Education for Every

એક મિસકોલ કરો અને SBI આપશે તમને 20 લાખ રૂપિયાની લોન

 

લોન લેવી આસાન : એક મિસકોલ કરો અને SBI આપશે તમને 20 લાખ રૂપિયાની લોન, જાણો વિગત



How to get personal loan from SBI

કોઇ પણ આકસ્મિક જરૂરિયાત માટે આપણે લોન લઇએ છીએ પરંતુ હવે તમે લોન લેવા ઇચ્છો છો તો SBI પોતાના ગ્રાહકો માટે ખાસ સુવિધા લઇને આવ્યું છે.




  • SBI આપશે એક મિસકોલ પર લોન 
  • 25 હજારથી 20 લાખ સુધીની મળશે લોન
  • એસબીઆઇએ કરી ટ્વીટ 

 

ભારતીય સ્ટેટ બેઁક પોતાના ગ્રાહકોને એક મિસ કોલથી પર્સનલ લોન ઉપલબ્ધ કરાવશે. બેઁકે પોતાના વેરિફાઇડ ટ્વિટર હેન્ડલ પરથી આ માહીતી આપી છે. 

SBIના ટ્વિટ અનુસાર એક્સપ્રેસ ક્રેડિય પર્સનલ લોન સર્વિસમાં ફટાફટ લોન મળી રહી છે. કસ્ટમરને માત્ર એક મિસ કોલ કરવાનો રહેશે અને બાદમાં બેઁક જલ્દી જ અપ્રુવલ સાથે લોન આપી દેશે. આ લોનનો વ્યાજદર પણ 9.6 ટકાથી ઓછુ છે. 

કેટલી મળશે લોન
SBIએ આ સ્કીમમાં 25 હજારથી લઇને 20 લાખ રૂપિયાની લોન આપવાનું નક્કી કર્યુ છે. સાથે જ 5 થી 20 લાખની લોનની ઓવરડ્રાફ્ટ સર્વિસ પણ મળી રહી છે. તેમાં કોઇ ગેરન્ટર કે સિક્યોરીટીની જરૂર નથી. 

કોને મળશે આ લોન

  • SBIમાં તમારુ સેલેરી અકાઉન્ટ હોવું જોઇએ
  • તમારી મંથલી સેલેરી 15000 રૂપિયા કે તેનાથી વધુ હોવી જોઇએ
  • ઇએમઆઇ રેશિયો 50 ટકાથી ઓછો હોવો જોઇએ
  • SBI સેલેરી અકાઉન્ટ હોલ્ડરને કેન્દ્રીય પીએસયુ સંસ્થામાં કાર્યરતચ હોવુ જોઇએ. 

બેંકને સમયાંતરે ગ્રાહકોના  KYC ડિટેલ્સને અપડેટ કરવાની જરૂર રહે છે. આ પ્રોસેસમાં કેટલીક બેઝિક ડિટેલ્સને વેરિફાઈ કરવાની રહે છે.  

કેવી રીતે અપડેટ કરાવી શકાય છે બેંક KYC 

  • ગ્રાહકોએ KYC અપડેટ માટે બેંકની નજીકની બ્રાન્ચમાં જવું પડે છે. 
  • અહીં જરૂરી ડોક્યૂમેન્ટ જમા કરવાના રહે છે.
  • પોતાની ઓળખ માટે ફોટો અને એડ્રેસ પ્રૂફ આપવાના રહે છે. 
  • પર્સનલ એકાઉન્ટના ગ્રાહકોએ પાસપોર્ટ, વોટરઆઈડી, ડ્રાઈવિંગ લાયસન્સ, પાન કાર્ડ અને આધાર કાર્ડનો ઉપયોગ કરવાનો રહે છે. 
  •  

સગીર એકાઉન્ટ હોલ્ડર શું કરશે

જો એકાઉન્ટ હોલ્ડર સગીર છે કે પછી 10 વર્ષથી નાના છે તો તેમનું આઈડી પ્રૂફ જોઈશે જે એકાઉન્ટને ઓપરેટ કરી રહ્યા છે. જો સગીર પોતે એકાઉન્ટ ઓપરેટ કરે છે તો તે સ્થિતિમાં વ્યક્તિની ઓળખ કે ઘરના એડ્રેસનું વેરિફિકેશન કરીને સામાન્ય કેસની જેમ ટ્રીટ કરાશે. 

NRI ગ્રાહકો માટે આ છે પ્રક્રિયા

જો તમે એનઆરઆઈ છો તો તમારે તમારો પાસપોર્ટ કે વીઝા આપવાનો રહેશે. રેસિડેન્સ વીઝાનો ફોરેન ઓફિસર્સ, નોટરી, ઈન્ડિયન એમ્બેસી સહિત સંબંધિત બેંકના ઓફિસર દ્વારા વેરિફાઈ કરાય છે


sourse news by :- VTV NEWS

READ NEWS VTV



Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.

0 Comments:

Labels