Education for Every

Chandrayan 3 Launching Live

Chandrayan 3 Launching Live: ચંદ્રયાન 3 ઉડાન ભરવાની તૈયારીમા, લોંચીંગ જુઓ લાઇવ શ્રી હરિકોટાથી


Chandrayan 3 Launching Live: ચંદ્રયાન લોંચીંગ: 

અવકાશી સંશોધન મા ભારત અનેક સિધ્ધિઓ નોંધાવી ચૂક્યુ છે. ત્યારનુ લેટેસ્ટ અપગ્રેડેડ બાહુબલી રોકેટ એટલે કે લોન્ચ વ્હીકલ માર્ક-3 (MV-3) આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સ્પેસ સ્ટેશન પર ચંદ્રયાન-3 ના લોંચીંગ માટે તૈયાર છે. MV-3 નો લોન્ચિંગ સફળતા રેશીયો 100% છે. નોંધનીય છે કે, મિશન ચંદ્રયાન-3નું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયુ છે અને લોંચીંગ શુક્રવારે બપોરે 2.35 કલાકે થશે. જેને લઈ હવે સમાગ્ર દેશવાસીઓ સહિત દુનિયાની નજર ચંદ્રયાન ના આ લોન્ચિંગ પર છે.




આ બધાની વચ્ચે આ મિશનની સફળતા માટે ઈસરોના વૈજ્ઞાનિકો તિરુપતિ મંદિર પહોંચ્યા હતા. વૈજ્ઞાનિકો તેમની સાથે ચંદ્રયાન-3નું લઘુચિત્ર મોડલ પણ પૂજા માટે લઈ ગયા હતા. ચંદ્રયાન 24-25 ઓગસ્ટે ચંદ્ર પર ઉતરાણ કરશે. આગામી 14 દિવસ સુધી રોવર લેન્ડરની આસપાસ 360 ડિગ્રીમાં આ ચંદ્રયાન ફરનાર છે અને અનેક પરીક્ષણો કરશે. લેન્ડર ચંદ્રની સપાટી પર રોવર દ્વારા બનાવેલા વ્હીલ માર્કસની તસવીરો પણ ધરતી પર મોકલશે.


ચંદ્ર પર રાષ્ટ્રધ્વજ લગાવનાર ચોથો દેશ


આ ચંદ્રયાન ની સફળતા સાથે માત્ર ચંદ્ર પર રાષ્ટ્રધ્વજ લગાવનાર ચોથો દેશ જ નહીં, ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક પહોંચનાર ભારત પ્રથમ દેશ પણ બની જશે. આ એ જ વિસ્તાર છે જ્યાં ચંદ્રયાન-1 દરમિયાન મૂન ઈમ્પેક્ટ પ્રોબ છોડવામાં આવી હતી અને ઈસરોએ અહિં પાણી હોવાનુ શોધી કાઢ્યું હતું. ચંદ્રયાન-2 નું લોંચીંગ દરમિયાન ક્રેશ લેન્ડિંગ અહીં થયું હતું.


ચંદ્ર ખૂબ જ મહત્વપૂર્ણ
ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળને કારણે પૃથ્વી ધીમે ફરે છે. જો ચંદ્ર ન હોત, તો પૃથ્વી ઝડપથી ફરશે, દિવસ ઝડપથી પસાર થશે. ચંદ્ર ન હોય તો દિવસ માત્ર છ કલાકનો હશે. જો ચંદ્ર ન હોય તો આપણે ન તો ચંદ્રગ્રહણ જોઈ શકીએ કે ન તો સૂર્યગ્રહણ. જ્યારે પૃથ્વી પર ચંદ્રગ્રહણ થાય છે, ત્યારે ચંદ્ર પર સૂર્યગ્રહણ થાય છે. પૃથ્વી પરથી સૂર્ય અને ચંદ્ર બન્ને સમાન કદના દેખાય છે. સૂર્ય કરતાં પૃથ્વીની 400 ગણી નજીક હોવાને કારણે ચંદ્ર સૂર્યની સરખામણીમાં જોવા મળે છે. પૃથ્વી પરથી ચંદ્રનો માત્ર 55% થી 60% ભાગ નરી આંખે જોવા મળે છે. અત્યાર સુધીમાં 12 માણસો ચંદ્ર પર ગયા છે. જોકે 1972 પછી છેલ્લા 51 વર્ષોમાં ચંદ્રની સપાટી પર કોઈ માનવી હજુ ઉતર્યો નથી.


2019 માં ચંદ્રયાન-2 ની આંશિક સફળતા મળી હતી, 4 વર્ષમાં, ISRO એ ચંદ્રયાન-3 ની દરેક સંભવિત ખામીનો સામનો કરવા માટે સતત આવા પરીક્ષણો અને સંશોધનો કર્યા.







કચ્છ ભૂજ ખાલી જગ્યા 6 થી 8 નું લાઈવ સ્ટેટસ જોવા ક્લિક કરો 




ક્લિક કર્યા પછી થોડી વાર રાહ જોવી.....







ચંદ્રયાન 3 અપડેટ વિડિયો


Embedded Tweet Example

Check out this awesome tweet I found on Twitter!

Embedded Tweet Example

Check out this awesome tweet I found on Twitter!


ચંદ્રયાન 3 વિશે જાણવા જેવુ


ચંદ્રયાન-3 મિશન શું છે ?
ચંદ્રયાન-3 મિશન એ ચંદ્રયાન-2 મિશનનું પછીનુ મિશન છે જે વર્ષ 2019 માં ચાલ્યું હતું. જેમાં લેન્ડર અને રોવરનું સોફ્ટ લેન્ડિંગ સપાટી પર ચાલતું જોવા મળી શકસે


ચંદ્રયાન-3 ચંદ્રયાન-2 થી કઇ રીતે અલગ છે ?
ચંદ્રયાન-2 માં લેન્ડર, રોવર અને ઓર્બિટર હતા. જ્યારે ચંદ્રયાન-3 માં ઓર્બિટરને બદલે સંપૂર્ણ સ્વદેશી પ્રોપલ્શન મોડ્યુલ છે.


ચંદ્રયાન-3 નો મુખ્ય હેતુ શું છે ?
ચંદ્રની સપાટી, વાતાવરણ અને જમીનની અંદરની ગતિવિધિઓ શોધવી એ આ ચંદ્રયાનનો મુખ્ય હેતુ છે.


ચંદ્રયાન-3 કેટલા દિવસ કામ કરશે ?
વૈજ્ઞાનીકો ના અનુસાર 3 થી 4 મહિના કામ કરશે.

કયું રોકેટ ચંદ્રયાન નુ વહન કરશે ?

ચંદ્રયાન-3ના પ્રક્ષેપણ માટે ISRO LVM-3 લોન્ચર નો ઉપયોગ કરવામા આવશે.

ચંદ્રયાન મિશનનો સૌથી મુશ્કેલ ભાગ કયો હોય છે ?

લેન્ડર ને ચંદ્રની સપાટી પર સોફટ રીતે ઉતારવુ એ સૌથી મુશ્કેલ કામ હોય છે.

લેન્ડર-રોવર કેટલા દિવસ પછી ચંદ્ર પર ઉતરશે ?

14 જુલાઇના રોજ લોંચ થયા બાદ ચંદ્રયાનુ લેંડર 45 થી 50 દિવસમા ચંદ્રની સપાટી પર સોફટ લેંડીંગ કરશે.

વિશ્વના કેટલા દેશોએ ચંદ્ર પર ઉતરાણ કર્યું છે ?

આ પહેલા દુનિયાના 4 દેશો ચંદ્ર પર સોફટ લેન્ડીંગ નો પ્રયાસ કરી ચૂક્યા છે.

Embedded Tweet Example

Check out this awesome tweet I found on Twitter!

Chandrayan 3 Launching Live

ચંદ્રયાન-3 લોંચીંગ લાઇવ જોવા માટે અહિં ક્લીક કરો

વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો અહિં ક્લીક કરો










Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.

0 Comments:

Labels