Education for Every

MAHAN KAVI KALIDAS- DAY SPECIAL QUIZ

 

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન (Dr Sarvepalli Radhakrishnan)

 





 'ગુરૂ બ્રહ્મા , ગુરૂ વિષ્ણુ, ગુરૂ દેવો મહેશ્વર,

ગુરૂ સાક્ષાત પરબ્રહ્મ, તસ્મૈ: શ્રી ગુરૂદેવ નમ:'


ભારતીય ફિલોસોફર અને રાજનીતિવાદી, જે ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને બીજા રાષ્ટ્રપતિ હતા



ભારતના રાષ્ટ્રપતિ ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણન

જન્મ:- ૫ સપ્ટેમ્બર, ૧૮૮૮ , તિરૂત્તાની, તામિલ નાડુ, ભારત

મૃત્યુ:- સત્તરમી એપ્રિલ, ૧૯૭૫, ચેન્નઈ, તામિલ નાડુ, ભારત

કાર્યકાળ:- ૧૩ મે, ૧૯૬૨ થી ૧૩ મે, ૧૯૬૭

પુરોગામી:- રાજેન્દ્ર પ્રસાદ
અનુગામી:- ડૉ. ઝાકીર હુસૈન

અભ્યાસ:- તત્વજ્ઞાન વિષયમાં પી.એચ.ડી.

ખિતાબ:- ભારતરત્ન, 
સર (બ્રિટીશ)
ધર્મ:- વેદાંત,હિન્દુ  બ્રાહ્મણ
પિતા:- સર્વપલ્લી વીરાસ્વામી અને 
માતા:- સીતામ્મા
જીવનસાથી:- શિવકામ્મા (Sivakamamma)
સંતાન:- ૫ પુત્રી,૧ પુત્ર સર્વપલ્લી ગોપાલ

નોંધ

ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસ શિક્ષક દિન તરીકે ઉજવાય છે.



તેઓ ભારતનાં પ્રથમ ઉપરાષ્ટ્રપતિ (૧૯૫૨-૧૯૬૨) અને દ્વિતિય રાષ્ટ્રપતિ (૧૯૬૨-૧૯૬૭) હતા. તેઓનો જન્મદિવસ ભારતભરમાં શિક્ષક દિન તરીકે ઉજવાય છે.


તેઓ વિવિધ ધર્મ અને તત્વચિંતનનાં જાણીતા વિદ્વાન હતા, તેઓ ૨૦મી સદીનાં એ વિદ્વાનોમાંના એક હતા, જેમણે પૂર્વીય અને પશ્ચિમી વિચારો અને તત્વચિંતન વચ્ચે સેતુબંધ સમાન કાર્ય કર્યું હતું. તેઓએ ભારતીય તત્વચિંતનને પશ્ચિમી વિચારસરણીની ઓળખ કરાવી અને પશ્ચિમી જગતને, અંગ્રેજીભાષીઓને, ભારતીય ધાર્મિક અને ચિંતનીય સાહિત્યનો રસાસ્વાદ કરાવ્યો હતો.

શિક્ષક એટલે...

શિસ્તનો આગ્રહી બને તે શિક્ષક

શાળારૂપી મંદિરનો પૂજારી બને તે શિક્ષક

એકતા, અખંડિતતા, દેશપ્રેમના પાઠો શીખવે તે શિક્ષક

સૂર્યરૂપી તેજસ્વીતા અને ચંદ્રરૂપી શીતળતા બક્ષે તે શિક્ષક

મા રૂપી મમતા અને પિતારૂપી જવાબદાર બને તે શિક્ષક

જીવન

સર્વપલ્લી રાધાકૃષ્ણન (સર્વપલ્લી તેમની અટક છે, અને રાધાકૃષ્ણન તેમનું નામ છે) નો જન્મ, દક્ષિણ ભારતના તામિલ નાડુનાં ચેન્નઈ (જુનું મદ્રાસ) થી ઉતર-પશ્ચિમમાં ૬૪ કિ.મી. દુર આવેલ તિરૂત્તાની નામક ગામમાં, એક મધ્યમ વર્ગીય બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેઓની માતૃભાષા તેલુગુ હતી. તેઓનું બાળપણ તિરૂત્તાનીતિરૂવેલુર અને તિરૂપતિ માં વિત્યું હતુ.


તારીખ 5 સપ્ટેમ્બર આપણે સર્વે આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણન નાં જન્મદિવસ ને "શિક્ષકદિન" તરીકે ઉજવીએ છીએ. ડૉ. રાધાકૃષ્ણન એક મહાન ફિલોસોફર અને શિક્ષક હતા. 


તેમણે  કહ્યું હતું કે - "હું પહેલા શિક્ષક્ છું,અને પછી રાષ્ટ્રપ્રમુખ છું .



રાધાકૃષ્ણનનો જન્મ ૫ સપ્ટેમ્બર, ૧૮૮૮ના રોજ તમિલનાડુના તિરુતાનીમાં થયો હતો. બાળપણથી જ રાધાકૃષ્ણન ભણવામાં હોશિયાર હતા. ૧૯૦૬માં મદ્રાસ કોલેજમાંથી તેમણે ફિલોસોફીના વિષયમાં માસ્ટર ડિગ્રી મેળવી હતી. તેઓ જ્યારે વીસ વર્ષના હતા ત્યારે જ તેમણે માસ્ટર ડિગ્રી માટે તૈયાર કરેલા શોધનિબંધથી તેમના પ્રોફેસર ખૂબ જ પ્રભાવિત થયા હતા. તેમનો આ શોધનિબંધ વીસ વર્ષની ઉંમરે પ્રકાશિત થયો હતો. ફિલોસોફીનો વિષય તેમને પસંદ ન હતો, પરંતુ તેમના દૂરના એક ભાઈ કે જે તેમની શાળા અને કોલેજમાં ભણતા હતા એ ફિલોસોફીનાં પુસ્તકો રાધાકૃષ્ણનને આપતા. રાધાકૃષ્ણન સમય પસાર કરવા માટે તે વાંચતા અને આ રીતે ફિલોસોફીમાં તેમનો શોખ કેળવાતો ગયો. 


૧૯૦૯માં રાધાકૃષ્ણને ફિલોસોફીના અધ્યાપક તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. કોલેજની નોકરીની સાથે સાથે તેઓ લેખનકાર્ય પણ કરતા. કેટલાંક સાંપ્રત સામયિકોમાં તેઓ ફિલોસોફી પર લેખ લખતા. 

તેમના સૌથી પહેલા પુસ્તકનું નામ ‘ધ ફિલોસોફી ઓફ રવીન્દ્રનાથ ટાગોર’ હતું. 

૧૯૨૬માં હાર્વર્ડ યુનિર્વિસટી ખાતે તેમણે ઈન્ટરનેશનલ કોંગ્રેસ ઓફ ફિલોસોફીમાં તેમણે કોલકાત્તા યુનિર્વિસટીનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

 

૧૯૪૭માં ભારત આઝાદ થયું ત્યારે તેઓ યુનેસ્કો ખાતે ભારતના પ્રતિનિધિ તરીકે કાર્યરત હતા.


 જ્યારે ૧૯૪૯થી ૧૯૫૨ દરમિયાન તેઓ સોવિયેત યુનિયન ખાતે ભારતના રાજદૂત રહ્યા હતા.


 ૧૯૫૨માં તેમની વરણી ભારતના ઉપરાષ્ટ્રપતિ તરીકે કરવામાં આવી હતી. જ્યારે તેઓ ભારતના રાષ્ટ્રપતિ બન્યા ત્યારે તેમના મિત્રો અને વિદ્યાર્થીઓ દ્વારા તેમના જન્મદિવસની ઉજવણી કરવા માટે ઉત્સાહ બતાવવામાં આવ્યો હતો.


જોકે રાધાકૃષ્ણને પોતાના જન્મદિવસને શિક્ષકદિન તરીકે ઊજવવાનું સૂચન કર્યું હતું. બસ, ત્યારથી તેમનો જન્મદિવસ ભારતમાં શિક્ષકદિન તરીકે ઊજવવામાં આવે છે. 



સન્માન (એવોર્ડ)

ડો. રાધાકૃષ્ણનને તેમના સેવાકાર્ય માટે કેટલાક બ્રિટિશ અને ભારતીય ઈલકાબોથી સન્માનિત કરવામાં આવ્યા હતા.


1931માં અંગ્રેજો દ્વારા રાધાકૃષ્ણનને 'સર'ની પદવી આપવામાં આવી હતી, જો કે આઝાદી પછી ઔપચારિક રીતે આ પદવીની માન્યતા રદ્દ થઇ હતી.


 જ્યારે તેમને ઉપરાષ્ટ્રપતિ બનાવવામાં આવ્યા ત્યારે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદે તેમના મહાન, દાર્શનિક અને શિક્ષણ ક્ષેત્રે ઉત્તમ કામ બદલ ભારત રત્ન આપી તેમનું સન્માન કર્યું હતું.


 ૧૯૫૪માં તેમને ભારતરત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા. 

૧૯૭૫માં ઓક્સફર્ડ યુનિર્વિસટીએ તેમને ટેમ્પલટન એવોર્ડથી નવાજ્યા હતા. ઈનામમાં મળેલી બધી જ રકમ તેમણે યુનિર્વિસટીને દાનમાં આપી દીધી હતી. ત્યારથી ૧૯૮૯માં ઓક્સફર્ડ યુનિર્વિસટીએ ડો. રાધાકૃષ્ણનની યાદમાં સ્કોલરશિપ આપવાની શરૂઆત કરી છે


ડો. રાધાકૃષ્ણન દેશ દુનિયામાં ફિલોસોફર પ્રેસિડેન્ટ તરીકે જાણીતા છે. વર્ષો પહેલાં ફિલોસોફર પ્લેટોએ લખેલું કે આદર્શ રાજ્ય એ કહેવાય જ્યાં રાજા દાર્શનિક હોય. ડો. રાધાક્રિષ્નન રાષ્ટ્રપતિ બન્યા એટલે એ વાત થોડી-ઘણી સાચી સાબિત થઈ. રાધાક્રિષ્નનનો જન્મ ૧૮૮૮માં આંધ્ર પ્રદેશના ધાર્મિક શહેર તિરૂતનીમાં થયેલો. 


તેમના પિતા સર્વપલ્લી વીરાસ્વામી અને માતા સીતામ્મા ગરીબ બ્રાહ્મણ હતાં. 

દક્ષિણ ભારતની પરંપરા પ્રમાણે તેમના નામમાં લાગતો સર્વપલ્લી શબ્દ હકીકતમાં ગામનું નામ છે. વર્ષો પહેલાં તેમના પૂર્વજો આ ગામમાં રહેતાં હતાં.


તેમની પ્રગતિ બહુ સીધી લીટીમાં હતી. દેશમાં ઉપકુલપતિ સુધી પહોંચ્યા પછી તેઓ ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં ૬ વર્ષ વિઝિટિંગ પ્રોફેસર રહ્યા. ત્યાં તેમણે હિન્દુ ધર્મ ભણાવ્યો. એ દરમિયાન ઇન્દિરા ગાંધી, સાંસદ ભૂપેશ ગુપ્તા અને ઇઝરાયેલના ઉપવડાપ્રધાન રહી ચૂકેલા યિગેલા આલોં જેવાં તેમના વિદ્યાર્થીઓ હતાં.


૧૯૪૮માં તેઓ યુનેસ્કોના ચેરમેન બન્યા. 


૧૯૪૯માં કૃષ્ણન રશિયામાં ભારતના રાજદૂત બન્યા. સરમુખત્યાર જોસેફ સ્તાલિન કોઈને મળવા માટે તૈયાર ન થતો. પણ રાધાકૃષ્ણનને બે વખત મળ્યો. આક્રમકતા અને બળપ્રયોગ કરી સત્તા પર આવેલા સ્તાલિનને ઈશારો કરતાં કરતાં કૃષ્ણને કહેલું કે અમારે ત્યાં પણ એક રાજાએ ધરાર સત્તા હાંસલ કરી એ પછી તેને કલિંગમાં પશ્ચાત્તાપ કરવાનો વારો આવેલો. સ્તાલિન-કૃષ્ણનની બે મુલાકાતથી આખા જગતને આશ્ચર્ય થયેલું.


 ૧૯૫૨માં દેશને સક્ષમ ઉપરાષ્ટ્રપતિની જરૂર પડતાં રાધાકૃષ્નને ભારત બોલાવી લેવાયા. અહીંથી જ તેઓ ભારતના સર્વોચ્ચ પદ સુધી પહોંચ્યા.


 ૧૯૫૪માં તેમને ભારત રત્ન આપી દેવાયો હતો. 

૧૯૬૨માં તેમણે ભારતના રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા અને રાષ્ટ્રપતિ તરીકે પોતાનો પગાર ઘટાડી ૨ હજાર રૂપિયા કરી નાખ્યો. અગાઉ નોંધ્યું તેમ તેમની વિશ્વભરમાં ખ્યાતિ હતી. પરિણામે અમેરિકા પહોંચ્યા ત્યારે તેમને હેલિકોપ્ટર દ્વારા સીધા જ વ્હાઈટ હાઉસમાં ઊતરવાનું સન્માન મળ્યું. આ રીતે વ્હાઈટ હાઉસમાં પહોંચનારા એ વખતે તેઓ પહેલા પરદેશી હતા. 


અંતિમ દિવસો

અંતિમ દિવસોમાં તેઓ ઘણું ભૂલી જતાં હતા. તબિયતની પણ ગંભીર સમસ્યાઓ હતી. એ સ્થિતિ વચ્ચે જ તેઓએ ૧૯૭૫ની ૧૭મી એપ્રિલે વહેલી સવારે હંમેશાં માટે વિદાય લીધી.


વિચાર

રાજકારણમાં જોડાતાં પહેલાં તેમણે 40 વર્ષ સુધી શિક્ષક તરીકે ફરજ બજાવી હતી. તેમનું માનવું હતું કે, શિક્ષણ ન મેળવનાર વ્યક્તિ ક્યારેય જીવનમાં કોઇ મંજિલ સુધી પહોંચી નથી શકતો. વ્યક્તિના જીવનમાં શિક્ષણ ખુબ જ જરૂરી છે.


તારીખ પાંચમી સપ્ટેમ્બર આપણે સર્વે આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણન નાં જન્મદિવસ ને "શિક્ષકદિન" તરીકે ઉજવીએ છીએ. ડૉ. રાધાકૃષ્ણન એક મહાન ફિલોસોફર અને શિક્ષક હતા. તેમણે એકવાર કહ્યું હતું કે - "હું પહેલા શિક્ષક્ છું,અને પછી રાષ્ટ્રપ્રમુખ છું .


યુનેસ્કો દ્વારા માન્ય શિક્ષક દિન

આમ તો 5 સપ્ટેમ્બર ડૉ. રાધાકૃષ્ણનનો જન્મ દિવસ છે, તેમણે જ શિક્ષકોને સન્માન મળે એ હેતુથી આ દિવસને શિક્ષક દિન તરીકે ઉજવવાની વાત કહી હતી. આથી યુનેસ્કોએ ઇ.સ.1994માં 5 સપ્ટેમ્બરને શિક્ષક દિવસ તરીકે માન્યતા આપી હતી. ભારત સિવાય દુનિયાના બીજા 100 દેશોમાં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે 


દુનિયાના 100 દેશોમાં ઉજવાય છે શિક્ષક દિન, ગૂગલે પણ કરી ઉજવણી


5 સપ્ટેમ્બર એટલે આપણા પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસ, જેને આપણે શિક્ષક દિવસ તરીકે ઉજવીએ છીએ. શિક્ષક એ કોઈ પણ દેશનો પાયો છે. શિક્ષકો વિદ્યાર્થીને જેવા બનાવવા માંગે તેવા વિદ્યાર્થીઓ બને છે અને એ જ વિદ્યાર્થી દેશનું આવનારું ભવિષ્ય હોય છે. શિક્ષકને હંમેશા ભગવાનના સ્થાને રાખનામાં આવે છે.

 એટલે જ આપણે 'ગુરૂ બ્રહ્મા , ગુરૂ વિષ્ણુ, ગુરૂ દેવો મહેશ્વરા. ગુરૂ સાક્ષાત પરબ્રહ્મ, તસ્મૈ: શ્રી ગુરૂદેવ નમ:' કહીએ છીએ.

સર્ચ એન્જિન ગુગલે પણ આ દિવસની ઉજવણી કરતા એક સુંદર ડુડલ બનાવ્યું છે. આ ડુડલમાં એક વ્યક્તિના એક હાથમાં લાકડી અને બીજા હાથમાં પુસ્તક જોવા મળે છે. શિક્ષક ભણાવી રહ્યા છે અને બાળકો ભણી રહ્યા હોય તેવું આ દ્રશ્ય લાગે છે. આ ડુડલને જોતા જ તમને તમારા શાળાના દિવસો જરૂર યાદ આવી 




જુનુ પણ સોનુ


નરેન્દ્ર મોદીએ 800 વિદ્યાર્થીઓ અને 60 શિક્ષકો સાથે મુલાકાત કરી હતી. કાર્યક્રમમાં સર્વપલ્લી રાધાકૃષ્ણનની 125મી જન્મજયંતી નિમિત્તે તેમના સન્માનમાં એક તેમની પ્રતિકૃતિવાળો સિક્કો બહાર પાડ્યો તેમજ કલાઉત્સવ વેબસાઈટ લોન્ચ કરી હતી. ભારત સરકાર દ્વારા શ્રેષ્ઠ શિક્ષકોને પુરસ્કાર અર્પણ કરવામાં આવે છે. 

કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક મજાનુ વાક્ય કહ્યું હતું કે "માં બાળકને જન્મ આપે છે ત્યારે ગુરુ વિદ્યાર્થીને જીવન આપે છે. એટલે જ કહેવામાં આવ્યું છે કે દરેક વ્યક્તિના જીવનમાં બે વ્યક્તિનો મહત્ત્વનો ફાળો હોય છે. જેમાં માતા બાળકને જન્મ આપે છે. તેને ઉછેરે છે. અને બાળકનો શારીરિક વિકાસ કરે છે. બાળકનુ ઘડતર કરી જીવનમાં આગળ વધવા માટે દિશા બતાવી પ્રોત્સાહન પૂરું પડે છે. દરેક વિદ્યાર્થીના જીવન શિક્ષકનુ મહત્ત્વ હોય છે. તમારા મનમાં કોઈ શિક્ષકની સારી એવી છબી છોડી જાય છે. તે છબીને ક્યારેય તમારા મનમાંથી ભૂસી શકતા નથી. સમાજનુ ઘડતર કરવામાં શિક્ષકનો મહત્ત્વનો ભાગ હોય છે. શિક્ષક વિદ્યાર્થીને સાચી દિશા બતાવે છે. અને તે દિશા તરફ આગળ વધવા માટે પ્રોત્સાહન આપે છે. આજનો વિદ્યાર્થી આવતીકાલનો નાગરિક છે. તેના શ્રેષ્ઠ નાગરિક બનાવવામાં શિક્ષકનો મહત્ત્વનો ફાળો છે. દરેક વિદ્યાર્થીઓનુ ભવિષ્ય શિક્ષકના હાથમાં હોય છે.

-----------------------------------------------------------------------




Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.

0 Comments:

Labels