Education for Every

પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી આઠવલે (પૂજ્ય દાદા), મનુષ્ય ગૌરવ દિન

 પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી આઠવલે  (પૂજ્ય દાદા)મનુષ્ય ગૌરવ દિન





પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી આઠવલે 

 19 ઓક્ટોબર " મનુષ્ય ગૌરવ દિન " 


જન્મ : 19 ઓક્ટોબર 1920 

જન્મસ્થળ : રોહા ( પૂણે , મહારાષ્ટ્ર કોંકણ પ્રદેશ ) 

પિતાનું નામ : વૈજનાથ શાસ્ત્રી આઠવલે 

માતાનું નામ:-  પાર્વતી આઠવલે 

અવશાન 25 ઓક્ટોબર 2003 ( મુંબઇ , મહારાષ્ટ્ર ) 

પત્નિનું નામ : નિર્મળાતાઇ આઠવલે 


મનુષ્ય ગૌરવ દિન ની શુભેચછા 


ભારતના દાર્શનિક , આધ્યાત્મિક ગુરૂ તથા સુધારક તથા સ્વાધ્યાય પરિવારના પ્રણેતા પૂ . શ્રી પાંડુરંગ શાસ્ત્રી આઠવલેનું જન્મ શતાબ્દી વર્ષ સ્વાધ્યાય પરિવારના લાખો અનુયાયીઓ અનેરા ઉમંગ સાથે ઉજવી રહ્યા છે . 


પૂ . પાંડુરંગદાદાનો તા . 19 મી ઓકટોબર 1930 ના મહારાષ્ટ્રના કોંકણ પદેશ ના  રોહા ખાતે થયો હતો . આગામી તા . 19 મી ઓકટોબર 2021 ના પૂ , પાંડુરગદાદાની 101 મી જન્મ જયંતી માત્ર ભારતમાં જ નહિ પણ વિશ્વભરમાં ઉજવાશે . પાંડુરંગ શાસ્ત્રી આઠવલે ભારત દેશના મહારાષ્ટ્ર રાજ્યના કોંકણ પ્રદેશમાં રોહા નામનાં ગામમાં બ્રાહ્મણ પરિવારમાં જન્મેલા અને પિતા વૈજનાથ આઠવલે ( શાસ્ત્રી ) તથા માતા પાર્વતી આઠવલેના પાંચ સંતાનો પૈકીના એક હતા. 



જેઓ શાસ્ત્રી " તેમ જ " દાદાજી " તરીકે પણ ઓળખાય છે મરાઠી ભાષામાં ' દાદા ' શબ્દનો અર્થ " મોટાભાઈ " .


પાંડુરંગ શાસ્ત્રી પોતે હિન્દુ ધર્મના શાસ્ત્રોના પ્રખર વિદ્વાન હતા . તેમણે હિન્દુ ધર્મના મહાગ્રંથ ગીતાના જ્ઞાનને સરળ શૈલીમાં સમાવી સામાન્ય લોકો સુધી પહોંચાડવાનો પુરુષાર્થ આદર્યો હતો . એના પરિણામ સ્વરૂપ સ્વાધ્યાય પરિવારની સ્થાપના થઇ , જેમાં આજે લાખો લોકો હોંશે હોંશે સક્રિયપણે જોડાયેલા છે . આ પરિવારમાં વિદ્વાનોથી માંડી સામાન્ય માનવી જોવા મળે છે . પાંડુરંગ શાસ્ત્રીજીની સરળ શૈલીએ બાળકો , યુવાનો , વયસ્કો એમ આબાલવૃધ્ધ બધાને પરિવારમાં એકસૂત્રે સાંકળી લીધા છે . 


મનુષ્ય ગૌરવ દિન એટલે પરમ પૂજનીય પાંડુરંગ શાસ્ત્રીજી ( દાદાજી ) નો જન્મ દિવસ. 

દિવાળી ના દિવસે વિજય થઈ અયોધ્યા આવવા વાળા ભગવાન શ્રીરામ મારી અંદર છે આ સમજણ જેમને આપી , જેમને આવા કળયુગ ની અંદર આવી બેજોડ અધ્યાત્મિક ક્રાંતિ સર્જી મનુષ્ય નું ગૌરવ અપાવ્યું , આત્મા નું ગૌરવ એટલે મારી અંદર ભગવાન છે તેથી હું દિન ,હિન કે બિચારો થઈ ને કેમ રહું , હું ભગવાન નો અંશ છું . અને પરસન્માંન એટલે બીજા ની અંદર પણ ભગવાન છે તેથી તેનું પણ ભગવાન ના દિકરા ના નાતે સન્માંન કરવું એમ મનુષ્ય નું ગૌરવ નિર્માણ કર્યું અને ભગવાન ગીતા માં કીધેલું ( સર્વાંશ ચાહમ હદયસન વિસ્ટો ) હું સર્વ ના હદય માં વસેલો છું તે સમજાવ્યું . માનવ જીવન ઉન્નત બને તે માટે પોતાના હાડકા નું ખાતર અને લોહી નું પાણી કરી ને સતત પ્રયત્નશીલ રહ્યા .


પ્રકૃતિ પ્રત્યે પ્રેમ નિર્માણ કરવા કહ્યું કે છોડમાં રણછોડ , અને વ્રુક્ષ માં વાસુદેવ છે . તેના માટે વૃક્ષ મંદિર નો પ્રયોગ અપિયો . તેમ ( murtipooja is perfect science ) થી પ્રભુ વિશ્વાસ ઊભો કર્યો . સર્વ ધર્મ સ્વભાવના થી બધા ને પોતાના કામ પ્રત્યે પ્રેમ નિર્માણ કર્યો .


જેમને લાખો લોકો ના જીવન સ્વચ્છ કરી ને ખીલતા કરી દીધા જેમને કોઈ કુટેવ પર પ્રતિબંધ ના લગાવિયો પણ . લાખો લોકો ને વ્યસન મુક્ત કરી દીધા કે . લોકો ભગવાન જે મંદિર માં બેઠો છે તેને દૂધ થી અભિષેક કરે તો પછી અંદર હદય માં બેઠેલા ભગવાન ને દારુ , તમાકુ જેવા વ્યસનો નો અભિષેક કેમ કરે છે આવી સમજણ થી ક્રાંતિ લાવી .


ગીતા માં ભગવાને આપેલા આશ્વાસનો ને સાદી ભાષા માં સમજાવી પ્રભુ કાર્ય માં પ્રેરિત કર્યા . વિશ્વ માં માત્ર એકજ મહાપુરુષ એ કહ્યું તમે તમારી કોઈ પણ ક્ષેત્ર માં શ્રેષ્ઠ કૃતિ કરી ને પણ ભક્તિ કરી શકો છો . તેથી તો કેહવાનું મન થાય 


"જહા ભક્તિ મે કૃતિ સમાઈ , જહા ભાવ પૂર્ણ કૃતિ હૈ મહકાઈ . કૃતિ ભક્તિ કા મેલ જહા નિષ્ફીત મેરે દાદા વહા ...."


અરે ભગવાન સામે બેસી રેહવું તે ભક્તિ નથી પરંતુ જે પણ કામ કરવું તેમ ભગવાન ને કેન્દ્ર માં રાખી ને કરવું તે પણ પ્રભુ ભક્તિ અને પ્રભુ વિશ્વાસ છે તે સમજાવ્યું . જે ભગવાન થી વિભક્ત નથી તે ભક્ત છે આવી સમજણ નિર્માણ કરી . તેથી તો કેહવાય છે 


" જહા કર્મ મે જીવન તન્મય , જહા કર્મ વિજ્ઞાન સમનવ્ય . વિજ્ઞાન ધર્મ કા મેલ જહા નિષ્પીત મેરે દાદા વહા "



એમનો જન્મદિવસ સ્વાધ્યાય પરિવાર દ્વારા જગતભરમાં "મનુષ્ય ગૌરવ દિન" અથવા "માનવ ગરિમા દિન " તરીકે ઉજવવામાં આવે છે


પૂ . પાંડુરંગ દાદાએ 1954 માં સ્વાધ્યાય આંદોલન ચલાવ્યું અને સ્વાધ્યાય પરિવારની સ્થાપના કરી.  સ્વાધ્યાય આદોલન શ્રીમદ ભગવત ગીતા પર આધારિત આત્મજ્ઞાનનું આંદોલન છે . જે ભારતના એક લાખથી વધારે ગામોમાં ફેલાયેલું છે . તેના લાખો સભ્યો છે . દાદાજી ગીતા તથા ઉપનિષદો પરના તેમના પ્રવચન માટે પ્રસિધ્ધ હતા . 


પૂજ્ય દાદાજીએ કહ્યું છે કે માણસની કિંમત માત્ર તેની પાસે કેટલા પૈસા કે ભૌતિક સંપતિ છે તેના પરથી જ નથી થતી , પણ એક મનુષ્ય તરીકે પણ તેની કિંમત છે " . આ માટેના કારણ તરીકે પાંડુરંગ શાસ્ત્રીજીએ ભગવાન શ્રી કૃષ્ણના ગીતામાં કહેલા વચનને ટાંક્યું છે . એમાં ભગવાને કહ્યું છે કે , સર્વાવવામ ઉપવીસનિવિદો ( અર્થ : હું પ્રાણીમાત્રના હૃદયમાં બિરાજમાન છું ) તેથી માણસે ભગવાન મારી સાથે છે તે વાતનું ગૌરવ લેવું જોઈએ અને પોતાને મળેલ મનુષ્ય અવતારનું ગૌરવ લેવું જોઈએ . આ વાત સમજાવતો દિવસ એટલે મનુષ્ય ગૌરવદિન સ્વાધ્યાય પરિવાર આ દિવસને વિશેષ રૂપે ઊજવે છે . આ દિવસોમાં ભકિતફેરીનું આયોજન કરવામાં આવે છે . જેને મનુષ્ય ગૌરવદિન ની ભકિતફેરી તરીકે ઓળખવામાં આવે છે .


એવોર્ડ:-

ધર્મના ક્ષેત્રમાં ઉન્નતિ માટે પૂ . દાદાને 1997 માં ટેમ્પલ્ટન પુરસ્કારથી સન્માનિત કરાયા , 

સન 1999 માં તેમને સામુદાયિક નેતૃત્વ માટે મેગસસે પુરસ્કાર મળ્યો 


વર્ષે 1999 ભારત સરકારે તેમને પદ્મ વિભૂષણ ’ થી સન્માનિત કર્યા


તેમને રોપલ એશિયા ટિક સોસાયટી મુંબઇ દ્વારા માનદ સદસ્યની ઉપાધિથી સન્માનિત કરવામાં આવ્યા હતા .


 પૂ . પાંડુરંગ શાસ્ત્રીજીએ પારંપારિક શિક્ષાની સાથે સરસ્વતી સંસ્કૃત વિદ્યાલયમાં સંસ્કૃત વ્યાકરણની સાથે ન્યાય , વેદાંત , સાહિત્ય અને અગ્રેજી સાહિત્યનુ અધ્યયન કર્યુ હતુ .  આ પુસ્તકાલયમાં તેમણે ઉપન્યાસ ખંડને છોડીને બધા વિષયોના પ્રમુખ લેખકોના પ્રસિધ્ધ પુસ્તકોનું અધ્યયન કર્યું . વેદો , ઉપનિષદો , સ્મૃતિ , પુરાણો પર ચિંતન કરતાં કરતાં શ્રીમદ ભગવતગીતા પાઠશાળા ( માધવબાગ - મુંબઇ ) માં પૂ . પાંડુરંગ શાસ્ત્રીજીએ અખંડ વૈદિક ધર્મ , જીવન જીવવાની કળા , પુજા કરવાની રીત અને પવિત્ર મંચથી વિચારવાનો માર્ગ બતાવ્યો . 



1954 માં જાપાનમાં બીજા વિશ્વ ધર્મ પરીષદમાં ભાગ લીધો અને ત્યા વૈદિક જ્ઞાન અને જીવન દર્શન પર પ્રવચન આપ્યું . અને કહ્યું કે ભક્તિ ઇસ એ સોશિયલ ફોર્સ . ભક્તિ એ એક સામાજીક શક્તિ છે ” . 


1956 માં " તત્ત્વજ્ઞાન વિધાપીઠની સ્થાપના કરી . અને ગામડે ગામડે ફરી ગીતાના વિચારોનો સરળ ભાષામાં દરેક લોકોને સમજાવ્યા , દાદા એ ભક્તિ માટે કહ્યું કે તે ફક્ત પૂજા અને દિવા નથી પણ પોતાની કાર્ય કુશળતા ભગવાનના ચરણે ધરવી તે સાચી ભક્તિ છે . 


-"ખેડુત પોગેશ્વર કૃષીમાં જઇ પોતાનો સમય આપે નોકરિયાત ભક્તિફેરી કે ભવફરિ કરી પોતાનો સમય ભગવાના માટે આપે હિરા ઘસનાર હિરામંદિરમાં પોતાનો સમય આપે , આમ દરેક વ્યક્તિ પોતાનામાં રહેલ કાર્ય કુશળતા ભગવાના ચરણે ધરે તે સમજાવ્યું .


 અહીં કેટલાય પ્રયોગો દાદાજી એ માનવના જીવનના ઉત્કર્ષ માટે આપ્યા.

જેમકે યોગેશ્વર કૃષી , 

અમૃતાપમ , 

ગૌરા , 

શ્રીદર્શનમ , 

હીરામંદીર , 

મત્સ્યગંધ વગેરે .. 


આમ તો ગુજરાત અને વિશેષ તો સૌરાષ્ટ્ર ને સ્વાધ્યાય અને પૂજ્ય દાદા પડુિરંગ શાસ્ત્રીનો પરિચય આપવો એ દિવડાનો પ્રકાશમાં અખિલાના દર્શન જેવી વાત છે .


 સ્વાધ્યાય પરિવાર પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી આઠવલે દ્વારા સ્થપાયેલ એક સાસ્કૃતિક અને સાધ્યાત્મિક પરિવાર છે . 


સ્વાધ્યાપ પરિવાર જેમાં વિવિધ કેન્દ્રો દ્વારા જેવા કે 

બાળ સંસ્કાર કેન્દ્ર દ્વારા બાળકોમા , 

યુવા કેન્દ્ર દ્વારા યુવાનો 

મહિલા કેન્દ્ર દ્વારા મહિલાઓ , 

વિડિઓ કેન્દ્રો , 

યુવતી કેન્દ્ર દ્વારા યુવતીઓ માં સંસ્કાર અને જીવન કઈ રીતે જીવવું તે શીખવવામાં આવે છે . 



સ્વાવાય પરિવાર ની આધાર શ્રીમદ ભગવદગીતા છે , જેના ઉપર સમગ્ર કાર્ય ઉભું છે . તેમા વિવિધ પ્રયોગો ( વૃક્ષમંદિર , યોગેશ્વર કૃષિ, શ્રીદર્શનમાં , ગોરસ, મત્સ્યગંધા ,ત્રિકાળ સંધ્યા, અમૃતાલાપમ ) થકી મળેલી મહાલક્ષ્મી ને વિવિધ કેન્દ્રો તથા કાર્યકમો ના ખર્ચ માં વાપરવામાં આવે છે.તેમજ વધેલી લક્ષ્મી ને સામાજિક કાર્યો માં વાપરવામાં આવે છે .



 પૂજ્ય દાદા તેઓના પ્રવચનમાં કોઈ સંસાર છોડીને ધર્મ ધ્યાન કરવાનું એવું કદી તેઓ કહેતા નહી પણ ભાવપૂર્વક કૃતજ્ઞતાથી ભગવાન યોગેશ્ર્વરને યાદ કરવા કહેતા . 


 ' ત્રિકાળ સંધ્યા' :-


 પૂજ્ય દાદા કહેતા માનવ બુધ્ધિશાળી જ નહિ પરંતુ સાથે વિચારશી પણ છે . તેથી તેને વિચાર આવી શકે કે મારું જીવન / શરીર કોણ ચલાવે છે ? આપણે અંતર્મુખ થઈને વિચારીશ્યુ તો લાગશે કે , શરીર પર આપણી પોતાની કહી શકાય એવી કોઈ સતા નથી . શરીર ઉપર બીજા કોઈની સતા ચાલે છે , બીજા કોઈનો હા પહોંચે છે . જેના ઘરમાં આપણે રહીએ તે માલિકને આપણે ભાડુ ચૂકવવું જોઈએ . તે નૈતિક ફરજ છે . તેવી જ રીતે આ શરીર જેનું છે અને જેની પાસેથી ‘ ભાડે ’ લીધું છે તેને આપણે ભાડુ ચૂકવીએ છીએ ખરા ? આ ભાડું ચૂકવવું એટલે જ ચૈતન્ય શક્તિની ભગવાનની કૃપાથી આપણને માનવ શરીર મળ્યું તે ભગવાનને કૃતજ્ઞતાથી યાદ કરવા . 


( 1 ) સવારે પથારીમાંથી ઉઠીએ ત્યારે આપણને કોણ ઉઠાડે છે ? કેવળ ઉઠાડતા નથી , જગાડે પણ છે . જગતાની સાથે સ્મૃતિ પણ આપે છે 


( 2 ) બપોરે જમે છે ત્યારે મારા પાચનતંત્ર કોણ ચલાવે છે . ખોરાકનું લાલ લોહી કોણ બનાવે છે ? જુદા જુદા પ્રકારના ખોરાક હોવા છતાં , પ્રત્યેક વ્યક્તિના લોહીનો રંગ માત્ર લાલ જ કેમ ? તે કોણે કર્યું ? ખાઘેલા ખોરાકનું લોહી બનાવીને જે જીવનશક્તિ આપે છે તેને ભાવપૂર્વક કૃતજ્ઞતાથી યાદ કરવા જોઈએ . 


( 3 ) રાત્રે પથારીમાં સૂતા જ આપણને ઘસઘસાટ ઊંધ આવે છે . ઊંઘ ક્યારે ને કેવી રીતે આવે છે તેની આપણને કશી ખબર પડતી નથી . કારણ કે , ભગવાન આપણને મા વાત્સલ્યથી સંભાળે છે . તેથી આરામથી ઊંધી શકીએ છીએ અને ઉઠતા જ ઉત્સાહનો સંચાર અનુભવીએ છીએ . 


એટલે કૃતજ્ઞતાનો ગુણ પ્રગટ કરવાનું શિખવાડે છે . તેના ઉપકારોનું કૃતજ્ઞતાપૂર્વક ભાવથી સ્મરણ ન કરુ તો કૃતઘની કહેવાઉં એટલે માનવ જીવનની ત્રણ મુખ્ય ક્રિયાઓ આ છે 


( 1 ) સવારે વહેલા ઊઠવું 

( 2 ) ભોજન કરવુ 

( 3 ) રાત્રે વહેલા ઉઘવુ . 


ટુકમાં આ ત્રણ સમયે ભગવાનનું કૃતજ્ઞતાથી ભાવપૂર્વક સ્મરણ કરવું એનુ નામ છે અર્વાંગીન ત્રિકાળ સંધ્યા , ત્રિકાળ સંધ્યા કરવાથી પ્રભુ પ્રત્યેની કૃતજ્ઞતાનો ગુણ ખીલે છે . એમણે સામાજીક ક્રાંતિનાં આપેલા વિવિધ પ્રયોગો નાની નાની પુસ્તિકા દ્વારા સંકલિત કરાયા છે


પ્રાણાયામ અને પ્રાર્થના બંને માટે નો યોગ્ય સમય છે સવારના સુરજ ઉગતા ના બે કલાક પેહલા। જે અપના હુંદુ શાસ્ત્ર પ્રમાણે યોગ્ય છે. અપના શાસ્ત્ર માં લખ્યું છે કે અપની દિવસભર ની ત્રણ મહત્વપૂર્ણ ક્રિયાઓ માં ભગવાનને અવશ્ય યાદ કરવા જોવે શાસ્ત્ર માં ત્રણ દાન લખેલા છે.

1. સ્મૃતિ દાન

2.શક્તિ દાન

3. શાંતિ દાન


સ્મૃતિ દાન : આ દાન વહેલી સવારમાં કરવામાં આવે છે.



1.સવારે ઉઠતા ની સાથે પથારી માં બેઠા બેઠા જ ભગવાન ને યાદ કરીને,આપની બંને હથેળી ને ભેગી કરીને, હથેળી ની સામે જોતા જોતા આ શ્લોક બોલવો જોવે।

कराग्रे वसते लक्ष्मीः करमूले सरस्वती।

करमध्ये तु गोविन्द: प्रभाते कर दर्शनम॥

અર્થાર્થ : આપના હાથ ની આંગળીઓ માં લક્ષ્મી નો વાસ છે.હાથ ની હથેળી ના આધાર પર માતા સરસ્વતી નો વાસ છે.અને હથેળીના મધ્ય માં ભગવાન વિષ્ણુ બો વાસ છે.વેહલી સવારમાં આ શ્લોક ફળદાયી નીવડે છે.

2. પથારી માંથી પગ જમીન પર મુકીને ઉભા થતા પેહલા પગ ને પથારીમાંથી જમીન તરફ હવામાં જુલતા લટકાવીને પથારીમાં બેઠા બેઠા ધરતીમાતા ને નિહાળી ને વંદન કરતા કરતા આ શ્લોક બોલવો જોવે।

समुद्रवसने देवि पर्वतस्तनमंडले।

विष्णुपत्नि नमस्तुभ्यं पादस्पर्श क्षमस्व मे॥

અર્થાર્થ : ધરતીમાતા, જેમને સમુદ્ર રૂપી ચાદર ઓઢી છે જેમને પર્વતો ને તેમના હ્રિદય પર ગ્રહણ કર્યો છે એવા ભગવાન વિષ્ણુ ના પત્ની, હું તમારી પાસે ક્ષમા માંગું છુ મારા પગ ધરતી પર મુકીને તમારો ભાર વધારવા માટે।અને તમારો અભાર મને ઉઠાવવા માટે।આ વિચારો અને પ્રાર્થના થી મનુષ્ય નમ્ર બને છે અને સન્માનીય બને છે જે તેની પાસે છે. અને શીખવે છે કે ભગવાને આપણને જે કઈ પણ આપ્યું છે એની હમેશા પ્રશંસા કરવી જોવે।

3. છેલ્લો શ્લોક બે પગ પર ઉભા રહીને આંખો બંધ કરીને બે હાથ જોડીને પૃથ્વી ના સર્જનકર્તા ને વંદન કરવા જોવે અને આ શ્લોક બોલવો જોવે।

वसुदेवसुतं देवं कंसचाणूरमद्रनम्।

देवकीपरमानन्दम कृष्णं वन्दे जगद्गुरुम्॥

અર્થાર્થ : વાસુદેવ ના પુત્ર, કંસ અને ચાનુર જેવા રક્ષશો નો નાશ કરનાર , માતા દેવકી ને સુખ આપનાર,બ્રહ્માંડ ના સ્વામી અને ગુરુ, હું તમને કોટી કોટી વંદન કરું છુ.આ શ્લોકથી હકારાત્મક વિચારો મળે છે ફળદાયી, સફળ અને સારા દિવસ માટે।



પાંડુરંગ શાસ્ત્રીજીને મળેલ વિવિધ પુરસ્કાર ,સન્માન,ગૌરવ અને એવોર્ડ :-

1954 -જાપાન દ્વિતીય વિશ્ર્વ ધર્મ અને તત્વજ્ઞાન પરિષદ - પ્રમુખ વક્તા નું ગૌરવ


1982- દાદા ઈન જર્મની 

પ્રમુખ અતિથી  

સંત નિકોલસ સ્મૃતિ 


1986- વિઝન ઓફ ગોડ

પુસ્તક વિમોચન


1987-વૈઝનાથ ભાવ દર્શન ટ્રસ્ટ  સંચાલિત વૃક્ષ મંદિર પ્રયોગ ને ઈંદિરા પ્રિયદરશિની એવોર્ડ


1988- મહાત્મા ગાંધી પુરસ્કાર 


1992- લોક માન્ય તિલક સન્માન


1993-ઈન્ટરનેશનલ એવોર્ડ  ફોર પ્રોગરેશ ઈન રિલીજીયન


1994- પુણે મહાનગર સન્માન 


1994- ગુજરાત વિધાન સભા એકત્ર આવીને સન્માન 


1996- કોમયુનીટી લીડરશીપ એવોર્ડ રેમન મેગેસેસે


1996- રાષ્ટ્રીય એકાત્મતા પુરસ્કાર 


1997 ગુજરાત મહાનગર સન્માન 


1997 રાષ્ટ્રભુષણ પુરસ્કાર


1997-રામશાસ્રી પ્રભુણે પુરસ્કાર 


1997- ટેમ્પલટન પ્રાઇઝ progress in Religion 

West minister Abey

Prince Philip

Tampleton foundation


1997 રાવસાહેબ ગોગટે પુરસ્કાર


1998- આનંદમયી પુરસ્કાર 

લતા મંગેશકર - દીનાનાથ મંગેશકર સ્મૃતિ પ્રતિષ્ઠાન


1998- સૌરાષ્ટ્ર યુનિવર્સીટી સન્માન ડી-લીટ


1999- સમાજ સેવા બિરલા ઈનટરનેશનલ એવોડ 


1999- પદમ વિભુષણ 

ભારત સરકાર


1999- લોકગૌરવ પુરસ્કાર 


1999-નાગરિકતા એવોડ 


1999-ચતુરંગ પ્રતિષ્ઠાન

જીવન ગૌરવ પુરસ્કાર


2000- સરદાર વલ્લભભાઇ પટેલ વિધાપીઠ 

ડી લીટ સન્માન 


2001-અહિલયાબાઇ હોળકર  રાષ્ટ્રીય પુરસ્કાર




  • 1997 માં ટેમ્પલટન એવોર્ડ મળ્યો હતો , તે ભારતીય મુળના ત્રીજા એવા વ્યક્તિ હતા જેમને આ એવોર્ડ મળ્યો છે . 
  • 1996 માં રોમન મેગ્સેસે એવોર્ડ મળ્યો હતો . આ એવોર્ડ Community Leadership ( સમુદાયનું નેતૃત્વ ) માટે આપવવામાં આવ્યો હતો . 

  • 1999 માં ભારત સરકાર દ્વારા સોશિયલ વર્ક માટે પદ્મવિભૂષણ એવોર્ડ આપી સન્માન કર્યુ હતુ . 

  • 1988 માં મહાત્મા ગાંધી પુરસ્કાર અને લોકમાન્ય ટિળક પુરસ્કાર પણ પૂજ્ય દાદાજીને મળેલ છે . 

  • સૌરાષ્ટ્ર યુનિવર્સીટી એ પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી આઠવલેજીને ડોક્ટરેટ્ની ડિગ્રી આપેલ છે . 


દા પૂ.દાદાજીના 100 માં વર્ષે 19 ઓક્ટોબર 2020 ના રોજ સૌરાષ્ટ્ર યુનિવર્સીટી દ્વારા પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી આઠવલે ચેરની શરુઆત કરવામા આવી આ ઉપરાંત લાઈબ્રેરી પણ શરુ કરવામા આવી .



મનુષ્ય ગૌરવ દિન ની હાર્દિક શુભકામના 















Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.

0 Comments:

Labels