Education for Every

SMART ATTENDANCE
Join Us On
Whatsapp

અક્ષય તૃતીયા વ્રત - અક્ષય તૃતીયા વ્રતકથા

Join Us On
Telegram

 અક્ષય તૃતીયા વ્રત - અક્ષય તૃતીયા વ્રતકથા



વૈશાખ શુક્લ ત્રીજને અક્ષય તૃતીયા કહે છે. કારણકે આ દિવસે કરવામાં આવેલુ જપ, તપ, જ્ઞાન અન્ન દાન અક્ષય ફળ આપનારા હોય છે. આનો કદી ક્ષય થતો નથી તેથી આને 'અક્ષય તૃતીયા' અથવા અખાતત્રીજ કહે છે. જો આ વ્રત સોમવાર અને રોહિણી નક્ષત્રમાં આવે તો મહાફળદાયક માનવામાં આવે છે. જો ત્રીજ મધ્યાહ્નથી પહેલા શરૂ થઈને પ્રદોષકાળ સુધી રહે તો શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ દિવસે જે પણ શુભકાર્ય કરવામાં આવે તેનું ખૂબ જ સારુ ફળ મળે છે.


આ વ્રત દાનપ્રધાન વ્રત છે. આ દિવસે વધારેમાં વધારે દાન આપવાનુ મહત્વ છે. આ દિવસથે સતયુગ શરૂ થાય છે તેથી આને યુગાદિ ત્રીજ પણ કહે છે.



*વિશેષ દિન કવિઝ* શિક્ષકો, વિદ્યાર્થીઓ, અને દરેક વ્યક્તિ આ કવિઝ આપી શકે છે.

કવિઝ આપવાની રહી ગઈ હોય તેમના માટે







અક્ષય તૃતીયા વ્રત કેવી રીતે કરશો ?

-વ્રતના દિવસે બ્રહ્મ મૂહૂર્તમાં સૂઈને ઉઠો

- ઘરની સફાઈ અને નિત્ય કાર્યથી પરવારીને પવિત્ર કે શુધ્ધ જળથી સ્નાન કરો.

- ઘરમાં જ કોઈ પવિત્ર સ્થળ પર ભગવાન વિષ્ણુની મૂર્તિ કે ચિત્ર સ્થાપિત કરો.

- નીચેના મંત્રથી સંકલ્પ કરો -

ममाखिलपापक्षयपूर्वक सकल शुभ फल प्राप्तये

भगवत्प्रीतिकामनया देवत्रयपूजनमहं करिष्ये।

- સંકલ્પ કરીને ભગવાન વિષ્ણુનુ પંચામૃતથી સ્નાન કરાવો.

- ભગવાન વિષ્ણુની પૂજા કરી તેમને સુગંધિત પુષ્પમાળા પહેરાવો.

- નૈવેધમાં ઘઉંનો સત્તુ કાકડી અને ચણાની દાળ ધરાવો.

- છેવટે તુલસીનુ પાણી ચઢાવીને ભક્તિપૂર્વક આરતી કરવી જોઈએ.

- ત્યારબાદ ઉપવાસ કરો.


અક્ષય તૃતીયાની વ્રત કથા


દેવપુરી નગરીમાં ઘરમચંદ નામનો એક અતિ ધનિષ્ઠ વણિક પત્ની અને પુત્રો સાથે રહેતો હતો. તેનું હૃદય ઘણું વિશાળ હતુ. તપ-ત્યાગમાં એ સૌથી આગળ રહેતો. સાધુ સંતોને ઘેર બોલાવી જાતે પીરસતો. ગામમાં કોઈ ભૂખ્યુ હોય તો ઘેર બોલાવી જમાડતો. રોજ સવારે ગાય-કૂતરાને ખવડાવતો અને સાંજે કીડીયારુ પૂરતો.


ઘરમચંદની આ ધર્મ-ભાવનાથી ખૂબ પ્રસન્ન થયેલા પરશુરામ એક દિવસ સાધુ વેશે આવીને પધાર્યા. વણિકે પરશુરામને આસન આપી જમાડ્યા. પછી પરશુરામ બોલ્યા - હે ધર્મિષ્ઠ વણિક ! તુ હજુ અક્ષય તૃતીયા વ્રતના માહાત્મયથી અજાણ છે. આ દિવસે ગંગાસ્નાન કરી, પિતૃ તર્પણ કરી, દયા દાન કરી, ઘડાજુ દાન કર. આ દિવસે તું જે કાંઈ પુણ્ય કમાઈશ તેનો કદી ક્ષય નહી થાય. જનમોજનમ તારુ આ પુણ્ય તને કામ આવશે.


અક્ષય તૃતીયા વ્રતનો આવો અપૂર્વ મહિમાં સાંભળી ઘરમચંદે તરત આ વ્રત કરવાનો દ્દઢ સંકલ્પ કર્યો. વૈશાખ માસની અજવાળી ત્રીજ (અખાત્રીજ) આવતા એણે ગંગાસ્નાન કરી પિતૃ તર્પણ કર્યુ. સાધુ સંતોનો ભંડારો કર્યો અને કુંભમાં સોનામહોરો ભરી, કુંભનું દાન કર્યુ. બ્રહ્મભોજન કરાવી મોં માંગી દક્ષિણા આપી. સર્વ સમૃધ્ધિનું દાન કર્યુ.


ઘરમચંદની પત્ની વિલાસવતી પતિને દાન કરતો જોઈ મનોમન ધુંધવાતી રહી. પણ કાંઈ બોલી શકતી ન હતી.


સર્વસ્વનુ દાન કરી ઘરમચંદ પૂર્ણ શ્રધ્ધાથી પરશુરામની પૂજા કરી. જવના રોટલા ખાધા અને આખો દિવસ પરશુરામના ગુણગાન ગાયા. આ વ્રતના પ્રભાવથી એની સમૃધ્ધિ વધવા માંડી. એ જેમ દાન કરતો તેમ એની સમૃધ્ધિ બમણી થતી હતી.


આ વ્રતના પ્રભાવે બીજા જન્મે ઘરમચંદનો જન્મ રાજકુળમાં થયો અને સમય જતાં એ રાજા બન્યો. એ જન્મમાં પણ દાનની ધારા ચાલુ જ રાખી તો પણ એનો ભંડાર ભરેલો જ રહેતો. દાન-ધર્મથી એણે એટલી બધી કીર્તિ પ્રાપ્ત કરી કે મૃત્યુલોકમાં સૌ તેને ભગવાન માની પૂજવા લાગ્યા. મૃત્યુ પછી એ હંમેશના માટે દેવલોકમાં વસ્યો. જ્યારે દાન-પુણ્યથી મનોમન બળતી વિલાસ વતી બીજે જન્મે ગરીબના ઘેર અવતરી અને જનમભર વંધ્યા રહી.


જે કોઈ અક્ષય તૃતીયાનું વ્રત કરશે,

તેના ભંડાર સદા ભર્યા રહેશે.




અક્ષય તૃતીયાનો તહેવાર દર વર્ષે વૈશાખ શુક્લ પક્ષની તૃતીયા તિથિ પર ઉજવવામાં આવે છે. ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિત આ ઉપવાસ તે સમગ્ર ઉત્તર ભારતમાં ઉજવવામાં આવે છે. ગ્રામીણ વિસ્તારોમાં તેને આખાત્રીજ અથવા અખા તીજ કહેવામાં આવે છે.


 ચાલો જાણીએ તેના મહત્વ વિશે 10 વિશેષ બાબતો.અક્ષય તૃતીયાના મહત્વ વિશે 10 વિશેષ વાતો


1. આ દિવસે ભગવાન નરા-નારાયણ સહિત પરશુરામ અને હૈ ગ્રીવનો અવતાર હતો. આ ઉપરાંત બ્રહ્માજીના પુત્ર અક્ષય કુમારનો જન્મ તે જ દિવસે થયું. બદ્રીનારાયણના દરવાજા પણ આ દિવસે ખુલે છે. મા ગંગાનો અવતાર પણ આ દિવસે થયો હતો.


૨. આ દિવસે ભગવાન શ્રીકૃષ્ણે યુધિષ્ઠિરને કહ્યું હતું કે તમે આ દિવસે જે પણ સર્જનાત્મક કે સાંસારિક કાર્ય કરશો, તેનો પુણ્ય મળશે. અક્ષય તૃતીયાના દિવસે વૃંદાવનનાં બાંકે બિહારીજીનાં મંદિરમાં શ્રી વિગ્રહનાં ચરણોના દર્શન હોય છે. ભગવાન શ્રીકૃષ્ણને સુદામા મળવા પહોંચ્યા.


3.  અક્ષય તૃતીયાના દિવસે પંખા, ચોખા, મીઠું, ઘી, ખાંડ, શાકભાજી, ફળો, આમલી અને કપડાં વગેરેનું દાન સારું માનવામાં આવે છે.


4. કોઈપણ નવા કાર્ય, ખરીદી, લગ્નજીવનની શરૂઆત માટે આ તારીખ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસને સ્વંયસિદ્ધ મૂહૂર્ત માનવામાં આવે છે. .  તમામ શુભ કાર્યો ઉપરાંત મુખ્યત્વે લગ્ન, સોનાની ખરીદી, નવી વસ્તુઓ, ગૃહ પ્રવેશ, પદભાર, વાહનની ખરીદી, ભૂમિ પૂજા અને નવો ધંધો શરૂ કરી શકો છો.


5. અક્ષય તૃતીયાના દિવસે સ્નાન, ધ્યાન, જાપ કરવા, હવન કરવા, સ્વ-શિક્ષણ અને પિતૃ તર્પણ કરવાથી યોગ્યતા મળે છે. અક્ષય તૃતીયાની પવિત્રતા દિવસે પિંડદાન પિતૃઓને મુક્તિ આપે છે.


6. અક્ષય તૃતીયાના દિવસે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની પૂજા-અર્ચના વિધિથી કરવાથી મનવાંછિત ફળ મળે છે.


7. સત્યયુગ અને ત્રિતાયુગ આ દિવસે શરૂ થયો હતો અને દ્વાપર યુગ પણ આ દિવસે સમાપ્ત થયો હતો.


8. અક્ષય તૃતીયાના દિવસથી, વેદ વ્યાસ અને ભગવાન ગણેશ મહાભારત ગ્રંથ લખવા લાગ્યા. આ દિવસે મહાભારતનું યુદ્ધ સમાપ્ત થયું.


9. અક્ષય તૃતીયા (આખાત્રીજ) અનંત-અક્ષય-અક્ષુનાને ફળદાયી કહે છે. જેને ક્યારેય ક્ષય નહી હોય તેને અક્ષય કહે છે.


10. એવું કહેવામાં આવે છે કે વર્ષમાં સાડા ત્રણ અક્ષય મુહૂર્ત છે. જેમાં પ્રથમ અને વિશેષ સ્થાન અક્ષય તૃતીયાનું છે.




અક્ષય તૃતીયા સાથે જોડાયેલી મહત્વની કથાઓ


હિન્દુ ધર્મમાં અક્ષય તૃતીયાનાં દિવસને શુભ ગણવામાં આવે છે. આ તહેવારને વૈશાખનાં મહિનામાં શુક્લ પક્ષનાં ત્રીજા દિવસે ઉજવવામાં આવે છે. અક્ષય તૃતીયાની નવી શરુઆત તરીકે ગણવામાં આવે છે.


'અક્ષય તૃતીયા’ શબ્દનો અર્થ છે ક્યારેય ન સમાપ્ત થનાર કે અનંત. તેના નામથી એ સ્પષ્ટ છે કે આ દિવસે શરૂ કરાયેલા કાર્યમાં આપને ચડતી હાસલ થશે.


પોતાની ઇચ્છા પૂર્ણ કરવા માટે આ દિવસે કેટલાક લોકો દાન-પુણ્યનાં કામો કરે છે. કેટલાક લોકો પંડિતો દ્વારા જણાવાયેલી વસ્તુઓનું દાન કરે છે. માનવામાં આવે છે કે આ દિવસે શરૂ કરાયેલા કોઈ પણ કાર્યને સફળતા હાસલ થાય છે.


અક્ષય તૃતીયાને લગ્ન માટે ખૂબ શુભ દિવસ ગણવામાં આવે છે. ધારણા છે કે આ શુભ દિવસે પરણનાર વિવાહિત જોડીનાં સંબંધો મજબૂત બને છે તથા તેઓ પોતાનું વૈવાહિક જીવન સુખ અને શાંતિથી પસાર કરે છે.


આ માન્યતાઓ સાથે જોડાયેલી કહાનીઓ આપને કિવદંતીઓમાં મળી જશે. આ કથાઓથી અક્ષય તૃતીયાનું મહત્વ અને આ દિવસને ઉજવવા પાછળ છુપાયેલા કારણોની પણ જાણ થાય છે. જો આપ આ કિવદંતીઓ વિશે જાણવા માંગો છો, તો આ લેખને આગળ વાંચો


ભગવાન પરશુરામનો જન્મ


અક્ષય તૃતીયાનાં દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે અક્ષય તૃતીયાનાં દિવસે ભગવાન વિષ્ણુ આ ધરતી પર પરશુરામ તરીકે અવતર્યા હતાં. ભગવાન પરશુરામ ભગવાન મહાવિષ્ણુનાં છઠ્ઠા અવતાર છે. તેમનો જન્મ બ્રાહ્મણ કુળમાં થયો તથા તેઓ જમદગ્નિ તેમજ રેણુકાનાં પુત્ર હતાં. બ્રાહ્મણ કુળમાં જન્મ થયા છતાં તેમણે પ્રણ લીધો કે તેઓ ધરતી પર મોજૂદ તમામ દુષ્ટ ક્ષત્રિયોનો નાશ કરશે. એમ તો બ્રાહ્મણ કુળનાં લોકો ક્ષત્રિયોને યુદ્ધ કળા શીખવાડે છે, નહિં કે પોતે યુદ્ધમાં ઉતરે છે. એક પૌરાણિક કથા એ પણ છે કે કેરળની ભૂમિને ભગવાન પરશુરામે દરિયામાં પોતાની કુલ્હાડી ફેંકીને પુનઃ પ્રાપ્ત કરી હતી.


આ જ દિવસે ગંગા નદી સ્વર્ગમાંથી પૃથ્વી પર આવી હતી


આકાશગંગામાં વાસ કરનાર પવિત્ર ગંગા નદીએ આ જ દિવસે એટલે કે અક્ષય તૃતીયાનાં દિવસે જ ધરતી પર ઉતરાણ કર્યુ હતું. રાજા ભગીરથ દ્વારા કરવામાં આવેલી તપસ્યાનાં ફળસ્વરૂપે ભગવાન શિવે પોતાની જટામાં દેવી ગંગાને બાંધીને ધરતી પર ઉતારી હતી. આ જ કારણે અક્ષય તૃતીયા દિવસે ગંગા નદીમાં સ્નાન કરવામાંઆવેછે. આ પૌરાણિક કથાઓ માત્ર આ દિવસની પવિત્રતાને વધારે છે.


દેવી અન્નપૂર્ણાનો જન્મ થયો હતો


દેવી અન્નપૂર્ણા દેવી પાર્વતીનું જ રૂપ છે. માનવામાં આવે છે કે દેવી અન્નપૂર્ણાનો જન્મ અક્ષય તૃતીયાનાં શુભ દિવસે થયો હતો. સમૃદ્ધિની દેવી તરીકે પૂજાતી દેવી અન્નપૂર્ણા આ દિવસે તમામ પ્રાણીઓનું પેટ ભરે છે. આ દિવસે દેવી અન્નપૂર્ણાની પૂજા કરી ભક્તો કામના કરે છે કે તેમનાં ભંડારો સદા ભર્યા રહે.


કુબેરને મળ્યો હતો વર


દક્ષિણ ભારતમાં માન્યતા છે કે ધન-ધાન્ય પ્રાપ્ત કરવા માટે ભગવાન કુબેરે અક્ષય તૃતીયાાં દિવસે દેવી લક્ષ્મીની ઉપાસના કરી. તેમની ભક્તિથી ખુશ થઈ દેવીએ તેમની ઇચ્છા પૂર્ણ કરી તથા તેમને ધનનો દેવતા બનાવી દીધાં. અક્ષય તૃતીયાનાં દિવસે દક્ષિણ ભારતનાં લોકો પહેલા ભગવાન મહાવિષ્ણુની પૂજા કરે છે અને પછી દેવીલક્ષ્મીની. આ દિવસે લક્ષ્મી યંત્રની પણ પૂજા કરવામાં આવે છે. પૂજાનાં સ્થાને ભગવાન મહાવિષ્ણુ અને દેવી લક્ષ્મી સાથે ભગવાન કુબેરની પણ તસવીર મૂકવામાં આવે છે.


મહાભારત સાથે પણ છે કનેક્શન


મહાકાવ્ય મહાભારતમાં પણ આપણને અક્ષય તૃતીયાનો ઉલ્લેખ જોવા મળે છે. મહર્ષિ વેદ વ્યાસે આશુભ દિવસે મહાકાવ્ય મહાભારત લખવાનું શરૂ કર્યુ હતું. યુધિષ્ઠિરે અક્ષય તૃતીયાનાં દિવસે અક્ષય પાત્ર વરદાન સ્વરૂપે મેળવ્યુ હતું. વનવાસ દરમિયાન વરદાનામાં મળેલા અક્ષય પાત્રમાં દ્રૌપદીનાં ભોજન કર્યા સુધી સમાપ્ત નથી થતું. આ ઉપરાંત ચીરહરણ વખતે જ્યારે દ્રૌપદીએ ભગવાન કૃષ્ણને પોકાર્યા, ત્યારે દ્રૌપદીની મદદ કરવા ભગવાન કૃષ્ણ પહોંચી ગયા હતાં. માનવામાં આવે છે કે આ ઘટના અક્ષય તૃતીયાનાં દિવસે થઈ હતી.


સુદામા મળ્યા હતા કૃષ્ણને


વધુ એક કહાની ભગવાન કૃષ્ણને અક્ષય તૃતીયાનાં શુભ દિવસ સાથે જોડે છે. સુદામા કે જેઓ ભગવાન કૃષ્ણનાં સખા હતા, ખૂબ ગરીબાઈમાં હતાં. મદદ માંગવા માટે તેઓ એક દિવસ કૃષ્ણનાં મહેલે પહોંચ્યા, પરંતુ સંકોચનાં કારણે તેઓ ભગવાન કૃષ્ણને કંઈ પણ ન કહી શક્યાં, પરંતુ ભગવાન કૃષ્ણ તેમનાં મનની વાત જાણી ચુક્યા હતાં. ઘરે પહોંચતા સુદામાએ જોયું કે તેમની ઘરની આર્થિક સ્થિતિ સમ્પૂર્ણપણે બદલાઈ ગઈ હતી.


Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.

Subscribe Our
YouTube

0 Comments:

Labels

Followers

You Tube Subscribe

Join us on Facebook Group