Education for Every

SMART ATTENDANCE
Join Us On
Whatsapp

સરદાર વલ્લભભાઈ પટેલ

Join Us On
Telegram

 સરદાર વલ્લભભાઈ પટેલ








સરદાર વલ્લભભાઈ પટેલ   


                   સરદાર વલ્લભભાઈ પટેલ (જન્મ : ૩૧ ઑક્ટોબર, ૧૮૭૫ - અવસાન : ૧૫ ડિસેમ્બર, ૧૯૫૦) ભારતના એક રાજકીય તથા સામાજિક નેતા હતા, જેમણે દેશની સ્વતંત્રતાની લડતમાં મહત્વનો ફાળો આપ્યો અને અખંડ, સ્વતંત્ર ભારતના એકીકરણનું નેતૃત્વ કર્યું. ભારત અને દુનિયાભરમાં તેઓ 'સરદાર"ના નામથી સંબોધાય છે. તેમજ એના દૃઢ મનોબળના કારણે લોખંડી પુરુષ તરીકે પણ ઓળખાય છે.

             વલ્લભભાઈ  પટેલનો જન્મ  એમના મોસાળમાં ૩૧ ઑક્ટોબર, ૧૮૭૫ના રોજ નડિયાદમાં થયો હતો. તેમનું વતન હતું ખેડા જિલ્લાનું કરમસદ ગામ. તેમના પિતાનું નામ ઝવેરભાઈ અને માતાનું નામ લાડબા હતું. વલ્લભભાઈ પટેલના લગ્ન ઝવેરબા સાથે થયા હતા. તેમના બે સંતાનો  મણીબેન અને  ડાહ્યાભાઈ હતા.

          વલ્લભભાઈ પટેલ ૧૯૧૦માં વકીલાત માટે  ઇગ્લેન્ડ ગયા. સને.૧૯૧૩માં તેઓ વકીલની ૫દવી મેળવી ભારત ૫રત ફર્યા. ત્યારબાદ મહાત્મા ગાંધીથી પ્રેરણા મેળવી તેમણે આઝાદીની લડતમાં ઝં૫લાવ્યુ. ઈ.સ. ૧૯૨૮માં થયેલ બારડોલી સત્યાગ્રહ એ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ગુજરાતના બારડોલીમાં ઘટેલી એક મહત્વપૂર્ણ ઘટના છે. આ સત્યાગ્રહ એ સવિનય કાનૂન ભંગની ચળવળનો એક ભાગ હતો. આની સફળતાને કારણે સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્તરે એક નેતા તરીકે ઉભરી આવ્યાં. બારડોલીની લડત દરમિયાન સરદારનું બિરુદ મળ્યું હતું. 

           ભારતના ગૃહપ્રધાન તરીકે સરદાર વલ્લભભાઈ પટેલની ભૂમિકાને તો ઈતિહાસ ક્યારેય ભૂલી શકશે નહીં. ભારતમાં આઝાદી સમયે ૫૬૨ દેશી રજવાડાઓ હતા. ૫૬૨ દેશી રજવાડાઓના વિલીનીકરણની જવાબદારી વલ્લભભાઈ પટેલના શિરે આવી હતી. આ કાર્ય ખૂબ જ મુશ્કેલ હતું. છતાં પણ તેમણે કુનેહપૂર્વક પાર પાડ્યું. આમ ભારત દેશને અખંડતા બક્ષીને તેઓ 'અખંડ ભારતના શિલ્પી' કહેવાયા. ભારતના 'લોખંડી પુરુષ' તરીકે ઓળખાતા સરદારને ઓલ ઇન્ડિયા સર્વિસ ના રચયિતા હોવાથી 'પેટ્રન સૈન્ટ' તરીકે પણ ભારતીય સનદી સેવામાં ઓળખવામાં આવે છે.

              ૧૫ ડિસેમ્બર ૧૯૫૦ના દિવસે સરદાર વલ્લભભાઈ પટેલનું મુંબઈ ખાતે અવસાન થયું હતું. સરદાર વલ્લભભાઈ પટેલને  ૧૯૯૧માં મરણોપરાંત ભારત રત્ન, કે જે ભારતનું સૌથી મોટું બહુમાન છે, તે આપવામાં આવ્યું હતુ.




રાષ્ટ્રીય એકતા દિવસ


              રાષ્ટ્રીય એકતા દિવસ ભારતમાં ૩૧ ઑક્ટોબરના રોજ ઉજવવામાં આવે છે. ૨૦૧૪માં ભારત સરકાર દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતીના ઉપલક્ષમાં આ ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી.

                ભારત સરકારનું ગૃહ મંત્રાલય વિભાગ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી સંદર્ભે સત્તાવાર નિવેદનમાં જણાવે છે કે “રાષ્ટ્રીય એકતા દિવસ આપણા દેશની એકતા, અખંડિતતા અને સલામતી માટેના વાસ્તવિક અને સંભવિત જોખમોનો સામનો કરવા માટે આપણા રાષ્ટ્રની અંતર્નિહિત શક્તિ અને સ્થિતિસ્થાપકતાને પુન: પુષ્ટ કરવાનો અવસર પૂરો પાડશે.”

               ઉજવણી : ૨૦૧૬ના સમારોહની ઉજવણીનો વિષય "ભારતનું એકીકરણ" હતું. ૨૦૧૮માં ગુજરાતમાં સ્ટેચ્યુ ઑફ યુનિટીના લોકાર્પણ સાથે આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.





સરદાર વલ્લભભાઈ પટેલ (જન્મ : ૩૧ ઑક્ટોબર ૧૮૭૫ - અવસાન : ૧૫ ડિસેમ્બર, ૧૯૫૦) ભારતના એક રાજકીય તથા સામાજિક નેતા હતા, જેમણે દેશની સ્વતંત્રતાની લડતમાં મહત્વનો ફાળો આપ્યો અને અખંડ, સ્વતંત્ર ભારતના એકીકરણનું નેતૃત્વ કર્યું. ભારત અને દુનિયાભરમાં તેઓ સરદારના નામથી સંબોધાય છે. તેમજ એના દ્રઢ મનોબળ ના કારણે લોખંડી પુરુષ તરીકે પણ ઓળખાય છે.

સરદાર વલ્લભભાઈ પટેલ એક વકીલ હતા. અને તેમની સફળ વકીલાત દરમ્યાન તેઓ મહાત્મા ગાંધીના કામ અને વિચારધારાથી ઘણા પ્રભાવિત થયા હતા. ત્યારબાદ તેમણે ગુજરાતના ખેડા, બોરસદ અને બારડોલી ગામના ખેડૂતોને સંગઠિત કરી, અંગ્રેજોના અત્યાચાર સામે સત્યાગ્રહો કર્યા. તેમની આ ભૂમિકાના લીધે તેમની ગણના ગુજરાતના પ્રભાવશાળી નેતામાં થઇ. ત્યારબાદ તેમણે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસનું નેતૃત્વ પણ કર્યું અને બળવાઓ તથા રાજકીય ઘટનાઓમાં આગેવાની કરી. તેમણે ૧૯૩૪ અને ૧૯૩૭ની ચૂંટણીમાં પાર્ટીને સંગઠિત કરી અને તેમણે ભારત છોડો આંદોલનમાં આગળ પડતો ભાગ ભજવ્યો હતો.


ભારતના પહેલા ગૃહમંત્રી અને ઉપપ્રધાનમંત્રી તરીકે, સરદાર વલ્લભભાઈ પટેલે પંજાબ અને દિલ્હીના નિરાશ્રિતો માટે સહાયનું આયોજન કર્યું હતું. અને દેશભરમાં શાંતિની પુન:સ્થાપના માટે પ્રયત્નો તથા નેતૃત્વ કર્યું હતું. સરદારે ૫૬૫ અર્ધસ્વાયત્ત રજવાડા અને બ્રિટીશ-રાજ વખતની રિયાસતોને એકત્રિત કરી એક અખંડ ભારતના નિર્માણનું બીડું જડપ્યું. તેમની નિખાલસ મુત્સદ્દીગીરીની સાથે જરૂર પડતા સૈન્યબળના વપરાશની તૈયારીને લીધે સરદારના નેતૃત્વએ ભારતના પ્રત્યેક રજવાડાનો ભારતમાં સમન્વય પુરો કરાવ્યો. ભારતના લોખંડી પુરુષ તરીકે ઓળખાતા સરદારને ઓલ ઇન્ડિયા સર્વિસ (સર્વ ભારતીય સેવા - રાજ્યકારભારની બધી બિનલશ્કરી શાખાઓ) ના રચયિતા હોવાથી 'પેટ્રન સૈન્ટ' તરીકે પણ ભારતીય સનદી સેવામાં ઓળખવામાં આવે છે. સરદાર, ભારતમાં મુક્ત વ્યાપાર તથા માલિકી હક્કના સૌથી પહેલાં હિમાયતીઓમાંના એક હતા.


 *જન્મ અને કૌટુંબિક જીવન :* 


વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલનો જન્મ તેમના મામાના ઘરે નડિયાદ - ગુજરાતમાં થયો હતો.  તેઓ હિંદુ ધર્મ પાળતા પિતા ઝવેરભાઈ અને માતા લાડબાના ચોથા પુત્ર હતાં. તેઓ ખેડા જિલ્લાના કરમસદ ગામમાં રહેતા કે જ્યાં તેમના પિતા ઝવેરભાઈની ખેતીવાડી હતી. સોમાભાઈ, નરસિંહભાઈ તથા વિઠ્ઠલભાઈ (કે જેઓ પોતે પણ આગળ જઈને રાજનીતિજ્ઞ થયા) તેમના મોટા ભાઈઓ હતા. તેમને એક નાના ભાઈ - કાશીભાઈ તેમજ એક નાના બહેન - દહીબા હતા. નાનપણમાં વલ્લભભાઈ તેમના પિતાને ખેતરમાં મદદ કરતા તેમજ બે મહીને એકવાર ઉપવાસ કરતા કે જેમાં તેઓ અન્ન-જળ ગ્રહણ ન કરતા. ૧૮ વર્ષની ઉંમરે તેમના લગ્ન બાજુના ગામમાંજ રહેતા, ૧૨ કે ૧૩ વર્ષની ઉંમરના ઝવેરબા સાથે થયા હતા. રિવાજને આધીન, જ્યાં સુધી પતિ કમાઈને ઘર ચલાવવાની જવાબદારી ઉપાડી ન શકે ત્યાં સુધી તેની પરિણીતા તેના પિતાના ઘરે રહેતી.


વલ્લભભાઈને નિશાળનું ભણતર પુરું કરવા નડિયાદ, પેટલાદ તથા બોરસદ જવું પડ્યું હતું કે જ્યાં તેઓ બીજા છોકરાઓ સાથે સ્વનિર્ભરતાથી રહ્યાં. તેમણે પોતાનો પ્રખ્યાત સંયમી સ્વભાવ કેળવ્યો વલ્લભભાઈ મેટ્રીકની પરીક્ષામાં  ઉત્તીર્ણ થયા. વલ્લભભાઈને  વકીલાતનું ભણી, કામ કરીને પૈસા બચાવી, ઈંગ્લેન્ડમાં ભણી બૅરિસ્ટર બનવુ હતું. વલ્લભભાઈ વર્ષો સુધી તેમના કુટુંબથી વિખુટા રહીને તથા બીજા વકીલો પાસેથી ચોપડીઓ માંગી, પોતાની રીતે ભણીને બે વર્ષમાં પરીક્ષામાં ઉત્તીર્ણ થયાં. ઝવેરબાને તેમના પિયરથી લઈ આવીને તેમણે ગોધરામાં પોતાના ગૃહસ્થ જીવનની શરુઆત કરી તથા ત્યાંના બાર (વકીલ મંડળ) માં નામ નોંધાવ્યું. તેમને પૈસા બચાવવા માટે જે ઘણાં વર્ષો લાગ્યા તેમાં તેમણે પોતાના માટે એક તીવ્ર તથા કુશળ વકીલ તરીકેની કિર્તી મેળવી. તેમના પત્ની ઝવેરબાએ બે સંતાનો - ૧૯૦૪માં મણીબેન તથા ૧૯૦૬માં ડાહ્યાભાઈને જન્મ આપ્યો. 


વલ્લભભાઈએ ગોધરા, બોરસદ તથા આણંદમાં વકીલાત કરતી વખતે પોતાની કરમસદ સ્થિત વાડીની નાણાંકીય જવાબદારી પણ ઉપાડી લીધી હતી. જ્યારે તેમણે ઈંગ્લેન્ડ જઈને ભણવા જેટલા પૈસા ભેગા કરી લીધા ત્યારે તેમણે ત્યાં જવા માટે પરવાનો તેમજ ટીકીટ બુક કરાવી કે જે તેમના વી. જે. પટેલ ના સંક્ષીપ્ત નામે તેમના મોટાભાઈ વિઠ્ઠલભાઈ પટેલને ત્યાં આવી. વિઠ્ઠલભાઈની પણ ઈંગ્લેન્ડ જઈ ભણવાની યોજના હતી અને તેથી તેમણે તેમના નાના ભાઈ વલ્લભભાઈ ને ઠપકો આપતા કહ્યું કે મોટો ભાઈ નાના ભાઈની પાછળ જાય તે સારું ના લાગે અને ત્યારે સમાજમાં કુટુંબની આબરુને ધ્યાનમાં રાખી વલ્લભભાઈએ તેમના મોટા ભાઈને તેમની જગ્યાએ જવા દીધા. તેમણે તેમના મોટા ભાઈનો ઈંગ્લેન્ડ ખાતેનો ખર્ચ ઉપાડ્યો અને તે ઉપરાંત પોતાના ધ્યેય માટે પણ બચત કરવા માંડી.


૧૯૦૯માં વલ્લભભાઈના પત્ની ઝવેરબાને કેંસર માટેની શસ્ત્રક્રિયા માટે મુંબઈના મોટા રુગ્ણાલયમાં ભરતી કરવામાં આવ્યા. તેમની તબીયત અચાનક વણસી અને તેમની ઉપર કરેલી તાત્કાલીક શસ્ત્રક્રિયા સફળ હોવા છતાં તેમનું રુગ્ણાલયમાં જ દેહાંત થયું. વલ્લભભાઈને તેમના પત્નીના દેહાંતના સમાચાર આપતી ચબરખી જ્યારે આપવામાં આવી ત્યારે તેઓ ન્યાયાલયમાં એક સાક્ષીની ઉલટ-તપાસ કરી રહ્યા હતા. બીજાઓના વૃત્તાન્ત પ્રમાણે કે જેમણે તે ઘટના નિહાળી હતી, વલ્લભભાઈએ તે ચબરખી વાંચી તેમના ખીસામાં સરકાવી દીધી અને સાક્ષીની ઉલટ તપાસ ચાલુ રાખી અને તેઓ તે મુકદ્દમો જીતી ગયા. તેમણે બીજાઓને તે સમાચાર મુકદ્દમો પત્યા પછી જ આપ્યા હતા. વલ્લભભાઈએ પુનઃલગ્ન નહીં કરવાનું નક્કી કર્યું હતું. તેમણે તેમના બાળકોનો ઉછેર કુટુંબની મદદથી કર્યો તથા મુંબઈ સ્થિત અંગ્રેજી માધ્યમની શાળામાં ભણવા મુક્યા હતા. ૩૬ વર્ષની ઉંમરે તેઓ ઈંગ્લેન્ડ ગયા તેમજ લંડનની મિડલ ટેમ્પલ ઈન્ન ખાતે ભરતી થયા. મહાવિદ્યાલયમાં ભણવાનો જરાય અનુભવ ન હોવા છતાં તેમણે ૩૬ મહીનાનો અભ્યાસક્રમ ૩૦ મહીનામાં પતાવી વર્ગમાં પહેલા સ્થાને આવ્યા. ભારત પાછા આવી તેઓ અમદાવાદમાં સ્થાયી થયા તથા શહેરના એક નામાંકિત બૅરિસ્ટર બન્યા.




*આઝાદીની લડત :* 


મિત્રોના આગ્રહને માન આપી વલ્લભભાઈ ચુંટણીમાં ઉતરી ૧૯૧૭માં અમદાવાદ શહેરના સ્વચ્છતા વિભાગના અધિકારી તરીકે ચુંટાઈ આવ્યા.  તેઓને રાજકારણમાં બહુ રસ ન હતો. પણ ગાંધીજીએ જ્યારે ચંપારણ વિસ્તારના શોષિત ખેડુતો માટે બ્રિટિશ સામ્રાજ્ય વિરુદ્ધ ચંપારણ સત્યાગ્રહ કર્યો ત્યારે વલ્લભભાઈ તેમનાથી ખુબ પ્રભાવિત થયા હતા.  

વલ્લભભાઈએ તેમના સપ્ટેમ્બર ૧૯૧૭ના બોરસદમાં આપેલાં ભાષણમાં દેશભરના ભારતીયોને ગાંધીજીની અંગ્રેજો પાસેથી સ્વરાજની માંગણી કરતી અરજીમાં સહભાગી થવા માટે આવાહન કર્યું હતું. એક મહીના પછી ગોધરામાં આયોજીત ગુજરાત રાજનૈતિક મહાસભામાં ગાંધીજીને મળ્યા બાદ તથા તેમના તરફથી પ્રોત્સાહન મળ્યા બાદ વલ્લભભાઈ ગુજરાત સભાના સચિવ બન્યા કે જે આગળ ચાલીને ઈંડિયન નેશનલ કોંગ્રસની ગુજરાતી શાખામાં પરીર્વતિત થઈ હતી.



*બારડોલી સત્યાગ્રહ* 


ઈ.સ. ૧૯૨૮માં થયેલ બારડોલી સત્યાગ્રહ એ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ગુજરાતના બારડોલીમાં ઘટેલી એક મહત્વપૂર્ણ ઘટના છે. આ સત્યાગ્રહ એ સવિનય કાનૂન ભંગની ચળવળનો એક ભાગ હતો. આની સફળતાને કારણે સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્તરે એક નેતા તરીકે ઉભરી આવ્યાં.



*ભારતનું રાજકીય એકીકરણ* 



૩જી જુનની યોજના હેઠળ ૫૬૨ દેશી રજવાડાઓને ભારત કે પાકિસ્તાનની સાથે જોડાઈ જવાની કે પછી સ્વતંત્રતા સ્વીકારવાની તક આપવામાં આવી હતી.  કૉંગ્રેસ તેમજ ઉપરી અંગ્રેજ અધિકારીઓનું માનવું હતુ કે રજવાડાઓને ભારતના રાજ્ય સંગઠનમાં સમન્વિત કરવાની કામગીરી સરદાર ઉત્તમ રીતે પાર પાડી શકશે. ગાંધીજીએ સરદારને કહ્યું હતુ કે “રાજ્યોનો મામલો એટલો મુશ્કેલ છે કે માત્ર તમેજ તેને ઉકેલી શકશો.”  સરદારની ગણના પ્રમાણિક અને વ્યહવારુ નિર્ણય લેવાની શક્તિ ધરાવતા મુત્સદ્દી રાજનીતિજ્ઞ તરીકે થતી હતી કે જેઓ મહત્વનું કામ સફળતાથી પાર પાડી શકતા હતા. સરદારે વી.પી.મેનનને, કે જેઓ ઉપરી સરકારી સનદી હતા તેમજ ભારતના ભાગલા વખતે સરદાર સાથે કામ કરી ચુક્યા હતા, રાજ્ય ખાતામાં મુખ્ય સચિવ બની તેમના ખાસ સહયોગી બનવા કહ્યું હતુ. ૬ મે ૧૯૪૭ થી સરદારે રાજાઓની સાથે મંત્રાણા ચાલુ કરી પોતાની વાત રજુ કરી હતી કે જેના થકી રાજાઓ ભારતની બનવાવાળી સરકાર સાથે મંત્રણા કરવા રાજી થાય તથા સંભવિત ઘર્ષણો ઉભા ન થાય તેની તકેદારી લઈ શકાય. સરદારે સામાજીક મુલાકાતો તેમજ અનૌપચારીક વાતાવરણ, જેમકે તેમના દિલ્હી ખાતેના ઘરે જમવા કે ચા માટે બોલાવીને મોટાભાગના રાજવીઓને વાટાઘાટોમાં સામેલ કર્યા હતા. આ મુલાકાતો વખતે તેમણે કહ્યું હતુ કે કૉંગ્રેસ તથા રાજરજવાડાઓ વચ્ચે કોઈ મુળભુત તકરાર છે નહીં, છતાં તેમણે એ વાત ઉપર ભાર આપ્યો હતો કે ૧૫ ઓગસ્ટ ૧૯૪૭નાં દિવસે રજવાડાઓએ સદ્‌ભાવનાથી ભારતની સાથે સમન્વિત થઈ જવું રહેશે.    તેમણે વિલિનીકરણ માટે રાજવી સામે સાનુકુળ શરતો મુકી કે જેમાં રાજવીઓના વંશજો માટે અંગત ખર્ચ મુડીની પણ જોગવાઈ કરાઈ હતી.  વિલિનીકરણના દસ્તાવેજો ઉપર સહી કરવાની છેલ્લી તારીખ ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ની રાખી હતી. ૩ને બાદ કરતા બીજા બધા રજવાડાઓ ભારતમાં વિલીન થઈ ગયા, પણ માત્ર જમ્મુ કાશ્મિર, જુનાગઢ તથા હૈદરાબાદ સરદારની સાથે સંમત નહી થયા.


સરદારનું પોતાનુ વતન ગુજરાત હોવાને કારણે તેમના માટે જુનાગઢ ખુબ મહત્વનું હતુ. સર શાહનવાઝ ભુત્તોના દબાણને વશ થઈને ત્યાંના નવાબે પાકિસ્તાનમાં વિલિનીકરણ સ્વીકાર્યું કે જ્યારે તે પાકિસ્તાનથી ઘણું દુર હતું તેમજ ત્યાંની ૮૦ ટકા પ્રજા હિંદુ હતી. સરદારે મુત્સદ્દીગીરી તથા બળનો સમન્વય કરતા નવાબ પાસે માંગણી કરી હતી કે તેઓ પાકિસ્તાન સાથેના વિલિનીકરણને ર‌દ્‌ કરીને ભારત સાથે સમન્વિત થઈ જાય. તેમણે પોતાનો ઈરાદો પુરવાર કરવા જુનાગઢની હકૂમત નીચેના ૩ પ્રદેશોનો તાબો લેવા સેનાને મોકલી હતી. મોટાપાયાના આંદોલનો તેમજ લોક સરકાર, કે જેને ‘આરઝી હુકુમત’ કહેવામા આવી, તેના બન્યા પછી ભુત્તો તેમજ નવાબ બન્ને કરાચી પલાયન થઈ ગયા અને સરદારના આદેશાનુસાર ભારતિય સેના તેમજ પોલીસની ટુકડીઓએ રાજ્યમાં કુચ કરી તાબો લીધો. ત્યાર બાદ લેવાયેલા મતદાનમાં ૯૯.૫ ટકા મતો ભારત સાથેના વિલિનીકરણની તરફેણમાં પડ્યા હતા.

હૈદરાબાદ બધા રજવાડાઓમાં સૌથી મોટું હતું અને અત્યારના આંધ્ર પ્રદેશ, કર્ણાટક તથા મહારાષ્ટ્રના ભાગોનો તેમાં સામાવેશ થતો હતો. ત્યાંના શાસક નિઝામ ઓસ્માનઅલી ખાં મુસ્લિમ હતા પણ ૮૫ ટકા પ્રજા હિંદુ હતી. 

સપ્ટેમ્બર ૧૯૪૮માં સરદારે મંત્રીમંડળની બેઠકમાં ભાર પુર્વક કહ્યું હતું કે ભારતે વધારે સહન ન કરવું જોઈએ અને તેમણે નેહરુ તથા ચક્રવર્તિ રાજગોપાલાચાર્ય ને લશ્કરી કાર્યવાહી માટે મનાવી લીધા હતા. તૈયારીઓ બાદ, જ્યારે નેહરુ યુરોપની યાત્રા ઉપર હતા ત્યારે કાર્યવાહી પ્રધાનમંત્રી તરીકે સરદારે ભારતીય સેનાને હૈદ્રાબાદને ભારતમાં સમન્વિત કરવાનો નિર્દેશ આપ્યો હતો.  આખી યોજનાને ઓપરેશન પોલોનું નામ આપવામાં આવ્યું. અંતે હૈદરાબાદનું ભારતમાં સંપુર્ણપણે વિલણીકરણ થઈ ગયું.

જ્યારે સપ્ટેમ્બર ૧૯૪૭માં પાકિસ્તાને કાશ્મીર ઉપર હુમલો કર્યો ત્યારે સરદારને તુરંતજ ત્યાં સેના મોકલાવી હતી. પણ નેહરુ તેમજ માઉન્ટબેટન સાથે સહમત થઈને તેમણે કાશ્મિરના રાજાએ ભારતમાં વિલીનીકરણ સ્વીકાર્યું ત્યાં સુધી રાહ જોઈ હતી. ત્યાર બાદ સરદારની દેખરેખ હેઠળ ભારતીય સેનાએ શ્રીનગર, બારમુલા પાસ તેમજ બીજો ઘણો પ્રદેશ આક્રમણકારીઓ પાસેથી પાછો મેળવ્યો હતો. સરદારે રક્ષા મંત્રી બલદેવ સિંહ સાથે મળીને સેનાની આખી કામગીરીનું સંચાલન કર્યું હતું કે જેમા ભારતનાં વિભીન્ન ભાગોથી સેનાની ટુકડીઓને ત્વરિત કાશ્મિર પહોંચતી કરવી તેમજ શ્રીનગર અને પઠાણકોટને જોડતો સેનાના વપરાશ માટેનો રસ્તો ૬ મહીનામાં તૈયાર કરી આપવાનુ પણ સામેલ હતું. સરદારે નેહરુને કાશ્મિર મામલા માટે સંયુક્ત રાષ્ટ્ સંઘમાં નહી જવાની ખુબ ભારે ભલામણ કરી હતી.



*અવસાન :* 


૧૫ ડિસેમ્બર ૧૯૫૦ના દિવસે તેમને મોટા હૃદય હુમાલો થયો હતો કે જેના લીધે તેમનુ દેહાંત થયું હતુ. સરદારનો અગ્નિદાહ મુંબઈના સોનાપુર સ્થિત સ્મશાનગૃહમાં કરવામાં આવ્યો હતો અને ત્યાં મોટો જનસમુદાય તેમજ નેહરુ, રાજગોપાલાચારી અને રાષ્ટ્રપતિ પ્રસાદ હાજર હતા.


Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.

Subscribe Our
YouTube

1 Comments:

Viewer said...

How many viewers do you have right now?

Labels

Followers

You Tube Subscribe

Join us on Facebook Group