*🏷️ આંતરરાષ્ટ્રીય પત્ર લેખન સ્પર્ધા શાળાઓમાં યોજવા બાબત*
👉04/04/2021 ના રોજ 10 થી 11 કલાક દરમિયાન
👉15 વર્ષના બાળકો ભાગ લઈ શકે
🥇પ્રથમ ઈનામ:: 25000 રૂ. અને સર્ટીફીકેટ
🥈બીજુ ઈનામ :: 10000 રૂ. અને સર્ટીફીકેટ
🥉ત્રીજુ ઈનામ :: 5000 રૂ. અને સર્ટીફીકેટ
પોસ્ટ વિભાગ દ્વારા પત્ર લેખન સ્પર્ધાનુ આયોજન કરેલ છે.
✍️વિષય:: *COVID-19 અંગે તમારા અનુભવો તમારા પરિવારજનો ને લખો.*
✍️પત્ર ENGLISH અથવા અન્ય કોઈપણ ભાષામા લખી શકાશે.
વધુ માહિતી માટે👇*
*🏷️ગુજરતી નિબંધ*
*❄️કોરોના વાઇરસ❄️*
👉નિબંધ સ્પર્ધા અને ધોરણ 10,12ની બોર્ડની પરીક્ષા માટે ઉપયોગી
*👉ધો. 3 થી 8 માટે ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી નિબંધ નો સંગ્રહ*
➖➖➖➖➖➖➖➖
🪀શૈક્ષણિક *Whatsapp* ગ્રુપ
ખાસ બાબત:- અહીં આપેલ માહિતી માત્ર આપની સમજ માટે છે. જેને વાંચી ને તમે તે અનુસાર તમારી અને તમારા અનુભવો આધારિત પત્ર લખી શકો છો.👇
વિષય - પેરેન્ટિંગ અને મોબાઈલ ફોન
" ઝંકૃત ૧૯ વર્ષનો છે, કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે, હાલ ઓનલાઈન ક્લાસ ચાલતા હોવાથી તે આખો દિવસ તેના મોબાઈલ સાથે વિતાવે છે, છેલ્લા છ માસથી તે રાત્રે બે-ત્રણ વાગ્યા સુધી મોબાઇલમાં કોઈ ગેમ રમે છે અથવા મુવી જુવે છે, સવારે 11:00 વાગ્યા પહેલા ઊઠતો નથી, તેનો સ્વભાવ ચીડિયો થઈ ગયો છે. "
" પિંકી 14 વર્ષની છે, નવમા ધોરણમાં અભ્યાસ કરે છે, હમણાંથી તેને કોઈની સાથે વાત કરવી ગમતી નથી, અવારનવાર માથાના દુખાવાની, ચક્કર ચડવાની, ઉબકા થવાની ફરિયાદો કરે છે, ડોક્ટરના કહેવા અનુસાર તેના બધા જ રિપોર્ટ નોર્મલ છે, પરંતુ પિંકીનું જમવાનું ઘટી ગયું છે, શરીર સુકાઇ રહ્યું છે."
આવી અનેક જીવંત ઘટનાઓ અને દાખલાઓ આપણા ઘરમાં કે આસપાસ બની રહ્યા છે, શેરી - ગલીઓમાં રમતા બાળકો જ્યારથી મોબાઈલ સામે ગોઠવાઈ ગયા છે, ત્યારથી શેરીના પથ્થર પણ હિબકે ચડ્યા છે, ઝાડની ડાળીઓ હવે તૂટતી નથી, કોઈની બારીના કાચ હવે ફૂટતા નથી, બગીચાના ફૂલો ચૂંટાયા વિનાના આપ મેળે ખરી પડે છે, રમતના મેદાનો સાવ ખામોશ છે અને ઓનલાઈન ઘણો શોર છે.
કોરોના અને lockdown નામના વીલનએ સૌથી વધુ નુકસાન બાળકોને પહોંચાડયું છે, ટેકનોલોજીના આશીર્વાદથી ઓનલાઇન શિક્ષણ, પરીક્ષા ચાલુ રહ્યું છે, શિક્ષણનું અમૂલ્ય એક વર્ષ તો બચી ગયું છે, પરંતુ વિદ્યાર્થીઓને જે નુકસાન થઈ રહ્યું છે, તેની ભરપાઈ કરવી અત્યંત મુશ્કેલ છે.
યુનિસેફના એક રિપોર્ટ અનુસાર ભારતમાં 10 થી 19 વર્ષની વય જુથનાં અંદાજે 24.30 લાખ કિશોર-કિશોરીઓ વસે છે, જેમાંથી 70 ટકા કિશોરો પાસે મોબાઇલ ફોન તથા ઇન્ટરનેટની સુવિધા ઉપલબ્ધ છે. બાળકો હાલ સામાન્ય રીતે દરરોજ સાતથી આઠ કલાક મોબાઈલ કે લેપટોપ સાથે વિતાવે છે, અર્થાત્, એક સપ્તાહનાં 50 થી 60 કલાક અને એક માસના 150 થી 180 કલાક સ્ક્રીન સામે જ વિતાવે છે, તેનાથી બાળકોને નાની મોટી અનેક પરેશાનીઓનો સામનો કરવો પડે છે, અથવા ભવિષ્યમાં કરવો પડશે.
* મોબાઇલના અતિરેકથી ઉદભવતી સમસ્યાઓ:
બાળક સ્ક્રીન નું બંધાણી થઈ જાય છે, તેને સ્ક્રીન વિના કશું સૂઝતું નથી, માથાનો દુખાવો થાય, થાક લાગે, અનિદ્રા- ઊંઘ ન આવી અથવા ખૂબ મોડેથી આવવી, અડધી ઉંઘમાંથી જાગી જવું, યાદશક્તિ ઓછી થવી, સાંધાનો, કમરનો, ગરદનનો દુખાવો થવો, આંખો દુખવી, આખોમાં બળતરા થવી, પાણી આવવા, ચશ્માના નંબર વધી જવા.
આ ઉપરાંત બાળકમાં મેદસ્વિતા આવે, ડાયાબિટીસ થઈ જાય, શારીરિક પ્રવૃત્તિમાં ઘટાડો થવાથી ભૂખ ન લાગે, બાળકોની લેખન પ્રવૃત્તિ, મૌલિકતા, સર્જનાત્મકતામાં ઘટાડો થવો.
બાળકોને પરિવાર થી અળગા રહેવું- કોઈ સાથે વાત ન કરવી, ઘરમાં ગુંગણામણ અનુભવવી, પોતાની privacy ભંગ થતી હોય તેવું સતત અનુભવવું, કોઈનો ફોન આવ્યો હશે કે મેસેજ આવશે તેવી સતત ભ્રમણા થયા કરવી, ચીડિયા થઈ જવું, અકારણ ગુસ્સો આવવો, તાણ અનુભવવી, ડિપ્રેશન આવવું.
બાળકો પોતાના મગજનો અને કોમન સેન્સનો ઓછો ઉપયોગ કરવા લાગે છે, મોબાઈલ પર વધારે પડતો આધાર રાખે છે, તેમનું ગુનાખોર માનસ થઈ જાય, નાની ઉંમરે લેંગીક જાગૃતતા આવવી, પોર્ન સાઈટ્સ તરફ વધુ પડતો ઝુકાવ થઈ જાય.
ઘણીવાર બાળકો માદક પીણા, ધુમ્રપાન, ડ્રગ્સ તથા નશા તરફ આકર્ષણ થવું, બંધાણી થઈ જાય, પોતાની તથા પોતાના પરિવારની અંગત અને ગોપનીય બાબતો અજાણ્યા સાથે શેર કરવાથી સાયબર ગુનાખારી નો ભોગ બને છે, તો ક્યારેક આત્મઘાતી ગેમથી અંતિમ પગલું ભરી બેસતા પણ અચકાતા નથી.
* માતા પિતા ની સમસ્યાઓ:
ઓનલાઇન શિક્ષણથી મા - બાપે ઘરના દરેક બાળક માટે સ્માર્ટ ફોન અને લેપટોપ ની વ્યવસ્થા કરવી પડે છે, ફોન અને ઈન્ટરનેટ પાછળ આર્થિક ભારણ વધ્યું છે, કોરોનાથી આર્થિક મુશ્કેલીઓમાં વધારો થવાથી, ઘરમાં તાણ વધી છે, જેનો ભોગ પણ બાળકો જ બને છે. બાળકોને સતત મોબાઇલમાં વ્યસ્ત જોઈ માતા-પિતા પોતાનો માનસિક અંકુશ ગુમાવી, ગુસ્સો કરી બેસે છે.
* મોબાઈલનો વપરાશ વધવાના કારણો :
ઓનલાઇન શિક્ષણ ના કારણે માતા-પિતાએ ફરજિયાતપણે બાળકોને મોબાઈલ અથવા લેપટોપ આપવા પડ્યા છે, ઓનલાઈન ક્લાસ બાદ હોમવર્ક, પ્રોજેક્ટવર્ક, એસાઇન્મેન્ટ તથા પરીક્ષા પણ મોબાઈલ પર જ લેવાતી હોવાથી બાળકોનો screen time વધી ગયો છે. વળી, શાળા,ટ્યુશનના શિક્ષકો દ્વારા whatsapp અને મેસેજથી માહિતી તથા વર્ગોની લિંક મોકલાતી હોવાથી બાળકો ફોન પોતાની પાસે જ રાખતા થયા છે. તો ઘણા માતા-પિતાઓ ટેકનોલોજીકલી અપડેટ ના હોય, અંગ્રેજીમાં મેસેજ વાંચતા ન આવડતું હોય, તો તેમના બાળકો આખો દિવસ ફોન પોતાની પાસે જ રાખી ફોનનો અન્ય ઉપયોગ જેમ કે સોશિયલ મીડિયા, whatsapp, facebook, instagram, મુવીસ, વીડીયોસ અને ગેમ્સમાં માટે કરે છે.
બાળકો જ્યારે ઘરમાં એકલવાયુ મહેસુસ કરતા હોય, માતા-પિતા બંને કામકાજી હોય, ત્યારે સૌથી સરળ અને હાથવગું ટાઇમપાસનું હથિયાર મોબાઈલ બની જાય છે. મોબાઈલની વિવિધ ગેમ રમવાથી, સોશિયલ મીડિયામાં likes મળવાથી, વિડીયો જોવાથી બાળકોમાં 'ડોપામાઇન' નામનો હોર્મોન્સ સ્ત્રવે છે, જે જેમને આનંદ આપે છે.
ઘણીવાર માતા-પિતા પોતાના કિશોર સંતાનોની સતત ઉપેક્ષા કરતા હોય, તેમની અન્ય બાળકો સાથે સરખામણી, સ્પર્ધા કે ફરિયાદ કરતા હોય, ત્યારે બાળક પોતાનો બધો આક્રોશ મોબાઈલ દ્વારા હળવો કરે છે. આ ઉપરાંત મોબાઈલ ગેમ્સ તથા વિડીયો સીરીઝ એવી રીતે બનાવવામાં આવે છે કે તે રમનાર અથવા સીરીઝ જોનારને તેની લત લાગી જાય છે, જેમાંથી છૂટવું ખૂબ દુષ્કર હોય છે.
* માતા-પિતા શું કરી શકે?
આ પરિસ્થિતિને પહોંચી વળવું કપરું છે, અશકય નથી. કિશોર વયના બાળકો મુગ્ધ અને નાદાન હોય છે. તેમને પોતાના ભવિષ્યની ચિંતા કરવા કરતા વર્તમાનનો આનંદ માણી લેવાનું વિશેષ પસંદ છે, એટલે તેમની સાથે પ્રેમ, હુંફ અને ધીરજથી કામ લેવું આવશ્યક છે. માતા-પિતાએ આટલું અવશ્ય કરવું.
નાના બાળકોને વ્યસ્ત રાખવા માટે કે પોતાને પરેશાન ન કરે એટલા માટે માતા-પિતા બાળકોને મોબાઈલ પકડાવી છૂટકારો મેળવે છે, જેનાથી ધીમે ધીમે બાળકોને મોબાઈલની આદત પડી જાય છે અને મોટા થઈ તેમાંથી છૂટવું મુશ્કેલ થઈ પડે છે એટલે બાળકોને બિનજરૂરી મોબાઈલ આપવાનું ટાળવું. બાળક ગમે તેટલું રડે, રિસાઈ જાય, તોફાન કરે, જમવાની ના પાડે - આવી કોઈ પણ જીદ સામે ઝૂકી તેને ક્યારેય મોબાઈલ આપવો નહીં. ઘરના સભ્યોએ ભોજન લેતી વખતે કોઈપણ પ્રકારની સ્ક્રીન - ટીવી, મોબાઇલ, લેપટોપ, ટેબલેટનો ઉપયોગ કરવો નહીં, ઘરના સભ્યો એ એકબીજા સાથે વાત કરી ભોજનનો આનંદ માણવો જોઈએ.
બાળકોના ઓનલાઇન અભ્યાસના કલાકો નોંધીને રાખો. તે ખરેખર મોબાઇલમાં શું ભણે છે, તેના પર વોચ રાખો, બાળકોના મોબાઇલના નોટિફિકેશનમાં બંધ કરી દેવા. બાળકો ના મોબાઈલ માં લોક રાખો google play store પરથી 'google family link' તથા એના જેવી અન્ય એપ ડાઉનલોડ કરવાથી બાળકો કઈ કઈ વેબસાઈટ, ગેમ્સ વગેરે જોવે છે તેના પર અંકુશ રહેશે. સમયાંતરે બાળકોના મોબાઇલની હિસ્ટ્રી ચેક કરો, તેણે કઈ વેબસાઈટ કેટલા કલાક જોઈ? શું સર્ચ કરે છે? કઈ સોશિયલ સાઇટ પર વધુ એક્ટિવ છે? તેના મિત્રો કેવા પ્રકારના છે? તેના પર ધ્યાન રાખો અને જરૂરી સલાહ સુચના આપવી.
બાળકોને શારીરિક પ્રવૃત્તિ, ઘરકામ, રમત ગમત, યોગ, કસરત, સાઈકલિંગ, સ્વિમિંગ, કરાટે જેવી પ્રવૃત્તિ કરવા પ્રોત્સાહિત કરવા. બાળકોને ઘરની જવાબદારી આપો, , દા. ત. શાકભાજી, કરિયાણું ખરીદવા, દૂધ- દવા વીજળીબિલની ચૂકવણી કરવી. બાળકોની રચનાત્મકતા અને સર્જનાત્મકતા ખીલે તેવા કાર્યો અને પ્રવૃત્તિમાં વ્યસ્ત રાખો. માતા પિતા એ પરિવાર સાથે શક્ય હોય તેટલો સમય પસાર કરવો, તેનાથી ઘરના વાતાવરણમાં હળવાશ વધશે અને સંબંધો મજબૂત થશે. અઠવાડિયે અથવા પંદર દિવસે ઘરના દરેક સભ્યોએ ' No Screen Day' નું પાલન કરવું, અર્થાત્ આખો દિવસ કોઈપણ પ્રકારની સ્ક્રીનનો ઉપયોગ કરવો નહીં.
બાળકો સાથે વાઈ- ફાઈના પાસવર્ડ શેર કરવા નહીં. બાળકો સાથે ઇન્ડોર આઉટડોર રમતો રમવી. બાળકોને સારા પુસ્તકો વાંચવા આપો, માતા-પિતાએ ખુદ વાંચનની આદત પાડી, બાળકોને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવું. ઘરમાં શ્લોક, પ્રાર્થના, હળવું સંગીત સાંભળવું. બાળકોને રાત્રે સમયસર ઊંઘવાની અને સવારે વહેલા ઉઠવાની પાડીએ.બાળકોની પ્રશંસા કરવી, સારા કાર્ય માટે બિરદાવવા.
કોરોનાના આ કપરા કાળમાં માનવજાતિ સામે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે અનેક સમસ્યાઓનું સર્જન થયું છે, પરંતુ જેમ કોરોનાની વેક્સિન આપણે શોધી કાઢી છે, તેમ મોબાઈલના અતિરેકની વેક્સિન પણ આપણે જાતે જ શોધવી રહી. સમય અને સંજોગો અનુસાર નવી નવી સમસ્યાઓ માતા-પિતા સમક્ષ આવતી જ રહે છે, તેનો ધીરજ અને બુદ્ધિપૂર્વક સામનો કરવાથી સમાધાન મળી જતું હોય છે. યાદ રાખો કે આ મોબાઈલ આપણે જ બાળકોને આપ્યો છે, તો તેનો વપરાશ કેટલો કરવો, કેવી રીતે કરવો તે પણ આપણે જ બાળકોને શીખવવું રહ્યું.
મોબાઈલના કારણે બાળકોનો અભ્યાસ, પ્રગતિ, વિકાસ ન રૂંધાય અને તેને સફળતાના નવા શિખરો સર કરવામાં મદદ કરે તેટલી કાળજી માતા-પિતાએ રાખવી રહી.
- શ્વેતા મહેતા
Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.
0 Comments:
Post a Comment