શ્રી મોહનદાસ કરમચંદ ગાંધી ( મહાત્મા ગાંધી )
ગાંધી જયંતી કવિઝ આપવા અહીં ક્લિક કરો
• જન્મની વિગતઃ ૨ ઓક્ટોબર ૧૮૬૯ ભાદરવા વદ બારસ , વિ.સં ૧૯૨૫ પોરબંદર , ગુજરાત , ભારત .
• મૃત્યુની વિગત : 30 જાન્યુઆરી , ૧૯૪૮ નવી દિલ્હી , ભારત .
• મૃત્યુનું કારણ : બંદુક વડે હત્યા .
રહેઠાણ : ભારત તેમજ દ.આફ્રિકા .
• રાષ્ટ્રીયતા : ભારતીય
હુલામણું નામ : દ.આફ્રિકામાં - ભાઈ , ભારત આવ્યા બાદ - બાપુ
• અભ્યાસ : કાયદાની ઉપાધી
• વ્યવસાય : વકીલાત , સમાજસેવા
વતન : પોરબંદર
• ખિતાબ : રાષ્ટ્રપિતા
• ધર્મ : હિંદુ
• જીવનસાથી : કસ્તુરબા
સંતાનઃ હરીલાલ , મણીલાલ , રામદાસ , દેવદાસ
• માતા - પિતા : પૂતળીબાઇ - કરમચંદ ગાંધી
2જી ઓક્ટોબરના દિવસને ગાંધી જયંતી તરીકે ઉજવવામાં આવે છે . ભારત રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો જન્મ આ ખાસ દિવસે થયો હતો. તેમજ આ દિવસ સમગ્ર દેશમાં આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસના રૂપમાં ઉજવવામાં આવે છે. લોકો તેને પ્રેમથી બાપુ કહેતા હતા. ભારતને આઝાદી અપાવનાર ગાંધીજીને રાષ્ટ્રપિતા "ફાધર ઓફ નેશન" તરીકે પણ ઓળખવામાં આવે છે.
શૈક્ષણિક "Whatsapp"ગ્રુપ મા જોડાવવા
મહાત્મા ગાંધી ભારતની સ્વતંત્રતા આંદોલનના મુખ્ય નેતા હતાં અને અહિંસા આંદોલનથી આખાં વિશ્વને પ્રેરિત કરનાર મહાન નાયક હતાં .
૨ ઓક્ટોબર ૧૮૬૯ ના રોજ જન્મેલા મહાત્મા ગાંધીએ કાયદાની પઢાઈ કરી હતી અને ભારત અને સાઉથ આફ્રિકામાં માનવાધિકારો ની લડાઈ લડી
ભારતના સ્વતંત્રતા આંદોલનમાં અહિંસક રૂપે એમણે અંગ્રેજોનો બહિષ્કાર કર્યો હતો .
૧૯૪૮ માં ભારત - પાકિસ્તાનના વિભાજનના કારણે એમની હત્યા થઈ ગઈ !!!
જવાહર નવોદય ધો 5 ના બાળકો માટે ધો 6 મા એડમિશન માટેના ફોર્મ શરૂ છે વર્ષ 2021-22
મહાત્મા ગાંધીનું પ્રારંભિક જીવન
—- મોહનદાસ કરમચંદ ગાંધીનો જન્મ ૨ ઓક્ટોબર ૧૮૬૯ માં ગુજરાતના પોરબંદરમાં એક વાણીયા પરિવારમાં થયો હતો . મહાત્મા ગાંધીના પિતા કરમચંદ ગાંધી પોરબંદરના દીવાન હતાં . એમની માતા પુતળીબાઇ એ ધાર્મિક મહિલા હતી . જે સાત ઉપવાસ કરતી રહેતી હતી !!!! ગાંધી પરિવારનો ઉદગમ જુનાગઢનાં એક ગામમાંથી થયો હતો . જ્યાં ૧૮ મી સદીમાં લ્લાલજી પોરબંદર આવ્યાં અને ત્યાના રાણા માટે કામ કરવાનું શરુ કર્યું !!!! ૧૯ મી સદીમાં મહાત્મા ગાંધીના દાદાજી , ઉત્તમચંદ ગાંધી પોરબંદર ના રાણાને આધીન રહીને એમનાં દીવાન બન્યાં . ગાંધીજીના પિતાએ ૪ લગ્નો કર્યા હતાં . એમની બે પત્નીઓ જવાનીમાં જ મરી ગઈ અને એમની ત્રીજી પત્નીને કોઈ સંતાન નહોતું !!! કરમચંદ ગાંધીએ પોતાની ત્રીજી પત્નીની અનુમતિથી પુતલીબાઈ સાથે લગ્ન કર્યા .
એક દશકની અંદર એમને ત્રણ સંતાનો . પુત્ર લક્ષ્મીદાસ , પુત્રી રાલિયતાબેન અને સૌથી છેલ્લે પુત્ર મોહનદાસનો જન્મ થયો !!!!
મોહનદાસ ગાંધીનું બાળપણ ભગવાન વિષ્ણુની પૂજા અને જૈન ધર્મનું અનુસરણ કરીને વીત્યું . જૈન ધર્મના અનુસરણને કારણે એમણે બાળપણથી જ અહિંસા , ઉપવાસ , ધ્યાન અને શાકાહાર શીખી લીધું હતું !!!!
મહાત્મા ગાંધીનું લગ્ન અને એમનાં સંતાનો
ગાંધીજી બાળપણથી જ બહુજ શર્મિલા સ્વભાવ અને ડરપોક હતાં . જે હંમેશા લાઈટના પ્રકાશમાં જ સુતા હતાં .... ૧૩ વર્ષની ઉમરે એમનો વિવાહ એક વ્યાપારીની પુત્રી ૧૪ વર્ષની કસ્તુરબાઈ માખનજી કાપડિયા " કસ્તુરબા જોડે થઇ ગયો . ત્યાર પછીના વર્ષોમાં કિશોર ગાંધીજીએ એમનાં નોકરોને ધુમ્રપાન કરવાં , માંસ ખાવાં અને ચોરી કરવાનો વિરોધ કર્યો !!!! ઈસવીસન ૧૮૮૫ માં મહાત્મા ગાંધીના પિતાનું અવસાન થઇ ગયું . ત્યાર પછી થોડાંક જ દિવસોમાં ગાંધીજીનું પહેલું સંતાન થયું . પણ એ થોડાક જ દિવસ જીવ્યું !!! ત્યાર પછી મોહનદાસ કરમચંદ ગાંધીને ચાર સંતાનો થયા
• ૧૮૮૮ માં હરીલાલ
૧૮૯૨ માં મણિલાલ
• ૧૮૯૭ માં રામદાસ અને
૧૯oo માં દેવદાસ એમ ચાર પુત્રો થયાં !!!!
ગાંધીજી બાળપણ થી જ ડોક્ટર બનવા માંગતા હતાં . પણ એમના પિતાજી એમને સરકારી પદ પર જોવા માંગતા હતાં . એમનો પરિવાર એમને કાનૂની ધંધામાં લાવવા માંગતો હતો મહાત્મા ગાંધીના ચાર બાળકોમાંથી પહેલાં બાળકના જન્મ પછી ૧૮ વર્ષની ઉમરમાં ગાંધીજી કાયદાનું ભણવા લંડન રવાના થઈ ગયાં.ગાંધીજીએ પાશ્ચાત્ય સંકૃતિ અપનાવવા બહુજ સંઘર્ષ કર્યો . ત્રણ વર્ષ લંડન માં રહેતાં એમણે લંડન વેજીટેરીયન સોસાયટીમાં સંમેલિત થઈને માંસરહિત ભોજન લીધું અને વિશ્વ ધર્મોના પવિત્રગ્રંથોને વાંચવાનું શરુ કર્યું . ઈસવીસન ૧૮૯૧ માં ભારત પાછાં આવ્યાં ત્યારેજ એમને ખબર પડી કે એમની માં કેટલાંક સપ્તાહ પહેલાં જ મરી ગઈ હતી !!! હવે મહત્મા ગાંધીએ વકીલાતમાં પોતાના કદમ જમાવવાના શરુ કર્યા !!!
મહાત્મા ગાંધીના પહેલાં જ અદાલતી મામલામાં બેચેન ગાંધી પોતાનો ગવાહના બચાવમાં કંઈ જ ના બોલી શક્યાં . એના પછી પોતાનાં મુવક્કિલ ને પૈસા પાછાં આપ્યાં પછી તરત જ અદાલતમાંથી ભાગી ગયાં . એક વર્ષ કામની તલાશમાં ભટકયા પછી એમને સાઉથ આફ્રિકામાં કાનૂની સેવા આપવાનો પ્રસ્તાવ મળ્યો . મહાત્મા ગાંધી બીજા પુત્રના જન્મ પછી તરત જ તેઓ એપ્રિલ ૧૮૯૩ માં આફ્રિકા જવા રવાના થઈ ગયાં .
"શ્રી મોહનદાસ કરમચંદ ગાંધી , સાદગી , સદાચાર અને સહિષ્ણુતાની જીવતી જાગતી મૂર્તિ એટલે મહાત્મા ગાંધી "
ગાંધીજી અને આફ્રિકન ———-
જ્યારે મહાત્મા ગાંધી ગાંધી દક્ષિણ આફ્રિકા પહોંચ્યા , ત્યાં તેઓ અંગ્રેજો દ્વારા પ્રવાસી ભારતીયો પર રંગ , ભેદભાવ અને નસ્લીય અલગાવને જોઇને ચકિત થઇ ગયાં ડર્બન કોર્ટમાં જ્યારે મહાત્મા ગાંધી સૌ પ્રથમ વાર ગયાં તો ત્યાં એમને પોતાની પાઘડી ઉતારવાનું કહેવામાં આવ્યું . તેમણે પાઘડી ઉતારવાનો ઇન્કાર કરી દીધો અને અદાલતમાંથી નીકળી ગયાં !!! સ્થાનીય વિજ્ઞાપનમાં અખબારો એ " એન અનવેલકમ વિઝીટર " કહીને એમની મજાક ઉડાવી .૧૮૯૩ માં પ્રિટોરીયામાં રેલ યાત્રા દરમિયાન મહાત્મા ગાંધીના જીવનમાં એક મહત્વપૂર્ણ વળાંક આવ્યો . જ્યાં એક શ્વેત માણસે એમનાં રેલ્વેમાં પ્રથમ શ્રેણીના ડબ્બામાં બેસવાનો વિરોધ કર્યો . જયારે એમની પાસે તો એ વર્ગની ટીકીટ પણ હતી !!!! રેલવેના એ ડબ્બામાંથી ઉતરવાનો ગાંધીજીએ ઈન્કાર કરી દીધો , પણ મહાત્મા ગાંધીને બળપૂર્વક સ્ટેશન પર ઉતારી મુકાયા અને એમનો સામાન સ્ટેશન પર ફેંકી દીધો !!!
સવિનય અવજ્ઞાના આ કૃત્યનેને જોઇને એમની ઊંઘ ઉડી ગઈ અને મહાત્મા ગાંધીએ રંગભેદની આ નીતિની વિરુદ્ધ અવાજ ઉઠાવવાનું નક્કી કર્યું . બસ એ રાત પછીથી એક નાના શર્મિલા માણસે જનતાના અધિકારો વિરુદ્ધ વિશાલ બળ લગાવવાનું નક્કી કરી લીધું !!!! ગાંધીજીએ ૧૮૯૪ માં રંગભેદની નીતિ વિરુદ્ધ લડવા માટે સાઉથ આફ્રિકામાં પ્રવાસી ભારતીય ઇન્ડિયન કોંગ્રેસની સ્થાપના કરી . મહાત્મા ગાંધીએ પોતાના એક વર્ષના અનુબંધને તોડીને ભારત પાછાં આવવાનું નક્કી કર્યું . અપ્રવાસી ભારતીયોએ ગાંધીને ત્યાં જ રહીને કાનુનની વિરુદ્ધ લડવાનું કહ્યું . જોકે મહાત્મા ગાંધી કાનૂન ના તોડી શકે એટલાં માટે એમણે આ અન્યાયનું ધ્યાન આંતરરાષ્ટ્રીય સમુદાય તરફ દોર્યું !!!!
૧૮૯૬ ના અંત અને ૧૮૯૭ ના પ્રારંભમાં ભારતમાં નાની મોટી યાત્રાઓ કર્યા બાદ , મહાત્મા ગાંધી પોતાની પત્ની અને બે બાળકો સાથે પાછાં સાઉથ આફ્રિકા આવતાં રહ્યાં !!! સાઉથ આફ્રિકામાં રહીને કસ્તુરબા ગાંધીએ ૨ વધારે બાળકોને જન્મ આપ્યો . મહાત્મા ગાંધીએ પોતાની કાનૂની તૈયારી ચાલુ રાખી અને મહાત્મા ગાંધીએ દક્ષિણ આફ્રિકાના કિસાનોની લડાઈ પ્રારંભ કરી . એમણે ૧૧oo સ્વયંસેવકોને એકઠાં કરીને અંગ્રેજો વિરુધ અવાજ ઉઠાવી મહાત્મા ગાંધીએ કહ્યું કે —– જો ભારતીયોને બ્રિટીશ રાજમાં નાગરિકતાની અપેક્ષા રાખવી પડતી હોય તો અંગ્રેજોએ પણ એમનું દાયિત્વ સમજવું જોઈએ .... !!! ”
શૈક્ષણિક "Whatsapp"ગ્રુપ મા જોડાવવા
સાઉથ આફ્રિકા સત્યાગ્રહ આંદોલન
ગાંધીએ સાઉથ આફ્રિકામાં રહીને વિશ્વધર્મોનું અધ્યયન કર્યું . મહાત્મા ગાંધીએ અહીં રહીને લખ્યું કે – “ ધાર્મિક ભાવના મને જીવવાનું સાહસ પૂરું પાડે છે .... " મહત્મા ગાંધી હિંદુ ધાર્મિક ગ્રંથોમાં તલ્લીન થઈ ગયાં અને એમણે એક સાધારણ જીવન જીવવાનું નક્કી કર્યું . ૧૯૦૬ માં ગાંધીએ સાઉથ આફ્રિકામાં એમણે પોતાનું પહેલું નાગરિક અવજ્ઞા અભિયાન ચલાવ્યું જેને સત્યાગ્રહ કહેવાય છે આના જવાબમાં સરકારે ભારતીયોનાં અધિકારોમાં નવી બંદિશો લગાવી દીધી જેમાં હિંદુ વિવાહને માન્યતા નહોતી આપવામાં આવી !!! કેટલાંક વર્ષો સુધી વિદ્રોહ કર્યા પછી સરકારે ૧૯૧૩ માં ગાંધીજી સહિત ઘણાં ભારતીયોને જેલમાં નાંખી દીધાં !!!!
સાઉથ આફ્રિકન સરકારના દબાવમાં આવીને ગાંધીજી અને જનરલ જન ક્રિશ્ચિયન સ્મટ વચ્ચે વાતચીતનો એક મુસદ્દો તૈયાર કરવામાં આવ્યોહજેમાં હિંદુવિવાહ ને માન્યતા અને બાતીયો માટે સર્વેક્ષણ કરીને ઉમૂલનની વાત કરાઈહગાંધીજી ૧૯૧૪ માં સાઉથ આફ્રિકાથી ભારત પરત ફર્યા . આના પછી કેટલાંક મહિનાઓ સુધી પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન લંડનમાં રહ્યાં અને ૧૯૧૫ માં ભારત પાછા ફર્યા !!! એ સમયે ભારત અંગ્રેજોની ગુલામીમાં હતું અને એમને દરેક જાતિઓ માટે અમદાવાદમાં એક આશ્રમ ખોલ્યો !!!! સાધારણ પોતડી પહેરીને અને શાલ ઓઢીને ગાંધીજીએ ઈશ્વરની આરાધના , વ્રત ઉપવાસ અને યોગ કરીને એમણે સાદું જીવન જીવવાનું શરુ કરી દીધું !!! પોતાનાં આ સાધારણ આચાર - વિચારને કારણે એમને “ મહાત્મા ” નું બિરુદ મળ્યું જેનો અર્થ મહાન આત્મા એવો થાય છે !!!
ધોરણ 1 પ્રજ્ઞા ડેઇલી ટેસ્ટ માટે અહીં ક્લિક કરો
ધોરણ 2 પ્રજ્ઞા ડેઇલી ટેસ્ટ માટે અહીં ક્લિક કરો
અસહયોગ આંદોલન —-
૧૯૧૯ માં ગાંધીજીમાં ફરીથી રાજનીતિક જાગરૂકતા જાગી . જયારે બ્રિટીશ સરકારે રોલેટ એક્ટ અધિનિયમ જારી કર્યો . જેનાથી કોઈપણ વ્યક્તિને શકના આધારે વિના જાંચ -તપાસ કર્યું જેલમાં મોકલી શકાય એમ હતું !!!! આના વિરોધમાં મહાત્મા ગાંધીએ શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરીને હડતાલો પાડીને સત્યાગ્રહ આંદોલન ચલાવ્યું !!!!
એમનાં આ સત્યાગ્રહ અંદોલન દરમિયાન હિંસા ભડકી ઉઠી . જયારે ૧૩ એપ્રિલ ૧૯૧૯ માં અમૃતસરના જલિયાવાલાબાગમાં એક જાહેર સભા ભરાઈ હતી અને અંગ્રેજ બ્રિગેડીયર જનરલ ડાયરે વિના કોઈ સુચના આપ્ટે ત્યાં જમા થયેલી ભીડ પર અંધાધુંધ ગોળીયો વરસાવવી શરુ કરી જેમાં લગભગ ૪૦o લોકો માર્યા ગયાં ...... બ્રિટીશ સરકારની અવમાનના કરતાં ગાંધીજીએ સાઉથ આફ્રિકામાં એમને મળેલાં બધાં જ સૈન્ય સેવાઓમાં મળેલાં મેડલો પાછાં આપી દીધાં !!! અને ભારતીયોનો પ્રથમ વિશ્વયુદ્ધમાં અંગ્રેજ સેના તરફથી લડવાનો વિદ્રોહ કર્યો !!
સ્વરાજ આંદોલનમાં ગાંધીજી એક મુખ્ય ચહેરો બની ગયાં . મોટા પાયા પર બહિષ્કારનું આવાહન કરવાને લીધે એમણે રાજકીય અધિકારીઓ ને નોકરી છોડવાં , છાત્રોને રાક્લીય પાઠશાળાઓમાં જવાની મનાઈ કરીને સૈનિકોને પોતાનો હોદ્દો છોડવાનું રોકાવાનું કહીને નાગરિકોને કરી આપવાનો ઇન્કાર કરવાનું કહીને અને અંગ્રેજી વસ્તુઓને ખરીદવાની મનાઈ ફરમાવીને બ્રિટિશ નિર્મિત કપડાંઓ ખરીદવાની જગ્યાએ એમણે ચરખા દ્વારા બનેલો ખાદીના કપડાં બનાવવાના શરુ કર્યા !! અને બહુ જ જલ્દીથી ચરખો ભારતીય સ્વતંત્રતા અને આત્મનિર્ભરતાનો પ્રતિક બની ગયો !!
ગાંધીજીએ “ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસનું નેતૃત્વ કર્યું અને સ્વરાજ પ્રાપ્ત કરવાં માટે અહિંસા અને અશયોગના સિધ્ધાંતને અપનાવવાની વકીલાત કરી !!!!
૧૯૨૨ માં ગાંધીજીને અંગ્રેજોનાં રાજદ્રોહનાં ત્રણ મામલાઓમાં દોષી ઠર્યા એટલે એમને ગિરનાર કરવામાં આવ્યાં . ૬ વર્ષની સજા સંભળાવીને એના પછી ફેબ્રુઆરી ૧૯૨૪ માં સર્જરી પછી એમને રિણા કરવામાં આવ્યાં ....... રિહાઈ પછી મહાત્મા ગાંધીએ મહેસૂસ કર્યું કે જેલમાં રહેતાં ભારતના હિંદુઓ અને મુસ્લિમોમાં એકતા ઓછી થઇ રહી છે અને જયારે આ બે સમુદાયો વચ્ચે હિંસા ભડકી ઉઠી તો એમણે એકતાના અંગ્રહ કરવાં માટે ૧૯૨૪ માં ત્રણ સપ્તાહના ઉપવાસ કર્યા છે !
મીઠાનો સત્યાગ્રહ ——-
૧૯૨૦ ના અંતમાં રાજનીતિમાં દૂર રહ્યાં પછી ૧૯૩૦ માં મહાત્મા ગાંધીએ ફરીથી અંગ્રેજોના મીઠાના અધિનિયમો વિરુદ્ધ વિદ્રોહ કર્યો ... જેમાં ભારતીયોને મીઠું એકઠું કરવાં અને વેચવાની મનાઈ હતી !!!! પરંતુ મીઠા પર લાગેલાં કરોને કારણે ભારતની ગરીબ પ્રજા બહુજ પ્રભાવિત થઈ . મહાત્મા ગાંધીએ એ એક નવાં સત્યાગ્રહ નાડોલનની એક યોજના બનાવી . જેમાં આરબી સમુદ્રના તટ સુધી ૩૯૦ કિલોમીટરની યાત્રા કરીને અંગ્રેજ સરકારની મનમાનીના વિરોધમાં મીઠું ઉત્પાદન કરવાનો નિર્ણય લીધો !!! જે ભારતના ઇતિહાસમાં “ દાંડી કૂચ ” નામે પ્રસિદ્ધ થયો !!!
દાંડીયાત્રાના એક દિવસ પહેલાં મહત્મા ગાંધીએ બ્રિટીશ વાઈસરોય લોર્ડ ઈરવિનને એક પત્ર લખ્યો જેમાં એમણે લખ્યું કે –– " મારો ઉદ્દેશ અહિંસાથી ના કેવળ અંગ્રેજોને બદલવાનો છે પણ એમને એ પણ બતાવવાનો છે એમણે ભારત સાથે કેટલું ખોટું કર્યું છે ....... !! " હાથથી ગુંથેલી , શાલ ઓઢીને અને હાથમાં લાકડી લઈને ૧૨ માર્ચ ૧૯૩૦ ના રોજ ગાંધીજી કેટલાંક ડઝન અનુયાયીઓની સાથે પોતાના ધાર્મિક સ્થાન સાબરમતીથી રવાના થયાં . સમયની સાથે આ રસ્તામાં એમની આ યાત્રમાં ઘણાં બધાં પ્રદર્શનકારીઓ જોડાતાં ગયાં અને ૨૪ દિવસ પછી તેઓ દાંડીના કિનારે પહોંચ્યા !!! જ્યાં મહાત્મા ગાંધીએ મીઠાના કાનુનને તોડીને સમુદ્રના પાનથી મીઠું બનાવ્યું !!!
દાંડીયાત્રાથી આ રીતે વિરીધ અને પ્રદર્શનનો ઉદય થયો અને આખા દેશમાં બહુજ મોટા પાયે સવિનય અવજ્ઞા નું આંદોલન શરુ થઈ ગયું.જેણે સવિનય કાનુનભંગ અંદોલન કહેવામાં આવે છે . મીઠાનો કાયદો તોડવા માટે મે ૧૯30 માં ગાંધીજી સહિત લગભગ 30,000 ભારતીયોને જેલમાં નાંખી દીધાં હતાં . મીઠાના કાયદાના વિરોધમાં ચાલી રહેલાં વિદ્રોહોને ગાંધીજીએ સમગ્ર વિશ્વમાં એક ઉત્કૃષ્ટ છબી ઉપસાવી !!! અને ૧૯૩૮ માં મહત્મા ગાંધીને ટાઈમ મેગેઝીનમાં " મેન ઓફ ધ યર " નો ખિતાબ આપવામાં આવ્યો !!!
ગોળમેજી પરિષદ ---
જાન્યુઆરી ૧૯૩૧ માં ગાંધીજીને જેલમાંથી રિક્ષા કરવામાં આવ્યાં અને એનાં બે મહિના પછી એમણે લોર્ડ ઈરવિન સાથે સમજતા કર્યો કે જેમાં એમણે મીઠાના સત્યાગ્રહ ખતમ કરવા બદલ હજારો રાજનૈતિક કેદીઓને છોડવાની શર્તરાખી હતી !!!! આ સમજતાનો મીઠાના અધિનિયમ પર બહુજ ઊંડો પ્રભાવ પડયો !! અને સમુદ્ર તટ પર રહેવાંવાળાંએ મીઠું બનાવવાનો અધિકાર માની લીધો !!! આ સમજતા ને માઈલ સ્ટોન માનીને ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના એકમાત્ર પ્રતિનિધિ બનીને મહત્મા ગાંધીએ ઓગષ્ટ ૧૯૩૧ માં બહતીય સંવૈધાનિક સુધારો કરવા માટે ગોળમેજી પરિષદમાં ભાગ લીધો જો કે આ પરિષદ નિરર્થક નીવડી હતી !!!!
ગાંધીજીએ ભારત પાછા ફરીને નવા વાઈસરોય લોડ વિલીગટન દ્વારા કારવાઈની માંગ પૂરી નાં કરવાનાં વિરોધમાં જાન્યુઆરી ૧૯૩૨ માં પોતે જાતેજ જેલમાં જવાનો રસ્તો પસંદ કર્યો . આ જ વર્ષમાં એમણે જાતિપ્રથા માં અછૂતોને એક અલગ નિર્વાચન ક્ષેત્ર આનંટિલ કરનાર અંગ્રેજોની વિરુદ્ધ ૬ દિવસના ઉપવાસ કર્યા . જનતાની હાહાકારે અંગ્રેજોને આ પ્રસ્તાવ માનવા પર દબાવ નાંખ્યો . અંતમાં ગાંધીજીને જેલમાંથી રિહા કાર્ય પછી ગાંધીજીએ ૧૯૩૪ માં ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ છોડી દીધી હતી ....... અને એનું નેતૃત્વ જવાહરલાલ નહેરુને સોંપી દીધું હતું !!!! એકવાર ફરીથી એમણે રાજનીતિથી દૂર રહીને શિક્ષા , ગરીબી અને ગ્રામીણ ક્ષેત્રોની સમસ્યામાં પોતાનું ધ્યાન લગાવવાનું શરુ કર્યું !!!!
ભારત છોડો આંદોલન ----
૧૯૪૨ માં જયારે ગ્રેટ બ્રિટન દ્વિતીય વિશ્વયુદ્ધથી ઘેરાયેલું હતું અને અહીંયા ગાંધીજીએ “ ભારત છોડો અંદોલન " શરુ કરી દીધું હતું !!! જેમાં એમણે અંગ્રેજોને દેશમાંથી ચાલ્યા જવાનું કહ્યું હતું » ઓગષ્ટ ૧૯૪ર માં અંગ્રેજોએ ગાંધીજી , એમની પત્ની અને ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના નેતાઓને ગિરફ્તાર કરીને વર્તમાન પુણેમાં સ્થિત આગાખાન પેલેસની જેલમાં પૂરી દીધાં !! પરંતુ માહમાં ગાંધીના બગડતાં સ્વાથ્યને ધ્યાનમાં રાખીને એમની સજા પર રોક લગાવીને એમને જેલમાંથી રિહા કરી દીધાં પરંતુ એ પહેલાજ એમનાં પતી કસ્તુરબાનું ૭૪ વર્ષે પહેલી ફેબ્રુઆરી ૧૯૪૪ માં ત્યાજ મૃત્યુ થઇ ગયું !!
STD 8 JNV PRAVESH APLLY START NOW
ભારતનું વિભાજન અને સ્વતંત્રતા
૧૯૪પ માં લેબર પાર્ટીએ બ્રિટીશ આમ ચુનાવમાં ચર્ચિલના રૂઢીવાદી નેતાઓને હરાવી દીધાં . હવે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ અને મુસ્લિમ લીગ ના મોહંમદ અલી જિન્નાહએ ભારતની સ્વતંત્રતા માટે વાતચીત શરુ કરી દીધી હતી !! આ વાતચીતમાં મહાત્મા ગાંધીએ મુખ્ય ભૂમિકા ભજવી હતી . પરતું તેઓ એકીકૃત ભારતનાં સ્વમાને પૂરું ના કરી શકયાં !! અંતિમ યોજના અનુસાર ધાર્મિક રેખાઓ થી ભારત બે દેશોમાં વિભાજિત થઈ ગયું !!! જેમાં હિંદુ ભારતમાં અને મુસ્લિમ પાર્કિસ્તાનમાં રહેવાં ચાલ્યાં ગયાં !!!!
૧૫ ઓગષ્ટ ૧૯૪૭ પહેલાં જ ભારતમાં હિંદુ - મુસ્લિમ કોમી રમખાણો ભડકી ઉઠયાં હતાં . આ બધી હત્યાને થતી જોઈને મહાત્મા ગાંધી એ દંગાપીડિત ક્ષેત્રોનું નિરક્ષણ કર્યું અને લોકોને અમન અને શાંતિ પૂર્વક રહેવાની અપીલ કરી . આ મહા રક્તપાત રોકવા માટે એમણે કેટલીય વાર ઉપવાસ કર્યા કેટલાંક હિન્દુઓએ એમને મુસ્લિમો પ્રતિ સહાનુભુતિ બતાવવા માટે એમને દેશદ્રોહીં ઠહેરાવવાની પણ કોશિશ કરી !!!
શૈક્ષણિક "Whatsapp"ગ્રુપ મા જોડાવવા
મહાત્મા ગાંધીની હત્યા
30 જાન્યુઆરી ૧૯૪૮ ની બપોરે લગાતાર ભૂખ હડતાલોથી થાકેલાં ૭૮ વર્ષીય મહાત્મા ગાંધી . પોતાની બે ભત્રીજીઓની સાથે નવી દિલ્હીનાં બિરલા હાઉસમાં પ્રાર્થના સભા માટે જવા રવાના થયાં ... હિંદુ ઉગ્રવાદી નાથુરામ ગોડસેએ મુસ્લિમો પ્રત્યે સહિષ્ણુતાથી નારાજ થઈને પોતાના ઘૂંટણભેર ચાલીને બેસીને એક પીસ્તોલ નીકાળી અને બિલકુલ નજીકથી ત્રણવાર ગોળીયો ચલાવી ગાંધીજી ” હે રામ .... ” બોલીને ત્યાં ને ત્યાં જ ઢળી પડયાં એજ ક્ષણે પ્રાણ પંખી ઉડી ગયું !! એક ઉગ્રવાદી વિચારસરણીવાળાં માણસે શાંતિવાદી માણસની જાન લઈ લીધી !!! જેમને જીવનપર્યત અહિંસાનો જ પાઠ ભણાવ્યો હતો દેશને નહિ પણ સમગ્ર વિશ્વને !!!!
આ ઘટનાથી આખું ભારત જ નહિ પણ સમગ્ર વિશ્વ સ્તબ્ધ થઈ ગયું હતું ! સરદાર વલભભાઈ પટેલ રાજીનામું આપવા તૈયાર થઇગયાં હતાં
"હું ભારતનો ગૃહમંત્રી હોવાં છતાં મને મારી ગુપ્તચર સંસ્થાઓએ આ ખબર કેમ નાં આપી !!! ”
નહેરુ તો સ્વીકારી જ લેવાનાં હતાં પણ લોર્ડ માઉન્ટબેટને તેમણે તેમ કરતાં રોકયાં હતાં .... તો નહેરુ ચાચા પણ બાયો ચડાવીને આ ઉગ્રવાદીની સામે લડવા તૈયાર થઈ ગયાં હતાં !!!!
આમ પણ દુનિયા ખામોશ ના રહી દુનીયાના શક્તિશાળી દેશના રાષ્ટ્રપ્રમુખ અને દ્વિતીય વિશ્વયુદ્ધનું મહાસંચાલન કરનાર ડવાઈટ અઈઝાન હોવરે ગાંધીજીને અંજલી આપતાં કહ્યું હતું કે મારો આદર્શ નેતા ને મિત્ર ગુમાવ્યાં છે . આવો નેતા વિશ્વમાં ફરીથી કયારેય નહિ થાય ... … ...... હે ઈશ્વર ભારતને આ આઘાતમાંથી જલ્દીથી બહાર કાઢજો !!! ” હેટ્સ ઓફ ડવાઈટ અઈઝાન હોવર !!!! અરે એટલુંજ નહિ સર વિન્સ્ટન ચર્ચિલ ખુબ જ રડ્યાં હતાં લોર્ડ માઉન્ટબેટનને તો કેટલાય દિવસ સુધી ખાવાનું પણ ગળે નહોતું ઉતરતું !!! ખેર ... ગોડસે અને એનાં સહયોગીઓ ને નવેમ્બર ૧૯૪૯ માં ફાંસી પર લટકાવી દીધાં અને અતિરિક્ત સાજીશકર્તાઓ ને ઉમ્રકેદની સજા ફરમાવવામાં આવી !!!!
મહાત્મા ગાંધીના મૃત્યુ પછી પણ સમગ્ર વિશ્વમાં એમનો અહિંસાનો માર્ગ ઘણા બધા લોકોએ અપનાવ્યો અને એનું અનુસરણ કર્યું !!!! આખા વિશ્વમાં સત્યાગ્રહ આજ સુધીનું સૌથી વધુ શક્તિશાળી પ્રદર્શન રહ્યું અને ગાંધીજીના માનવાધિકારના સિદ્ધાંતોને સમગ્ર સંસારે લાગુ પાડયો છે . જેમાં અમેરિકાના માર્ટીન લ્યુથરના નાગરિક અધિકાર અને સાઉથ આફ્રિકામાં નેલ્સન મંડેલાનું નામ આવે છે !!!!
બાપુની અંતિમ યાત્રા અને અસ્થિઓ
ગાંધીજીના મૌત પર સમગ્ર દેશે શોક વ્યક્ત કર્યો !!! મહાત્મા ગાંધીની શબયાત્રમાં ૨૦ લાખ લોકો પમાઈલ સુધી ચાલતાં રહ્યાં અને રાજઘાટ પહોંચતા સુધી તો પ કલાક લાગ્યાં . જ્યાં એમની હત્યા થઈ હતી !!!
ગાંધીજીના શરીરને એક વાહન પર લઈજવામાં આવ્યાં હતાં . આ વાહનનો ઢાંચો રાતોરાત બદલી નાંખવામાં આવ્યો હતો . જેમાં એક ઉંચો માળ બનવવામાં આવ્યો હતો જેનાથી લોકો એમનાં અંતિમ દર્શન કરી શકે.આને ચલાવવા માટે એજીનનો ઉપયોગ નહોતો કરવામાં આવ્યો એની જગ્યાએ ૫૦ લોકો એને દોરડા વડે આવાહનને ખેંચતા હતાં . આ દિવસે એમનાં શોકમાં બધાજ રાજકીય પ્રતિષ્ઠાનો બંધ રહ્યાં હતાં !!!!
સરકારે એ વિશ્વાસ જતાવ્યો કે દોષીદળ મુસ્લિમ નહોતાં . કોંગ્રેસે દાહ સંસ્કાર પછી ૨ સપ્તાહ સુધી સ્થિતિને સંભાળી લીધી હતી જેથી કોઈ દંગા – ફસાદ ના થાય . સરકારના આ ફેંસલાથી હિન્દુઓના દિલમાંથી શીકનો બોજ ઉઠી ગયો અને કોંગ્રેસ પાર્ટીની અહમિયત વધી ગઈ . સરકાર આ પછી RSS અને મુસ્લિમ નેશનલ ગાર્ડના ૨ લાખ લોકોની ગિરફ્તારી કરી .
હિંદુ પ્રથા અનુસાર ગાંધીજીની અસ્થિઓ નદીમાં વહાવી દીધી . એમની અસ્થિઓને કળશમાં ભરીને દેશભરનાં અલગ અલગ સ્મારકોમાં મોકલવામાં આવી !!!! સૌથી વધારે અલ્હાબાદના સંગમ સ્થાનમાં પ્રવાહિત કરવામાં આવી .
મહાત્મા ગાંધીજીના અગિયાર જીવન મંત્રો
ગાંધીજીની રાષ્ટ્રવ્યાપી ચેતનાએ માત્ર ગુજરાતી સાહિત્યને નહીં પરંતુ ભારતનાં અન્ય ભાષાસાહિત્યોને પણ અનુપ્રાણિત કરેલાં છે . એમના વ્યક્તિત્વની અને એમની વિચારધારાની બળવાન અસર હેઠળ અનેક ભાષાઓમાં ગાંધીવાદી સાહિત્યે જન્મ લીધો છે . ગુજરાતી સાહિત્યમાં તો પંડિતયુગનાં ભારઝલ્લાં સાહિત્યમૂલ્યોને અતિક્રમી સાદગી અને સરલતાનાં આમમૂલ્યોને ઝીલનારા ગાંધીપ્રભાવિત સાહિત્યુગને‘ગાંધીયુગ ' નામ અપાયું છે , તેમ જ ગાંધીચિંતન અને ગાંધીશૈલીનો પુરસ્કાર થયો છે ,
એમનું સાહિત્ય હેતુલક્ષિતા અને લોકહિતની ભાવનાથી પ્રેરિત છે , એમનાં લખાણો મુખ્યત્વે લોકશિક્ષણ અને લોકજાગૃતિ અર્થે હતાં . એમાં અસાધારણ માનવભાવ અને ઉગ્ર આચારનો સંસ્કાર છે . અનેક સામયિકો દ્વારા તેમણે સામાજિક , રાજકીય , નૈતિક , સાંસ્કૃતિક , ધાર્મિક , આર્થિક , કેળવણી તેમ જ આરોગ્યવિષયક પ્રશ્નો અંગે પ્રજા સાથે જીવંત સંપર્ક સાધેલો , સત્ય અને અહિંસા એમના જીવનનાં તેમ એમના સાહિત્યનાં ચાલકબળ રહ્યાં છે . એમની મિતાક્ષરતા નોંધપાત્ર છે , પ્રજાના હૃદય સુધી પહોંચનારી એમની ગદ્યશૈલી સરલ પ્રૌઢિનો અને સ્પષ્ટવાહકતાનો અંગીકાર કરીને ચાલે છે . એમણે ગુજરાતી ગદ્યને નવું ચેતન , નવી દિશા આપ્યાં છે .
શૈક્ષણિક "Whatsapp"ગ્રુપ મા જોડાવવા
એમનું પુસ્તક ‘ સત્યના પ્રયોગો અથવા આત્મકથા ' ( ૧૯૨૭ ) ગુજરાતી સાહિત્યને જ નહીં , વિશ્વ સાહિત્યને પણ મહત્ત્વનું પ્રદાન છે . પ 0 ર પૃષ્ઠોમાં વિસ્તરેલી અને બે ભાગમાં વહેંચાયેલી આ આત્મકથામાં ૧૮૬૯ થી ૧૯ ર ૦ દરમિયાનની લેખકનાં જન્મ , બચપણ , બાળવિવાહથી આરંભી નાગપુર સત્યાગ્રહ સુધીની ઘટનાઓ સમાવેશ પામેલી છે . નિર્દભ રજૂઆત , નિભીક કબૂલાત અને નિર્દય આત્મનિરીક્ષણનો નમૂનો બનતી આ કથાની ભીતરમાં વિચાર અને આચારને એક કરવાના મુકાબલાની સંઘર્ષકથા વહે છે , નિખાલસતા સાથે સત્યની ખેવના કરવાનું સાહસ આમ તો દુષ્કર છે , એને અહીં લેખકે બહુધા સિદ્ધ કરી બતાવ્યું છે . પોતાની સારી કે નરસી બાજુઓને રજૂ કરતા પ્રસંગોનાં નિરુપણોમાં આથી આપમેળે સંયમ અને વિવેક જળવાયેલા જોઈ શકાય છે . અહીં અનલંકૃત ભાષાનો વાગ્મિતા વગરનો વ્યાપાર એની સાદગીના આકર્ષણે સજીવ છે . ટૂંકમાં , નિરભિમાની મશોધકની આ કથા વિશ્વની આત્મકથાઓમાં નોખી છે .
‘ દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ ' ( ૧૯૨૫ ) માં ફક્ત હકીકતોની સાદીસીધી નોંધ નથી પરંતુ એમાં એમના દક્ષિણ આફ્રિકાના વસવાટ દરમિયાન જે કીમતી અનુભવ થયેલા ઐનું પાત્રો , સંવાદો , ટીકાટિપ્પણ દ્વારા રસપ્રદ નિરૂપણ છે . એમનું જીવનધડતર , સત્યાગ્રહી જડેલ પ્રયોગ , રંગદ્વેષ સામેનો એમનો સંઘર્ષ , ત્યાંની ભૂગોળ - બધું એમને હાથે રોચક બનીને ઊતર્યું છે . એમણે દક્ષિણ આફ્રિકાનો ઈતિહાસ કેવી રીતે ઘડયો એનું અહીં તટસ્થ નિરુપણ છે ,
‘ હિંદ સ્વરાજ ' ( ૧૯૨૨ માં એમણે હિંદના સ્વરાજ અંગેની પોતાની કલ્પના રજૂ કરી છે , અને એનાં તમામ પાસાંઓની વિચારણા કરી છે . વિદેશી શાસનને દૂર કરી દેશને મુક્ત કરી , સ્વરાજ લાવી શકાય તો એ કેવું હોવું જોઈએ એનો એમાં એક દેશભક્ત નાયકે દીધેલો ચિતાર છે . લેખકનું ક્રાંતિકારી તત્ત્વજ્ઞાન અહીં બળકટ શૈલીમાં પ્રગટ થયું છે . પુસ્તક વાચક અને લેખકના કલ્પિત સંવાદરૂપે લખાયેલું છે ,
" મંગલપ્રભાત ' ( ૧૯૩૮ ) માં એમણે આશ્રમવાસીઓ માટેનાં વ્રતો પર યરવડા જેલમાંથી ભાષ્ય કરેલાં એનો સંચય છે . દર મંગળવારની પ્રાર્થના માટે અને મંગલભાવના માટે લખાયેલાં આ લખાણોમાં સાદગીયુક્ત સૂત્રશૈલી છે . આધ્યાત્મિક અને નૈતિક જીવનનાં કેટલાંક સૂત્રોનું એમાં વિવરણે છે ,
» ‘ સત્યાગ્રહનો ઈતિહાસ ’ ૧૯૩ માં અધૂરો છોડેલો તેનું પ્રકાશન ૧૯૪૮ માં થયું છે . આ ઈતિહાસ કટકે કટકે લખાયેલો ને અધૂરો છે , એમાં સંસ્થાનો વિકાસ - આલેખ આપવાનો પ્રયત્ન છે , સાથે સાથે સત્ય , પ્રાર્થના , અહિંસા , બ્રહ્મચર્ય , અપરિગ્રહ , શારીરિકશ્રમ , સ્વદેશી , અસ્પૃશ્યતા , ખેતી , ગૌસેવા , કેળવણી , સત્યાગ્રહ ઇત્યાદિ એમના મહત્વના સિદ્ધાંતોની આચારસિદ્ધિનો મૂલ્યાંકનઆલેખ આપવાનો પણ પ્રયન છે .
આ ઉપરાંત ' મારો જેલનો અનુભવ ' ( ૧૯૨૧ ) , ‘ સર્વોદય ' ( ૧૯૨૨ ) , યરવડાના અનુભવ ' ( ૧૯૨૫ ) , ‘ નીતિનાશને માર્ગે ' ( ૧૯૨૭ ) , ‘ ગીતાબોધ ' ( ૧૯૩0 ] , ' અનાસકિતયોગ ' ( ૧૯૩૦ ) , ‘ આરોગ્યની ચાવી ’ ( ૧૯૩૨ ) , ગોસેવા ' ( ૧૯૩૪ ) , વર્ણવ્યવસ્થા ' ( ૧૯૩૪ ) , ' ધર્મમંથન ' ( ૧૯૩૫ ) , ‘ વ્યાપક ધર્મભાવના ( ૧૯૩૭ ) , ‘ ખરી કેળવણી ' ( ૧૯૩૮ ) , કેળવણીનો કોયડો ' ( ૧૯૩૮ ) , ત્યાગમૂર્તિ અને બીજા લેખો ' ( ચૌ.આ .૧૯૩૮ ) વગેરે એમના અનેક પુસ્તકો છે .
એમના લખાણો , ભાષણો , પત્રો વગેરેનો સંગ્રહ'ગાંધીજીનો અક્ષરદેહ ' પુસ્તક ૧ થી ૯૦ માં કરવાનો પ્રયત ચાલુ છે .
૭૨ જેટલાં ગ્રંથો આ ગાળામાં બહાર આવી ગયા છે . આ ગ્રંથમાળામાં એમની વિચારસૃષ્ટિનો બૃહદ પરિચય સમાયેલો છે . ' પાયાની કેળવણી ' ( ૧૯૫૦ ) , સંયમ અને સંતતિનિયમન ' ( ૧૯૫૯ ) , ‘ સર્વોદયદર્શન ’ ( ૧૯૬૪ ) વગેરે એમનાં લખાણોનાં અનેક મરણોત્તર પ્રકાશનો થયાં છે .
સત્યના પ્રયોગો અથવા આત્મકથા - ભાગ .૧ , ૨ ( ૧૯૨૭ , ૧૯૨૯ ) : ગાંધીજીની આત્મકથા . મૂળે ર૯-૧૧-૧૯૨૫ થી ૩-૨-૧૯૨૯ દરમિયાન‘નવજીવન ’ માં હપતે હપતે છપાયેલી આ આત્મકથામાં લેખકનું જીવન ઓતપ્રોત હોવા છતાં સત્યના પ્રયોગો જ બહાર તરી આવ્યા છે . રાજ્યપ્રકરણી ક્ષેત્રની નહીં , પણ અધ્યાત્મ ક્ષેત્રના આ પ્રયોગોની પાછળ નમ્રતાની વૃદ્ધિ અને આત્મદર્શન એવા બે મુખ્ય હેતુ રહ્યા છે , તેથી કથા તટસ્થભાવે નિરભિમાનપણે લખાયેલી છે , એમાં સિદ્ધાંતોનું વર્ણન નથી , પરંતુ સિદ્ધાંતો પર રચાયેલા કાર્યોનો ઈતિહાસ છે . મુખ્ય સિદ્ધાંત છે સત્યનો . લેખકને મન સત્ય સર્વોપરી છે . એમાં જ સત્યથી ભિન્ન મનાતા અહિંસા , બ્રહાચર્ય ઈત્યાદિ નિયમોના પ્રયોગો પણ આવી જાય છે . આથી , સત્ય જ છે અને એ સિવાય બીજું કઈ આ જગતમાં નથી એવા દિનપ્રતિદિન વધતા જતા વિશ્વાસની આ વિકાસકથા બની છે . લેખકે કહેવા યોગ્ય એક પણ વાત છુપાવી નથી અને પોતાના દોષોનું ભાન વાંચનારને પૂરેપૂરું થાય તે પ્રમાણે નિભીકપણે નિરૂપણ છે . આમનિરીક્ષણ ને આભપરીક્ષણની બેવડી ધારે ચાલતું નિરૂપણ , નિવર્યાજ સરલતાને સહદયતાથી ઊઘડતી જતી વાત , પ્રસંગે પ્રસંગે વણાટમાં સત્યસૂત્રનો પ્રભાવ , પ્રકરણે પ્રકરણનું વિશ્લેષણ કલેવર , વિનોદ અને નર્મવૃત્તિનો વિવેકપુર સર વિનિયોગ , માર્મિક અનુભવસારને ઉપસાવતી દ્રષ્ટિ , સુરુચિની સીમાને ક્યારેય ન અતિક્રમતી અભિવ્યક્તિ - આ બધાંથી શ્રેષ્ઠ આત્મકથાનો આદર્શ અહીં સ્થાપિત થયો છે . ભારતની જ નહીં , જગતભરની ઉત્તમ આત્મકથાઓમાં આ આત્મકથાનું મોખરે સ્થાન છે .
દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઈતિહાસ ( ત્રીજી સુધારેલી આવૃત્તિ , બંને ભાગ એકત્રિત , ૧૯૫૦ ) : પોતાની આત્મકથાની જેમ ગાંધીજીએ મૂળ ગુજરાતીમાં લખેલો આ ગ્રંથ સાહિત્યદ્રષ્ટિએ તેમજ ઈતિહાસની દ્રષ્ટિએ મહત્ત્વનો છે . ગાંધીજીના પ્રારંભિક જીવનનો ઘડતરકાળ અને સત્યાગ્રહની એમની શોધ અંગેની મથામણ એમાં આલેખાયેલાં છે . ભારતીય સ્વતંત્રતા આંદોલનની પૂર્વભૂમિકા અહીં પડેલી છે . આફ્રિકામાં વસતા ભારતીયોને અંગ્રેજોના અત્યાચારમાંથી મુક્ત કરવા ગાંધીજીએ કરેલા પુરુષાર્થનું એમાં નિરૂપણ છે . ગાંધીજીની મક્કમતા , સત્યાગ્રહનું એમનું અનેરું શસ્ત્ર , સત્ય - અહિંસા વગેરેનાં પરિણામો – આ બધું અહીં મૌજૂદ છે .
મંગળપ્રભાત ( ૧૯૧૧ ) : મોહનદાસ કરમચંદ ગાંધીએ યરવડા જેલમાંથી ૧૯૩૦ માં દર અઠવાડિયે આશ્રમવાસીઓ માટે મોકલેલા પ્રવચનલેખોનો સંગ્રહ , આ લેખોમાં એમણે સાબરમતી આશ્રમવાસીઓએ પાળવા માટેનાં અગિયાર વ્રતોનું સ્વરૂપ સમજાયું છે . આ વ્રતોમાં સત્ય , અહિંસા , બ્રહ્મચર્ય , અસ્તેય અને અપરિગ્રહ એ પાંચ ભારતીય આધ્યાત્મિક પરંપરામાં પ્રતિષ્ઠા પામેલાં વ્રત છે , તો આસ્વાદ , અભય , અસ્પૃશ્યતાનિવારણ , જાતમહેનત , સર્વધર્મ સમભાવ અને સ્વદેશી એ અન્ય છ એમણે પોતાના અનુભવ તથા દેશની તત્કાલીન સ્થિતિને અનુલક્ષીને આપેલાં વ્રત છે . આ વ્રતોના પાલન પાછળ સ્વનો વિકાસ કરવો અને એ દ્વારા સત્યનું દર્શન કરવું એ આ લેખોનું મુખ્ય લક્ષ્ય છે .
• ૧ ખેડા સત્યાગ્રહ ૧૯૧૭
• ૨ મજૂર હડતાલ ૧૯૧૮
• 3 માણસા સત્યાગ્રહ ૧૯૨૦
• ૪ બોરસદ સત્યાગ્રહ ૧૯૨૩
• ૫ રામે સત્યાગ્રહ ૧૯૩૩
૬ દાંડીકૂચ ૧૯30
• ૭ ધોલેરા સત્યાગ્રહ ૧૯30
• ૮ રાજકોટનો સત્યાગ્રહ ૧૯૩૯
• ૯.લીંબડી સત્યાગ્રહ ??
ગાંધીયુગનાં રાષ્ટ્રીય આંદોલનો ? ?
ઇંગ્લેન્ડમાં વકીલાતનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી બેરિસ્ટરની ડિગ્રી મેળવી તેઓ ઇ.સ .1893 માં વકીલ તરીકે દક્ષિણ આફ્રીકા ગયા . ત્યાં રંગભેદને લીધે હિંદીઓનાં થતાં અપમાન અને ગૌરઓના અન્યાયી , ભેદભાવભર્યા અને શરમજનક વર્તન સામે ગાંધીજીએ લડત ચલાવી.આ લડતને આપણે સત્યાગ્રહ તરીકે ઓળખીએ છીએ.આ લડત દ્રારા તેમણે હિન્દીઓને ઘણખરા અન્યાયોમાંથી મુક્તિ અપાવી હતી .
જાન્યુઆરી , 1915 માં ગાંધીજી ભારત આવ્યા.સૌ પ્રથમ તેમણે અમદાવાદમાં કોચરબ આશ્રમ ની સ્થાપના કરી અને ત્યાર બાદ સાબરમતી નદી કિનારે સત્યાગ્રહ આશ્રમ ની સ્થાપના કરી . એ પછી બિહારમાં ચંપારણ સત્યાગ્રહ , ગજરાતમાં ઇ.સ. 1917 માં ખેડા સત્યાગ્રહ અને ઇ.સ. 1918 માં અમદાવાદમાં મિલમજૂરોની હડતાલના પ્રશ્ને ગાંધીજીએ સફળ નેતાગીરી પૂરી પાડી . આમ , પ્રારંભિક સત્યાગ્રહો કે લડતમાં સફળતા મળતાં ભારતના રાજકીય રંગમંચ ઉપર ગાંધી નામના સિતારાનો ઉદય થયો . એમણે ભારતના વિભિન્ન પ્રદેશોના અને વર્ગોના લોકોમાં અપૂર્વ ઉત્સાહ અને જાગૃતિ પેદા કરી લગભગ 30 વરસ સુથી ભારતની સ્વતંત્રતાની ચળવળને દોરવણી આપી . આથી ભારતના ઇતિહાસમાં એ સમયગાળો ગાંધીયુગ તરીકે ઓળખાય છે . ભારતના રાજકીય રંગમંચ ઉપર જે સમયે ગાંધી પ્રવેશ્યા અને પ્રખ્યાત બન્યા એ સમયગાળામાં કોંગ્રેસના અગાઉના આગળ પડતા નેતાઓમાંથી મોટા ભાગના અવસાન પામ્યા હતા તો કેટલાકે રાજકીય સંન્યાસ લીધો હતો.દા.ત. , શ્રી અરવિંદ ઘોષ . કૉંગ્રેસના પ્રમુખ નેતા ટીળક પણ ઈ.સ. 1920 માં મૃત્યુ પામ્યા .
આથી હિંદના રાજકારણ અને કોંગ્રેસ ઉપર ગાંધીનો પ્રભાવ વધ્યો . આ સાથે ભારતની રાષ્ટ્રીય લડતમાં એક નવા તબક્કાની શરૂઆત થઈ . આ તબક્કામાં કોંગ્રેસની અને રાષ્ટ્રીય લડતની કામ કરવાની પદ્ધતિમાં અસરકારક ફેરફાર થયો . એ પદ્ધતિ અસહકાર , સવિનય કાનૂનભંગ અને સત્યાગ્રહની હતી . તેના શસ્ત્રો સત્ય , અહિંસા , ઉપવાસ અને રેંટિયો હતા.આ તબક્કાની બીજી એક વિશેષતા એ હતી કે ગાંધીજીના આગમન પહેલાં ભારતની રાષ્ટ્રીય લડત મુખ્યત્વે શહેરો અને શિક્ષિત મધ્યમવર્ગ પૂરતી સીમિત હતી . મજુરો , ગામડાંના ખેડૂતો અને પ્રજાના વિવિધ વર્ગો તેનાથી અલિપ્ત હતા . રાષ્ટ્રીય લડત બની ન હતી પરંતુ ગાંધીજીએ ભારતના વિભિન્ન પ્રદેશ અને વર્ગના લોકોને કોઈક ને કોઇક રીતે લડતમાં સામેલ કરીને ભારતની રાષ્ટ્રીય લડતને સાચા અર્થમાં દેશવ્યાપી અને આમપ્રજાની લડતમાં પલટી નાંખી .
ચંપારણ સત્યાગ્રહ ( 1917 ) ;
ચંપારણમાં યુરોપિયન નીલવરો જમીનના 3/20 ભાગમાં ફરજિયાત ગળીનું વાવેતર કરવાની ‘ તીનકઠિયા’પદ્ધતિ અપનાવડાવી દેશી ખેડૂતોનું શોષણ કરતા . ગાંધીજીએ આ પ્રશ્નની તપાસ કરવાનું નક્કી કર્યું પણ તપાસ શરૂ કરે તે પહેલાં જ ત્યાંના મૅજિસ્ટ્રેટે તેમને નોટિસ દ્વારા ચંપારણ જિલ્લો તાત્કાલિક છોડી જવાનું કહ્યું . ગાંધીજીએ આ નોટિસનો અનાદર કર્યો . તેમણે લેખિત રીતે જણાવ્યું કે , “ એક હિંદી તરીકે તેમને હિંદના કોઈ પણ ભાગમાં હરવા - ફરવાનો અને તપાસ હાથ ધરવાનો અધિકાર છે . " તેમણે જણાવ્યું કે , “ સરકારી કાયદાનું પાલન કરવું તેને હું એક નાગરિક તરીકે મારો ધર્મ સમજુ છું ; પણ તેની સાથે સાથે જે શોષિત ખેડૂતોનાં કાર્ય માટે હું આવ્યો છું તે જો હું ના કરું તો તેને હું અધર્મ સમજુ છું . અધર્મ આચરતાં મારો અંતરાત્મા મને ડંખ્યા વગર રહે નહિ અને તેથી જ મેં મારી પ્રજા પ્રત્યેની ફરજને સરકારી નું પાલન કરવા કરતાં વધારે મહત્વની ગણી
ગજરાત માં ૧૯૧૭ માં ખેડા સત્યાગ્રહ શરુ થયો . જે ગુજરાત નો સૌ પ્રથમ સંગ્રામ હતો . ?? તેમાં ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલ અગ્રણી હતા . આ સત્યાગ્રહ ખેડુતો નો પાક નિષ્ફળ ગયો હતો ત્યારે પણ અંગ્રેજો એ કરવેરા માફ નહોતા કર્યા એ માટે થયો . આ સત્યાગ્રહ વખતે મોહનલાલ પંડયા ને ડુંગળીચોર નુ બિરુદું મળ્યું હતું .
ગુજરાત મા ૧૯૨૩ મા બોરસદ સત્યાગ્રહ થયો . બોરસદ મા બહારવટીયાઓનો ત્રાસ વધવાથી અંગ્રેજ સરકારે વધારે પોલીસ ની વ્યવસ્થા કરી આપી પણ એ વધારાની પોલીસ નો ખર્ચ ત્યાના લોકો ના માથે મુક્યો જેથી લોકો માં રોષ ફેલાણો અને સત્યાગ્રહ શરુ થયો . ( અંદાજે અઢી રૂપિયા કર લગાડ્યો હતો , આ સત્યાગ્રહ ની આગેવાની સરદાર વલ્લભભાઈ પટેલે લીધી હતી . સત્યાગ્રહના ૩૮ મા દિવસે અંગ્રેજ સરકારે નમતુ જોખ્યું અને સત્યાગ્રહ સફળ રહ્યો
દાંડીકુચ . ( ૧૨ માર્ચ ૧૯૩૦) ;
૧૨ માર્ચ ૧૯૩૦ થી અમદાવાદના સાબરમતી આશ્રમ થી શરુ થયેલ દાંડીકુચ એક ઐતિહાસિક લડત હતી . કુલ ૩૬0 કી.મી.નું અંતર બધા જ સત્યાગ્રહીઓએ ૨૪ દિવસ માં કાપ્યુ હતુ.અને પાંચમી એપ્રીલે દાંડી પહોચ્યા હતા અને ૬ એપ્રીલે બાપુએ મીઠા નો કાયદાનો ભંગ કર્યો હતો . કુલ ૭૬ સાથીદારો સાથે આ કુચ થઈ હતી . ગાંધીજીના પ્રસંગો વિષે મેં ઘણું લખ્યું છે અને હજી પણ લખીશ જ.ગાંધીજી એટલે એક કરિશ્મા . ગાંધીજી એટલે વાંછના રહિત વ્યક્તિ.ગાંધીજી એટલે પુરુષ નહીં પણ મહાપુરુષ . અહિંસા શબ્દ માટે એમને જગત આખું યાદ રાખશે . સાદગી , સદાચાર અને સહિષ્ણુતાની મૂર્તિ એટલે મહાત્મા ગાંધી . ટૂંકમાં એક સાચા રાષ્ટ્રપિતા એટલે મહાત્મા ગાંધી.એમનું સૌથી મોટું કોઈ કાર્ય હોય તો તે છે -- ભારતના લોકોને એક કરવાનું !!!!!
બારડોલી સત્યાગ્રહ
ગુજરાત મા ૧૯૨૮ મા ખેડુતો પર ૨૨ % કર વધારી દેવામાં આવ્યો જેથી લોકો મા સરકાર પ્રત્યે રોષ ફેલાણો અને લોકોએ સરદાર ની આ સત્યાગ્રહની આગેવાની લેવા માટે આમંત્રણ આપ્યું . અને વલ્લભભાઇ એ નેતૃત્વ સ્વિકાર્યું . સરદારની સાથે સાથે જુગતરામ દવે અને રવિશંકરમહારાજ પણ આ સત્યાગ્રહ માં જોડાયા . સત્યાગ્રહ સફળ રહ્યો અને વલ્લભભાઈ ને “ સરદાર ” નુ બિરૂદ મળ્યું . ત્યારે સરદારે બારડોલી માં “ સ્વરાજ આશ્રમની સ્થાપના કરી .
શૈક્ષણિક "Whatsapp"ગ્રુપ મા જોડાવવા
સાષ્ટાંગ દંડવત પ્રણામ રાષ્ટ્રપિતા ગાંધીજી !!!
જનમેજય અધ્વર્યુ
Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.
0 Comments:
Post a Comment