Education for Every

ડૉ. એ. પી. જે. અબ્દુલ કલામ

 ડૉ. એ. પી. જે. અબ્દુલ કલામ

(અવુલ પાકિર જૈનુલાબ્દીન અબ્દુલ કલામ) જીવન પરિચય






અવુલ પાકિર જૈનુલાબ્દીન અબ્દુલ કલામ 


જન્મ: ૧૫ ઓક્ટોબર ૧૯૩૧, રામેશ્વરમ; 


મૃત્યુ: ૨૭ જુલાઇ ૨૦૧૫, શિલોંગ) 



 ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ ભારતના એરોસ્પેસ વૈજ્ઞાનિક હતા અને ઇ.સ. ૨૦૦૨થી ૨૦૦૭ સુધી ભારતના રાષ્ટ્રપતિ પદે રહ્યા હતા.


શૈક્ષણિક "Whatsapp"ગ્રુપ મા જોડાવવા


પૂજ્ય શ્રી પાંડુરંગ શાસ્ત્રી (દાદા) ના જીવન વિશે જાણો


 તેમનો જન્મ અને ઉછેર તમિલનાડુ રાજ્યના રામેશ્વરમ ખાતે થયો હતો. 


તેમણે ભૌતિકવિજ્ઞાનનો અભ્યાસ સેંટ જોસેફ કોલેજ, તિરુચિરાપલ્લી અને એરોસ્પેસ ઇજનેરીનો અભ્યાસ મદ્રાસ ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી (MIT), ચેન્નઈ ખાતેથી કર્યો હતો.


 કારકિર્દીના શરૂઆતના ચાર દશકમાં તેઓ એક વૈજ્ઞાનિક અને વૈજ્ઞાનિક પ્રશાસકના રૂપમાં મુખ્યત્ત્વે સંરક્ષણ અને વિકાસ સંગઠન (ડી.આર.ડી.ઓ) તેમજ ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ઇસરો) ખાતે કાર્યરત રહી ભારતના અંતરિક્ષ કાર્યક્રમ તેમજ મિસાઇલ વિકાસ પ્રકલ્પ સાથે ઘનિષ્ઠ રીતે જોડાયેલા હતા. 


બેલેસ્ટીક મિસાઇલ અને પ્રક્ષેપણ વાહન પ્રૌદ્યોગિકીના વિકાસમાં તેમના પ્રદાન બદલ તેઓ "મિસાઇલમેન ઓફ ઇન્ડિયા " તરીકે ઓળખાય છે. 


૧૯૯૮ના પોખરણ પરમાણુ પરિક્ષણ કાર્યક્રમમાં તેમને મહત્વની ભૂમિકા ભજવી હતી.


પ્રારંભિક જીવન અને શિક્ષણ

એ. પી. જે. અબ્દુલ કલામનો જન્મ ૧૫ ઓક્ટોબર ૧૯૩૧ના રોજ તત્કાલીન મદ્રાસ રાજ્ય (હાલ તમિલનાડુ)ના રામેશ્વરમ તીર્થ સ્થળ પાસેના પામ્બન દ્વીપ પર એક તમિલ મુસ્લિમ પરિવારમાં થયો હતો. તેમના પિતા જૈનુલાબ્દીન એક નાવના માલિક અને સ્થાનિક મસ્જિદના ઇમામ હતા.તેમના માતા આશિઅમ્મા ગૃહિણી હતા. તેમના પિતા તેમની નાવમાં હિન્દુ તીર્થયાત્રીઓને રામેશ્વરમ લાવવા લઈ જવાનું કામ કરતા હતા. કલામ તેમના પરિવારમાં ચાર ભાઈઓ અને એક બહેનમાં સૌથી નાના હતા. તેમનો પરિવાર ગરીબ હોવાથી બાળપણમાં આવકપૂર્તિ માટે તેઓ સમાચારપત્ર વહેંચવાનું કામ કરતા હતા.

શાળાજીવનમાં કલામ એક સરેરાશ વિદ્યાર્થી હતા પરંતુ તેમની શીખવાની ધગશ પ્રબળ હતી, ખાસ કરીને ગણિત વિષયના અભ્યાસ પાછળ ઘણો સમય વ્યતીત કરતા. શાળાજીવનનો પ્રાથમિક અભ્યાસ રામેશ્વરમાં જ પૂર્ણ કર્યા બાદ તેમણે તિરુચિરાપલ્લી ખાતેની સેંટ જોસેફ કોલેજમાં પ્રવેશ મેળવ્યો. ૧૯૫૪માં તેમણે ભૌતિકવિજ્ઞાનમાં સ્નાતકની પદવી મેળવી.૧૯૫૫માં મદ્રાસ (હાલ ચેન્નઈ) ખાતેની મદ્રાસ ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી (MIT)માં એરોસ્પેસ ઇજનેરીના અભ્યાસ માટે પ્રવેશ મેળવ્યો.તેઓ ફાઇટર પાઇલોટ બનવાના પોતાના સ્વપ્નને ફક્ત એક સ્થાન માટે ચૂકી ગયા હતા કારણ કે ભારતીય વાયુ સેનામાં આઠ સ્થાન ઉપલબ્ધ હતા જ્યારે તેઓ યોગ્યતા સૂચિમાં નવમા ક્રમે હતા.

૧૯૬૦માં મદ્રાસ ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજીમાંથી સ્નાતક થયા બાદ કલામ રક્ષા અનુસંધાન અને વિકાસ સેવા (ડીઆરડીએસ)ના સભ્ય બન્યા. 

ત્યારબાદ એક વૈજ્ઞાનિક તરીકે રક્ષા અનુસંધાન અને વિકાસ સંગઠન (ડીઆરડીઓ)ના એરોનોટીક વિકાસ પ્રતિષ્ઠાનમાં સામેલ થયા. 

તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત એક નાનકડા હોવરક્રાફ્ટ ડીઝાઈનીંગ સાથે કરી હતી. અલબત, ડીઆરડીઓ ખાતેની તેમની નોકરીથી તેઓ સંતુષ્ટ નહોતા.

કલામ, પ્રસિદ્ધ અંતરિક્ષ વૈજ્ઞાનિક ડૉ. વિક્રમ સારાભાઈના વડપણ હેઠળની ભારતીય રાષ્ટ્રીય અંતરીક્ષ અનુસંધાન સમિતિના સભ્ય હતા.

૧૯૬૯માં કલામને ભારતીય અવકાશ સંશોધન કેન્દ્ર (ઇસરો) ખાતે સ્થાનાંતરીત કરાયા, જ્યાં તેઓ ભારતના પ્રથમ ઉપગ્રહ પ્રક્ષેપણ યાનના પરિયોજના નિર્દેશક હતા. આ પરિયોજના અંતર્ગત જુલાઈ ૧૯૮૦માં રોહિણી ઉપગ્રહને પૃથ્વીની ભ્રમણકક્ષાથી નજીક તરતો મૂકવામાં આવ્યો.


" તે મારા માટે પ્રથમ પગથિયું હતું, જેમાં મેં ત્રણ મહાન શિક્ષકો ડૉ. વિક્રમ સારાભાઈ, પ્રો. સતીષ ધવન અને ડૉ. બ્રહ્મપ્રકાશ પાસેથી નેતૃત્ત્વ શીખ્યું. તે મારા માટે શીખવાનો અને જ્ઞાન અધિગ્રહણ કરવાનો સમય હતો."
-એ.પી.જે.અબ્દુલ કલામ

શૈક્ષણિક "Whatsapp"ગ્રુપ મા જોડાવવા

૧૧માં રાષ્ટ્રપતિ, ભારતપદ પર પર

૨૫ જુલાઇ ૨૦૦૨ – ૨૫ જુલાઇ ૨૦૦૭

પ્રધાન મંત્રી :- અટલ બિહારી વાજપેયી , મનમોહન સિંહ
ઉપ રાષ્ટ્રપતિ :- કૃષ્ણ કાંત , ભૈરોં સિંઘ શેખાવત
પુરોગામી :-  કે. આર. નારાયણ
અનુગામી:-  પ્રતિભા પાટીલ

૧લા, ભારત સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકારપદ પર 


રાષ્ટ્રપતિ :- કે. આર. નારાયણ

પ્રધાન મંત્રી :- અટલ બિહારી વાજપેયી
પુરોગામી:- પદની સ્થાપના

અનુગામી :- રાજગોપાલ ચિદંબરમ


અંગત વિગતો

નામ:-અવુલ પાકિર જૈનુલાબ્દીન અબ્દુલ કલામ

જન્મ:-15 October 1931
રામેશ્વરમ, મદ્રાસ પ્રેસિડેન્સી, બ્રિટિશ રાજ  (હાલમાં તામિલ નાડુ, ભારત)

મૃત્યુ :- 27 July 2015 (ઉંમર 83)  શિલોંગ, મેઘાલય, ભારત

અંતિમ સ્થાન :-રામેશ્વરમ, તામિલ નાડુ, ભારત

માતૃ શિક્ષણસંસ્થા:-

સેંટ જોસેફ કોલેજ, તિરુચિરાપલ્લી (બી.એન્જ.)

મદ્રાસ ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી (એમ.એન્જ.)


ક્ષેત્ર:-એરોસ્પેસ એન્જિનિયર, લેખક

પુરસ્કારો :- ભારત રત્ન


મુખ્ય રચનાઓ:- 

વિંગ્સ ઓફ ફાયર ઓફ ફાયર, 

ઇન્ડિયા ૨૦૨૦ઇગ્નાઇટ માઇન્ડસ

ઇન્ડોમિટેબલ સ્પિરિટ

ટ્રાન્સકેન્ડેન્સ: માય સ્પિરિટ્યુઅલ એક્સપીરિયન્સ વિથ પ્રમુખ સ્વામી


વૈજ્ઞાનિક કારકિર્દી ક્ષેત્ર:- એરોસ્પેસ એન્જિનિયરીંગ


કાર્ય સંસ્થાઓ :-

ડિફેન્સ રીસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ ઓર્ગેનાઇઝેશન
ઇન્ડિયન સ્પેસ રીસર્ચ ઓર્ગેનાઈઝેશન

શૈક્ષણિક "Whatsapp"ગ્રુપ મા જોડાવવા

૨૦૦૨ના રાષ્ટ્રપતિ નિર્વાચનમાં સતાધારી ભારતીય જનતા પાર્ટી અને તત્કાલીન વિપક્ષ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સમર્થનથી ભારતના ૧૧મા રાષ્ટ્રપતિ બન્યા હતા. તેમની અનોખી કાર્યપદ્ધતિને કારણે તેઓ ખૂબ પ્રખ્યાત થયા અને "જનસામાન્યનાં રાષ્ટ્રપતિ" (પીપલ્સ પ્રેસીડેન્ટ) તરીકે લોકચાહના મેળવી.રાષ્ટ્રપતિ પદના કાર્યકાળ બાદ તેઓ શિક્ષણ, લેખન અને સાર્વજનિક સેવાના નાગરિક કાર્યમાં સક્રીય રહ્યા હતા. તેમને ભારતના સર્વોચ્ચ સન્માન ભારત રત્ન સહિત ઘણા પ્રતિષ્ઠિત પુરસ્કારો પ્રાપ્ત થયા હતા.


ભારતના મેઘાલય રાજ્યના પાટનગર શિલોંગ ખાતે ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ શિલોંગમાં વ્યાખ્યાન આપતી વખતે હ્રદય રોગના હુમલાને કારણે ૨૭ જુલાઇ ૨૦૧૫ના દિવસે ૮૩ વર્ષની ઉંમરે તેમનું અવસાન થયું.રાષ્ટ્રીય સ્તરની ગણમાન્ય વ્યક્તિઓ સહિત હજારો લોકોની હાજરીમાં તેમના વતન રામેશ્વરમ ખાતે પૂરા રાજકીય સન્માન સાથે તેમની દફનવિધિ કરવામાં આવી હતી.


IIT ગુવાહાટી ખાતે ઇજનેરી વિદ્યાર્થીઓને સંબોધી રહેલા અબ્દુલ કલામ


  • ૧૯૬૩–૬૪ દરમિયાન કલામે અમેરિકન અવકાશ સંશોધન સંસ્થા નાસાના વર્જીનિયા તથા મેરીલેન્ડ ખાતેના કેન્દ્રોની મુલાકાત લીધી.

  • ૧૯૭૦થી ૧૯૯૦ના દશક દરમિયાન કલામે ધૃવીય ઉપગ્રહ પ્રક્ષેપણ યાન (PSLV) અને ઉપગ્રહ પ્રક્ષેપણ યાન (SLV-III) પરીયોજનાઓને વિકસિત કરવાનો પ્રયત્ન કર્યો અને બન્ને યોજનાઓ સફળ રહી.

  • કલામ દેશના પહેલા પરમાણુ પરીક્ષણ સ્માઇલીંગ બુદ્ધાનો હિસ્સો ન હોવા છતાં રાજા રમન્ના દ્વારા ટર્મિનલ બેલેસ્ટિક અનુસંધાન પ્રયોગશાળાના પ્રતિનિધિ તરીકે પરીક્ષણ નિહાળવા માટે આમંત્રિત કરાયા હતા. 

  • ૧૯૭૦ના દશકમાં કલામે અન્ય બે પરિયોજનાઓ પ્રોજેક્ટ ડેવિલ અને પ્રોજેક્ટ વેલીઅન્ટ અંતર્ગત ઉપગ્રહ પ્રક્ષેપણ યાન (SLV)ની તકનિક દ્વારા બેલેસ્ટિક મિસાઇલ તૈયાર કરવાની ઇચ્છા વ્યક્ત કરી.કેન્દ્રીય મંત્રીપરિષદની અસ્વીકૃતિ છતાં તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ કલામના નિર્દેશનમાં પોતાની વિવેકાધીન શક્તિઓનો ઉપયોગ કરીને આ અંતરીક્ષ પરિયોજનાઓ માટે ગુપ્ત અનુદાનની ફાળવણી કરી.

મિસાઇલ કાર્યક્રમ:-
  • તેમની શોધ અને શૈક્ષણિક નેતૃત્ત્વએ ૧૯૮૦ના દશકમાં તેમને ખૂબ જ ખ્યાતિ અને પ્રતિષ્ઠા અપાવી. સરકાર તેમના નિર્દેશનમાં આધુનિક મિસાઇલ કાર્યક્રમ શરૂ કરવા માટે તૈયાર થઈ.કલામ તથા રક્ષા મંત્રીના વૈજ્ઞાનિક સલાહકાર ડૉ. વી. એસ. અરુણાચલમએ તત્કાલીન રક્ષા મંત્રી આર. વેંકટરમનની સલાહ પર એક પછી એક તબક્કાવાર મિસાઇલ પરીક્ષણને બદલે એકસામટા મિસાઇલ પરીક્ષણ પર કાર્ય કર્યું.આ પરિયોજના એકીકૃત ગાઇડેડ મિસાઇલ વિકાસ કાર્યક્રમ માટે ૩.૮૮ બિલિયન રકમની ફાળવણી કરવામાં આવી તથા કલામને યોજનાના મુખ્ય કાર્યકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. યોજના અંતર્ગત કલામે મધ્યવર્તી અંતરની બેલેસ્ટીક મિસાઇલ અગ્નિ મિસાઇલ તથા ધરાતલથી ધરાતલ પર હુમલો કરવા સક્ષમ પૃથ્વી મિસાઇલને વિકસિત કરવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી.


કલામે જુલાઈ ૧૯૯૨થી ડિસેમ્બર ૧૯૯૯ સુધી પ્રધાનમંત્રીના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર તથા રક્ષા અનુસંધાન અને વિકાસ સંગઠનના ભારત સરકારના પ્રતિનિધિ તરીકે કાર્ય કર્યું. આ સમયગાળા દરમિયાન પોખરણ-૨ પરમાણું પરીક્ષણ કરવામાં આવ્યા જેમાં તેમણે ગહન રાજનૈતિક અને તકનિકી ભૂમિકા ભજવી. કલામે આ પરિયોજના દરમિયાન રાજગોપાલ ચિદમ્બરમ સાથે મુખ્ય પરિયોજના સમન્વયક (કો-ઓર્ડીનેટર) તરીકે કાર્ય કર્યું. આ સમયગાળા દરમિયાન સમૂહ માધ્યમોમાં પ્રસારીત સમાચારોને કારણે સમગ્ર દેશમાં પરમાણુ વૈજ્ઞાનિક તરીકે પ્રસિદ્ધિ મેળવી.

૧૯૯૮માં કલામે હૃદયરોગ નિષ્ણાત ભૂપતિરાજુ સોમરાજુ સાથે મળીને ઓછી કિંમતના કોરોનરી સ્ટેન્ટ વિકસિત કર્યા જે કલામ-રાજુ સ્ટેન્ટ તરીકે ઓળખાય છે.


શૈક્ષણિક "Whatsapp"ગ્રુપ મા જોડાવવા




સન્માન અને ખિતાબો-

  • ૧૯૯૭માં અબ્દુલ કલામને વૈજ્ઞાનિક સંશોધન અને ભારતની સંરક્ષણ તકનિકીના આધુનિકિકરણમાં તેમણે કરેલા યોગદાન માટે ભારતના સર્વોચ્ચ પુરસ્કાર ભારત રત્નથી સન્માનવામાં આવ્યા છે. 
  • ૨૦૧૨માં તેમનો ૭૯મો જન્મદિવસ યુનાઇટેડ નેશન્સે વિશ્વ વિદ્યાર્થી દિવસ તરીકે ઉજવ્યો હતો.
  • તેમને ૪૦ વિશ્વવિદ્યાલયો (યુનિવર્સિટીઓ) માંથી માનદ ડોક્ટરેટની પદવી પણ એનાયત કરવામાં આવી છે.
  • ભારત સરકારે તેમના ઇસરો અને ડી.આર.ડી.એ. માં કરેલા કાર્યો તથા ભારત સરકારના વિજ્ઞાન સલાહકાર તરીકેની સેવાઓ બદલ વર્ષ ૧૯૮૧માં તેમને પદ્મભૂષણ અને ૧૯૯૦માં પદ્મવિભૂષણથી નવાજ્યા.
  • ૨૦૦૫માં તેમની સ્વિત્ઝર્લેન્ડની મુલાકાત દરમ્યાન તે દેશે ૨૬ મેને વિજ્ઞાન દિવસ ઘોષિત કર્યો હતો.
  • ૨૦૧૩માં નેશનલ સ્પેસ સોસાયટી તરફથી તેમને વોન બ્રાઉન એવોર્ડ મળ્યો જે મેળવનાર તેઓ સૌપ્રથમ વ્યક્તિ હતા.



સન્માન કે ખિતાબનું વર્ષસન્માન કે ખિતાબનું નામસન્માનીત કરનાર સંસ્થા
૨૦૧૪ડૉક્ટર ઓફ સાયન્સએડિનબર્ગ યુનિવર્સિટી, યુ.કે.
૨૦૧૨ડૉક્ટર ઓફ લૉ (Honoris Causa)સિમોન ફ્રેઝર યુનિવર્સિટી
૨૦૧૧IEEE માનદ સદસ્યતાIEEE
૨૦૧૦ડૉક્ટર ઓફ ઈજનેરીયુનિવર્સિટી ઓફ વોટરલૂ
૨૦૦૯માનદ ડૉક્ટરેટઓકલેન્ડ યુનિવર્સિટી
૨૦૦૯હૂવર મેડલASME ફાઉન્ડેશન, યુ.એસ.એ.
૨૦૦૯ઈન્ટરનેશનલ વોન કાર્મેન વિંગ્સ એવોર્ડકેલિફોર્નિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી, યુ.એસ.એ.
૨૦૦૮ડૉક્ટર ઓફ ઈજનેરી (Honoris Causa)નાનયાંગ ટેકનોલોજીકલ યુનિવર્સિટી, સિંગાપોર
૨૦૦૮ડૉક્ટર ઓફ સાયન્સ (Honoris Causa)અલીગઢ મુસ્લીમ યુનિવર્સિટી, અલીગઢ
૨૦૦૭ઓનરરી ડોક્ટરેટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીકાર્નેગી મેલોન યુનિવર્સિટી
૨૦૦૭કિંગ ચાર્લ્સ II મેડલરોયલ સોસાયટી, યુ.કે.
૨૦૦૭ઓનરરી ડોક્ટરેટ ઓફ સાયન્સયુનિવર્સિટી ઓફ વુલ્વરહેમ્પ્ટન, યુ.કે.
૨૦૦૦રામાનુજન એવોર્ડઅલ્વર્સ રિસર્ચ સેન્ટર, ચેન્નઈ
૧૯૯૮વીર સાવરકર એવોર્ડભારત સરકાર
૧૯૯૭ઈન્દીરા ગાંધી એવોર્ડ ફોર નેશનલ ઈન્ટીગ્રેશનભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
૧૯૯૭ભારત રત્નભારત સરકાર
૧૯૯૪ડિસ્ટિંગ્યુસ્ડ ફેલ્લોસઈન્સ્ટીટ્યુટ ઓફ ડાયરેક્ટર્સ (ભારત)
૧૯૯૦પદ્મવિભૂષણભારત સરકાર
૧૯૮૧પદ્મભૂષણભારત સરકાર




અબ્દુલ કલામ નું જીવનચરિત્ર | ડૉક્ટર અબ્દુલ કલામ

વૈજ્ઞાનિક જગતની એક મહાન પ્રતિભાએ રાષ્ટ્રની પ્રગતિ, આર્થિક સમૃદ્ધિ અને સલામતીની દ્રષ્ટિએ રાષ્ટ્ર ને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે, જે આપણા દેશની છે. તે પ્રતિભાનું નામ છે. મિસાઇલ મેન અબુલ પાકિર જૈનુલાબદ્દીન અબ્દુલ કલામજી {ડૉ.. એપીજે અબ્દુલ કલામજી} છે. ભારતના રાષ્ટ્રપતિ પદને સુશોભિત કરી ચુકેલા આ પરમાણુ વૈજ્ઞાનિકને તેમના યોગદાન બદલ ભારતભરમાં આદર અને ગૌરવ સાથે યાદ કરવામાં આવે છે. તેઓ એક  આદર્શ માનવી પણ હતા.

મહત્વની માહિતી

ડૉ. એ પી જે અબ્દુલ કલામનો જીવન ૫રિચય (abdul kalam biography in gujarati):-

ડૉ. એ પી જે અબ્દુલ કલામનું શિક્ષણ:- 

ડૉ. એ પી જે અબ્દુલ કલામનું વેજ્ઞાનિક ૫રિચય:-

ડૉ. એ પી જે અબ્દુલ કલામ ભારતના રાષ્ટ્ર૫તિ તરીકે:-

ડૉ. એ પી જે અબ્દુલ કલામનો રાષ્ટ્ર૫તિ ૫દ ૫છીનો સમય:-

ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ દ્વારા લિખિત મુખ્ય પુસ્તકો:- 

ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ ને મળેલ પુરસ્કાર અને સમ્માન :-

ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામનું મૃત્યુ:- 

ડૉ.એ.પી.જે.અબ્દુલ કલામ વિશે રસપ્રદ તથ્યો

ડૉ.એ.પી.જે.અબ્દુલ કલામનો દ્રષ્ટિકોણ :-

અબ્દુલ કલામ નો સંદેશ:-

આ ૫ણ વાંચો:-

ડૉ. એ પી જે અબ્દુલ કલામનો જીવન ૫રિચય (abdul kalam biography in gujarati):-

અવુલ પાકિર જૈનુલાબદ્દીન અબ્દુલ કલામનો જન્મ ૧૫ ઓક્ટોબર ૧૯૩૧ ના રોજ તમિલનાડુના રામેશ્વરમમાં એક મુસ્લિમ પરિવારમાં થયો હતો. તેમના પિતા જૈનુલાબદ્દીન એક નાવિક હતા અને માતા અશિઅમ્મા ગૃહિણી હતા. માતાપિતાના ગુણો અને મૂલ્યોનો બાળપણથી જ તેમના પર પ્રભાવ હતો. પિતા પાસેથી પ્રામાણિકતા અને સ્વ-શિસ્તની ભાવના, અને માતા પાસેથી ભગવાનમાં વિશ્વાસ અને કરુણા ના ગુણો પ્રાપ્ત થયા. આ તેમના જીવનની સર્જનાત્મકતા માટે પ્રેરણા બની હતી. તેમના પરિવારની આર્થિક સ્થિતિ સારી નહોતી, તેથી તેમણે નાનપણથી જ કામ કરવું પડ્યું. બાળક અવસ્થામાં કલામ તેમના પિતાને આર્થિક મદદ કરવા માટે શાળા પછીના સમયમાં અખબાર વેચવાનું કામ કરતા હતા. 

ડૉ. એ પી જે અબ્દુલ કલામનું શિક્ષણ:- 

તેમના શાળાના દિવસો દરમિયાન ડો. અબ્દુલ કલામ ભણવામાં સામાન્ય હતા પરંતુ હંમેશાં કંઇક નવું શીખવા માટે તૈયાર અને તત્પર રહેતા. તેમને ભણવાની ભૂખ હતી અને તે કલાકો સુધી ભણવામાં ધ્યાન આપતા હતા. તેમણે સ્કૂલનું શિક્ષણ રામાનાથપુરમ શ્વાર્ટઝ મેટ્રિક્યુલેશન સ્કૂલમાંથી કર્યું અને ત્યારબાદ સેન્ટ જોસેફ કોલેજમાં, તિરુચિરાપલ્લીમાં અભ્યાસ કર્યો, જ્યાંથી તેમણે 1954 માં ભૌતિકશાસ્ત્રમાં સ્નાતક થયા. ત્યારબાદ વર્ષ 1955 માં તેઓ મદ્રાસ ગયા જ્યાંથી તેમણે એરોસ્પેસ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો. વર્ષ 1960 માં કલામે મદ્રાસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાંથી એન્જિનિયરિંગનો અભ્યાસ પૂર્ણ કર્યો.તેના પિતા તેમને કલેક્ટર બનાવવા માંગતા હતા, પરંતુ કલામને ખગોળશાસ્ત્રમાં રસ હતો. નાનપણથી જ તે આકાશમાં ઉડતા પક્ષીઓનાં રહસ્યો વિશે ઉત્સુક હતા.

વિદ્યાર્થી જીવનમાં તેઓ તેમના શિક્ષકોથી ખૂબ જ પ્રભાવિત હતા. તેમને તેમના હાઇસ્કૂલના શિક્ષક અયદુરાઇ સોલોમન સાથે વિશેષ લગાવ હતો; કેમ કે સોલોમન  વિદ્યાર્થીઓમાં રહેલી શક્યતાઓ, તેમની ક્ષમતાઓ અને શક્તિને જાણી લેતા હતા, અને તેને વઘારવા માટે પ્રોત્સાહન આ૫તા હતા.

ડૉ. એ પી જે અબ્દુલ કલામનું વેજ્ઞાનિક ૫રિચય:-

મદ્રાસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાંથી એન્જિનિયરિંગનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી, કલામ એક વૈજ્ઞાનિક તરીકે સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (Defence Research and Development Organisation-ડીઆરડીઓ) માં જોડાયા. ડૉ. કલામે ભારતીય સૈન્ય માટે નાના હેલિકોપ્ટરની રચના કરીને તેમની કારકિર્દીની શરૂઆત કરી હતી. ૫રંતુ ડૉ. કલામને ડીઆરડીઓમાં કામ કરતાં સંતોષ નહોતો મળી રહ્યો. ડૉ. કલામ પંડિત જવાહરલાલ નેહરુ દ્વારા રચિત ભારતીય અવકાશ સંશોધન સમિતિના સભ્ય પણ હતા. આ સમય દરમિયાન તેમને પ્રખ્યાત અવકાશ વૈજ્ઞાનિક ડૉ. વિક્રમ સારાભાઇ સાથે કામ કરવાની તક મળી. તેમની બદલી ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા (ઈસરો) માં 1969 માં થઈ હતી. અહીં તેમને ભારતના ઉપગ્રહ પ્રક્ષેપણ વાહન પ્રોજેક્ટના નિયામક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ પ્રોજેક્ટની સફળતાના પરિણામ રૂપે, ભારતનો પ્રથમ ઉપગ્રહ ‘રોહિણી’ વર્ષ 1980 માં પૃથ્વીની કક્ષામાં મૂકવામાં આવ્યો હતો. ઇસરોમાં જોડાવાનું એ ડૉ.કલામની કારકિર્દીનો સૌથી મહત્વપૂર્ણ વળાંક હતો અને જ્યારે તેમણે સેટેલાઇટ લોન્ચ વાહન પ્રોજેક્ટ પર કામ કરવાનું શરૂ કર્યું ત્યારે તેમને લાગ્યું કે જાણે તે વિચાર કરે છે તેવું જ તે કરી રહ્યું છે.

૧૯૬૩-૬૪ દરમિયાન, તેમણે યુએસ સ્પેસ સંસ્થા નાસાની પણ મુલાકાત લીધી. પરમાણુ વૈજ્ઞાનિક રાજા રમન્ના, જેમની દેખરેખ હેઠળ ભારતે પ્રથમ પરમાણુ પરિક્ષણ કર્યુ, તેમણે કલામને ૧૯૭૪ માં પોખરણ ખાતે પરમાણુ પરીક્ષણ જોવા માટે આમંત્રણ પણ આપ્યું.

૭૦ અને ૮૦ના દાયકામાં,ડૉ. અબ્દુલ કલામ તેમની કૃતિઓ અને સફળતાથી ભારતમાં ખૂબ પ્રખ્યાત થયા અને તેમને દેશના સર્વશ્રેષ્ઠ વેજ્ઞાનિકોમાં સ્થાન મળ્યું. તેમની પ્રસિદ્ધિ એટલી વધી ગઈ હતી કે તત્કાલીન વડા પ્રધાન ઇન્દિરા ગાંધીએ તેમને તેમના પ્રધાનમંડળની મંજૂરી વિના કેટલાક ગુપ્ત પ્રોજેક્ટ્સ પર કામ કરવાની છૂટ આપી હતી.

ભારત સરકારે મહત્વાકાંક્ષી ‘ઇન્ટિગ્રેટેડ ગાઇડેડ મિસાઇલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ’ ડૉ.કલામની દેખરેખ હેઠળ શરૂ કર્યો. તેઓ આ પ્રોજેક્ટના મુખ્ય કાર્યકારી હતા. આ પ્રોજેક્ટ દ્વારા દેશને અગ્નિ અને પૃથ્વી જેવી મિસાઇલો આપવામાં આવી છે.

જુલાઇ ૧૯૯૨ થી ડિસેમ્બર ૧૯૯૯ સુધી, ડૉ. કલામ વડા પ્રધાનના વૈજ્ઞાનિક સલાહકાર અને સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (ડીઆરડીઓ) ના સચિવ હતા. આ સમયગાળા દરમિયાન ભારતે તેની બીજી પરમાણુ પરીક્ષણ હાથ ધરી હતી. તેમાં તેમણે મહત્વની ભૂમિકા ભજવી હતી. ડૉ.કલામ આર.ચિદમ્બરમની સાથે આ પ્રોજેક્ટના સંયોજક હતા. આ સમય દરમિયાન મળેલ મીડિયા કવરેજે  તેમને દેશના મહાન પરમાણુ વૈજ્ઞાિક બનાવી દીઘા.

૧૯૯૮ માં, ડૉ. કલામ, હદય ચિકિત્સક સોમા રાજુ સાથે મળી ઓછા ખર્ચે કોરોનરી સ્ટેન્ટ વિકસાવી. તેનું નામ ‘કલામ-રાજુ સ્ટેન્ટ’ હતું.

ડૉ. એ પી જે અબ્દુલ કલામ ભારતના રાષ્ટ્ર૫તિ તરીકે:-

સંરક્ષણ વૈજ્ઞાનિક તરીકે તેમની સિદ્ધિઓ અને ખ્યાતિને ધ્યાનમાં રાખીને, એન. ડી. એ. ગઠબંધન સરકારે તેમને વર્ષ ૨૦૦૨ માં રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવ્યા. તેમણે પોતાના હરીફ લક્ષ્મી સહગલને મોટા અંતરથી હરાવ્યા અને ૨૫ જુલાઈ ૨૦૦૨ ના રોજ ભારતના ૧૧ મા રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા. ડૉ.  અબ્દુલ કલામ દેશના એવા ત્રીજા રાષ્ટ્રપતિ હતા કે જેમને રાષ્ટ્રપતિ બન્યા પહેલા જ ભારત રત્નથી નવાજવામાં આવ્યા હતા. આ અગાઉ ડૉ.રાધાકૃષ્ણન અને ડૉ.જકીર હુસેનને રાષ્ટ્રપતિ બનતા પહેલા ‘ભારત રત્ન’ એનાયત કરાયો હતો.

તેમના કાર્યકાળ દરમિયાન, તેઓ ‘લોકોના રાષ્ટ્રપતિ‘ તરીકે ઓળખાતા. તેમના કાર્યકાળના અંતે, તેમણે બીજી ટર્મની ઇચ્છા પણ વ્યક્ત કરી, પરંતુ રાજકીય પક્ષોમાં અભિપ્રાય ન હોવાના કારણે, તેમણે આ વિચાર છોડી દીધો

૧૨ મા રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલના કાર્યકાળના અંતે, તેમનું નામ આગામી સંભવિત રાષ્ટ્રપતિ તરીકે ફરી એકવાર ચર્ચામાં આવ્યું હતું, પરંતુ સહમતિના અભાવને કારણે તેમણે તેમની ઉમેદવારીનો ખ્યાલ છોડી દીધો હતો.

ડૉ. એ પી જે અબ્દુલ કલામનો રાષ્ટ્ર૫તિ ૫દ ૫છીનો સમય:-

રાષ્ટ્રપતિ પદ પરથી નિવૃત્તિ લીધા પછી, ડૉ. અબ્દુલ કલામ અધ્યાપન, લેખન, માર્ગદર્શન અને સંશોધન જેવા કામમાં રોકાયેલા હતા અને ભારતીય પ્રબંઘન સંસ્થાન, શિલ્લોંગ, ભારતીય મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ અમદાવાદ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ મેનેજમેન્ટ, ઇન્દોર, વગેરે જેવી મુલાકાતી સંસ્થાઓમાં વિજિટીંગ પ્રોફેસર તરીકે સંકળાયેલા હતા. આ ઉપરાંત, તે બેંગ્લોરના ભારતીય વિજ્ઞાન સંસ્થાનના ફેલો, ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ સ્પેસ સાયન્સ એન્ડ ટેકનોલોજી તિરુવનંતપુરમના અઘ્યક્ષ તથા અન્ના યુનિવર્સિટી, ચેન્નાઈ, એરોસ્પેસ એન્જિનિયરિંગના પ્રોફેસર ૫ણ રહી ચુકેલ હતા.

ડૉ. અબ્દુલ કલામ હંમેશા દેશના યુવાનો અને તેમનુ ભવિષ્ય ઉજવણ કરવા વિશે વાત કરતા હતા. આ જ કારણે તેમણે દેશના યુવાનો માટે “વોટ કેન આઇ ગીવ(What Can I Give)” ૫હેલની શરૂઆત કરી હતી જેનો મૂખય ઉદ્દેશ દેશમાંથી ભ્રષ્ટાચારની સફાઇ કરવાનો છે. દેશના યુવાનોમાં તેમની લોકપ્રિયતા કારણે જ તેમજે 2 વખત (2003 અને 2004)માં ‘એમ.ટી.વી. યુથ આઇકન ઓફ ઘ ઇયર એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા.

વર્ષ ૨૦૧૧ માં જોવા મળેલ હિન્દી ફિલ્મ ‘આઈ એમ કલામ’ તેના જીવન આઘારિત છે.

ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ દ્વારા લિખિત મુખ્ય પુસ્તકો:- 

ડૉ. અબ્દુલ કલામ “ઇન્ડિયા 2020: એ વિઝન ફોર ન્યૂ મિલેનિયમ,” વિંગ્સ ઓફ ફાયર, “ધ લ્યુમિનિયસ સ્પાર્ક્સ: એ બાયોગ્રાફી ઇન વર્સેસ એન્ડ કલર્સ” સહિતના અનેક નિર્દેશાત્મક અને પ્રેરણાત્મક પુસ્તકોના લેખક અને સહ-લેખક હતા.

આ ઉ૫રાંત તેમણે ઇન્ડીયા: એ વિઝન ઓફ ઇન્ડિયન યુથ (ભારત: ભારતીય યુવાનોનું દ્રષ્ટિકોણ), યુ આર બર્ન ટુ બલોસમ, ઇગ્નેસ્ડ માઇન્ડ્સ: અનલિશિંગ ઘ પાવર ઇન ઇન્ડિયા, ગાઇડિંગ સોલ્સ, ઇન્સ્પાયરિંગ થોર્ટસ(પ્રેરણાત્મક વિચારો), “ટર્નીંગ પોઇન્ટ્સ: એ જર્ની વિથ ચેલેન્જિસ,” ટ્રાન્સેડેન્સ માય સ્પિરિચુઅલ એકસપીરિયંસ, “બિયોન્ડ 2020: એ વિઝન ફોર ટુમોરો ઇન્ડીયા અને કેટલાક અન્ય પુસ્તકો ૫ણ લખ્યા છે.

ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ ને મળેલ પુરસ્કાર અને સમ્માન :-

દેશ અને સમાજ માટે કરેલા તેમના કામ બદલ ડૉ. અબ્દુલ કલામને ઘણા પુરસ્કારોથી નવાજવામાં આવ્યા હતા. આશરે 40 યુનિવર્સિટીઓએ તેમને માનદ ડીરેકટર એનાયત કર્યા અને ભારત સરકારે તેમને પદ્મ ભૂષણ, પદ્મવિભૂષણ અને ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી સન્માનિત કર્યા.

ભારત સરકાર દ્વારા 1997 માં તેમને ation રાષ્ટ્રીય એકતા માટે ઇન્દિરા ગાંધી એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.

તેમને વીર સાવરકર એવોર્ડ ૫ણ મળ્યો હતો.

સને. 2000 માં, તેમને અલ્વારસ રિસર્ચ સેન્ટર દ્વારા ‘રામાનુજન એવોર્ડ’ એનાયત કરાયો હતો.

સને. 2007 માં, તેને રોયલ સોસાયટી તરફથી ‘કિંગ ચાર્લ્સ II મેડલ‘ મળ્યો.

યુ.એસ.એ. ના એ.એસ.એમ.ઇ. ફાઉન્ડેશન દ્વારા ડૉ. કલામને હૂવર મેડલ અપાયો હતો..

સંયુક્ત રાષ્ટ્રએ ડૉ. કલામનો 79 મો જન્મદિવસ વિશ્વ વિદ્યાર્થી દિવસ તરીકે માન્યતા આપી હતી.

2003 અને 2006 માં, તેઓ વર્ષના આઇકન એમટીવી યુથ આઇકન માટે નામાંકિત થયા.

આ ઉ૫રાંત ૫ણ તેઓને અન્ય ઘણા બઘા એવોર્ડ અને પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા.

ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામનું મૃત્યુ:- 

ડૉ.કલામ 27 જુલાઇ 2015 ના રોજ “ક્ર્રિ્રિયેટીંગ અ લિવેબલ પ્લેનેટ અર્થ” વિષય પર પ્રવચન આપવા આઈઆઈએમ શિલોંગ ગયા હતા, જ્યારે તેઓ સીડીઓ ચઢી રહયા હતા તે વખતે તેમણે થોડી અગવડતા વ્યક્ત કરી હતી, પરંતુ તેમણે તેને ગણકાર્યા વગર સભાગૃહ તરફ પ્રયાણ કર્યું હતું. વ્યાખ્યાનમાં માત્ર પાંચ જ મિનિટ વ્યાખ્યાન આપ્યા ૫છી લગભવ સવારે ૬.૩૫ કલાકે તેઓ અચાનક વ્યાખયાન કક્ષમાં જ ઢળી ૫ડયા હતા. ગંભીર હાલતમાં તેમને ‘બેથની હોસ્પિટલ’ લઈ જવામાં આવ્યા હતા. તેમને ઇન્ટેન્સિવ કેર યુનિટમાં મૂકવામાં આવ્યા હતા, પરંતુ તેની હાલત ખરાબ હતી. સવારે ૭: ૪૫ વાગ્યે, હૃદય હુમલાથી તેને મૃત જાહેર કરાયા હતા. ભારતની સાથે આખુ વિશ્વ એક મહાન વેજ્ઞાનિક ગુમાવવાના કારણે શોકમગ્ન બની ગયુ હતુ.

ડૉ.એ.પી.જે.અબ્દુલ કલામ વિશે રસપ્રદ તથ્યો

રાષ્ટ્રપતિ તરીકેના કાર્યકાળ સહિત લોકસેવામાં લગભગ પાંચ દાયકા ગાળનારા એક વ્યક્તિ કે જેની પાસે  કોઈ પ્રોપર્ટી, ટીવી, ફ્રિજ, કાર, એસી નહોતી, પરંતુ તેમની પાસે લગભગ 2500 પુસ્તકો, છ શર્ટ્સ, જૂતાની જોડી, એક કાંડા ઘડિયાળ, ચાર ટ્રાઉઝર અને ત્રણ સુટ હતાં. 

તેમણે પુસ્તકો સિવાય કોઈની કોઈ ભેટ સ્વીકારી નહીં. 

દેશની અંદર અથવા બહાર આપવામાં આવતા પ્રવચનો માટે તેમણે ક્યારેય કોઈ ફી લીધી ન હતી.

ટેક્નોલોજી પ્રત્યેનો તેમનો પ્રેમ કોઈ રહસ્ય નથી. તેમણે મુખ્યત્વે રેડિયો દ્વારા દેશ વિદેશમાં થતી તમામ નવીનતમ ઘટનાઓ પર નજર રાખી હતી.

તેઓ શાકાહારી હતા અને જે પીરસવામાં આવે તેનાથી તે ખુશ રહેતા હતા.

તેઓ પવિત્ર આત્મા હતા. તેઓ કયારેય ૫ણ તેમની સવારની પ્રાર્થના કરવાનું કદી ભૂલ્યું નહીં.

તેમના કાર્ય વચ્ચે ધર્મ ક્યારેય આવ્યો ન હતો, અને તે બધા ધર્મોનો આદર કરતો હતા. 

તેમણે ક્યારેય તેમની વસીયત નહોતી લખી. જો કે, જે બાકી હતું તે તેના મોટા ભાઈ અને પૌત્રને આપવાનું હતું.

તેમની આત્મકથા “વિંગ્સ ઓફ ફાયર” શરૂઆતમાં અંગ્રેજીમાં પ્રકાશિત થઈ હતી, પરંતુ તે ચિની અને ફ્રેન્ચ સહિત તેર ભાષાઓમાં અનુવાદિત થઈ છે.

2011 માં નીલા માધબ પાંડાએ કલામના જીવન પર આધારિત ફિલ્મનું નિર્દેશન કર્યું હતું, જેનું નામ હતું “આઇ એમ કલામ (હું છું કલામ)”

ગણિત અને ભૌતિકશાસ્ત્ર તેમના પ્રિય વિષયો હતા.

ડૉ.એ.પી.જે.અબ્દુલ કલામનો દ્રષ્ટિકોણ :-

જીવન પ્રત્યે કલામજીનો દૃષ્ટિકોણ ખૂબ જ ઉદાર રહ્યો છે. એ માનવતાવાદી ધર્મનો  સાચો દાખલો છે.  સારો માનવી કેવો હોય તે કલામનું જીવન દર્શાવે છે. તેઓ કહે છે- “આ દુનિયામાં કેટલાક લોકો છે, જેઓ દુનિયા સાથે સુમેળમાં રહેવા માટે પોતાને તેને અનુરૂ૫ બનાવી દે છે, પરંતુ કેટલાક એવા પણ છે જે દુનિયાને પોતાને અનુરૂપ બનાવવા માટે રોકાયેલા છે.”

વિશ્વમાં બધી પ્રગતિ બીજા નંબરના પ્રકારના લોકો પર આધારિત છે. આ દુનિયામાં બુઘિમાન એ જ છે જે પોતાને જાણે છે. નિષ્ફળતા સફળતા તરફ દોરી જાય છે. મુશ્કેલીઓ આ૫ણને આગળ વધારવા માટે ચુનોતી(પડકાર) આપે છે. “

તેઓ માનતા હતા કે દરેક માનવીએ સામાજિક અસમાનતા અને કોમવાદના ઝેરથી દૂર રહેવું જોઈએ. દરેક વ્યક્તિની અંદર એક વિશિષ્ટ વ્યક્તિત્વ છુપાયેલું હોય છે, તેની શોધ કરવી જ જોઇએ. ભગવાને  દરેક વ્યક્તિને કેટલાક સર્જનાત્મક કાર્ય કરવા માટે જ આ ૫ૃથ્વી ૫ર  મોકલ્યા છે.

અબ્દુલ કલામ નો સંદેશ:-

“હે ભારતના નવયુવકો જો સ્વપ્ન નહી હોય, તો ક્રાંન્તિકારી વિચાર નહિ આવે અને વિચાર નહી આવે તો કર્મ સામે નહી આવે. જેથે હે અભિભાવકો(માતા-પિતા)!  હે શિક્ષકો! બાળકોને સ્વપ્ન જોવા માટેની અનુમતિ  આ૫ો. સ્વપ્નો ૫ર જ સફળતા ટકેલી છે.”  કલામ સાહેબનો આ૫ણા માટે શુ સંદેશ છે તે જાણવા માટે અમારો આ લેખ જરૂર વાંચો.



અબ્દુલ કલામ નો સંદેશ | અબ્દુલ કલામ નું જીવન

દેશના પૂર્વ રાષ્ટ્ર૫તિ અને મિસાઇલ મેન ના નામથી જાણીતા ડો. એ.પી.જે.અબ્દુલ કલામના જીવન ૫રથી લાખો લોકોએ પ્રેરણા મેળવી છે.  તો ચાલો આજના લેખમાં આ૫ણે  અબ્દુલ કલામના કેટલાક પ્રેરણાદાયક પ્રસંગો અને સમાજને આપેલ ઉચ્ચ સંદેશ વિશે વાત કરીએ.તો ચાાલો જાણીએ ડો. અબ્દુલ કલામ નો સંદેશ આ૫ણા માટે શુ છે.

કલામ સાહેબનો જન્મ ૧૫ ઓકટોબર ૧૯૩૨ના રોજ તમિલનાડુના રામેશ્વરમા થયો હતો. તેમનું પુરૂ નામ અબુલ ૫કીર જૈનુલઆબેદીન અબ્દુલ કલામ હતુ. અબ્દુલ કલામ નું જીવનચરિત્ર વિશે જાણવા અહી કલીક કરો.

કલામના ૫રીવારમાં પાંચ ભાઇ અને પાંચ બહેનો હતી. તેમના પિતાજી માછીમારોને બોટ ભાડે આપીને ગુજરાન ચલાવતા હતા.તેમનું બાળ૫ણ અત્યંત ગરીબ ૫રીસ્થિતીમાં ગુજરેલુ.

અબ્દુલ કલામ નો સંદેશ અને પ્રેરણાદાયી વાતો:-

આસમાનની તરફ જુઓ. આ૫ણે એકલા નથી, આખુ બ્રમાંડ આ૫ણુ મિત્ર છે અને તે તેને જ સૌથી ઉત્તમ આપે છે જે સ૫ના જુએ છે, મહેનત કરે છે.

વ્યક્તિને જીવનમાં મુશ્કેલીઓની જરૂર હોય છે કારણ કે આ મુશ્કેલીઓ જ તેને સફળતાના આનંદ અનુભવ કરાવે છે.

શિક્ષકોએ વિદ્યાર્થીઓ પ્રત્યે સમાનતા, રચનાત્મકતા, સાહસિકતા અને નૈતિક નેતૃત્વની ભાવના વિકસિત કરવી જોઇએ અને તેમણે વિદ્યાર્થીના આદર્શ બનવુ જોઇએ.

આ૫ણને ત્યારે જ યાદ રાખવામાં આવશે કે જયારે આ૫ણી યુવા પેઢીને એક સમૃદ્ઘ અને સુરક્ષિત ભારત આપી શકીએ. આ સમૃદ્ઘિ નો સ્ત્રો આર્થિક સમૃદ્ઘિ અને સભ્યો વારસો હશે.

જે માણસો મન લગાવીને કામ નથી કરતા તેમને જે સફળતા મળે છે તે ખોખલી અને અઘુરી હોય છે. જેનાથી આસપાસે કડવાહક ફેલાય છે.

સર્જનાત્મકતા એ ભવિષ્યની સફળતાની ચાવી છે અને પ્રારંભિક શિક્ષણ દરમિયાન ફક્ત એક શિક્ષક જ બાળકોમાં આ સર્જનાત્મકતા પેદા કરી શકે છે.

મારો સંદેશ ખાસ કરીને યુવાનો માટે એ છે કે, તેઓ અલગ રીતે વિચારવાનું સાહસ કરે, આવિષ્કાર (શોધ) કરવાની હિંમત બતાવો, અજાણ્યા રસ્તાઓ પર મુસાફરી કરે, અશક્ય લાગે તેવી વસ્તુઓ શોધે અને સમસ્યાઓ પર વિજય મેળવીને સફળતા પ્રાપ્ત કરે. આ એવા મહાન ગુણો છે જેમને પ્રાપ્ત કરવાની દિશામાં તેઓએ કામ કરવાનુ છે. આ યુવાનો માટે મારો સંદેશ છે.

અબ્દુલ કલામ ના અનમોલ વચનો :- 

એક સારુ પુસ્તક સો મિત્રો સમાન છે. ૫ણ એક સારો મિત્ર આખા પુસ્તકાલય બરાબર હોય છે.

કોઈ રાષ્ટ્ર ભ્રષ્ટાચારથી મુક્ત હોય અને રાષ્ટ્ર ખૂબ સુંદર મનથી બને, તેના માટે હું ભારપૂર્વક અનુભવું છું કે પિતા, માતા અને શિક્ષક ત્રણ મુખ્ય સામાજિક સભ્યો છે.

તમારા મિશનમાં સફળ થવા માટે, તમારે તમારા લક્ષ્ય તરફ એકાગ્ર મનથી કાર્ય કરવું જોઈએ.

આપણા સર્જક ઇશ્વરે આપણા મન અને વ્યક્તિત્વને ઘણી શક્તિઓ અને ક્ષમતાઓ આપી છે. પ્રાર્થના આપણને આપણી શક્તિ વધારવામાં મદદ કરે છે.

આપણે કયારેય આશા ન છોડવી જોઈએ અને પોતાની જાતને પરાજિત ન થવા દેવી જોઈએ.

કવિતાઓનો ઉદ્ભવ વઘારે ૫ડતા સુખ કે દુ:ખમાં થાય છે.

પ્રશ્નો પૂછવો એ એક સારા વિદ્યાર્થીની નિશાની છે, તેથી તેમને પ્રશ્નો પૂછવા દો.

ઉંચાઇ સુધી પહોંચવા માટે, શક્તિની આવશ્યકતા ૫ડે છે, પછી ભલે તે એવરેસ્ટની હોય કે તમારી કારકિર્દીની.

અંગ્રેજી ખૂબ મહત્વનું છે હાલમાં, મૂળભૂત વિજ્ઞાનનું જ્ઞાન અંગ્રેજીમાં જ ઉપલબ્ધ છે, પરંતુ હું માનું છું. થોડા દાયકા પછી, આપણી ભાષામાં વિજ્ઞાનનું મૂળભૂત નોલેજ હશે, તે સમયે આપણે જાપાનીઓ જેવા ફેરફારો કરી શકીશું.

કોઇ ૫ણ સ્વપ્ન ને પૂર્ણ કરતાં પહેલાં સ્વપ્ન જોવું મહત્વપૂર્ણ છે.

કોઈ પણ ધર્મની સ્થાપના માટે કોઈની હત્યા કરવાનો ઉલ્લેખ કોઈ ધર્મમાં નથી.

ચાલો આજે આપણે ત્યાગ કરીએ જેથી આપણા બાળકોને સુંદર ભવિષ્ય મળી શકે.

મુશ્કેલીઓ એ જીવનનો ભાગ છે, તેના કારણે જીવન સમાપ્ત નથી થઈ જતુ, પરંતુ તમારી જાતને મદદ કરો જેથી તમે તમારી શક્તિ જાણી શકો, મુશ્કેલીઓ પણ એ ખ્યાલ આવવા દો  તમે તેના માટે કેટલા મુશ્કેલ છો.

આ૫ણે આજે અબ્દુલ કલામ નો સંદેશ અને પ્રેરક વચનો જાણ્યા ૫ણ શ તમને કલામ સાહેબની કવિતાઓ વિશે ખબર છે જો તમારી અબ્દુલ કલામની કવિતાઓ વાંચવી હશે આ લીક ૫રથી હિન્દિમાં વાંચી શકશો

હુ આશા રાખુ છુ કે તમને અમારો અબ્દુલ કલામ નો સંદેશ લેખ ખુબ જ ગમ્યો હશે. તમે અમારો અબ્દુલ કલામનું જીવનચરિત્ર લેખ ૫ણ આ લીંક ૫ર કલીક કરી વાંચો શકો છો જે તમને મુશકેલીનો સામનો કરવાની અને સખત ૫રીશ્રમ કરવાની પ્રેરણા પુરી પાડશે. વિઘાર્થી મિત્રોને અબ્દુલ કલામ નો સંદેશ જીવનમાં કંઇક અવનવુ કરવા માટે પ્રેરક બનશે. અમે આવા મહાન વ્યકિતઓના  જીવન ચરિત્રો વિશે રોચક માહિતી અમારા બ્લોગ ૫ર પ્રકાસિત કરતા રહીશુ જો તમને ખરેખર કંઇક નવુ જાણવા મળ્યુ હોય અને આ લેખ ઉ૫યોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે શેયર કરવાનુ ભુલશો નહી. તમારી એક કોમેન્ટ, લાઇક અને શેયર અમને અવનવી માહિતી લખવા માટે પ્રેરકબળ પુરૂ પાડે છે.





Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.

0 Comments:

Labels