Education for Every

23 માર્ચ, શહીદ દિવસ

 23 માર્ચ, શહીદ દિવસ

ભગતસિંહ, સુખદેવ, શિવરામ હરી રાજગુરુ







ભગતસિંહ




જન્મની વિગત

૨૮ સપ્ટેમ્બર ૧૯૦૭

લ્યાલપૂર, પંજાબ

મૃત્યુ

૨૩ માર્ચ ૧૯૩૧ (૨૩ વયે)

લાહોર

સંસ્થા

નવજવાન ભારત સભા

કિર્તિ કિસાન પાર્ટી

હીન્દુસ્તાન સોશ્યાલિસ્ટ રિપબ્લિકન એસો.

ચળવળ

ભારતનો સ્વાતંત્ર્ય સંગ્રામ

બાળપણ

તેમનો જન્મ ૨૮મી સપ્ટેમ્બર, ઈ.સ. ૧૯૦૭ના દિવસે લ્યાલપૂર, પંજાબમાં થયો હતો. વ્યવસાયે તેઓ જાટ ખેડૂત હતા. ભગતસિંહના પિતાનું નામ કિશનસિંહ અને માતાનું નામ વિદ્યાવતી હતું. ભગતસિંહનું પ્રાથમિક શિક્ષણ બંગામાં થયું હતું. ત્યારબાદ તેઓ લાહોરની ડી.એ.વી. હાઈસ્કૂલમાં ભણ્યા હતા. અભ્યાસ દરમિયાન તેમના જીવન પર ભાઈ પરમાનંદ અને જયચંદ વિધ્યાલંકાર નામના રાષ્ટ્રવાદી શિક્ષકનો પ્રભાવ પડ્યો હતો.


યુવાવસ્થા :


ભગતસિંહ શરૂઆતમાં કોંગ્રેસમાં જોડાયા હતા પણ અમુક કારણોસર તેમણે તેનો ત્યાગ કર્યો હતો. ભગતસિંહ અસહકાર આંદોલન સમયે કોલેજ છોડી હતી. તે પછી તેઓ રાષ્ટ્રસેવામાં જોડાઈ ગયા હતા. તેઓ હિંદુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિકન એસોસીયેશનના સભ્ય બન્યા[૨] અને આગળના સમયમાં મહામંત્રી પણ બન્યા હતા. ઇ.સ. ૧૯૨૫ માં નવજવાન ભારત સભાની સ્થાપના કરી જેથી તેમને સુખદેવ, યશપાલ, ભગવતી ચરણ વોહરા, ચંદ્રશેખર આઝાદ, યતિન્દ્રનાથ દાસ જેવા વીર ક્રાંતિકારીઓનો ભેટો થયો. તેઓ યતિન્દ્રનાથ દાસ પાસે બોમ્બ બનાવતા શીખ્યા અને ૧૯૨૬માં દશેરાના દિવસે એક બોમ્બ ફેંક્યો જેમાં તેમની ધરપકડ કરવામાં આવી પણ ભગતસિંહના વિરુદ્ધ કોઈ પુરાવા ન મળ્યા હોવાથી તેઓ છૂટી ગયા.


ભગતસિંહ માર્કસવાદ, સમાજવાદ, સોવિયત સંઘની તથા અન્ય મોટી ક્રાંતિઓ વિષે ઊંડો અભ્યાસ કર્યો હતો અને તેઓ તેમના સાથીઓને પણ વાંચન માટે આગ્રહ કરતાં હતા.


તેમના પિતા કિશનસિંહ તેમના લગ્ન કરવાનું નક્કી કર્યું છે તે વાત જાણી તેઓ લાહોરથી નાસી છૂટ્યા હતા અને ગુપ્ત વેશે દિલ્હીમાં જઈ રહ્યા. થોડા સમય બાદ કાનપુર ગયા અને ત્યાં ‘અર્જુન’ તથા ‘પ્રતાપ’ નામના સામયિકમાં લેખો લખી ગુજરાન ચલાવ્યું.


જલિયાવાલાબાગ હત્યાકાંડ  :

ભગતસિંહ જ્યારે લગભગ ૧૨ વર્ષના હતા. ત્યારે જલિયાવાલા બાગ હત્યાકાંડ થયો હતો. આ વાતની જાણ થતાં ભગતસિંહ ૧૨ કી.મી પગે ચાલી જલિયાવાલા બાગ પહોચ્યા હતા.


અસહકારનું આંદોલન :


અસહકાર ચળવળ એ વર્ષો સુધી ચાલી હતી. આ ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામનો મહત્વનો તબક્કો હતો. આ ચળવળ ૧૯૨૦થી શરૂ થઈ અને ફેબ્રુઆરી ૧૯૨૨સુધી મહાત્મા ગાંધીના નેતૃત્વ હેઠળ ચાલી હતી. ભગતસિંહ અસહકાર આંદોલન સમયે કોલેજ છોડી હતી.


સાઈમન કમિશનનો બહિષ્કાર :


૧૯૨૮માં સાયમન કમિશનના બહિષ્કાર માટે ભયાનક પ્રદર્શનો થયા હતા અને તેમાં ભાગ લેનારા પર અંગ્રેજ સરકારે લાઠીચાર્જ કરતા લાલા લાજપતરાય ઘાયલ થયા હતા, થોડા સમય પછી તેમનું મૃત્યુ થયું હતું. આ ઘટનાથી ભગતસિંહ બહુ ક્રોધિત થયા અને તેમના સાથીઓ સાથે મળી અંગ્રેજ અધિકારી મી.સ્ટોકને મારવાનું કાવતરું ઘડ્યું હતું. ૧૭ ડિસેમ્બર ૧૯૨૮ ના રોજ લગભગ સવા ચાર વાગ્યે એ.એસ.પી. જ્હોન પી. સાંડર્સના આવતાં જ રાજગુરુએ તેને ગોળી મારી દીધી હતી.


અવસાન :


૮ એપ્રિલ ૧૯૨૯ના રોજ ભગતસિંહ અને બટુકેશ્વર દત્ત દિલ્હીમાં કેન્દ્રિય ધારાસભા ચાલુ હતી ત્યારે ત્યાં બોમ્બ નાખ્યા અને નાસી જવાને બદલે ત્યાં ઊભા રહી ગયા. પકડાયા પછી તેમના પર મુકદમો ચાલ્યો હતો. ૭ ઓક્ટોબર ૧૯૩૦ના રોજ ભગતસિંહ, સુખદેવ, રાજગુરુને ફાંસીની સજા ફરમાવાઈ હતી. ૧૯૩૧માં નક્કી થયા મુજબ ૨૪મી માર્ચે ફાંસી આપવાની જાહેરાત થયેલી. સમગ્ર દેશમાં એની ચર્ચા અને વિરોધ વ્યાપક બનેલાં. સરકારે વિરોધના ડરથી એક દિવસ પહેલા, ૨૩મી માર્ચે, સાંજે ત્રણેયને અચાનક ફાંસીએ લટકાવી દીધા હતા. ફાંસી પછી, ચૂપચાપ, ઉતાવળે, સતલજ નદીના કિનારે, હુસૈનીવાલા ફિરોજપુરમાં અંતિમ સંસ્કાર કરી દીધેલા. આના કારણે તેમણે સજા કરવામાં આવી હતી. ત્યારબાદ તેમની લાહોર સેન્ટ્રલ જેલમાં ફાંસીએ ચડતાં પહેલા ઇન્કલાબ ઝિંદાબાદની વીર ગર્જનાઓ કરી હતી



સુખદેવ

સુખદેવ થાપર (૧૫ મે ૧૯૦૭ – ૨૩ માર્ચ ૧૯૩૧) ભારતીય ક્રાંતિકારી હતા. તેઓ હિંદુસ્તાન સોશિયાલિસ્ટ રીપબ્લિકન એશોશિએશનના અગ્રણી સભ્ય હતા. તેમણે ભગત સિંહ અને રાજગુરુ સાથે મળીને અનેક ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો. ૨૩ માર્ચ, ૧૯૩૧ના રોજ બ્રિટિશ અધિકારીઓએ ૨૩ વર્ષની ઉંમરે તેમને ફાંસી આપી હતી.




જન્મ

૧૫ મે ૧૯૦૭ 

લુધિયાણા 

મૃત્યુ

૨૩ માર્ચ ૧૯૩૧

લાહોર 

અભ્યાસ સંસ્થા

નેશનલ કોલેજ ઓફ આર્ટ્સ


 સુખદેવ થાપરનો જન્મ ૧૫ મે, ૧૯૦૭ના રોજ બ્રિટિશ ભારતના લુધિયાણા, પંજાબમાં રામલાલ થાપર અને રલ્લી દેવીને ત્યાં ખત્રી પરિવારમાં થયો હતો.


પિતાના અવસાન પછી તેમના કાકા લાલા અચિંતરામે તેમનો ઉછેર કર્યો હતો.


ક્રાંતિકારી પ્રવૃત્તિઓ

હિંદુસ્તાન સોશિયાલિસ્ટ રીપબ્લિકન એશોશિએશન ફેરફાર કરો

સુખદેવ હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિકન એસોસિએશનના સભ્ય હતા અને પંજાબ અને ઉત્તર ભારતના અન્ય વિસ્તારોમાં ક્રાંતિકારી કાર્યક્રમોનું આયોજન કર્યું હતું. તેઓ એસોસિયેશનના પંજાબ એકમના વડા હતા અને નિર્ણયો લેવામાં મહત્વની ભૂમિકા ભજવતા હતા.


સુખદેવે અસંખ્ય ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો; ૧૯૨૯માં જેલની ભૂખ હડતાળ અને લાહોર ષડયંત્ર કેસ (૧૯૨૯-૩૦)માં તેમના હુમલા માટે જાણીતા છે. પીઢ નેતાલાલા લજપતરાય પર અંગ્રેજી સિપાહીઓએ લાઠીઓ વરસાવી અને તે ઇજાઓથી તેમનું મૃત્યુ થયું તેના જવાબમાં ભગત સિંહ અને શિવરામ રાજ્યગુરુ દ્વારા ૧૭ ડિસેમ્બર, ૧૯૨૮ના રોજ સહાયક પોલીસ અધિક્ષક જે.પી. સોન્ડર્સની હત્યામાં તેમની સંડોવણી માટે તેમને સૌથી વધુ યાદ કરવામાં આવે છે.


લાહોર ષડયંત્ર કેસ


સુખદેવ ૧૯૨૯ના લાહોર ષડયંત્ર કેસમાં મુખ્ય આરોપી હતા, જેનું સત્તાવાર શીર્ષક "ક્રાઉન વિરુદ્ધ સુખદેવ અને અન્ય" હતું. એપ્રિલ ૧૯૨૯માં સ્પેશિયલ મેજિસ્ટ્રેટ આર.એસ.પંડિતની કોર્ટમાં વરિષ્ઠ પોલીસ અધિક્ષક હેમિલ્ટન હાર્ડિંગ દ્વારા દાખલ કરવામાં આવેલા આ કેસના પ્રથમદર્શી અહેવાલ (એફઆઈઆર)માં સુખદેવનો આરોપી નંબર ૧ તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમાં તેમને સ્વામી (ગ્રામીણ), રામ લાલના પુત્ર, જાતિ થાપર ખત્રી તરીકે વર્ણવવામાં આવ્યા છે.નવી દિલ્હી (૮ એપ્રિલ ૧૯૨૯)માં સેન્ટ્રલ એસેમ્બલી હોલ બોમ્બ ધડાકા બાદ સુખદેવ અને તેના સાથીઓની ધરપકડ કરવામાં આવી હતી, તેમને દોષી ઠેરવવામાં આવ્યા હતા અને ફાંસીની સજા ફટકારવામાં આવી હતી.



ફાંસીની જાહેરાત કરતું ધ ટ્રિબ્યુન (ચંદીગઢ) નું પ્રથમ પાનું

૨૩ માર્ચ, ૧૯૩૧ના રોજ થાપરને લાહોર સેન્ટ્રલ જેલમાં ભગત સિંહ અને શિવરામ રાજ્યગુરુ સાથે ફાંસી આપવામાં આવી હતી. તેમના મૃતદેહોના ગુપ્ત રીતે સતલજ નદીના કિનારે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.


ફાંસીની સજા પર પ્રતિક્રિયાઓ

કરાચી ખાતેના ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના વાર્ષિક સંમેલનની પૂર્વ સંધ્યાએ આ ફાંસી અપાઈ હતી. વર્તમાનપત્રોમાં ફાંસીની સજાની વ્યાપક જાણ કરવામાં આવી હતી. ધ ન્યૂ યોર્ક ટાઇમ્સે અહેવાલ આપ્યો:


સંયુક્ત પ્રાંતના કવનપોર (કાનપુર) શહેરમાં આતંકનું શાસન અને કરાચીની બહાર એક યુવાન દ્વારા મહાત્મા ગાંધી પર હુમલો એ ભગત સિંહ અને તેમના બે સાથી હત્યારાઓને ફાંસી આપવા બદલ ભારતીય ચરમપંથી જૂથના પ્રત્યાઘાતો હતા.


બી. આર. આંબેડકરે તેમના અખબાર જનતાના સંપાદકીયમાં લખતા, ક્રાંતિકારીઓને મજબૂત લોકપ્રિય સમર્થન હોવા છતાં ફાંસીની સજા સાથે આગળ વધવાના નિર્ણય માટે બ્રિટિશ સરકારને દોષી ઠેરવી હતી. તેમને લાગ્યું કે ત્રણેયને ફાંસીની સજા આપવાનો નિર્ણય ન્યાયની સાચી ભાવનાથી લેવામાં આવ્યો નથી, પરંતુ લેબર પાર્ટીની આગેવાની હેઠળની બ્રિટિશ સરકારના કન્ઝર્વેટિવ પાર્ટી તરફથી પ્રતિક્રિયાના ડર અને ઇંગ્લેન્ડમાં પ્રજામતને ખુશ કરવાની જરૂરિયાતથી પ્રેરિત હતો. ફાંસીના થોડા અઠવાડિયા પહેલા જ હસ્તાક્ષર કરાયેલી ગાંધી-ઇરવિન સમજૂતીને કન્ઝર્વેટિવ્સ દ્વારા બ્રિટિશ સામ્રાજ્યની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચાડી હોવાનું માનવામાં આવતું હતું. આવી પરિસ્થિતિમાં, જો બ્રિટિશ સરકાર અથવા ભારતના વાઇસરોય બ્રિટિશ પોલીસકર્મીની હત્યાના દોષિત ત્રણેયને આપવામાં આવેલી ફાંસીની સજામાં ફેરફાર કરે તો તેણે કન્ઝર્વેટિવ્સ પક્ષને સંસદમાં પહેલેથી જ નબળી બ્રિટિશ સરકારની ટીકા કરવા માટે વધુ દારૂગોળો પૂરો પાળ્યો હોત.


વિરાસત :


હુસૈનીવાલા ખાતે આવેલા રાષ્ટ્રીય શહીદ સ્મારકમાં ભગતસિંહ અને રાજ્યગુરુ સાથે સુખદેવના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તેમની યાદમાં દર વર્ષે ૨૩ માર્ચે શહીદ દિવસ ઉજવવામાં આવે છે અને સ્મારક પર શ્રદ્ધાસુમન શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવે છે.


દિલ્હી યુનિવર્સિટીની એક ઘટક કોલેજ શહીદ સુખદેવ કોલેજ ઓફ બિઝનેસ સ્ટડીઝનું નામ સુખદેવની યાદમાં રાખવામાં આવ્યું છે. તેની સ્થાપના ઓગસ્ટ ૧૯૮૭ માં કરવામાં આવી હતી.


અમર શહીદ સુખદેવ થાપર ઇન્ટર સ્ટેટ બસ ટર્મિનલ સુખદેવના જન્મસ્થળ લુધિયાણા શહેરનું મુખ્ય બસ સ્ટેન્ડ છે.



શિવરામ હરી રાજગુરુ


 (મરાઠી: शिवराम हरी राजगुरू) (૨૪ ઓગસ્ટ ૧૯૦૮ - ૨૩ માર્ચ ૧૯૩૧) ક્રાંતિકારી હતા. તેઓ મહારાષ્ટ્રનાં વતની હતા અને દેશષ્થ બ્રાહ્મણ પરિવારમાં જનમ્યા હતા. તેમનો જન્મ પુના નજીક ખેડ નામનાં ગામમાં થયો હતો, આ ગામ હવે તેમનાં માનમાં "રાજગુરુનગર" થી ઓળખાય છે.



જન્મ

૨૪ ઓગસ્ટ ૧૯૦૮ 

રાજગુરુનગર 

મૃત્યુ

૨૩ માર્ચ ૧૯૩૧ 

વ્યવસાય

ક્રાંતિકારી 

લાલા લજપતરાય પર અંગ્રેજી સિપાહીઓએ લાઠીઓ વરસાવી અને તે ઇજાઓથી તેમનું મૃત્યુ થયું, તેમનો બદલો લેવા માટે રાજગુરુએ ભગત સિંહ અને સુખદેવ સાથે મળી લાહોરમાં અંગ્રેજ અમલદાર જે. પી. સૌંડર્સ (J.P. Saunders)ની હત્યા કરી. આ ઔતિહાસિક કેસમાં તેમને અંગ્રેજો દ્વારા ફાંસીની સજા કરવામાં આવી હતી અને માર્ચ ૨૩, ૧૯૩૧ના રોજ આ ત્રણે વીર ક્રાંતિકારીઓને ફાંસી આપવામાં આવી હતી.



Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.

0 Comments:

Labels