Education for Every

Retail e-rupee : Electronic version of the currency note

રિટેલ e-rupee :ચલણી નોટનું ઈલેક્ટ્રોનિક વર્ઝન

Retail e-rupee : Electronic version of the currency note





રિટેલ e-rupee આજે લોન્ચ:ચલણી નોટનું ઈલેક્ટ્રોનિક વર્ઝન, જાણો UPIથી કેવી રીતે અલગ








હવે ખિસ્સામાં રોકડા રૂપિયા રાખવાનું ભૂલી જાઓ! આવતીકાલથી સામાન્ય માણસ માટે લોન્ચ થશે ડિજિટલ રૂપિયો, જાણો ઉપયોગ કેવી રીતે કરવો


ખિસ્સામાં રોકડ લઈ જવું હવે ભૂતકાળ બની જશે. વાસ્તવમાં, સામાન્ય ભારતીયો સુધી ડિજિટલ રૂપિયા આવવામાં માત્ર એક જ દિવસ બાકી છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ 1 ડિસેમ્બરથી રિટેલ ડિજિટલ રૂપિયો લોન્ચ કરવાની જાહેરાત કરી છે, જે રિટેલ ડિજિટલ કરન્સી માટેનો પ્રથમ પાયલોટ પ્રોજેક્ટ હશે. પરંતુ શું તમે જાણો છો કે તેનો ઉપયોગ કેવી રીતે કરવો? તેમજ તેના ફાયદા અને ગેરફાયદા શું છે? તો અમે તમને તેના વિશે બધું કહીએ છીએ…



8 શહેરોમાં રિટેલ ડિજિટલ રૂપી માટે પહેલી પાઈલટ યોજના લૉન્ચ થશે
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા પહેલી ડિસેમ્બર 2022ના રોજથી દેશનાં આઠ ચુનંદા શહેરોમાં રિટેલ ડિજિટલ રૂપી માટે પહેલી પાઈલટ યોજના લૉન્ચ કરવા જઈ રહી છે. તે સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સી (સીબીડીસી) તરીકે પણ ઓળખાય છે. આ કેન્દ્રીય બેન્ક માટે ચલણમાં મોજૂદ કરન્સીને ડિજિટાઇઝ કરવાની એક પદ્ધતિ છે. આ ઉપરાંત તેનો હેતુ કેશલેસ પેમેન્ટને પ્રોત્સાહન આપવાનો છે. હવે સવાલ એ છે કે, શું પેમેન્ટની આ નવી પદ્ધતિ યુપીઆઈ અને મોબાઇલ વૉલેટ જેવા પેટીએમ, ગૂગલ પે, ભીમ પે વગેરેનું સીધું હરીફ હોઇ શકે?


નિષ્ણાતોનું કહેવું છે કે ડિજિટલ રૂપી આ પ્રકારના એપનું સીધું હરીફ નથી. તેમાં પરંપરાગત ડિજિટલ પેમેન્ટની તુલનામાં ઓળખ વધુ ગુપ્ત રહેશે. તમારે ડિજિટલ રૂપી એકવાર તમારી બેન્કમાંથી ખરીદવું પડશે. પછી તેની મદદથી તમે વૉલેટ ટુ વૉલેટ લેવડદેવડ કરી શકશો.




સૌથી પહેલા સમજો ઈ-રૂપી શું છે?
આ એક બ્લોકચેન આધારિત કરન્સી છે, જે ડિજિટલ ટોકન તરીકે રહેશે. ડિજિટલ રૂપી બે પ્રકારની હશે. રિટેલ સીબીડીસી (સીબીડીસી-આર) અને હોલસેલ સીબીડીસી (સીબીડીસી-ડબ્લ્યુ). રિટેલ સીબીડીસી સંભતઃ તમામ ઉપયોગ માટે ઉપલબ્ધ હશે. તેના થકી કોઇ બેન્કને સામેલ કર્યા વિના ફિઝિકલ કેશની જેમ લેવડદેવડ કરી શકાશે. તેમાં ફિઝિકલ કેશની જેમ મૂલ્ય વર્ગ (ડિનોમિનેશન્સ) હશે. તે યુપીઆઈથી જુદું હશે, જેમાં પૈસા તમારા બેન્ક ખાતામાંથી ડેબિટ થશે. સીબીડીસી એક કરન્સી છે. તે આરબીઆઈ દ્વારા ગેરંટેડ લીગલ ટેન્ડર હશે. આ ઉપરાંત હોલસેલ સીબીડીસીની સુવિધા ચુનંદી નાણાકીય સંસ્થાઓને અપાશે.





છૂટક ઉપયોગ માટે લોન્ચ કરવામાં આવશે

1 નવેમ્બર 2022 ના રોજ, કેન્દ્રીય બેંકે જથ્થાબંધ વ્યવહારો માટે ડિજિટલ રૂપિયો શરૂ કર્યો અને હવે કેન્દ્રીય બેંક છૂટક ઉપયોગ માટે આ ડિજિટલ ચલણ (CBDC) દાખલ કરવા જઈ રહી છે. બિઝનેસ ટુડેના અહેવાલ મુજબ, આરબીઆઈએ કહ્યું છે કે રિટેલ ડિજિટલ રૂપિયાના પાયલોટ પ્રોજેક્ટ દરમિયાન, તેના વિતરણ અને ઉપયોગની સંપૂર્ણ પ્રક્રિયાનું પરીક્ષણ કરવામાં આવશે. શરૂઆતમાં તેનું રોલઆઉટ પસંદગીના સ્થળો પર કરવામાં આવશે.

આ રીતે તમે ઇ-રૂપીનો ઉપયોગ કરી શકો છો

આરબીઆઈ દ્વારા આ સંબંધમાં અગાઉની માહિતી શેર કરવામાં આવી હતી. એવું કહેવામાં આવ્યું હતું કે CBDC (ડિજિટલ રૂપિયો) ચુકવણીનું એક માધ્યમ હશે, જે તમામ નાગરિકો, વ્યવસાયો, સરકાર અને અન્ય લોકો માટે કાનૂની ટેન્ડર હશે. તેનું મૂલ્ય સુરક્ષિત સ્ટોરની લીગલ ટેન્ડર નોટ (હાલનું ચલણ) જેટલું હશે. દેશમાં આરબીઆઈની ડિજિટલ કરન્સી (ઈ-રૂપી) ની રજૂઆત પછી, તમારી પાસે રોકડ રાખવાની જરૂરિયાત ઓછી થશે, અથવા તો તેને રાખવાની કોઈ જરૂર રહેશે નહીં.


ઇ-રૂપી વાપરવા માટે ખૂબ જ સરળ છે

ઇ-રૂપિયો ડિજિટલ ટોકન જેવું કામ કરશે. બીજા શબ્દોમાં કહીએ તો, CBDC એ RBI દ્વારા જારી કરાયેલ ચલણી નોટોનું ડિજિટલ સ્વરૂપ છે. તેનો ઉપયોગ ચલણની જેમ જ વ્યવહારો માટે થઈ શકે છે. આરબીઆઈના જણાવ્યા અનુસાર ઈ-રૂપિયાનું વિતરણ બેંકો દ્વારા કરવામાં આવશે. વ્યક્તિ-થી-વ્યક્તિ અથવા વ્યક્તિ-થી-વેપારી વ્યવહારો ડિજિટલ વૉલેટ દ્વારા કરી શકાય છે. મોબાઈલ વોલેટ દ્વારા ડિજિટલ રૂપિયાથી ટ્રાન્ઝેક્શન કરી શકશે. QR કોડ સ્કેન કરીને પણ ચુકવણી કરી શકાય છે.

ઇ-રૂપીના મોટા ફાયદા

• ડિજિટલ અર્થતંત્રને મજબૂત બનાવવામાં મદદરૂપ.
• લોકોને તેમના ખિસ્સામાં રોકડ રાખવાની જરૂર રહેશે નહીં.
• મોબાઈલ વોલેટની જેમ તેમાં પેમેન્ટ કરવાની સુવિધા હશે.
• ડિજિટલ રૂપિયાને બેંક મની અને રોકડમાં સરળતાથી કન્વર્ટ કરી શકશે.
• વિદેશમાં પૈસા મોકલવાનો ખર્ચ ઘટશે.
• ઇ-રૂપી ઇન્ટરનેટ કનેક્શન વિના પણ કામ કરશે.
• ઈ-રૂપિયાનું મૂલ્ય પણ વર્તમાન ચલણ જેટલું જ હશે.

RBI ના ડિજિટલ ચલણના ફાયદા અને ગેરફાયદા

રિઝર્વ બેંક (RBI)ની ડિજિટલ કરન્સી ઈ-રૂપીના ગેરફાયદા વિશે વાત કરીએ તો, તેનો એક મોટો ગેરફાયદો એ હોઈ શકે છે કે તે નાણાંની લેવડ-દેવડ સંબંધિત ગોપનીયતાને લગભગ સમાપ્ત કરી દેશે. સામાન્ય રીતે રોકડમાં ટ્રાન્ઝેક્શન કરવાથી ઓળખ ગુપ્ત રહે છે, પરંતુ સરકાર ડિજિટલ ટ્રાન્ઝેક્શન પર નજર રાખશે. આ સિવાય ઈ-રૂપિયા પર કોઈ વ્યાજ મળશે નહીં. આરબીઆઈના જણાવ્યા અનુસાર, જો ડિજિટલ રૂપિયા પર વ્યાજ આપવામાં આવે તો તે કરન્સી માર્કેટમાં અસ્થિરતા લાવી શકે છે. તેનું કારણ એ છે કે લોકો તેમના બચત ખાતામાંથી પૈસા ઉપાડશે અને તેને ડિજિટલ કરન્સીમાં કન્વર્ટ કરવાનું શરૂ કરશે.


ઇ-રૂપી લાવવાનો હેતુ

CBDC એ મધ્યસ્થ બેંક દ્વારા જારી કરાયેલ ચલણી નોટોનું ડિજિટલ સ્વરૂપ છે. નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે સામાન્ય બજેટમાં નાણાકીય વર્ષ 2022-23થી બ્લોક ચેઇન આધારિત ડિજિટલ રૂપિયો રજૂ કરવાની જાહેરાત કરી હતી. ભૂતકાળમાં, કેન્દ્રીય બેંક દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે ચલણના હાલના સ્વરૂપોને બદલવાને બદલે, RBI ડિજિટલ રૂપિયાનો ઉદ્દેશ્ય ડિજિટલ ચલણને પૂરક બનાવવા અને વપરાશકર્તાઓને ચુકવણી માટે વધારાનો વિકલ્પ આપવાનો છે.







Signature Cable Bridge Drone View: Click Here



ભારતનું બંધારણ બાય WEBSANKUL PDF ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

ગુજરાતના જિલ્લા અને સાંસ્કૃતિક વારસો PDF ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.


ગુજરાતી વ્યાકરણ ક્વિક રિવિઝન PDF ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

અંગ્રેજી વ્યાકરણ ક્વિક રિવિઝન PDF ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

રિઝનિંગની ક્વિક રિવિઝન PDF ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો




સામાન્ય લોકોના હાથમાં ડિજિટલ રૂપી કેવી રીતે આવશે?
રિટેલ ડિજિટલ રૂપીને બે સ્તરીય મોડેલથી વિતરણ કરવાનો પ્રસ્તાવ છે. તેનો અર્થ એ છે કે આરબીઆઈ બેન્કોને ડિજિટલ રૂપી આપશે. આરબીઆઈ પ્રથમ તબક્કે આ ચાર બેન્ક સાથે શરૂઆત કરી રહી છે, જેમાં એસબીઆઈ, આઈસીઆઈસીઆઈ, યસ અને આઈડીએફસી ફર્સ્ટ બેન્ક સામેલ છે. આ બેન્કો સામાન્ય નાગરિકોને ડિજિટલ રૂપીનું વિતરણ કરશે. ત્યાર પછી પાર્ટિસિપેટિંગ બેન્ક દ્વારા રજૂ કરાયેલા વૉલેટના માધ્યમથી તેની લેવડદેવડ કરી શકાશે. ડિજિટલ રૂપી તમારા મોબાઈલ ફોનમાં સ્ટોર રહેશે.

ઈ-રૂપિયાને નાણાંના અન્ય સ્વરૂપમાં રૂપાંતરિત કરી શકાય છે
ઈ-રૂપીને નાણાના અન્ય સ્વરૂપમાં રૂપાંતરિત કરી શકાય છે. CBDC રિટેલ પાયલોટ માટે 8 બેંકોની પસંદગી કરવામાં આવી છે, પરંતુ પ્રથમ તબક્કો ચાર શહેરોમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, ICICI બેંક, યસ બેંક અને IDFC ફર્સ્ટ બેંક સાથે શરૂ થશે. આ પછી બેંક ઓફ બરોડા, યુનિ

UPIથી કેવી રીતે અલગ
UPI ટ્રાન્ઝેક્શન કરવા બેંકમાં પૈસા જમા કરાવવા રહેશે. એટલે કે આપણે કાં તો જાતે ખાતામાં પૈસા જમા કરાવવાના રહે છે અથવા તો પૈસા ખાતામાં ટ્રાન્સફર કરવાના રહે છે. આનો અર્થ છે કે કોઈને કોઈએ તો ફિઝિકલ રીતે ખાતામાં પૈસા જમા કરાવવાના રહે છે. પરંતુ ઈ-રૂપી આવ્યા પછી એક પણ વખત ફિઝિકલ નાણાને ખાતામાં જમા કરાવવા નહીં પડે.






e-rupee ટ્રાન્ઝેક્શનમાં બેંક એકાઉન્ટની જરૂર નથી હોતી. RBI ડિજિટલ વોલેટમાં સીધા પૈસા જમા કરાવશે. આનો અર્થ છે કે હવે તમે જે રીતે ખિસ્સામાં નોટ રાખો છો, તે રીતે તમારા વોલેટમાં ઈ-રૂપી રાખશો અને એકબીજાને ચૂકવણી કરી શકશો. આ ડિજિટલ વોલેટ બેંક દ્વારા આપવામાં આવે છે. તેની સમગ્ર પ્રોસેસ શું હશે તે આગામી દિવસોમાં જાણી શકાશે.

ઈન્ટરનેટ વગર પણ કામ કરશે
e-rupee ઈન્ટરનેટ વગર પણ કામ કરશે. આ ઉપરાંત, ડિજિટલ કરન્સીના આગમન સાથે, સરકાર સાથે સામાન્ય લોકો અને વ્યવસાયો માટેના વ્યવહારોની કિંમતમાં ઘટાડો થશે. ઉદાહરણ તરીકે, UAE માં કામદારને તેના પગારના 50% ડિજિટલ મની સ્વરૂપે મળે છે. આની મદદથી આ લોકો અન્ય દેશોમાં પોતાના સંબંધીઓને સરળતાથી અને વધારે ફી ચૂકવ્યા વગર પૈસા મોકલી શકે છે.





ડિજિટલ રૂપીનો ફાયદો શું થશે?
ડિજિટલ રૂપીથી રોકડ પર નિર્ભરતા ઓછી થશે એટલું જ નહીં, સીબીડીસી સંભવત: વધારે મજબૂત, કુશળ, વિશ્વસનીય, વિનિયમિત અને એક કાયદેસર ચુકવણીનો વિકલ્પ બની જશે. લોકોએ પોતાની પાસે રોકડ રાખવાની જરૂર નહીં પડે. લોકો તેમના મોબાઈલ વૉલેટમાં તેને રાખી શકશે. બેન્ક મની અને કેશમાં પણ તેને સરળતાથી બદલી શકાશે. ટ્રાન્ઝેક્શન કોસ્ટ પણ ઘટશે. તેનાથી સરકાર તમામ સત્તાવાર નેટવર્કમાં થતી લેવડદેવડ સુધી પહોંચ મેળવશે. દેશમાં આવતા અને બહાર જતા પૈસા પર વધુ કન્ટ્રોલ મેળવાશે. નકલી કરન્સીમાંથી મુક્તિ મળશે. નોટ પ્રિન્ટિંગનો ખર્ચ બચશે. ડિજિટલ કરન્સી હંમેશા જળવાઇ રહેશે.




ચલણી નોટનું ઈલેક્ટ્રોનિક વર્ઝન, જાણો UPIથી કેવી રીતે અલગ WATCH VIDEO CLICK HERE



FAQS  on Digital Rupees: CLICK HERE























Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.

0 Comments:

Labels