CELEBRATION OF REPUBLICDAY 26th January
26 January Script Gujarati | Stage Sanchalann Speech 26 January | 15 August Script Gujarati | Stage Sanchalan Speech 15 August
January 26 is celebrated to commemorate the Indian Constitution replacing the Government of India Act (1935) as the governing document of India. And now it is celebrated across India with a lot of fervour. In Delhi, at Rajpath magnificent parades by regiments of the Indian Army, Navy, Air Force, police and paramilitary forces march and there is also a display India’s defence prowess is on display with latest missiles, aircraft, and weapon systems. Beautiful tableaus, representing the beauty of all the states of India are also showcased during the parade. There are also skyshows by the Air Force.
India celebrates Republic Day on January 26 annually with a lot of pride and fervor. It is a day that is important to every Indian citizen. It marks the day when India became truly independent and embraced democracy. In other words, it celebrates the day on which our constitution came into effect. On 26 January 1950, almost 3 years post-independence, we became a sovereign, secular, socialist, democratic republic.
History of CELEBRATION OF REPUBLICDAY 26th January
While we got independence from British rule on August 15, 1947, our country was still lacking a concrete constitution. Moreover, India also did not have any experts and political powers which would help in the functioning of the state affairs smoothly. Up until then, the 1935 Government of India Act was basically modified in order to govern, however, that act was more bent towards the colonial rule. Therefore, there was a dire need to form an exclusive constitution that would reflect all that India stands for.
Thus, Dr. B.R. Ambedkar led a constitutional drafting committee on August 28, 1947. After drafting, it was presented to the Constituent Assembly by the same committee on November 4, 1947. This whole procedure was very elaborate and took up to 166 days to complete. Moreover, the committee organized sessions were kept open to the public.
No matter the challenges and hardships, our constitutional committee left no stone unturned to include rights for all. It aimed to create the perfect balance so all citizens of the country could enjoy equal rights pertaining to their religions, culture, caste, sex, creed and more. At last, they presented the official Indian constitution to the country on January 26, 1950.
Moreover, the first session of the India Parliament was also conducted on this day. In addition to that, 26th January also witnessed the swearing-in of India’s first president, Dr. Rajendra Prasad. Thus, this day is very important as it marks the end of the British rule and birth of India as a Republic State.
Dikrini Salam Desh Ne Nam Sanman Patra & Prashasti Patra Download
CELEBRATION OF REPUBLICDAY
૨૬ જાન્યુઆરી – ગણતંત્ર દિવસ
આપણા ભારત દેશને પ્રજાસત્તાક થયે આજે 69 વર્ષ પૂરા થયા. ખૂબ જ આનંદની વાત છે. ભારત દેશની પ્રગતિથી દરેક ભારતીયનું મસ્તક ગર્વથી ઊંચું છે. ભારત 15 મી ઓગસ્ટ 1947ના રોજ સ્વતંત્ર થયું, પરંતુ તેને તેનું કાયમી બંધારણ ન હતું. તેને બદલે સુધારેલા વસાહતી કાયદા, ગર્વમેન્ટ ઓફ ઈન્ડિયા એક્ટ 1935 પર આધારીત અમલ થતો અને દેશ બ્રિટિશ આધિપત્ય તળે ગણાતો તથા દેશના વડા એવા સર્વોચ્ચ “ગવર્નર જનરલ” ના પદ પર લોર્ડ માઉન્ટબેટન કારભાર સંભાળતા હતા.
29 ઓગસ્ટ 1947ના રોજ કાયમી બંધારણની રચના માટે ડૉ.બાબા સાહેબ આંબેડકરના વડપણ હેઠળ એક મુસદ્દા સમિતિનું ગઠન કરવામાં આવ્યું. સમિતિ દ્વારા બંધારણનો મુસદ્દો તૈયાર કરી અને ૪ નવેમ્બર 1947ના રોજ બંધારણ સભા સમક્ષ રજુ કરવામાં આવ્યું. 26મી જાન્યુઆરી 1950 થી ભારતનું બંધારણ અમલમાં આવ્યું. આમ,ભારત ખરા અર્થમાં સ્વતંત્ર રાષ્ટ્ર બન્યું. ડૉ.રાજેન્દ્ર પ્રસાદ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે ચુંટાયા.
આ માટી વસે છે મારા હ્રદયમાં, તેના માટે તો બધું કુર્બાન, કહે છે લોહીનું એક એક બુંદ, મારો વ્હાલો ભા૨ત દેશ મહાન.
આ દિવસે દેશે મહાત્મા ગાંધી અને હજારો સ્વતંત્ર સેનાનીઓ કે જેમણે સ્વાતંત્ર્ય માટે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કર્યું હતું. તેમનું સ્વતંત્ર રાષ્ટ્રનું સ્વપ્ન ફળીભુત થતું જોયું. આજે સમગ્ર દેશમાં ગણતંત્ર દિવસ ઉજવાય છે, ખાસ કરીને ભારતની રાજધાની દિલ્હીમાં આ ઉજવણી રાષ્ટ્રપતિના રાષ્ટ્ર માટેના ઉદ્દબોધનથી શરૂ થાય છે. ભાષણની શરૂઆત સ્વાતંત્ર સેનાનીઓએ આપેલા બલિદાન તેમજ શ્રદ્ધાંજલીથી થાય છે કે જેઓએ દેશના સ્વાતંત્ર્ય માટે સમગ્ર જીવન ન્યોછાવર કરી દીધું હતું તથા રાષ્ટ્રની સંહિતા માટે લડ્યા હતા. ત્યારબાદ રાષ્ટ્રપતિ મંચ પર આવી લશ્કરના જવાનોના પરિવારજનોને જવાનોની યુદ્ધમાં દાખવેલ અજોડ બહાદુરી માટે ચંદ્રકો એનાયત કરે છે. આ ઉપરાંત ભારતના નાગરિકો કે જેમણે અસામાન્ય પરિસ્થિતિઓમાં બહાદુરીપૂર્વકનું કાર્ય કર્યું હોય એમને સન્માનિત કરી તેમને પુરસ્કારો એનાયત કરે છે. આ દિવસનું મહત્વ સિદ્ધ કરવાના ઉદ્દેશથી દર વર્ષે નવી દિલ્હીમાં એક મહાપરેડનું આયોજન કરવામાં આવે છે.
દેશ આઝાદ થયો એટલે 15 ઓગસ્ટને સ્વતંત્રતા દિવસ રૂપે ઉજવવામાં આવ્યો છે અને 26મી જાન્યુઆરીને પ્રજાસત્તાક દિન તરીકે ઉજવવામાં આવે છે. બંધારણ સભાની રચના કેબિનેટ મિશન પ્લાન 1946 હેઠળ થઇ હતી. આમ, બંધારણ સભાની પહેલી બેઠક 9 ડિસેમ્બર 1946ના રોજ મળી હતી. સતત ત્રણ વર્ષ સુધી ગહન ચિંતન અને મનોમંથન કર્યા બાદ 26 નવેમ્બર 1949ના રોજ બંધારણ ઘડવાનું કાર્ય પૂરું થયું અને આ જ દિવસે બંધારણ અપનાવવામાં આવ્યું. જોકે, 26 જાન્યુઆરીનું ઐતિહાસિક મહત્વ જોતાં બંધારણ 26 નવેમ્બરના રોજ અમલમાં ન મૂકતાં 26મી જાન્યુઆરીના રોજ અમલમાં મૂકવામાં આવ્યું. આ રીતે ભારત આ દિવસે એક ગણતંત્ર રાષ્ટ્ર બન્યું. 26મી જાન્યુઆરી, 1950નો સૂર્યોદય, 26મી જાન્યુઆરી 1950ની એ સવાર દેશવાસીઓ માટે સોનાનો સૂરજ બનીને આવી. એ દિવસે દેશના દરેક નાગરિકનો ચહેરો ખીલી ઊઠ્યો હતો.
મિત્રો, યાદ રહે ભારતની પ્રગતિમાં જેટલો આજના યુગનો ફાળો છે તેટલો જ તો તેનાથી પણ વધુ ભારતની આઝાદીમાં જાન ગુમાવનારનો ફાળો છે. અરે, ત્યારપછી પણ થયેલી અનેક લડાઈમાં જાન ગુમાવનાર હર એક શહિદ જવાનનો ફાળો છે. અને આજે પણ સરહદની રક્ષા કરનાર હર એક સિપાહીની કિંમત કમ નથી.
આજના 69 માં પ્રજાસત્તાક દિવસે દરેકની કુરબાની યાદ કરતા તેમને નમન. ભારતમાતા હંમેશા ખુશ રહે, પ્રગતિને પંથે પ્રયાણ જારી રહે તેવી ઈશ્વરને પ્રાર્થના. આપણા દેશની આધ્યાત્મિકતા અને સંસ્કૃતિ જ આપણને ટકાવી રાખશે. 2 જી ફેબ્રુઆરી 1835 એ લૉર્ડ મેકલેઝે કહ્યું હતું કે “જો ભારત પર બ્રિટીશ હકુમતનો ઝંડો ફરકાવવો હશે તો ભારતની જૂની અભ્યાસની પદ્ધતિ અને સંસ્કૃતિને તોડી ફોડી તેની જગ્યાએ અંગ્રેજી ભાષા અને પરદેશી માલ પ્રત્યે પ્રિતી દાખલ કરવી પડશે. તેમનો આત્મવિશ્વાસ નાબૂદ કરશો તો જ આપણે ભારત પર રાજ કરી શકીશું...”
મિત્રો, આજે અંગ્રેજી ભાષાનું તો એટલું ઘેલું લાગ્યું છે કે આજે આપણ સૌએ માતૃભાષા બચાવોનું અભિયાન ચલાવવું પડે છે. વિદેશી વસ્તુ પ્રત્યે આપણે એટલા આકર્ષાયા છીએ કે સ્વદેશી વસ્તુઓ અને આપણી વિરાસતને ભૂલી જ ગયા છીએ. આજે વિદેશી કંપનીઓ પરોક્ષ રીતે મળેલી સ્વતંત્રતાને વિદેશી વસ્તુઓના વ્યસન અને મોહથી આપણને ગુલામ બનાવી રહી છે. આજે આપણા દેશની વિરાસત અને ગૌરવને જાળવી રાખવાની અને તેનું સંવર્ધન કરવાની જરૂર છે. દુનિયાના દેશોમાં આજે ભારત એક મજબૂત રાષ્ટ્ર તરીકે છબી પ્રસ્થાપિત કરી રહ્યું છે ત્યારે આવો આપણે આપણા દેશને વિકસિત અન્ય દેશોની હરોળમાં લાવવા માટે પ્રયત્નો કરીએ.
ગાંધીજીનું સ્વપ્ન જયારે સત્ય બન્યું, દેશ ત્યારે જ પ્રજાસત્તાક બન્યો, આજ ફરીથી યાદ કરીએ તે મેહનત, કરી હતી વીો એ ત્યારે જ દેશ પ્રજાસતાક બન્યો
જે કોઈ વ્યક્તિ નિરક્ષર ન રહે, તેવા પ્રયત્નો કરીએ. વિ સ્વચ્છતા જાળવીએ, ઘેર ઘેર શૌચાલય બનાવીએ. વિશ્વ મારું ગામ, મારો તાલુકો ગૌરવવંતો બને તેવા પ્રયાસો કરીએ. િસ્ત્રીભૃણ હત્યાને અટકાવીએ. કન્યા કેળવણી મહત્વ આપીએ. સમાજમાં ફેલાતા અંધવિશ્વાસને દૂર કરીએ. ી આપણી સાંસ્કૃતિક વિરાસતનું જતન કરીએ. િજાહેર સંપત્તિનું જતન કરીએ. ધિ સ્વદેશી વસ્તુઓને અપનાવીએ અને આપણા દેશનું ગૌરવ વધારીએ. વિન રાષ્ટ્રભાષાનું સન્માન કરીએ. શહીદોએ વહોરેલી શહીદી/બલિદાનને યાદ કરીએ. સમયદાન આપીએ.
26 January Script Gujarati | Stage Sanchalann Speech 26 January | 15 August Script Gujarati | Stage Sanchalan Speech 15 August
INDIA REPUBLIC DAY
0 Comments:
Post a Comment