Education for Every

EXAM POINT GK 4

EXAM POINT GK 



 ભારતના એવોર્ડ


🎖 ભારતરત્ન એવોર્ડ.

👉 ભારત સરકાર તરફથી સૌથી મોટો એવોર્ડ.

👉 શરૂઆત - ઇ.સ. ૧૯૫૪ થી.

👉 પ્રથમ - ૧) ચક્રવર્તી રાજગોપાલચારી.

૨) ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન.

૩) ડૉ. ચંદ્રશેખર વ્યંકટ રામન.


🏅 ગુજરાતી (ભારતરત્ન મેળવનાર).

👉 મોરારજી દેસાઈ - ૧૯૯૧.

👉 સરદાર વલ્લભભાઈ પટેલ - ૧૯૯૧.

👉 ગુલઝારીલાલ નંદા - ૧૯૯૭.


🎖 જ્ઞાનપીઠ એવોર્ડ.

👉 ઈ.સ. ૧૯૬૫ થી શાંતિપ્રસાદ જૈનની યાદમાં દર વર્ષે શ્રેષ્ઠ સાહિત્યકારને આપવામાં આવે છે.

👉 આ એવોર્ડમાં ૧૧ લાખ રૂપિયા અને સરસ્વતીની કાંસાની પ્રતિમા અને પ્રશસ્તીપત્ર આપવામાં આવે છે. 


🏅 એવોર્ડ મેળવનાર ગુજરાતીઓ.

૧૯૬૭ - ઉમાશંકર જોશી - નિશિથ - કાવ્ય સંગ્રહ

૧૯૮૫ - પન્નાલાલ પટેલ - માનવીની ભવાઈ- નવલકથા

૨૦૦૧ - રાજેન્દ્ર શાહ - ધ્વનિ - કાવ્યસંગ્રહ.

રઘુવીર ચૌધરી - અમૃતા - નવલકથા.


🎖  દાદાસાહેબ ફાળકે એવોર્ડ.

👉 ફિલ્મ ઉદ્યોગના પિતા દાદાસાહેબ ફાળકેની યાદમાં આપવામાં આવે છે.

👉 ભારતીય ફિલ્મ ક્ષેત્રે અસાધારણ અને અમૂલ્ય કામગીરી બજાવનાર વ્યક્તિને દર વર્ષે આપવામાં આવે છે.

👉 આ એવોર્ડમાં ૧ લાખ રૂપિયા અને સુવર્ણકમળ આપવામાં આવે છે.

👉 પ્રથમ એવોર્ડ - દેવીકરાની રોરિચ.


🎖 પદ્મ પુરસ્કાર. 🎖


🎖 પદ્મ વિભૂષણ.

🎖 પદ્મ ભૂષણ.

🎖 પદ્મ શ્રી.

👉 કોઈપણ ક્ષેત્રમાં અસાધારણ અને વિશિષ્ટ કામગીરી કરનારને આપવમાં આવે.

👉 સરકારી કર્મચારીઓને પણ આપવામાં આવે.


📍સંરક્ષણ દળોમાં આપવામાં આવતા મેડલ.

👉 પરમવીર ચક્ર.

👉 મહાવીર ચક્ર.

👉 વીર ચક્ર.


🎖 અર્જુન એવોર્ડ.

👉 રમતગમત ક્ષેત્ર શ્રેષ્ઠ દેખાવ કરનાર ખેલાડીને.


🎖 રાજીવગાંધી ખેલરત્ન.

👉 જુદી જુદી રમતમાં શ્રેષ્ઠ દેખાવ કરનાર ખેલાડીને.

👉 રમતગમત ક્ષેત્રે ભારતનો સર્વોચ્ચ એવોર્ડ.


🎖 દ્રોણાચાર્ય એવોર્ડ.

👉 રમતના શ્રેષ્ઠ કોચને આ એવોર્ડ આપવામાં આવે છે.

👉 બેડમિન્ટન પુલેલા ગોપીચંદ ખેલાડી અને  કોચ તરીકે શ્રેષ્ઠ દેખાવ કરવા બદલ રાજીવગાંધી ખેલરત્ન, અર્જુન એવોર્ડ અને દ્રોણાચાર્ય એવોર્ડ આમ ત્રણેય એવોર્ડ મેળવનાર એક માત્ર વ્યક્તિ.


🎖 બોર્લોગ એવોર્ડ.

👉 કૃષિક્ષેત્રે અપાતો શ્રેષ્ઠ એવોર્ડ.

👉 કોરોમંડલ ફર્ટિલાઈઝર્સ લિમિટેડ. તરફથી કૃષિ વૈજ્ઞાનિકને આ એવોર્ડ અપાય છે.


🎖 શાંતિસ્વરૂપ ભટનાગર એવોર્ડ.

👉 વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે મહત્વની કામગીરી કરનારને આ એવોર્ડ આપવામાં આવે છે.


🎖 આર્યભટ્ટ એવોર્ડ.

👉 વિજ્ઞાન ક્ષેત્રે પ્રશંસનીય કામગીરી બદલ.


🎖 વિક્રમ સારાભાઈ એવોર્ડ.

👉 હરિ ૐ આશ્રમ પ્રેરિત.

👉 અવકાશી સંશોધન ક્ષેત્રે મહત્વનું યોગદાન આપનારને આ એવોર્ડ આપવામાં આવે છે.


🎖 ધન્વંતરિ એવોર્ડ.

👉 તબીબી ક્ષેત્રે મહત્વની કામગીરી  કરનારને આ એવોર્ડ આપવામાં આવે છે.


🎖 ચમેલીદેવી પુરસ્કાર.

👉 પત્રકારત્વક્ષેત્રે યોગદાન બદલ આ એવોર્ડ આપવામાં આવે છે.


🎖 જમનલાલ બજાજ એવોર્ડ.

👉 સમાજસેવા ક્ષેત્રે આ એવોર્ડ આપવામાં આવે છે


🎖આગાખાન એવોર્ડ.

👉 સ્થાપત્ય કલા ક્ષેત્રેઆ એવોર્ડ આપવામાં આવે છે.


🎖 વાચસ્થતિ પુરસ્કાર.

👉 સંસ્કૃત સાહિત્યના ક્ષેત્રે યોગદાન આપનારને કે.કે.બિરલા ફાઉન્ટેન દ્વારા આ પુરસ્કાર ક્ષેત્રે આ એવોર્ડ આપવામાં આવે છે.


🎖 શંકર પુરસ્કાર.

👉 હિન્દી સાહિત્યના ક્ષેત્રે શ્રેષ્ઠ યોગદાન આપનારને કે.કે.બિરલા ફાઉન્ટેન દ્વારા આ પુરસ્કાર આપવામાં આવે છે.


🎖 જીવનરક્ષા ચંદ્રક.

👉 ડૂબતા માણસને, આગ કે અકસ્માતમાંથી બચાવવાની વિશિષ્ટ કામગીરી બજાવનાર વ્યક્તિને આ ચંદ્રક એનાયત કરવામાં આવે છે.


🎖 ભારત સમ્માન.

👉 સ્વતંત્રાની સુવર્ણજ્યંતી નિમિતે ભારત સરકારે જાહેર કરેલ નવો પુરસ્કાર, વિશ્વસ્તરે ભારતને નામના અપાવનારને આપવામાં આવે છે.

👉 ઉપરાષ્ટ્રપતિ પસંદગી સમિતિના અધ્યક્ષ છે.


🎖 અશોક ચક્ર, સૂર્ય ચક્ર અને કીર્તિ ચક્ર.

👉 ભારતના કમંઠ નાગરિકને આ એવોર્ડ આપવામાં આવે છે.


🎖 શ્રમ રત્ન, શ્રમ ભૂષણ, શ્રમવીર, શ્રમ શ્રી, શ્રમદેવી એવોર્ડ.

👉 ભારત સરકારના શ્રમ ખાતા તરફથી ઈ.સ. ૧૯૮૪ થી આ એવોર્ડ આપવામાં આવે છે.

👉 આ એવોર્ડ દ્વારા શ્રમજીવીઓનું સમ્માન કરવામાં આવે છે.


🎖 વિવિધ રાજ્યો દ્વારા આપવામાં આવતા એવોર્ડ. 


📍 રવિન્દ્ર પુરસ્કાર.

👉 ત્રિપુરા સરકાર દ્વારા આપવામાં આવે છે.

👉 શ્રેષ્ઠ સાહિત્યકારને આ પુરસ્કાર આપવામાં આવે છે.


📍 પમ્પા પુરસ્કાર.

👉 કર્ણાટક પુરસ્કાર દ્વારા આપવામાં આવે છે.

👉 કન્નડ સાહિત્યના શ્રેષ્ઠ સાહિત્યકારને આ એવોર્ડ આપવામાં આવે છે.


📍 સાહિત્ય અકાદમી એવોર્ડ.

👉 દિલ્હી સ્થિત સાહિત્ય અકાદમી દ્વારા આ એવોર્ડ આપવામાં આવે છે.

👉 દર વર્ષે આ એવોર્ડ ભારતીય સાહિત્યકારોને આપવામાં આવે છે.


📍 તાનસેન સન્માન.

👉 મધ્યપ્રદેશ સરકાર દ્વારા આપવામાં આવે છે.

👉 સંગીત ક્ષેત્રે શ્રેષ્ઠ યોગદાન આપનારને આ સન્માન આપવામાં આવે છે.


📍 લતા મંગેશકર પુરસ્કાર.

👉 મહારાષ્ટ્ર સરકાર દ્વારા આ એવોર્ડ આપવામાં આવે છે.

👉 સંગીત ક્ષેત્રમાં ઉલ્લેખનીય યોગદાન કરનારને આ પુરસ્કાર આપવામાં આવે છે.




⏩ગુજરાત ના શહેરો અને તેનાં સ્થાપકો⏪ 



⏹પાટણ- ▪વનરાજ ચાવડો (ઈ.સ.746)*



⏹ચાંપાનેર▪-વનરાજ ચાવડો (ઈ.સ.747)*



⏹વીસનગર-▪વીસલદેવ*



⏹પાળિયાદ - ▪સેજકજી ગોહિલના પરિવારજનો (13મી સદી)*



⏹આણંદ-▪આનંદગીર ગોસાઈ (નવમીસદી )*



⏹અમદાવાદ▪-અહમદશાહ પ્રથમ (ઈ.સ.1411 )*



⏹હિંમતનગર ▪અહમદશાહ પ્રથમ (1426)*



⏹મહેમદાવાદ-▪મહમ્મદ બેગડો (ઈ.સ.1479 )*



⏹પાલિતાણા-▪સિધ્ધયોગી નાગાર્જુન*



⏹સંતરામપુર- ▪રાજા સંત પરમાર (ઈ.સ.1256)*



⏹જામનગર▪-જામ રાવળ (ઈ.સ.1519)*



⏹ભૂજ-▪રાવ ખેંગારજી પ્રથમ (ઈ.સ.1605)*



⏹રાજકોટ- ▪ઠાકોર વિભાજી (ઈ.સ.1610)*



⏹મહેસાણા▪-મેસાજી ચાવડા*



⏹વાંકાનેર- ▪ઝાલા સરતાનજી*



⏹લખતર ▪-લખધરસિંહજી*



⏹પાલનપુર -▪પરમાર વંશના પ્રહલાદન દેવ (ઈ.સ.13મીસદી)*



⏹ભાવનગર▪-ગોહિલ ભાવસિંહજી પ્રથમ (ઈ.સ.1723)*



⏹છોટાઉદેપુર-▪રાવળ વંશના ઉદયસિંહજી (ઈ.સ.1743)*



⏹ધરમપુર (જિ.વલસાડ )- ▪રાજાધર્મદેવજી (ઈ.સ.1764)*



⏹મોરબી-▪કચ્છના જાડેજા કોયાજી*



⏹સુત્રાપાડા ▪-સૂત્રાજી*



⏹રાણપુર ▪ગેહિલ વંશના સેજકજીના પુત્ર રાણોજી*



⏹સાંતલપુર ▪-ઝાલા વંશના સાંતલજીએ*



⏹વાંસદા ▪- ચાલુક્ય વંશના વાસુદેવ સિંહે (13મીસદી)*



⏹ધોળકા- ▪લવણપ્રસાદ*






【૧】 ગુજરાતના ઇતિહાસની પ્રમાણિત માહિતી કોણા સમયથી મળે છે ?



👉🏿 ચંદગુપ્ત મૌર્યના સમયથી



【૨】 જૈન ધર્મના શ્વેતાંબર પંથના સ્થાપક કોણ હતા ?



👉🏿 ભદ્રબાહુ



【૩】 ચંદ્રગુપ્ત મૌર્યએ ઉપવાસ દ્વારા શરીર ત્યાગ ક્યાં કર્યો હતો ?



👉🏿 શ્રવણ બેલગોલા (કર્ણાટક)



【૪】 ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં સૌરાષ્ટ્રના રાજ્યપાલ કોણ હતા ?



👉🏿 પુષ્યગુપ્ત વૈશ્ય



【૫】 સુદર્શન તળાવ કોણે બંધાવ્યું હતું ?



👉🏿 પુષ્યગુપ્તે



【૬】 સુદર્શન સેતુ કઈ નદી પર બાંધવામાં આવ્યો હતો ?



👉🏿  સુવર્ણરસિકતા નદી



【૭】 ભારતનો સૌથી પ્રાચીન બંધ કયો હતો ?



👉🏿 સુદર્શન બંધ



【૮】 બિંદુસાર કોનો પુત્ર હતો ?



👉🏿 ચંદ્રગુપ્ત મૌર્ય



【૯】 સમ્રાટ અશોક બિંદુસારના સમયમાં ક્યાંના રાજ્યપાલ હતા ?



👉🏿 ઉજ્જૈન



【૧૦】 અશોકનો શિલાલેખ ગુજરાતમાં કયા આવેલો છે ?



👉🏿  જૂનાગઢ

👉🏿  દામોદર કુંડ પાસે





🔹શેરડીના સાંઠાના નાનાં ટુકડાને શુ કહે છે?: *કાતળી*



🔹બુટ તૈયાર કરવા માટેનું તેના માપનું અને આકારનું સાધન: *ઓઠું*



🔹બૂટની અંદર નાખવાનું આવતા નરમ છુટું પડ: *સગથળી*



🔹ઊંડા પાણી વાળી જગ્યા: *ધૂનો*



🔹યજ્ઞમા હોમવાનું દ્રવ્ય: *હવી*



🔹લાકડી છડી લઇને પહેરો ભરનાર: *જેષ્ટિકાદાર*



🔹નિશાન પર બાણ તાકાવની ક્રિયા: *શરસંધાન*



🔹નાકથી બોલતો વર્ણ: *અનુનાસિક*



🔹ઓજાર ને ધાર કઢાવનો વાપરતો પથ્થર: *છીપર*



🔹લાંબો અને વિશાળ અનુભવ ધરાવનાર: *પીઢ*



🔹ઝગડાની પતાવટ માટે બંને પક્ષે સ્વીકારેલ નિષ્પક્ષ વ્યક્તિ: *લવાદ*



🔹સરકાર તરફથી ખેતી માટે આપવામાં આવતા નાણાં: *તગાવી*



🔹ઉત્પન્ન માંથી સરકાર ને આપવાનો ભાગ: *લેવી*



🔹ભારત બહાર સંસ્થાઓ લઈ જવાતા મજૂરોનું કરારપત્ર: *ગિરમીટ*



🔹ઉપકાર પાર અપકાર કરનાર: *કૃતઘ્ન, નિમક*



🔹ઘેર ઘેર ભીખ માગવી તે: *મધુકારી*



🔹કમરથી ઉપરના ભાગનું ચિત્ર: *અરુણચિત્ર*



🔹બારણું બંધ રાખવાનો લાંબો આડો દંડો: *ભોગળ*



🔹જાદુ ટોણા કરનાર: *એન્દ્રજાલિક*



🔹 જમીન અંદર ગયેલો દરિયાનો ફાંટો: *અખાત*



🔹બે જમીનો જોડનાર જમીનની સાંકડી પેટ્ટી: *સંયોગીભૂમિ*



🔹દરિયાની અંદર ગયેલો જમીનનો ફાંટો: *ભૂશિર*



🔹પ્રેમની અગામનની રાહ જોઈ શૃંગાર સજેલી સ્ત્રી: *વાસરશચ્યા*



🔹સંકેત પ્રમાણે પ્રેમી ને મળવા જતી સ્ત્રી : *અભિસારિકા*



🔹એકપણ સંતાન ન મારી ગયું હોય તેવી સ્ત્રી: *અખોવન*



🔹એક જ વાર ફળનારી સ્ત્રી : *કાકવંધ્યા*





*🎆 પિંડારા મંદિર સમૂહ પિંડારા દેવભૂમિ દ્વારકાના  કલ્યાણપુર તાલુકામાં આવેલ છે.*



🎆 જે સ્થાનિકો દ્વારા *દુર્વાસા ઋષિ આશ્રમ* તરીકે ઓળખાય છે. 



🎆 આ મંદિરો *મૈત્રક-સૈંધવ* સમયગાળાના છે.



🎆 તેંની સ્થાપત્ય શૈલી

*મૈત્રક-સૈંધવ 【 નવ-દ્રાવિડ મૈત્રક, નાગર અને આરંભિક મહા-ગુર્જર 】*



🎆 આ મંદિરો 7 મીથી 10 મી સદીમાં બંધવામાં આવ્યા હતા.



🎆 ફાંસના *【 પિરામીડ આકારના શિખરો ધરાવતું 】*  શૈલીના આ મંદિરો 7મી સદીની મધ્યમાં *સૈંધવા શાસન દરમિયાન* બાંધવામાં આવ્યા હતા.



🎆 1965માં અહીં ખોદકામ દરમિયાન મોટી સંખ્યામાં *શિલ્પો અને સૈંધવા કાળના સિક્કા પ્રથમ વખત મળી આવ્યા હતા.*



🎆 સ્થાનિક લોકો આ સ્મારકોને *દુર્વાસા ઋષિ સાથે સાંકળે છે* અને તેને *દુર્વાસા ઋષિ આશ્રમ તરીકે ઓળખે છે.* 



🎆 આ સ્થળને રાષ્ટ્રીય મહત્વનું *સ્મારક જાહેર કરાયું છે અને તે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણના વડોદરા વિભાગ* હેઠળ આવે છે.



♨️કફ્યુઝ પોઇન્ટ♨️



↔️લોમહર્ષિણી નવલકથા........ મુનશી



↔️લોમહર્ષિણી એકાંકી...... બટુભાઈ ઉમરવડીયા



🥥 નવલકથા વિશે કન્ફ્યુઝ



↔️પરથમ નવલકથા...... કર્ણઘેલો.......નંદસંકર મહેતા



↔️પરથમ મહાનવલ.......સરસ્વતીચન્દ્(1851)........ગોવર્ધનરામ ત્રિપાઠી



↔️પરથમનવલિકા.......ગોવલણી..... કંચનલાલ મહેતા





↔️પરથમ સામાજિક નવલકથા..... સાસુ વહુ ની લડાઈ.......મહિપતરામ નિલકંઠ





↔️પરથમ રાજકીય નવલકથા...... હિંદ અને બ્રિટાનિયા........ઇચ્છા રામ દેસાઈ





↔️પરથમ જાનપદિ  નવલકથા..... સોરઠ તારા વહેતા પાણી......ઝવેરચન્ડ મેઘાણી



🥥નાટક વિસે કન્ફ્યુઝ



↔️પરથમ નાટક....લક્ષ્મી(1851)..... દલપત રામ





↔️સવાતંત્ર્ય પ્રથમ ગુજરાતી નાટક.....ગુલાબ(1862)......નગીનદાસ મારફતિયા





↔️પરથમ મૌલિક પ્રહસન નાટક.....મિથ્યાભિમાન...... દલપતરામ





↔️પરથમ સામાજીક કરૂણતા નાટક.....લલિતા દુઃખ દર્શન ......રણછોડભાઈ દવે



🥥 કાવ્ય વિશે કફ્યુઝ



↔️પરથમ કાવ્ય...... બાપા ની પીપર..... દલપતરામ





↔️પરથમ ખંડકાવ્ય...... વસંત વિજય......કાન્ત



↔️પરથમ કરુણપ્રસસ્તી કાવ્ય..... ફાર્બ્સ વિરહ.....દલપતરામ



↔️પરથમકાવ્યસંગ્રહ......ગુજરાતીકાવ્ય દોહન.... દલપતરામ




⛰ પાવાગઢ ⛰



➡જિલ્લો :-પંચમહાલ 

➡તાલુકો :-હાલોલ 

➡વર્તમાન પૂર્વે 5 થી 6 કરોડ વર્ષ  પૂર્વે જ્વાળામુખી ના વિસ્ફોટ થી તેની રચના થઇ હતી. 

- પ્રાચીન અભિલેખો  માં તેનું નામ 'પાવક-ગઢ (fire hill)' છે. 



➡દંતકથા:-વિશ્વામિત્ર  નામના ઋષિ  કામધેનુ ગાય  સાથે ત્યાં રહેતા હતા. એકવાર ગાય ત્યાં ચારવા ગઈ  તેને પોતાના દૂધ વડે ખીણ ભરી દીધી. તે જાણી ને ઋષિ એ ખીણ પુરી દેવા ભગવાન ને પર્થના કરી. ભગવાને મોટો પર્વત  મોકલ્યો. તેના 3/4 ભાગ થી ખીણ પુરાઈ ગયી. બાકી નો 1/4 ભાગ પર્વત  રૂપે રહ્યો. 



તે "પા ગઢ " કે "પાવાગઢ "તરીકે ઓળખાયો. 



➡પાવાગઢ  ની તળેટી ની ઊંચાઈ 728 મી. છે. 

➡પર્વત 42 ચો  કી.મી. વિસ્તાર માં ફેલાયેલો  છે. 

➡તેમાં બેસાલ્ટ  પ્રકાર નો ખડક મુખ્ય છે. 

➡કાલિકા માતાનું મંદિર આવેલું છે. જે 51 શક્તિપીઠ  માં નું એક છે. 

➡સદનશાહ ની દરગાહ આવેલી છે. 

➡તેની ખીણ માંથી વિશ્વામિત્રી નદી નીકળે છે. જે  ગુજરાત ની "મગરો ની નદી" કહેવાય છે. 

➡પર્વત પર "તેલિયું ", "છાછીયું ",અને  "દુધિયું "ત્રણ તળાવો  આવેલા છે. 



➡અગિયારમી સદી માં ચંદ  બારોટે  પાવાપતિ તરીકે તુઆર  કુળ ના રામ ગૌર નો ઉલ્લેખ કર્યો છે. 

➡ઈ. સં. 1300 માં અહીં મેવાડ થી આવેલા ચૌહાણ રાજપૂતો નું રાજ્ય  સ્થપાયું. 

➡1484 માં મહમદ બેગડો  એ રજા પતાઈ રાવળ ને હરાવી ને સેનાપતિ  ડુંગરશી  ને મારી નાખ્યા હતા. 

➡ચાંપાનેર  ને તેને ગુજરાત નું બીજું પાટનગર  બનાવ્યું હતું. 

➡1535 માં  સુલતાન બહાદુરશાહ ને હરાવી ને મુગલ સેહનશાહ હુમાયુ એ પાવાગઢ  કબ્જે કર્યો હતો. 

પરંતુ બહાદુરશાહે પુનઃ  જીતી લીધો હતો. 

➡1727 માં મરાઠા  સરદાર કૃષ્ણાજી એ અને સને 1761 માં સિંધિયા એ પાવાગઢ પર પ્રભુત્વ મેળવ્યું  હતું. 

➡1803 માં સિંધિયા  પાસે થી અંગ્રેજો એ પાવાગઢ  કબ્જે કર્યું હતું.



Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.

0 Comments:

Labels