શું તમે જાણો છો કે ગેસ એજન્સી પાસેથી તમે ફ્રી માં મેળવી શકો છો ગેસ સીલીન્ડર નું રેગ્યુલેટર જાણો તેના અગત્યના નીતિ નિયમો
હાલ ના સમય માં મુખ્યત્વે મોટા ભાગ ના લોકો ના ઘર માં રસોઈ ને લગતાં કાર્યો માટે ગેસ સિલિન્ડર નો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ , આ ગેસ સિલિન્ડર નું એક મહત્વ નું અંગ ગણાતા રેગ્યુલ્ટર સાથે સંકળાયેલા અમુક નીતિ-નિયમો વિશે ભાગ્યે જ કોઈ જાણતું હશે. આજે આ લેખ માં તમને આ બાબત સાથે સંકળાયેલા એવા નીતિનિયમો વિશે જણાવીશું જેની માહિતી દરેક વ્યક્તિ ને હોવી આવશ્યક છે.
જો તમારા ઘર માં રહેલા ગેસ સિલિન્ડર માં રહેલું રેગ્યુલ્ટર બગડી ગયું છે તો તમે ગેસ એજન્સી માં જઈને આ અંગે ની ફરિયાદ કરીને ફ્રી ઓફ માં બીજુ રેગ્યુલંટર મેળવી શકો છો. આ અંગે ના કડક નીતિનિયમો હોવા છતાં પણ અમુક ગેસ ની એજન્સીઓ રેગ્યુલેટર ના ગ્રાહકો પાસે થી બમણાં પૈસા વસૂલે છે. આ સિવાય જો તમારું રેગ્યુલેટર લીકેજ હોય તો પણ તમે ગેસ એજન્સી માં ફરિયાદ કરીને તેને બદલાવી શકો અને તેના બદલામાં નવું રેગ્યુલેટર મેળવી શકો છો.
પરંતુ , શરત ફકત એક જ છે કે તમારું જૂનુ રેગ્યુલેટર ભાંગી ગયેલું કે ડેમેજ થયેલું ના હોવું જોઈએ. જો ગેસ એજન્સી રેગ્યુલેટર ના બદલામાં તમારી પાસે થી પૈસા વસૂલે છે તો આ અંગે ની પાકી રસીદ અવશ્ય લઈ લેવી. જો તમારા ગેસ સિલિન્ડર નું રેગ્યુલેટર તૂટી ગયું હોય અથવા તો ખોવાઈ ગયું હોય તો તમે એજન્સી માં સિકયોરીટી ડિપોઝીટ જમા કરાવીને નવું રેગ્યુલેટર મેળવી શકો છો.
આ માટે તમારે ગેસ કંપની માંથી ખરીદી કરેલા ગેસ સિલિન્ડર નું બીલ સાથે લઈને જવું પડશે. રેગ્યુલેટર ખરીબ થઈ જાય તો ગ્રાહકો પાસે થી પૈસા લઈને તે બદલી આપવામાં આવે છે એવી અનેક ફરિયાદો સાંભળવા મળી છે પરંતુ , નીતિનિયમો મુજબ જો રેગ્યુલેટર માં કોઈપણ પ્રકાર નો ફોલ્ટ સર્જાયેલો હોય તો ગેસ એજન્સી દ્વારા ગ્રાહક ને ફ્રી માં રેગ્યુલ્ટર બદલાવવા નું રહે છે આ ઉપરાંત રેગ્યુલેટર માં શું ફોલ્ટ છે તે અંગે તપાસ પણ કરવી પડે છે.
આ ઉપરાંત જો તમારુ રેગ્યુલેટર જો ચોરી થઈ જાય તો તેની ફરિયાદ પોલીસ સ્ટેશને નોંધાવી ત્યાં થી એફ.આર.આઈ ની એક કોપી લઈને ગેસ એજન્સી માં જમા કરાવવી જેથી એજન્સી દ્વારા તમને નવું રેગ્યુલેટર મળી જશે. સિલિન્ડર લેતી વખતે જો તે અંગે ની સુરક્ષા માહિતી ગેસ એજન્સી દ્વારા પૂરી પાડવામાં નથી આવી રહી તો તેમની પાસે થી આ માહિતી માંગો.
તમારા ઘર માં જે ગેસ સિલિન્ડર ઉપયોગ માં લેવાતો હોય તેનું ગેસ કનેકશન માન્ય એજન્સી નું હોવું જોઈએ તથા તમે જે ગેસ ના ચુલ્લા નો ઉપયોગ કરી રહ્યા છો તે આઈ.એસ.આઈ માર્કો ધરાવતો હોવો જોઈએ. આ ઉપરાંત આ ગેસ ના ચુલ્લા માં એજન્સી માંથી પ્રાપ્ત થયેલ ગેસ ના પાઈપ અને રેગ્યુલેટર નો જ ઉપયોગ થવો જોઈએ. આ સિવાય જે જગ્યાએ ગેસ સિલિન્ડર રાખવામાં આવ્યું છે ત્યા વીજળી ના તાર ખુલ્લા ના હોવા જોઈએ તથા ગેસ ના સિલિન્ડર ને નીચે અને ચુલ્લા ને પ્લેટફોર્મ પર રાખવો.
તમે નિહાળ્યું હશે કે ગેસ ના સિલિન્ડર પર એ, બી, સી, ડી તથા ૧૨,૧૩,૧૫ એવા કોડ લખેલા હોય છે. આ કોડ ગેસ કંપનીઓ દ્વારા આ ગેસ સિલિન્ડર ને ૧૨ માસ ના હિસાબે અનુક્રમે ચાર ભાગ માં વહેંચવામાં આવે છે. આ ગેસ સિલિન્ડર માં એકસપાયરી ટેસ્ટીંગ નો માસ પણ લખવામાં આવેલો હોય છે આ ઉપરાંત એકસપાયરી વર્ષ પણ લખેલું હોય છે. જો તમારી કોઈ ક્ષતિના કારણે રેગ્યુલેટર બગડી ગયું હોય તો નવું રેગ્યુલેટર મેળવવા માટે તમારે ૧૫૦₹ ચૂકવવા પડી શકે.
દર બે વર્ષ તમારા ગેસ સિલિન્ડર ની અવશ્ય તપાસ કરાવવી અને જો કોઈ ગેસ એજન્સી વાળો વ્યક્તિ તપાસ કરવા ના આવતું હોય તો તમે તેની ફરિયાદ અવશ્ય નોંધાવી શકો. આ નિરિક્ષણ માટે એજન્સી માંથી આવેલ વ્યક્તિ ને તપાસ માટે ૭૫₹ ચૂકવવા ના રહેશે. હાલ તો માર્કેટ માં મલ્ટીફંકશનલ રેગ્યુલેટર ઉપલબ્ધ થઈ ચૂકયા છે જેની સહાયતા થી તમે ગેસ સિલિન્ડર માં કેટલો ગેસ બાકી છે તે વિશે પણ જાણી શકો છો.
આ રેગ્યુલેટર માં એક મીટર લાગેલું હોય છે જેનું ડાયલ ત્રણ રંગો માં વહેંચાયેલું હોય છે. જો તમારા ઘરે ગેસ સિલિન્ડર નો ઉપયોગ કરતી વખતે જરા પણ લીકેજ ની સમસ્યા ઉદભવે તો રેગ્યુલેટર ને હટાવી તુરંત જ ગેસ સિલિન્ડર પર સેફટી કેપ લગાવી અને ગેસ એજન્સી ને આ અંગે ની જાણ કરવી. તો , મિત્રો આ હતા ગેસ સિલિન્ડર ના અમુક વિશેષ નિયમો જેના વિશે આપણ ને સૌને ખ્યાલ હોવો જોઈએ.
Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.
0 Comments:
Post a Comment