II શ્રી ગણેશ II
શ્રી વિનાયક ચોથ કવિઝ આપવા અહીં ક્લિક કરો
શ્રીગણેશ વંદના અને અર્ચનાનુ વિધાન છે
ભારતીય સંસ્કૃતિના સુસ્કૃતિના સુસંસ્કારોમાં કોઈ કાર્યની સફળતા માટે પહેલા તેના મંગલા ચરણ કે પછી પૂજ્ય દેવોની વંદનાની પરંપરા રહી છે. કોઈ કાર્યને વ્યવસ્થિત રીતે નિર્વિઘ્નપૂર્વક સંપન્ન કરવા માટે સૌ પ્રથમ શ્રીગણેશની વંદના અને અર્ચનાનુ વિધાન છે. તેથી સનાતન ધર્મમાં સૌ પ્રથમ શ્રીગણેશની પૂજાથી જ કોઈ કાર્યની શરૂઆત થાય છે.
શ્રી ગણેશ પૂજા ખૂબ જ મહત્વપૂર્ણ અને કલ્યાણકારી છે. ભલે તે કોઈ કાર્યની સફળતાને માટે કે પછી ભલે કોઈ કામનાપૂર્તિ સ્ત્રી, પુત્ર, પૌત્ર, ઘન, સમૃધ્ધિને માટે કે પછી અચાનક જ કોઈ સંકટમાં પડેલ દુ:ખોના નિવારણ માટે હોય. અર્થાત જ્યારે ક્યારેક કોઈ વ્યક્તિને કોઈ અનિષ્ટની આશંકા હોય કે પછી તેને વિવિધ શારીરિક કે આર્થિક કષ્ટ ઉઠાવવા પડી રહ્યા હોય તો તેણે શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક કોઈ યોગ્ય અને વિદ્વાન બ્રાહ્મણના મદદથી શ્રીગણપતિ પ્રભુ અને શિવ પરિવારનુ વ્રત, આરાધના અને પૂજન કરવુ જોઈએ.
શ્રીગણેશ ચતુર્થીનુ વ્રત ( શ્રી ગણેશ કથા)
શ્રીગણેશ ચતુર્થીનુ વ્રત જેને શ્રીગણેશ ચતુર્થી, પત્થર ચોથ અને કલંક ચોથના નામે પણ ઉજવવામાં આવે છે. આ દર વર્ષે ભાદરવા મહિનાની શુક્લ ચતુર્થીના રૂપમાં ઉજવવામાં આવે છે. તૃતીયા તિથિનો ક્ષય થવાને કારણે દ્વિતીયા યુક્ત ચતુર્થીમા આ વ્રત કરવામાં આવશે. ચતુર્થી તિથિના રોજ શ્રી ગણપતિની ઉત્પત્તિ થઈ હતી.
કહેવાય છે કે ભગવાન શિવ સ્નાન માટે હિમાલયથી ભીમબલી નામની જગ્યાએ ગયા. આ તરફ પાર્વતીએ પોતાના ઉબટનમાંથી એક પૂતળુ બનાવી તેમા પ્રાણપ્રતિષ્ઠા કરી તેનું નામ ગણેશ રાખ્યું અને તેને ગુફાની બહાર બેસાડી દીધા. થોડા સમય બાદ ભગવાન શંકર આવ્યા તો તેમને ગણેશે અંદર જતા અટકાવ્યા. આથી ભગવાન શંકર ક્રોધિત થયા અને ગણેશનું માથું કાપી નાખ્યું. પાર્વતી શિવને સામે જોઇને દંગ રહી ગયા.
જ્યારે શિવે સમગ્ર વાત કહી સંભળાવી તો પાર્વતી વિલાપ કરવા લાગી અને બોલી કે તે તો મારો પુત્ર હતો. હવે તમે કેમેય કરીને મારા પુત્રને જીવીત કરો. ભગવાન શંકર ધર્મસંકટમાં પડી ગયા, આ તો પ્રકૃતિ વિરુદ્ધનુ કાર્ય છે, પણ માતા પાર્વતીની જીદ. બરાબર તે જ સમયે એક હાથણીને પ્રસવ થયો હતો. શંકરજીએ તે હાથણીના બચ્ચાનું માથું કાપીને ગણેશને લગાડી દીધું. આ રીતે ગણેશજીનો પુનર્જન્મ થયો.
આ ઘટના ભાદરવાની શુકલ ચતુર્થીના દિવસે બની. આથી આ દિવસથી ગણેશજીનું વ્રત શરૂ કરવાનું મહત્વ છે. આ વ્રત કરવાથી બુદ્ધિ વિકસિત થાય છે, તમામ સંકટો હટી જાય છે અને સુખ સમૃદ્ધિ આવે છે.`
કેવો છે ગણેશજીનો પરિવાર?
1) ગણેશના પરિવાર વિશેની ભૌતિક સમજ કંઈક આવી છે.
દુર્ગાને ગણેશ અને કાર્તિકેય નામના બે પુત્રો અને લક્ષ્મી અને સરસ્વતી બે પુત્રીઓ એમ ચાર સંતાનો છે. દુર્ગા પૃથ્વી છે. જેને માણસને સમૃદ્ધિ અને લક્ષ્મી આપવા ખેડવી પડી. ખેડાયેલી પૃથ્વીની રક્ષા માટે કાર્તિકેયની જરુર પડી. તેને ખેડવા માટે જ્ઞાન સરસ્વતીમાંથી આવે છે અને ગણેશ જે સમૃદ્ધિ ઉત્પન્ન થઈ તેનો હિસાબ રાખે છે. ગણેશની જેમ કાર્તિકેય પણ તેમની માતાના શરીરની બહાર જુદી રીતે જનમ્યા હતા. કાર્તિકેયને શ ક્ત ગર્ભ તરીકે ધારણ કરે એમ દેવો ઇચ્છતા નહોતા એટલે તેમણે શિવ અને પાર્વતીની પ્રણય ક્રિડામાં વિક્ષેપ પાડ્યો. જેથી શિવનું વિર્ય સ્ખલન બહાર જ થયું. તેને ભગવાન અગ્નિ, વાયુ, ગંગા, જંગલના અધિપતિ સરવણ અને છ તારાઓના સમુહ કૃત્રિકા નક્ષત્ર દ્વારા પોષવામાં આવ્યું. શક્તિ દ્વારા ગણેશના સર્જનની પ્રક્રિયા શિવે પુરી કરી જ્યારે શિવ દ્વારા કાર્તિકેયના સર્જનની પ્રક્રિયા શક્તિએ પુરી કરી. ગણેશ સમૃદ્ધિ બક્ષે છે જ્યારે કાર્તિકેય રક્ષણ કરે છે.
2)
તામિલનાડુની ગણેશ કથા ટુંકમાં જાઈએ તો, તળાવમાં નહાવા ઇચ્છતા ઉમાએ ચોકીદારી માટે છોડમાંથી એક છોકરાનું સર્જન કર્યું. શિવજીએ માન્યુ કે છોકરો ઉમાને પજવવા માંગે છે એટલે તેમણે તેનું માથું ધડથી અલગ કરી નાખ્યું. ઉમાએ રડતા હકીકત કહી અને કહ્યુ કે જા તમે આ બાળકને સજીવન કરશો તો હું તમને સાત બાળકો આપીશ જે તમારા પુત્રો હશે. શિવજીએ હાથીનું મસ્તક લગાડીને બાળકને સજીવન કર્યો જે વિનાયક તરીકે જાણીતો થયો. પછી ઉમાએ સાત બાળકો ઉત્પન્ન કર્યા. શિવજીએ તેમને ગળે લગાડ્યા પણ છને જ ગળે લગાડી શક્યા. સાતમું બાળક ભાગી ગયું. છ બાળકો એક બની ગયા. જે યુદ્ધમાં ભગવાન મુરુગા બન્યા જેમને છ માથા છે. આમ શિવ અને ઉમાને બે પુત્રો થયા વિનાયક અને મુરુગા.
3)
તિબેટના સાહિત્યમાં વારાહી વિશે એક વાર્તા છે. તેમાં શિવજીના પત્નીએ કઈ રીતે પુત્રનું સર્જન કર્યુ તેની કથા છે. ઇર્ષાથી શિવજીની બીજી પત્ની ઉમા બાળકનું માથું કાપી નાખે છે અને પછી શિવજી હાથીના માથાથી તેને સજીવન કરે છે. પદ્મપુરાણ પ્રમાણે, પાર્વતી દેવી હળદરની પીઠી તેમના શરીર પરથી કાઢીને તેમાંથી એક ઢીંગલાનું સર્જન કરે છે અને તેને ગંગામાં પધરાવે છે જેમાંથી બાળક સજીવન થાય છે. બધા ભગવાનને લાગે છે કે બાળક ગંગાનું છે પણ પાર્વતી તેને પોતાનું ગણાવે છે. જયદ્રથના હરિચરિત્ર ચિન્તામણી પ્રમાણે, શક્તિ સ્નાન કરતા હતા ત્યારે હાથીના માથાવાળી તેની ચોકીદારે તે પાણી પીધુ અને ગર્ભવતી બન્યા. તેમણે પાંચ માથાવાળા હાથીના બાળકને જન્મ આપ્યો. શિવે તેમના ચાર માથા કાપી નાખ્યા અને શ ક્તએ તેને પુત્ર તરીકે સ્વીકારી લીધો. આમ ગણેશ દ્વિમાતા કેમ ઓળખાય છે તે સમજાય છે.
4)
ગણેશના વિવેક દર્શન કરાવતી ઘણી કથાઓ છે. પ્રસિદ્ધ કથા પ્રમાણે, નારદે શિવજીના બંને પુત્ર ગણેશ અને કાર્તિકને ઝડપથી પૃથ્વીની ત્રણ પરિક્રમા કરી આવવા કહ્યું અને જે પહેલી પરિક્રમા પુરી કરે તેને કેરી આપવાનું વચન આપ્યું. કાર્તિકેય ત્રીજી પરિક્રમા પુરી કરવામાં હતા ત્યારે ગણેશે તેમના માતા-પિતાની પરિક્રમા કરી અને જાહેર કર્યુ કે તેઓ જીતી ગયા છે. કેવી રીતે એમ કાર્તિકેયે પૂછ્યું ત્યારે ગણેશે કહ્યું કે તમે બાહ્ય દુનિયાની પરિક્રમા કરી મેં મારી દુનિયાની પરિક્રમા કરી. નારદે ગણેશને કેરી આપી. અસંમત કાર્તિકેય દક્ષિણમાં ચાલ્યા ગયા. તામિલનાડુમાં કાર્તિકેય મુરુગા તરીકે પ્રખ્યાત છે. મુરુગાના વલ્લી સાથેના વિવાહમાં પણ ગણેશ કારણ બને છે. મુરુગા ભિલ કન્યા વલ્લીના પ્રેમમાં પડ્યા. પણ વલ્લીએ લાખ પ્રયત્નો છતા ધ્યાન ન આપ્યું. મુરુગાએ ગણેશને સમર્યા. ગણેશ જંગલી હાથીનું રુપ લઈને ખેતરમાં ઘુસી ગયા. વલ્લી ડરી ગઈ અને મુરુગાએ વલ્લીનું રક્ષણ કર્યું અને પાણિગ્રહણ કર્યું.
ગણેશ પરિણિત છે કે અપરિણિત?
ગણેશ પરિણિત છે કે અપરિણિત એ અંગે શાસ્ત્રોમાં બબાલ જોવા મળે છે. દક્ષિણમાં ગણેશ વિદ્વાન બાળક છે અને તેમને યોગ્ય કોઈ સાથી ન હોવાથી તે બ્રહ્મચારી રહે છે. જ્યારે ઉત્તર ભારતમાં ગણેશને બ્રહ્માની બે પુત્રીઓ રિદ્ધિ અને સિદ્ધિ નામની બે પત્ની છે એમ માનવામાં આવે છે. તાંત્રિક પંથમાં ઘણીવાર તેમને સાથી સાથીદાર સાથે દર્શાવાયા છે. શુભ અને લાભ ગણેશના બે સંતાનો ગણાવવામાં આવે છે. જાકે તેમની બંને પત્નની જેમ બંને બાળકો વિશે પણ કોઈ વિશેષ માહિતી મળતી નથી. બંગાળની માન્યતા પ્રમાણે, હાથીના માથાના કારણે ગણેશ સાથે કોઈ પરણવા તૈયાર નહોતું ત્યારે માતા દુર્ગાએ એક કેળના છોડને સાડી પહેરાવીને ગણેશના લગ્ન કરાવ્યા. તેથી દુર્ગા પૂજા વખતે કેળના છોડને સાડી પહેરાવીને ગણેશની બાજુમાં મુકવામાં આવે છે. તેને “કોલા બહુ” કહેવામાં આવે છે. દશેરાના દિવસે દુર્ગાની નવ ઔષધિથી પૂજા થાય છે એમાની આઠને કેળના છોડ સાથે બાંધવામાં આવે છે.
ગણેશજીના સ્વરૂપની દરેક વસ્તું શું સૂચવે છે...
મોટું માથું- મોટું વિચારો, વધુ શીખો
ગણેશજી મોટું માથું આપણને ખાસ સંદેશ આપે છે. તે કહે છે કે, આપણે મોટું મન રાખીને મોટા વિચાર કરીએ, વધારે જ્ઞાન મેળવીએ અને વધુ શીખીએ. જીવનમાં તેનો ખાસ અમલ કરવો જોઈએ.
નાનકડી આંખો- એકાગ્રતા રાખવી
ગણેશજીની આંખો નાની નાની છે. જે આપણને કઈંક સંદેશો આપે છે. નાની-નાની આંખો કહે છે કે આપણે હંમેશા આપણા લક્ષ્યને ધ્યાનમાં રાખીને જ કાર્ય કરવું જોઈએ. એકાગ્રતા રાખવી જોઈએ. જો આમ કરીએ તો આપણે ખોટા માર્ગે ભટકતા નથી.
મોટા સૂપડાં જેવા કાન- વધુ સાંભળો
ભગવાન ગણેશના મોટા સૂંપડાં જેવા કાન સંદેશ આપે છે કે વધુમાં વધુ સાંભળીએ. અને નાનું મોઢુ કહે છે કે કામ વગરનું ક્યારેય ન બોલવુ મતલબ ઓછુ બોલવુ અને વધુ સાંભળવુ
નાનું મોઢું- ઓછું બોલવું
ભગવાનનું નાનું મોઢું કહે છે કે કામ વગર બોલવું નહીં એટલે કે એકદમ ઓછું બોલવું અને વધું સાભળવાનું રાખવું. જીવનમાં આ નિયમ રાખીએ તો અનેક સમસ્યાઓમાંથી બચી શકીએ.
મોટું પેટ- જીવનની સારી-ખરાબ કોઈ પણ સ્થિતિને એકદમ સારી રીતે પચાવી જાણવું
ગણેશજી દૂંદાળા પણ કહેવાય છે. તેમનું મોટું પેટ માનવ જાતિને સંદેશ આપે છે કે આપણને જીવનની સારી કે ખરાબ દરેક પરિસ્થિતિને પચાવતા આવડવું જોઈએ. સફળતા મળે તો અભિમાન ન કરવુ અને નિષ્ફળતા મળે તો દુ:ખી ન થવુ જોઈએ.
ઉંદર- ઈચ્છાનું પ્રતિક
ભગવાનનું ભારેભરખમ શરીર અને નાનકડો ઉંદર તેમનું વાહન. સમજવાનમાં કઈંક અજીબ લાગે પરંતુ ઉંદરને વાહન બનાવવા પાછળ પણ એક તર્ક છે. ઊંદર ઈચ્છાનું પ્રતિક છે. બેકાબુ ઈચ્છા અશાંતિ સર્જે, ઈચ્છા પર સવારી કરી તેના પર કાબુ મેળવો. તે તમને ખેંચી જાય તેવી તક ક્યારેય તેને ન આપો.
હાથની આશીર્વાદ મુદ્રા- આશીર્વાદ અને સુરક્ષા પૂરી પાડે
કુહાડી- લાગણીના બંધનોને એક ઝાટકે દૂર કરવા
જીવનમાં ક્યારેક એવી પણ પળો આવતી હોય છે કે લાગણીના બંધનોમાંથી દૂર થવું જરૂરી બને છે.
હાથમાં દોરડું- તમારા લક્ષ્યની નજીક તમને ખેંચવા
એક દાંત- સારું રાખવું અને ખરાબને ફેંકી દેવું
સૂંઢ- (લાંબુ નાક) ઊંચી કાર્યક્ષમતા અને કુનેહ, દરેક સ્થિતિને સૂંઘી લેવાની આવડત
ગણેશજીનું લાંબુ નાક આપણને એવી સિખ આપે છે કે આપણને આજુબાજુની હવાને સૂંધતા આવડવી જોઈએ, એટલે કે સ્થિતિને સમજતા આવડવું જોઈએ. આપણી આજુબાજુ પરિસ્થિતિ સમજીશું તો હંમેશા યોગ્ય દિશામાં જઈ શકીશું અને જીવનની પરિસ્થિતિઓને પહોંચી વળવાની આવડત વિક્સી શકશે.
મોદક- સાધનાનો શિરપાવ
પ્રસાદ- આખું વિશ્વ તમારા ચરણોમાં અને માંગે તમારા સૂચનો
// શ્રી ગણેશાય નમ: //
Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.
0 Comments:
Post a Comment