામ વિદ્યાધર હતું.
શિવગુરુ અને વિશિષ્ટા દેવીએ પુત્ર પ્રાપ્તિ માટે ચંદ્રમૌલેશ્વર મહાદેવની અનન્ય ભક્તિ અને તપ કરતાં સ્વયં ભગવાન આશુતોષે દર્શન આપી પોતે તેમને ત્યાં એક સર્વજ્ઞ પણ અલ્પ આયુ બાળક તરીકે અવતાર લેશે એવું વરદાન આપ્યું હતું અને તેથી જ આ બાળકનું નામ શંકર રાખ્યું હતું.
જન્મથી જ આ બાળકના શરીર પર દિવ્ય ચિહ્ન જેવાં કે માથા ઉપર ચંદ્ર-ચક્ર, કપાળમાં નેત્ર અને ખભા પર ત્રિશૂલનાં ચિહન હતાં.
આમ, બાળ શંકર સ્વયં શિવાવતાર હતા.
*વિશેષ દિન કવિઝ* શિક્ષકો, વિદ્યાર્થીઓ, અને દરેક વ્યક્તિ આ કવિઝ આપી શકે છે.
તેઓ બાળપણથી જ શાંત, ગંભીર અને તીક્ષ્ણ બુદ્ધિવાળા હતા. માત્ર ૩ વર્ષની ઉંમરમાં તેમણે માતૄભાષા મલાયાલમ અને સંસ્કૃત શીખી, તેમણે અનેક ગ્રંથ તેમ જ વેદ, ઉપનિષદ, રામાયણ, મહાભારત વગેરે અનેક શાસ્ત્રોનો અભ્યાસ કરી કંઠસ્થ કરી લીધા હતાં. તેઓ શ્રુતિધર એટલે કે જે સાંભળે એ કંઠસ્થ થઈ જાય તેવા હતા.
શંકરે પાંચમા વર્ષે ગુરુ ગૃહે અભ્યાસ અર્થે મોકલતાં ફક્ત બે જ વર્ષના વિદ્યાભ્યાસ દરમિયાન બધા જ ગ્રંથોનો અભ્યાસ પૂર્ણ કરી ગુરુ શિક્ષામાં પારંગત બન્યા. પિતાના અવસાન બાદ માતાએ ગૃહસ્થાશ્રમ અંગે ઈચ્છા વ્યક્ત કરી, પણ શંકરે એ માટે અનિચ્છા દર્શાવી હતી.
શંકરની જન્મ-કુંડલીમાં આઠ, સોળ અને બત્રીસમા વર્ષમાં મૃત્યુયોગ હતો. આઠમા વર્ષનો મૃત્યુયોગ તપ દ્વારા અને સોળમા વર્ષનો મૃત્યુયોગ દૈવિક આશીર્વાદ દ્વારા દૂર થઈ શકે એમ હતો. આઠ વર્ષની ઉંમરે પૂર્ણા નદીમાં સ્નાન કરતી વખતે મગરે તેમનો પગ પકજી લીધો હતો અને તેથી આ મૃત્યુયોગથી છૂટવા સંન્યાસ ગ્રહણ કરી તપ કરવાની આજ્ઞા માતા પાસેથી મેળવી લીધી. આમ આ આઠમા વર્ષના મૃત્યુયોગનું નિવારણ થયું. આઠમા વર્ષે સ્વયં પોતે વિરજાહોમ કરી સંસારનો ત્યાગ કર્યો અને આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે ગુરુની શોધમાં નીકળી પડ્યા
નર્મદા નદીના કિનારે ઓમકારનાથ નામના સ્થળે ગોવિન્દપાદ સ્વામી નામના મહાન યોગીએ તેમને શિષ્યરૂપે સ્વીકાર કરી બ્રહ્મજ્ઞાનનું જ્ઞાન આપ્યું. શંકરે ગુરુ પાસેથી ફક્ત ત્રણ જ વર્ષમાં ત્રણેય પ્રકારના શ્રેષ્ઠ યોગઃ હઠયોગ, રાજયોગ અને જ્ઞાનયોગનું શિક્ષણ મેળવી યોગસિદ્ધિ મેળવી લીધી. સર્વ વિદ્યામાં પારંગત થયેલા શિષ્યને કાશી જવાનું જણાવી ગુરુએ કહ્યું હતું કે કાશીમાં સ્વયં ભવાનીપતિ શંકર તને દર્શન આપશે. આગળના કાર્ય માટે ભવાનીપતિ આદેશ આપે એ પ્રમાણે કાર્ય કરવાનું જણાવી ગુરુ ગોવિન્દપાદ યોગ બળે સમાધિ લઈ મહાનિર્વાણ પામ્યા.
1 થી 8 ના બાળકો માટે શૈક્ષણિક ગેમ:- અહીં ક્લિક કરો
3 થી 5 માટે અંગ્રેજી માટીરીયલ્સ:-અહીં ક્લિક કરો
6 થી 8 માટે અંગ્રેજી માટીરીયલ્સ:-અહીં ક્લિક કરો
ગુરુના આદેશાનુસાર શંકર કાશી આવ્યા. કાશીમાં મણિકર્ણિકા ઘાટ પર ચાર ડાઘિયા કૂતરાઓથી ઘેરાયેલા ચંડાલ શંકરના માર્ગમાં આવ્યો. આ ચંડાલ સ્વયં ભવાની પતિ હતા અને ચાર ડાઘિયા કૂતરાઓ ચાર વેદનું પ્રતીક હતા. ચંડાલ સ્વરૂપે ઉપસ્થિત થઇ ભવાનીપતિએ શંકરની પરીક્ષા કરી અને શંકર રચિત મનીષાપંચક સાંભળી પ્રસન્ન થઈ મૂળ રૂપમાં પ્રગટ થઈ વેદનો પ્રચાર કરવા આદેશ આપ્યો.
ભવાનીપતિએ શંકરના માથે હાથ મૂકી કહ્યું હતું કે તું મારો અંશ છુ અને તારું કાર્ય વેદાન્ત ધર્મની પુનઃપ્રતિષ્ઠા કરવાનું છે, જે પૂર્ણ થયે તું સ્વયં મારામાં સમાઈ જઈશ. ભવાનીપતિએ શંકરને મહર્ષિ વ્યાસ રચિત બ્રહ્મ સૂત્ર પર ભાષ્ય રચના કરવા પણ જણાવ્યું. આ વખતે શંકરની ઉંમર માત્ર અગિયાર વર્ષની હતી. આદેશાનુસાર શંકરે બદ્રિકાશ્રમ પાસે વ્યાસ ગુફામાં રહી બાર ઉપનિષદ, બ્રહ્મસૂત્ર, ભગવદ્ગીતા, વિષ્ણુ સહસ્ત્ર નામ, મનત્સુજાતીય એમ 16 પ્રસિદ્ધ ગ્રંથો પર ભાષ્ય રચના કરી. આ ગ્રંથો પ્રસ્થાનત્રયી તરીકે ઓળખાય છે અને એના પર ભાષ્યરચના કરનાર આચાર્ય ગણાય છે. આમ શંકર આચાર્ય બનતાં શંકરાચાર્ય તરીકે પ્રસિદ્ધિ પામ્યા.
હવે શંકરાચાર્યે વેદાન્ત ધર્મની પુનઃપર્તિષ્ઠા માટે ભારતભ્રમણ શરૂ કરી માર્ગમાં આવતાં ધાર્મિક સ્થળોનો જીર્ણોદ્ધાર અને એમાં શાલિગ્રામોની પુનઃપર્તિષ્ઠા કરી સનાતન વૈદિક ધર્મનો પ્રચાર શરૂ કર્યો હતો. કાશીમાં જ શંકરાચાર્યે સન્દન નામના યુવકને દીક્ષા આપી તેને પોતાનો પ્રથમ શિષ્ય બનાવ્યો હતો.
સન્દનનું મૂળ નામ વિષ્ણુ શર્મા હતું. સન્દન પાછળથી પદ્મપાદ નામે જાણીતા થયા હતો. તીર્થાટન દરમિયાન મહર્ષિ વેદ વ્યાસે બ્રાહ્મણનું રૂપ લઈ શંકરાચાર્ય સાથે શાસ્ત્રાર્થ કર્યો અને એમાં તેઓ સંતુષ્ટ થતાં મૂળ સ્વરૂપે દર્શન આપ્યાં હતાં.
🎯ગૃહકાર્ય ફાઈલ*✨ધોરણ - 1થી 8 માટે
🥳અઠવાડિયા મુજબ ગૃહકાર્ય ફાઈલ✨ધોરણ - 1 થી 5 માટે
━────⊱❉✸❉⊰─────━
*ગૃહકાર્ય બાળકો ની કાર્યપોથી*
*📌 ધોરણ-૨ માટે
━────⊱❉✸❉⊰─────━
*અસાઈમેન્ટ*
આ વખતે શંકરાચાર્ય 16 વર્ષના થયા હતા. મહર્ષિ વેદ વ્યાસે આશીર્વાદ દ્વારા શંકરાચાર્યના સોળમા વર્ષનો મૃત્યુયોગ દૂર કરી તેમના આયુષ્યમાં બીજા 16 વર્ષનો વધારો કર્યો હતો, સાથે સાથે મહર્ષિ વેદ વ્યાસે આ સોળ વર્ષ દરમિયાન શંકરાચાર્યને મહાન પંડિતોને શાસ્ત્રાર્થમાં પરાજિત કરી સનાતન વૈદિક ધર્મના પ્રવાહમાં માનતા કરી સનાતન ધર્મની પુનઃપ્રતિષ્ઠાનું મહાન કાર્ય કરવાનું જણાવ્યું હતું.
તીર્થાટન વખતે શ્રૄંગેરીમાં એક દિવસ આચાર્ય શંકરને તેમની માતાના સ્તન પાનના સંકેત દ્વારા તેમની માતાના અંતિમ કાળનો અણસાર મળતાં યોગબળ દ્વારા માતા સમક્ષ ઉપસ્થિત થઈ શ્રીકૃષ્ણાષ્ટકમ્ નામનું સ્તોત્ર રચી માતાને તેમની ઈચ્છા અનુસાર સ્વયં શ્રી વિષ્ણુ ભગવાનનો સાક્ષાત્કાર કરાવ્યો હતો અને પરમ પદની પ્રાપ્તિ કરાવી મોક્ષ અપાવ્યો અને લોકોના વિરોધ વચ્ચે પણ તેમના સ્થૂળ શરીરની અંતિમ ક્રિયા પણ કરી. એવું કહેવાય છે કે તેમણે માતાના જમણા અંગૂઠામાંથી અગ્નિ પેટાવી માતાના અગ્નિસંસ્કાર ઘરના આંગણામાં જ કર્યા હતા. તેમના પોતાના જમણા અંગૂઠામાં અગ્નિ પેટાવ્યાનું પણ કથન મળે છે.
શંકરાચાર્યે બત્રીસ વર્ષની ઉંમરે પોતાના શિષ્યોને વિશ્વ કલ્યાણ અને વેદાંત ધર્મને સ્થાયી રાખવા સંન્યાસી સંઘની સ્થાપના કરવા આદેશ આપ્યો હતો તેમજ ચાર દિશાઓમાં ચાર પઠ - પીઠની અને તેના આચાર્ય તરીકે પોતાના ચાર મુખ્ય શિષ્યોની પ્રથમ મઠાધીશ તરીકે નિમણૂક કરી. ચાર સંપ્રદાયઃકોટવાર, ભોગવાર, આનંદવાર અને ભૂરિવારની સ્થાપના કરી. આ મઠોના સંચાલન માટે આચારસંહિતારૂપ નિયમ બનાવ્યા હતા જે "મઠામ્નાય" સેતુ નામના ગ્રંથ તરીકે જાણીતા છે.
અંતિમ સ્થાન
શંકરાચાર્યે પોતાનું કાર્ય સંપૂર્ણ થતાં ઇ.સ. 820માં બત્રીસ વર્ષની વયે કેદારધામમાં પોતાના શિષ્યોને અંતિમ ઉપદેશ અને આદેશ આપી સમાધિયોગ દ્વારા સ્વયં કેદારનાથમાં વિલીન થઈ ગયા, પણ અંતિમસ્થાન અંગે વિવિધ મત પ્રવર્તે છે.
Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.
0 Comments:
Post a Comment