Education for Every

SMART ATTENDANCE
Join Us On
Whatsapp

મારી માતૃભાષા, મારુ ગૌરવ

Join Us On
Telegram

 "મારી માતૃભાષા, મારુ ગૌરવ"  

"મારી માતૃભાષા, મારુ ગૌરવ"  

નામે ઓનલાઇન સ્પર્ધાનું આયોજન કરેલ છે




Whatsapp ગ્રૂપમાં જોડાવવા માટે ક્લિક કરો

Telegram ચેનલમાં જોડાવવા માટે ક્લિક કરો



શ્રી પંચવટી એજ્યુકેશન સોસાયટી , નાશિક,  સંચાલિત ગુજરાતી શાળાઓ, શ્રી ગોદાવરી બાઈ પ્રાથમીક શાળા તથા  શેઠ શ્રી આર. પી. વિદ્યાલય દ્વારા પ્રેરિત મિશન માતૃભાષા પ્રકલ્પ હેઠળ આવતી ૨૧ ફેબ્રુઆરી ૨૦૨૨ ના રોજ વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે....

"મારી માતૃભાષા, મારુ ગૌરવ"  
નામે ઓનલાઇન સ્પર્ધાનું આયોજન કરેલ છે

🔆🔆🔆

 આંતરરાષ્ટ્રીય સ્તરની આઠ સર્જનાત્મક સ્પર્ધાઓ 

🔆🔆🔆

● આ ઓનલાઇન આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં કોઇપણ શાળા અને કૉલેજના વિદ્યાર્થીઓ, શિક્ષકો અથવા  ભાષાપ્રેમીઓ (કોઈપણ ઉંમર ના) જેઓ ગુજરાતી ભાષા બોલે છે તે બધા ઉત્સાહથી ભાગ લઇને  આપણાં સંસ્કાર, સંસ્કૃતિ અને સર્જનશક્તિનો પરિચય કરાવી શકે છે. 



🦚🦚🦚

● આપણા ગુજરાતી હોવાનો ગૌરવ , મહિમા, વારસો, સંસ્કાર અને સંસ્કૃતિ દરેક સુધી પહોંચાડવા આ સુવર્ણ તક છે️

❄️❄️❄️

● ભણતરની સાથે પણ એવું ઘણું છે જેમાં આપણે કંઇક નવું કરીને સમાજને આપી શકીએ.

આ સ્પર્ધા માટે વિડિઓ બનાવવાનો રહેશે.
ઓછામાં ઓછો 2 અને વધુમાં વધુ 3 મિનિટ નો વિડિઓ.

🌳🌳🌳

* ગ્રુપમાં રજૂ કરેલ કૃતિ માટે પાંચ મિનિટ નો વિડિઓ બનાવવાનો રહેશે. 




 સ્પર્ધાઓ 

 🎯

 ૧.વયોગટ  3 થી 6 ગાયન સ્પર્ધા : એકલા  (સમૂહમાં નહીં)

બાળ ગીત, જોડકણા, કવિતા


🎯

 ૨.વયોગટ  7 થી 11

ચિત્ર રૂપે વાર્તા 

વાર્તા નો અંત સ્પર્ધકે પોતાની ઈચ્છા પ્રમાણે  કહેવાનો 

વાર્તા👇

# શિયાળ,પુરી અને કાગડો

# ઉંદર અને સિંહ

# ટોપી વેચનાર માણસ અને વાંદરાઓ

(આ સંદર્ભમાં ચિત્રો જોવા માટે આ લિંક જુઓ https://photos.app.goo.gl/SjFPKYnheMcPXfPH8)


Telegram ચેનલમાં જોડાવવા માટે ક્લિક કરો

🎯

 ૩.વયોગટ  12 થી 16

સંકલ્પના કહેવી

'મારા સ્વપ્નની દુનિયા' આ વિષય ઉપર બોલવું


🎯

 ૪.વયોગટ  17 થી 22

એકપાત્રી અભિનય

ગુજરાતી ભાષામાં કોઈપણ ઐતિહાસિક પાત્ર લઇ ને અભિનય કરવો. 


🎯

 ૫.વયોગટ  23 થી 28

સ્વરચિત વાર્તા

આપેલ 3 શબ્દોના સમૂહને પસંદ કરી વાર્તા સંભળાવો

# (પરિશ્રમ, પ્રમાણિકતા, સફળતા) 

# (વિશ્વાસ, પ્રેમ, બંધન) 



🎯

 ૬.વયોગટ  29 થી 45

વકતવ્ય

વિષય:-

"સંસ્કાર સાથે ઉજ્જવળ ભવિષ્ય નો નિર્ધાર, માતૃભાષા માં શિક્ષણ એ જ આધાર"


🎯

 ૭.વયોગટ  46 થી ઉપરના

  લોકગીત / છંદ / દુહા / સુગમ સંગીત /ગઝલ / ભજન/ લગ્નગીત/ હાલરડાં (માત્ર ગુજરાતી ગીત)


🎯

 ૮ શાળાઓ માટે ગ્રૂપ સ્પર્ધા

નાટક

કોઈપણ ઐતિહાસિક પ્રસંગ ઉપર ગુજરાતી માં નાટક

    Whatsapp ગ્રૂપમાં જોડાવવા માટે ક્લિક કરો


🏆🏆

રજિસ્ટ્રેશનની અંતિમ તારીખ : ૧૪.૨.૨૦૨૨*

 🟥🟨🟦

રજિસ્ટ્રેશન માટેની લિંક 👇

https://docs.google.com/forms/d/e/1FAIpQLSeCr8IHSek_2rmStIyrWWK6JoKTBlhSEcEzJQZGlkEFydLHqA/viewform?usp=sf_link

📣📣📣

દરેક સ્પર્ધામાં આકર્ષક ઇનામો તેમજ દરેક સ્પર્ધકને ઇ-પ્રમાણપત્ર (participation સર્ટિફિકેટ) અપાશે



🔳

 નિયમો: 

૧. આપેલ લિંક પર જઈને રજિસ્ટ્રેશન  કરવું આવશ્યક છે.


૨. બધી વિગતો ચોકસાઈથી ભરવી, ફોર્મ સબમિટ થયા બાદ ફેરફાર અશક્ય છે. ફોર્મ ની સાથે જ વિડિઓ અપલોડ કરવાનો છે. તેના વગર ફોર્મ સબમિટ નહીં થઈ શકે.


૩. સ્પર્ધામાં સમય મર્યાદા થી વધુ (3 મિનિટથી વધુ) વાળા વીડિયો બાકાત કરવામાં આવશે.

 

૪. આપેલ લિંક પર વીડિયો મોકલવાના રહેશે. અલગથી મોકલવા નહીં


૫. વીડિયોમાં સ્પષ્ટ અવાજ અને ચોખ્ખું દૃશ્ય જરૂરી. સ્પેશિયલ ઇફેક્ટ કે એનીમેશન નો ઉમેરો ન કરશો


૬. નિર્ણાયકનો નિર્ણય સર્વમાન્ય અને છેલ્લો રહેશે.


૭. કૃતિ તૈયાર કરી રજિસ્ટ્રેશન ફોર્મ સાથે જ તેને જોડવી.


૮. આપ વિશ્વના કોઈપણ ખૂણેથી ભાગ લઈ શકો છો.


૯. સમય અને સંજોગો અનુસાર નિયમોમાં ફેરફાર કરવાનો અધિકાર આયોજકો નો રહેશે.


૧૦.આ સ્પર્ધામાં અન્ય કોઈ સ્પર્ધામાં મોકલેલી અથવા સ્પર્ધા જાહેર થયા પહેલાં બનાવેલ(જૂના) વીડિયો સ્વીકારવામાં આવશે નહિ.


વિશ્વના વધુમાં વધુ ગુજરાતી ભાઈ - બહેનો ભાગ લેશો એવી વિનંતી.



Students Whatsapp ગ્રૂપમાં જોડાવવ માટે ક્લિક કરો

વધુ વિગતો માટે સંપર્ક:

નિપુલભાઈ શાહ, 9373911708

નિલમબેન પટેલ, 7350515555

આપના વિશ્વાસુ,

નરેન્દ્રભાઈ ઠક્કર , 

પ્રમુખ, શ્રી. પં. એજ્યુ. સોસાયટી


ગોપાળભાઈ પટેલ 

ઉપ - પ્રમુખ, શ્રી. પં. એજ્યુ. સોસાયટી તથા

પ્રમુખ, મિશન માતૃભાષા 


ડિમ્પલબેન પટેલ 😊🌷

પ્રકલ્પ પ્રમુખ, મારી માતૃભાષા - મારુ ગૌરવ


Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.

Subscribe Our
YouTube

0 Comments:

Labels

Followers

You Tube Subscribe

Join us on Facebook Group