Education for Every

SMART ATTENDANCE
Join Us On
Whatsapp

ચાલો, આપણી ભાષાને શુદ્ધ રીતે લખતાં શીખીએ...

Join Us On
Telegram

 ચાલો, આપણી ભાષાને શુદ્ધ રીતે લખતાં શીખીએ...




---------------------------------

ભેગું શું લખાય ?
છૂટું શું લખાય ?

---------------------



(૧) જ છૂટો લખવો

      દા. ત. મારે જ

(૨) ય-યે ભેગા લખવા

      દા. ત. મારેય

(૩) પણ છૂટો લખવો

      દા. ત. મારે પણ

(૪) વિભક્તિના પ્રત્યયો

      (અનુગ) ભેગા લખવા

      દા. ત. માટલામાં, રમેશને

      બાળકોનો

(૫) નામયોગી છૂટા લખવા

      દા. ત. માટલા ઉપર

      ઘરની અંદર, ટેબલ નીચે



(૬) દ્વિરુક્તિવાળા શબ્દો

      ભેગા લખવા

      દા. ત. જુદાજુદા, ધીમેધીમે

      થોડુંથોડું, જાતજાતના

      વારંવાર,

(૭) સંખ્યાત્મક નિર્દેશ સમયે

      'વાર' શબ્દ છૂટો લખવો

      દા. ત. એક વાર

(૮) સાત વારના નિર્દેશમાં

      'વાર' શબ્દ ભેગો લખવો

       દા. ત. ગુરુવાર, શનિવાર

(૯) 'તોપણ', 'જોકે' ભેગા

      લખવા

(૧૦) 'કે' છૂટો લખવો

      દા. ત. જાણે કે, કેમ કે,

      જેમ કે

(૧૧) 'પૂર્વક' અને 'માત્ર'

      ભેગા લખવા

      દા. ત. શાંતિપૂર્વક,

               લેશમાત્ર

(૧૨) સહાયકારક ક્રિયાપદો

      છૂટાં લખવાં

      દા. ત. કહે છે, 

               બોલ્યું હશે



(૧૩) સંયુક્ત ક્રિયાપદમાં 

      દરેક ક્રિયાપદ છૂટું લખવું

      દા. ત. કહી નાખ્યું,

      જતો રહ્યો, ખાવા દો

(૧૪) સમાસમાં પદ જોડીને

      લખવાં

      દા. ત. માબાપ, બેપાંચ.                    

      નાનામોટા, ત્રિવેણીસંગમ

      વચ્ચે નાની રેખા દોરીને

      જુદાં પણ લખાય

      દા. ત. ખાત-મુહૂર્ત

      પૂર-નિરીક્ષણ

      જન્મ-શતાબ્દી


     --- હર્ષદ પ્ર.શાહ

ઉપાધ્યક્ષ

માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન



પ્રાણીઓની કહેવતોનો સંગ્રહ 

**************************************

 🌷કહેવતો વિના તમામ ભાષા અધૂરી લાગે 🌷

--------------------------------------------

⚛️ ઉંદર ફૂંક મારતો જાય અને કરડતો જાય. 

     માણસો મીઠું-મીઠું બોલે અને સ્વાર્થ સાધી લે. 

⚛️ ઊંટ મરે ત્યારે મારવાડ સામું તો જુવે જ. 

    જેનું દિલ જયાં લાગેલું હોય તેનું સ્મરણ થાય. 

⚛️ કુંભાર કરતાં ગધેડાં ડાયા. 

     ઘણી વખત શેઠ કરતાં વાણોતર માથું મારે છે. 

⚛️કૂતરાની પૂંછડી ભોંયમાં દાટો તોય વાંકીનેવાંકી. 

   પ્રયત્નો કરવા છતાં મૂળ સ્વભાવ જતો જ નથી. 

⚛️ખાખરાની ખિસકોલી સાકરનો સ્વાદ શું જાણે. 

    કાંઈ અનુભવ વિના,અનુભવનો ખોટો ડોળ કરે. 



⚛️ ખારા જળના માછલાં મીઠાં જળમાં જઈ મરે. 

  દરેકને જીવવા માટે અનુકૂળ વાતાવરણ જોઈએ. 

⚛️ ગરજે ગધેડાને પણ બાપ કહેવો પડે છે. 

  ઘણી વખત ન ગમતી વ્યક્તિને માન આપવું પડે. 

⚛️ગાજ્યા મે'વરસે નહીં,ભસ્યા કૂતરાં કરડે નહીં.

  ઘણાં બોલે તે કરે નહીં,માત્ર બણગાં ફૂંકતા હોય. 

⚛️ ઘરમાં વાઘ જેવા અને બહાર બકરી જેવા. 

    ઘરમાં રોફ કરતાં હોય ઘર બહાર કાંઈ ન ચાલે. 

⚛️ સિંહ મરે પણ ખડ ખાય નહીં. 

     ટેકીલા માણસો પોતાની ટેકને છોડતા નથી.

⚛️ રોગ આવે ઘોડા વેગે ને જાય કીડી વેગે. 

    રોગ ઘણો ઝડપથી આવે,દૂર થતાં વિલંબ લાગે.

⚛️ માછલાને  તરતા શીખવવું ન પડે. 

    જાતિ સ્વભાવ પ્રમાણે કામ કરતાં આવડી જાય.  

⚛️ બારસો ચૂહા મારી બિલ્લી હજ કરવા ચાલી. 

    અંદરથી પાપની પ્રવૃત્તિ અને દેખાવ પુણ્યનો કરે. 



⚛️ ધોબીનો કૂતરો નહીં ઘરનો, નહીં ઘાટનો. 

    બન્ને પક્ષને પ્રસન્ન રાખવા મથનાર નિષ્ફ્ળ જાય. 

⚛️ ચાલતાં બળદને આર ન મરાય. 

    કામ કરતાં માણસને ખોટી રીતે હેરાન ન કરાય.  

•••••••••••••••••••••••••••••••••••••••••••


Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.

Subscribe Our
YouTube

0 Comments:

Labels

Followers

You Tube Subscribe

Join us on Facebook Group