Education for Every

SMART ATTENDANCE
Join Us On
Whatsapp

RTOનો મોટો નિર્ણય, લર્નિંગ ડ્રાઈવિંગ લાયસન્સની ટેસ્ટ માટે......

Join Us On
Telegram

 RTOનો મોટો નિર્ણય, લર્નિંગ ડ્રાઈવિંગ લાયસન્સની ટેસ્ટ માટે......



રાજ્યના વાહનવ્યવહાર વિભાગ તરફથી એક મોટો અને મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેનાથી કરોડો વાહનચાલકોને ફાયદો થશે. હવેથી લર્નિંગ લાયસન્સની ટેસ્ટ માટે લાંબા સમય સુધી રાહ જોવી નહીં પડે. એક ખાસ પ્રકારના આયોજન અંતર્ગત હવેથી તમારા ઘરની બાજુમાં રહેલી ITI કચેરીએ જઈને ટેસ્ટ આપી શકાશે. આ ટેસ્ટ લેવાનું સવારથી શરૂ થઈ જશે.


અગાઉ બપોરે 2.30થી 5.30 સુધી આ ટેસ્ટ લેવામાં આવતી. નજીકની ITIમાં સવારના 9.00 વાગ્યાથી સાંજના 5.30 વાગ્યા સુધીમાં અરજદારો આ ટેસ્ટ આપી શકશે. આ માટે વાહનવ્યવહાર કચેરીએ 43200 નવી અપોઈન્ટમેન્ટ ખુલ્લી મૂકી છે. આ આયોજનથી અરજદારોના ધક્કા ઓછા થશે અને સમયની પણ બચત થશે. મહાનગર સુરતની ITI માં સવારે 9 વાગ્યાથી કોમ્પ્યુટર ટેસ્ટ લેવાની શરૂ થઈ જશે. જે સાંજે 5.30 વાગ્યા સુધી યથાવત રહેશે. વધુને વધુ અરજદારો એકસાથે ટેસ્ટ આપી શકે એ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ITI કચેરીએ અપોઈન્ટમેન્ટ વધારી દેવામાં આવી છે. આવનારા 90 દિવસ માટે આ અપોઈન્ટમેન્ટ ખુલ્લી રહેશે. અત્યાર સુધી અરજદારોને લાંબા સમય સુધી આ ટેસ્ટની રાહ જોવી પડતી હતી. સવારના સમયના બદલે બપોરના સમયે આ ટેસ્ટ લેવામાં આવતી હતી. સુરત શહેરમાં અરજદારોની વધતી જતી સંખ્યા સામે અપોઈન્ટમેન્ટની સંખ્યા ઓછી હતી. જેના કારણે લાબાં સમય સુધી રાહ જોવી પડતી. લોકો પણ ટેસ્ટને લઈને અનેક વખત ધક્કા ખાતા અને હેરાન થતા.




RTOનો મોટો નિર્ણય, લર્નિંગ ડ્રાઈવિંગ લાયસન્સની ટેસ્ટ માટે......

લોકોને પડતી હાલાકીને લઈને રાજ્યના વાહનવ્યવહાર વિભાગે ITI કચેરીએ સવારથી ટેસ્ટની કામગીરી શરૂ કરવાનો નિર્ણય લીધો છે. સવારે 9.00 વાગ્યાથી ટેસ્ટ શરૂ થઈ જશે. કુલ 90 દિવસ માટે 43200 નવી અપોઈન્ટમેન્ટ ખુલી પડતાં અરજદારોને મોટી સરળતા રહેશે. આ પહેલા રાજ્યની વાહનવ્યવહાર કચેરીએ પોતાના વાહનમાં ટેસ્ટ આપવા માટેનું એલાન કર્યું હતું. પોતાના વાહન અંગેના ડૉક્યુમેન્ટ ચકાસ્યા બાદ જ ટેસ્ટ આપવા માટેની મંજૂરી મળી રહેશે એ નિર્ણય કર્યો હતો. જોકે, દિવસે દિવસે મળતી અરજીનું ભારણ વધતા કચેરીએ આ મોટો નિર્ણય લીધો છે. જેનાથી કરોડો અરજાદારોને સીધો ફાયદો થશે. ટેસ્ટની પ્રક્રિયા પૂર્ણ થતા ડ્રાઈવિંગ માટે અરજદારો આગળ વધી શકશે. જોકે, રાજ્યના અન્ય સેન્ટરમાં પણ આ પ્રકારનું આયોજન થાય છે ઘણી બધી અરજીઓનો એક દિવસમાં નિકાલ થઈ શકે છે.





Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.

Subscribe Our
YouTube

0 Comments:

Labels

Followers

You Tube Subscribe

Join us on Facebook Group