Education for Every

અહારના ઘટકો


અહારના ઘટકો 






ધોરણ-6, 

સ્ટાર્ચ,પ્રોટીન અને ચરબી, આયોડિન,કૉપર-સલ્ફેટ અને કૉસ્મેટીક સોડા નું દ્રાવણ




અહારના ઘટકો ધોરણ-6, સ્ટાર્ચ,પ્રોટીન અને ચરબી, આયોડિન,કૉપર-સલ્ફેટ અને કૉસ્મેટીક સોડા નું દ્રાવણ






★ આયોડિન,કૉપર-સલ્ફેટ અને કૉસ્મેટીક સોડા નું દ્રાવણ કઈ રીતે બનાવી શકાય ?




➢ આયોડિનનું મંદ દ્રાવણ બનાવવા માટે :-




એક ટેસ્ટટ્યૂબને પાણી થી અડધી ભરો અને પછી તેમાં ટિંચર આયોડિનનાં કેટલાક ટીંપા નાખો.








➢ કૉપર-સલ્ફેટનું દ્રાવણ બનાવવા :-




100 ml પાણીમાં 2 gm કૉપર સલ્ફેટ ઓગાળવો.








➢ કૉસ્મેટીક સોડાનું દ્રાવણ બનાવવા :- 




100 ml પાણીમાં 10 gm કૉસ્મેટીક સોડા ઓગાળવા.








✰ ખાદ્ય પદાર્થમાં સ્ટાર્ચ,પ્રોટીન અને ચરબી ની હાજરી કઈ રીતે જાણી શકાય ?




➥ ખાદ્ય પદાર્થમાં “ સ્ટાર્ચ ” ની હાજરી કઈ રીતે જાણી શકાય ?








ખાદ્યપદાર્થ પર 2-3 ટીંપા દ્રાવ્ય આયોડિન નું દ્રાવણ નાંખો.




ભૂરો-કાળો રંગ સ્ટાર્ચની હાજરી સૂચવે છે.




દા.ત. બટાકા ઘઉં








➥ ખાદ્ય પદાર્થમાં “ પ્રોટીન ” ની હાજરી કઈ રીતે જાણી શકાય ?








જો ખાદ્યપદાર્થ ઘન સ્વરુપ માં હોય તો પહેલા તેની પેસ્ટ અથવા પાઉડર બનાવી દો.




તે પાઉડર ટેસ્ટટ્યુબમાં લો. તેમાં 10 ટીંપા પાણીના ઉમેરી બરાબર હલાવો.




પછી બે (2) ટીંપા કૉપર-સલ્ફેટના દ્રાવણના તથા 10 ટીંપા




કૉસ્મેટીક સોડાના દ્રાવણના નાંખો.




જાંબલી રંગ પ્રોટીનની હાજરી સૂચવે છે. 




દા.ત. ચણા , મગ , માછલી , દૂધ ,ઈંડા








➥ ખાદ્ય પદાર્થમાં “ ચરબી ” ની હાજરી કઈ રીતે જાણી શકાય ?








ખાદ્ય સામગ્રીની અલ્પ માત્રા લો. તેને એક કાગળમાં વીંટીને છૂંદો.




કાગળને થોડા સમય માટે સૂકવવા દો.




કાગળ પર તેલના ડાઘા લિપિડ ( ચરબી ) ની હાજરી સૂચવે છે.




દા.ત. મગફળી , બદામ ,ઈંડા ,દૂધ 










ચરબી અને કાર્બોદિતયુક્ત ખોરાક ➨ ઉર્જા આપવાવાળા ખોરાક




પ્રોટીનયુક્ત ખોરાક ➨ શરીરવર્ધક ખોરાક

Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.

0 Comments:

Labels