અગ્નિપૂંજ સમા વીર પરાક્રમી 'ભગવાન શ્રી પરશુરામ'
ભગવાન શ્રી વિષ્ણુનાં છઠ્ઠા અવતાર મનાતા પરશુરામજીનું પૂર્વ નામ તો 'રામ' હતું, પરંતુ ભગવાન શિવજી પાસેથી પ્રાપ્ત કરેલા અમોધ દિવ્ય શસ્ત્ર પરશુને ધારણ કરવાને કારણે તેઓ
*વિશેષ દિન કવિઝ* શિક્ષકો, વિદ્યાર્થીઓ, અને દરેક વ્યક્તિ આ કવિઝ આપી શકે છે.
કવિઝ આપવાની રહી ગઈ હોય તેમના માટે
પરશુરામ કહેવાયા. પરશુરામ ભગવાન શિવજીના અનન્ય ભક્ત હતા તો તેઓ પરમજ્ઞાાની અને મહાન યોધ્ધા હોવાને લીધે શાસ્ત્ર તથા શસ્ત્ર વિદ્યાનાં મોટા જ્ઞાાતા હતા. ધર્મગ્રંથોને
આધારે પરશુરામનું પ્રાગટય જન્મ, અક્ષયતૃતીયાના પવિત્ર દિવસે થયેલો મનાય છે. એટલે વૈશાખ સુદ ત્રીજનાં દિને, પરશુરામ જયંતિ ખૂબ જ ધામધૂમ પૂર્વક ઉત્સાહ થી ઉજવવામાં
આવે છે. આ અવસરે ઠેર-ઠેર હવન- પૂજન ભોગ અને ભંડારાનું આયોજન થાય છે. તથા ભગવાન પરશુરામની શોભાયાત્રા કાઢવામાં આવે છે.
પરશુરામજીનું સ્મરણ કરતાંની સાથે જ સૌને જનકનાં દરબારમાં સીતા- સ્વંયવરમાં ધનુષ્યભંગનો પ્રસંગ, એકવીસ વખત ક્ષત્રિયોનાં સંહાર થયાની ઘટના, કર્ણને ધનુષ્યવિદ્યા શીખવતી
વખતે તેને શાપ આપવાની વાત જેવી અનેક કથાવાર્તાઓ માનસપટ પર તરી આવે.
મહર્ષિ, બહર્ષિ- દેવર્ષિ એવા મહાન ઋષિમુનિઓએ જ આપણને દિવ્ય વારસો આપ્યો છે, એમાં 'પરશુરામ'નું અલગ જ વ્યકિતત્વ છે. અગ્નિશિખા સમાન ઝળહળતો તેમનો દૈદિપ્યમાન
પ્રભાવ હતો તો અપ્રતિમ શૌર્ય, અજોડ શારીરિક શક્તિ,નાં માલિક એવા પરશુરામજી, અસ્ત્ર- શસ્ત્રમાં અસાધારણ કૌશલ્ય ધરાવતા હતા. તેમની સિંહગર્જના સમી વાણી કે કૈલાસ પર્વત જેવા
અડગ મનોબળને કારણે અન્યો ઋષિ મુનિઓમાં નોખા તરી આવે છે.
પરશુરામજીએ ધનુષ્ય-બાણ અને પરશુનો ઉપયોગ દુષ્ટોનાં સંહાર માટે ન્યાય અને વીરતાપૂર્વક કર્યો. હરિવંશપુરાણ અનુસાર, પૌરાણિક કાળમાં મહિષ્મતી નગરી પર હૈહયવંશી ક્ષત્રિય
કાર્તવીય અર્જુન, જે સહસ્ત્ર બાહુ કહેવાતા, તેમનું શાસન ચાલતું હતું. તેઓ ખૂબ જ અત્યાચારી શાશક ગણાતા હતા. જ્યારે આવા હૈહયવંશી ક્ષત્રિય રાજાઓનો જુલ્મ પ્રજાઓ પર વધતો
ગયો. ત્યારે પૃથ્વીમાતા ભગવાન વિષ્ણુ પાસે દોડી ગયા અને તેમણે ભગવાને પૃથ્વીને વચન આપ્યું કે તેઓ ધરતી પર ધર્મની સ્થાપના માટે મહર્ષિ જમદગ્નિનાં પુત્ર તરીકે અવતાર
ધારણ કરશે અને આ આસુરોનો નાશ કરશે, એ પછી તેમણે પરશુરામ તરીકે જન્મ લીધો.
એક સમયે રાજા કાર્તવીર્યએ કામધેનુ ગાયને લઈ જવા માટે પરશુરામના પિતાશ્રી જમદગ્નિની હત્યા કરી. આથી પરશુરામજી એ અત્યાચારી કાર્તવીયનો વધ કર્યો. ત્યાર પછી પણ
એકવીસ વખત પૃથ્વીને આવા હૈહયવંશી આસુરી ક્ષત્રિયોથી રહીત કરીને ધરતી પર શાંતિ આણી. પ્રણ આગળ તેમને વધારે હત્યા કરતા રોકવા અંતે મહર્ષિઋષિ પ્રગટ થયા અને
પરશુરામને આવું ઘોર કૃત્ય ન કરવા સમજાવ્યા. ત્યારે પરશુરામજી એ કશ્યય ઋષિને (જમીન) પૃથ્વીનું દાન કરી દીધું અને પોતે મહેન્દ્ર પર્વત પર નિવાસ કરવા લાગ્યા.
પરશુરામજીને ચિરંજીવી પણાનો આશીર્વાદ મળેલો તેથી સતયુગમાં અંતમાં અને ત્રેતાયુગમાંનાં પ્રારંભમાં રામાયણ કાળમાં અને દ્વાપર યુગમાં મહાભારતનાં સમયે તેઓ મોજુદ હતા.
મહાભારત કાળમાં બાણવિધામાં અર્જુનથી પણ ચઢિયાતા થવા કર્ણ પોતે બ્રાહ્મણ છે. એવું જૂઠું કર્ણ ગુરૃ પરશુરામ આગળ બોલ્યા. પણ તેનું જૂઠું પકડાઈ જતા ભગવાન પરશુરામે કર્ણને
શાપ આપ્યો કે તું ખરા સમયે મારી પાસેથી શીખેલી વિદ્યા ભૂલી જઈશ. અને થયું એવું જ કર્ણ, મહાભારત યુધ્ધમાં માર્યો ગયો.
આવા પ્રજવલિત અગ્નિ જેવા શક્તિપૂંજ સમાન ચિરંજીવી ભગવાન પરશુરામને વંદન કરીને પ્રાર્થના કરીએ,
'હે ભૃગુકુલભૂષણ । અમારા દેહની નસોમાં શૌય- ઓજસની તાકાત આપો. હે બ્રહ્મમૂર્તિ । અમને કમજોર બનાવતી નિર્બળતાઓ નો નાશ કરશો. હે વીરમૂર્તિ । દેશ અને ધર્મની સંસ્કૃતિનું
રક્ષણ કરવા બળ, બુધ્ધિ અને નીડરતા અર્પો ।'
ભગવાન પરશુરામના જીવનના આ રહસ્યો તમે નહિ ખબર હોય .
આજે પણ તે એક પર્વત પર તપસ્યા કરી રહ્યા છે . જાણો તેમના જીવનના પ્રસંગો .
ભગવાન પરશુરામ સાથે જોડાયેલા રહસ્યો .
હિંદુ પંચાંગ અનુસાર વૈશાખ મહિનામાં શુક્લ પક્ષની ત્રીજે ભગવાન પરશુરામની જન્મ જયંતી માનવામાં આવે છે .
ધર્મ ગ્રંથો અનુસાર તે દિવસે ભગવાન વિષ્ણુનો આવેશ અવતાર પરશુરામજી જન્મ થયો હતો . ધર્મ ગ્રંથોમાં ઘણા મહાપુરુષોનું વર્ણન છે જેને આજે પણ અમર માનવામાં આવે છે . તેને ચિરંજીવીઓ પણ કહેવામાં આવે છે . તેમાંથી એક ચિરંજીવી મહાપુરુષ ભગવાન પરશુરામ છે . એવી માન્યતાઓ પ્રચલિત છે કે ભગવાન પરશુરામ વર્તમાન સમયમાં પણ ક્યાંક તપસ્યામાં લીન છે .
ભગવાન પરશુરામ સબંધિત કથાઓ ,
ભગવાન પરશુરામ નો જન્મ :
મહર્ષિ ભૃગુના પુત્ર રુચીકના લગ્ન રાજા ગાધીની પુત્રી સત્યવતી સાથે થયા . લગ્ન બાદ પોતાના સસરા મહર્ષિ ભૃગુ પાસે પોતાની માટે એક પુત્રની યાચના કરી . ત્યારે મહર્ષિએ સત્યવતીને બે ફળ આપ્યા . અને કહ્યું કે તુ સ્નાન પછી તારે ગુલાર વૃક્ષ અને પીપળાના વૃક્ષ સાથે આલિંગન કરી આ ફળ ખાય લેવા . પરંતુ સત્યવતીએ આ કામ માં થોડી ભૂલ કરી , તે વાતની જાણ મહર્ષિ ભૃગુને ખબર પડી ગઈ . ત્યારે તેમને સત્યવતીને કહ્યું કે તમે ખોટા વૃક્ષને આલિંગન કર્યું છે તો તમારો પુત્ર બ્રહ્માણ હોવા છતાં તેનામાં ક્ષત્રીય ગુણ હશે . છતાં પણ તે બ્રાહણ જેવું આચરણ કરશે .ત્યારે સત્યવતીએ વિનંતી કરી કે મારો પુત્ર ક્ષત્રીય જેવો ન થાય . એના બદલામાં ભલે મારા પૌત્રો ક્ષત્રીય ગુણો વાળા થાય . ત્યારે મહર્ષિ ભૃગુએ કહ્યું કે તો તેમજ થશે . થોડા સમય પછી જમદગ્ની ઋષીએ સત્યવતીના ગર્ભમાંથી જન્મ લીધો . તેમનું આચરણ બ્રામ્હણ ઋષીઓ સમાન જ હતું . તેમના લગ્ન રેણુકા સાથે થયા . મુની જમદગ્નીના ચાર પુત્રો થયા . તેમાં પરશુરામ ચોથા પુત્ર હતા . આ પ્રકારે સત્યવતીની ભૂલને કારણે તેના પુત્રનો પુત્ર પરશુરામ ક્ષત્રીય સ્વભાવ સમાન થયો .
રામ માંથી કેવી રીતે બન્યા પરશુરામ :
બાલ્યાવસ્થામાં પરશુરામના માતા પિતા તેને રામ કહીને બોલાવતા હતા . જયારે રામ થોડા મોટા થયા ત્યારે તેને તેના પિતા પાસેથી વેદોનું પ્રાપ્ત કર્યું . અને સાથે સાથે ધનુરવિદ્યા પણ મેળવી . મહર્ષિ જમદગ્નીએ હિમાલય પર જઈ ભગવાન શિવજી ની ઉપાસના કરી તેને પ્રસન્ન કરવા કહ્યું . પરશુરામે પિતાની આજ્ઞા પ્રમાણે કર્યું . શિવજીએ તપસ્યાથી ખુશ થઈને પરશુરામને આસુરોનો નાશ કરવા કહ્યું . પરશુરામે એક પણ અસ્ત્રની સહાય વગર અસુરોનો નાશ કર્યો . પરશુરામનું આ પરાક્રમ જોઇને શિવજીએ તેમને અસ્ત્ર શસ્ત્ર પ્રદાન કર્યા . તેમાંથી એક શસ્ત્ર પરશુ હતું તે શસ્ત્ર પરશુરામને અત્યંત પ્રિય હતું . તેથી તે અસ્ત્રને પ્રાપ્ત કાર્ય પછી તેમનું નામ પરશુરામ પડ્યું .
ભગવાન પરશુરામે પરશુથી ગણેશજી નો દાંત તોડ્યો તેની કથા વિગતવાર જાણીએ .
બ્રહ્મવૈવર્ત પુરાણ અનુસાર એક વાર પરશુરામ જયારે ભગવાન શિવના દર્શન માટે કૈલાસ પહોંચ્યા ત્યારે ભગવાન શિવજી ધ્યાનમગ્ન હતા . ત્યારે ગણેશજીએ પરશુરામને ભગવાન શિવજીને મળવા ન દીધા . તે વાતથી ક્રોધિત થઇ ભગવાન પરશુરામજીએ તેના અત્યંત પ્રિય પરશુથી ગણેશજી પર વાર કર્યો.તે પરશુ સ્વયં ભગવાન શિવજીએ પરશુરામજી ને આપ્યું હતું . શ્રીગણેશજી તે અસ્ત્રનો વાર ખાલી જવા દેવા ન માંગતા હતા . તેથી તે વાર ગણેશજી એ વાર પોતાના દાંત પર જાલી લીધો.જેના કારણે એક દાંત તૂટી ગયો ત્યારથી ગણેશજી એકદંત તરીકે ઓળખાય છે .
આ સિવાય ભગવાન પરશુરામની અન્ય નીચે આપેલી કથાઓ પણ પ્રચલિત છે .
શા માટે કર્યો માતાનો વધ ?
એક વાર પરશુરામના માતા સ્નાન કરી આશ્રમ તરફ ફરી રહ્યા હતા . ત્યારે સંયોગ ના રાજ ચિત્રરથ પણ જળ વિહાર કરી રહ્યા હતા . રાજાને રેણુકાના મનમાં વિકાર ઉત્પન્ન થયો તે આશ્રમે પહોંચ્યા ત્યારે તેને જોઇને જામદગ્રીને રેણુકાના મનની વાત જાની લીધી અને તેના પુત્રોને માતા રેણુકાનો વધ કરવાનું કહ્યું પરંતુ મોહવશ કોઈ પણ પુત્રએ આજ્ઞાનું પાલન ન કર્યું . ત્યારે પરશુરામે વગર વિચાર્યું તેની માતાનું માથું ધડથી અલગ કરી દીધું . તે જોઇને મહર્ષિ જમદગ્રી પ્રસન્ન થયા અને તેમને પરશુરામને વરદાન માગવા માટે કહ્યું . ત્યારે પોતાની માતાને જીવિત કરવા કહ્યું અને તે વાત નું તેને જ્ઞાન ન રહે . તેવું વરદાન માગ્યું . અને તે વરદાનના ફળ સ્વરૂપે તેની માતા પુનઃ જીવીત થયા .
કર્ણને આપેલો શ્રાપ :
મહાભારત અનુસાર પરશુરામ ભગવાન વિષ્ણુના જ અંશ અવતાર હતા . કર્ણ પણ તેમનો શિષ્ય હતો . કારણ એ તેનો પરિચય એક સુતપુત્રના રૂપે આપ્યો હતો . એક વાર પરશુરામ કર્ણના ખોળામાં માથું રાખીને સુઈ ગયા હતા . તે સમયે કર્ણને એક ભયંકર જીવ જંતુ કરડ્યું . ગુરુજીની ઉંઘમાં કઈ વિન ન આવે તેવું વિચારી કર્ણ દર્દ સહન કરતો રહ્યો . પરંતુ તેમને પરશુરામને ઊંઘમાંથી ઉઠાડ્યા નહિ . ઊંઘમાંથી ઉઠ્યા ત્યારે પરશુરામે તે જોયું અને સમજી ગયા કે આ સુતપુત્ર નથી.પરંતુ ક્ષત્રીય છે . ત્યારે પરશુરામ ગુસ્સે થઇ અને કર્ણને શ્રાપ આપ્યો કે મારી શીખવેલી શસ્ત્ર વિદ્યાની તારે જયારે અત્યંત આવશ્યકતા હશે તે સમયે તું તે વિદ્યા ને ભૂલી જઈશ , ઓમ ભગવાન પરશુરામના શ્રાપના કારણે કર્ણનું મુત્યુ થયું હતું .
કામધેનું ગાય પરત લાવ્યા .
આ વાત તે વખતની છે કે , પૃથ્વી પર સહસ્ત્રાર્જુન નામે રાજા હતો . તે ખુબ જ શક્તિશાળી હતો . તેને ભગવાન દતાત્રેય પાસેથી એક હાજર હાથનું ( હાજર હાથની શક્તિનું ) વરદાન મળ્યું હતું . તેનાથી તે ખુબ જ શક્તિશાળી તેમજ અભિમાની થઇ ગયો હતો . એક વખત તેને વરુણ દેવ દ્વારા ખબર પડી કે , આ સમગ્ર પૃથ્વી પર હજુ એક યોદ્ધ છે જે તમને હરાવી શકે છે . અને તે છે સ્વયં પરશુરામ અને તે તમારી કરતા પણ વધુ શક્તિશાળી છે . તે વાત સંભાળીને સહસ્ત્રાર્જુનને પોતાનું અપમાન થતું હોય તેમ લાગ્યું એટલે તેણે નક્કી કર્યું કે , એક વખત તો પરશુરામને મળવું જ છે .તે નક્કી કરી મનમાં ક્રોધ સાથે સહસ્ત્રાર્જુન પરશુરામને મળવા તેના આશ્રમ જાય છે . તે આશ્રમે જઈને તેને ખબર પડે છે કે , પરશુરામ તો આશ્રમ પર હતા નહિ . પણ પરશુરામના પિતાશ્રી જખ્ખગ્નીએ સહસ્ત્રાર્જુનનું સ્વાગત કર્યું . તે સ્વાગતમાં સહસ્ત્રાર્જુનને ભાતભાતના ભોજન અને પકવાન જમાડ્યા . ભોજન કરીને સહસ્ત્રાર્જુનએ જમ્મગનીને પૂછ્યું કે , આટલું સારું આતિથ્ય કરવા પાછળનું શું કારણ છે અને આટલા ભાતભાતના ભોજન પકવાન કઈ રીતે બનાવ્યા . આ વાત સંભાળીને જ Ê ગનીએ કહ્યું કે , મારી પાસે ઈન્દ્રદેવ દ્વારા દેવાયેલી કામધેનું ગાય છે જે બધી ઇચ્છાઓ પૂરી કરે છે . સહસ્ત્રાર્જુન આ વાત સંભાળીને થોડો આશ્વર્ય ચકિત થઇ ગયો અને મનમાં લાલચ જાગી અને નક્કી કર્યું કે , આ ગાય તો હું લઇ જઈશ આ મારી પાસે હોવી જોઈએ . સહસ્ત્રાર્જુનએ ઋષિ જખ્ખાગની પાસે તે ગાય માગી .
ઋષિ જબ્દાગ્નીએ તે ગાય દેવાનો સાફ ઇનકાર કરી દીધો . આ વાત સાંભળી સહસ્ત્રાર્જુનને ગુસ્સો આવ્યો અને તેને ત્યાં ઋષિ જખ્ખાગની સાથે બળજબરી કરીને હુમલો કરીને તે કામધેનું ગાય લઈને ત્યાંથી પલાયન થઇ ગયો . જયારે ભગવાન પરશુરામ ત્યાં આવ્યા ત્યારે તેને ખબર પડી કે , સહસ્ત્રાર્જુનએ આવું કર્યું છે તો તેમને ખુબ ગુસ્સો આવ્યો અને તેમને ત્યાંજ પ્રણ લીધું કે , તે પુરા ક્ષત્રિય વંશનો નાશ કરી દેશે .
આમ , તેમને સહસ્ત્રાર્જુન સાથે ખુબ ભયંકર યુદ્ધ કર્યું અને ભગવાન પરશુરામને શિવાજીનું વરદાન હતું એટલે તેમને સહસ્ત્રાર્જુનને હરાવી દીધો અને બીજા તમામને મોતને ઘટ ઉતારી દીધા.અને કામધેનું ગાય પરત લઇ આવ્યા . અને તેવું કહેવાય છે કે , પરશુરામ ચિરંજીવી છે . અને આજ પણ મહેન્દ્રગીરીના પર્વતો પર ભગવાન શિવજીની તપસ્યા કરી રહ્યા છે .
Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.
0 Comments:
Post a Comment