MATHS SUMS FOR ENTRANCE EXAM JNV,PSE,NMMS,CET,GSSY
શતામાન ( ટકાવારી) percentage
ટકા શોધવા
ટકામાં રૂપાંતર
ટકા આપેલા હોય ત્યારે મૂલ્ય મેળવવું
ટકા એટલે આપેલ પ્રમાણ નું 100 ના આધારે મળતું મૂલ્ય
ટકાને સંકેત માં % વડે દર્શાવાય.
ટકાએ એવા અપૂર્ણાંક નો અંશ છે જેનો છેદ 100 હોય એટલે કે છેદમાં 100 હોય તેવા અપૂર્ણાંકનો અંશ ટકા દર્શાવે છે.
25 /100 હોય તો = 25% કહેવાય
અપૂર્ણાંકને શતમાન સ્વરૂપે ફેરવવા તેને 100 વડે ગુણવામાં આવે છે.
9/25 ને ટકા માં ફેરવો = 9/25 ×100= 36%
ટકાના સ્વરૂપને સાદા અપૂર્ણાંકમાં ફેરવા કે મૂલ્ય મેળવવા 100 વડે ભાગવામાં આવે છે.
200 ના 25 % = 200×25/100=50
1.) 18 ના અવયવની સંખ્યા કેટલી ?
(A) 5
(B) 18
(C) 6
(D) 4
2.) 7650 માંથી 2180 બાદ કરતાં પરિણામનો એકમનો અંક _____ મળે ?
(A) 0
(B) 2
(C) 5
(D) 3
3.) નીચેનામાંથી કયું ઉદાહરણ ગુણાકાર માટે તટસ્થ સંખ્યા વિશે સાચું છે ?
(A) 12 ×1=12
(B) 12×2=24
(C) 12×0=0
(D) 12×1÷12=1
4.) નીચેનામાંથી કઈ સંખ્યાને 5 વડે ભાગતા શેષ વધે ?
(A) 5555
(B) 4500
(C) 8535
(D) 4051
5.) 50 નાં 3 % નાં 0.3 % = _____ ?
(A) 0.45
(B) 0.045
(C) 0.0045
(D) 450
1). એક રકમનો 10% લેખે પ્રથમ વર્ષનું વ્યાજ 450 છે તે જ રકમનું બીજા વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલા રૂપિયા થાય
2). રૂપિયા 1200 ના 5% દરે બે વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ શોધો
3). 50000 રૂપિયા બે વર્ષ માટે 12% ના દરે સાદા વ્યાજે મૂકવા કરતા ચક્રવૃદ્ધિ વ્યાજે મુકતા કેટલો વ્યાજ વધારે મળે?
4). એક રકમનું પહેલા વર્ષનું વ્યાજ 150 અને બે વર્ષનો ચક્રવૃદ્ધિ વ્યાજ ₹309 થાય છે તો વ્યાજનો દર શોધો
5). સહકારી મંડળીમાંથી એક ખેડૂત રૂપિયા 11236, 12% ના દરે એક વર્ષ માટે ચક્રવૃદ્ધિ વ્યાજે લે છે તો મુદતના અંતે તેણે કેટલા રૂપિયા ચૂકવવા પડશે ( વ્યાજદર છ માસ ઉમેરાય છે )
6). ડીઝલ 1.70 લીટર થી 2.04 રૂપિયા પ્રતિ લીટર થઈ જાય છે તો તેના મૂલ્યમાં કેટલા ટકા ની વૃદ્ધિ થઈ
7). 9 વસ્તુઓની ખરીદ કિંમત 10 વસ્તુઓના વેચાણ કિંમત બરાબર છે તો થતો લાભ કે ખોટ ટકાવારીમાં બતાવો
8). 95 ના 10% કેટલા થાય
9). જો કોઈ વસ્તુની ઉત્પાદન કિંમત : વેચાણ કિંમત બરાબર 4 :3 તો વસ્તુ પર થતો લાભ કે નુકસાન ટકામાં બતાવો
10). 200 ના 125%+ 350 ના 30% =
11). એક વ્યાપારી અંકિત મૂલ્ય પર 15% છૂટ આપે છે તે પોતાના માલ પર ખરીદ કિંમતથી કેટલા ટકા વધારે અંકિત કરે તો તેને 19% લાભ થાય
12). એક દુકાનદાર 10% કમિશનથી છાપેલી કિંમત રાખે છે છતાં પણ 25% લાભ થાય છે એ વસ્તુની ઉત્પાદન કિંમત નક્કી કરો જેની છાપેલી કિંમત ₹50 છે
13). જો 5 જામફળ ની ઉત્પાદન કિંમત 4 જામફળ ની વેચાણ કિંમત બરાબર છે તો લાભની ટકાવારી બતાવો
14). જો 16 વસ્તુઓની ખરીદ કિંમત 12 વસ્તુઓના વેચાણ કિંમતને બરાબર છે તો લાભ ટકામાં બતાવો
15). કોઈ રકમને 90 રૂપિયામાં વેચવાથી થતા લાભને તેને 60 રૂપિયામાં વેચવાથી થતા નુકસાનને બરાબર છે તો મૂળ કિંમત કેટલી
16). જો બટાકાનો ભાવ 25 રૂપિયા ઘટી જાય છે તો કોઈ વ્યક્તિ સો રૂપિયામાં 6.25 kg વધુ બટાકા ખરીદી શકે છે તો બટાકાનો ઘટેલો ભાવ છે.
17). એક દુકાનદાર પોતાના સામાન પર ખરીદ કિંમત કરતાં ૨૦ ટકા વધુ ભાવ છાપે છે તથા છાપેલ ભાવ પર 15% ની છૂટ આપે છે તો તેને કેટલા ટકા લાભ થાય
18). 28 રૂપિયામાં 11 કેરી ખરીદીને 28 રૂપિયામાં 9 કેરીના ભાવે વેચે તો કેટલા ટકા લાભ થશે
19). એક મકાન વેચતા બે ટકા લેખે દલાલી ની રકમ રૂપિયા 530 મળે તો મકાનની વેચાણ કિંમત શું હશે
20). 20 વસ્તુઓની ખરીદ કિંમત 15 વસ્તુઓના વેચાણ કિંમત બરાબર છે તો વેપારમાં લાભની ટકાવારી કેટલી
21). સરસ્વતીચંદ્ર પોતાની સાયકલ રૂપિયા 7200 માં વેચે છે તો તેને 20% ની ખોટ જાય છે તેના બદલે 20 ટકા નફો મેળવવો હોય તો કેટલા રૂપિયામાં વેચવી જોઈએ
22). એક વ્યક્તિ એક વસ્તુને 20 ટકા નફા પર વેચી છે પરંતુ વાસ્તવમાં તેને તે વસ્તુને 20 ટકા ખોટ પર રૂપિયા 480 માં વેચી છે તો આ નફો પ્રાપ્ત કરવા માટે તેણે આ વસ્તુને કેટલા રૂપિયામાં વેચવી જોઈતી હતી
23). જો ચોખાનો અમુક જથ્થો 11 રૂપિયા પ્રતિ કિલો વેચવાથી 10% નો લાભ થાય છે તો કુલ લાભ રૂપિયા 50 હોય તો કેટલા kg ચોખા વેચ્યા હશે
24). ₹340 માં ખરીદેલી ખુરશી પર ખરાજાત રૂપિયા 30 છે આ ખુરશી રૂપિયા 405 માં વેચતા કેટલા રૂપિયા નફો થાય
25). તે શર્ટ નું મૂલ્ય શું હશે જેને 25% નફામાં વેચવાથી રૂપિયા 2500 મળે
26). એક વસ્તુ રૂપિયા 84 માં વેચતા 25% ખોટ જાય છે તો વસ્તુની ખરીદ કિંમત શું
27). એક વેપારી એક પુસ્તક રૂપિયા 42 માં વેચતા 40% નફો મેળવે છે તો તેને 50% નફો મેળવવા તે પુસ્તક કઈ કિંમતે વેચવું જોઈએ
28). કોઈ એક વસ્તુની છાપેલી કિંમત પર ગ્રાહકને 5% વળતર આપવામાં આવે છે એક વ્યક્તિ એક વસ્તુ રૂપિયા 76 માં ખરીદે છે તો તે વસ્તુની છાપેલી કિંમત શું હશે
29). એક વસ્તુ એક રૂપિયામાં વેચવાથી 15 ટકા ખોટ જાય છે તો તેનાથી બમણી કિંમતી વેચવાથી કેટલા ટકા નફો થાય
30). જો કોઈ વસ્તુને 270 માં વેચવાથી 10% નો લાભ થાય છે તો તે વસ્તુની ખરીદ કિંમત કેટલી હશે
31). રૂપિયા 460 માં વસ્તુ વેચતા 15% નફો થાય છે તો વસ્તુની પડતર કિંમત કેટલી
32). રૂપિયા 50 માં ખરીદેલી વસ્તુ રૂપિયા 65 માં વેચતા કેટલા નફો થાય
33). રૂપિયા 80 માં ખરીદેલી વસ્તુ અડધી કિંમતે વેચતા કેટલા ટકા ખોટ થાય
34). રેડીમેડ શર્ટની એક દુકાનમાં 20 ટકા વળતર આપવામાં આવે છે ક્રિશ એ દુકાનમાંથી રૂપિયા 600 ની છાપેલી કિંમતવાળા 10 શર્ટ ખરીદે છે એ તમામ શર્ટ કાવ્યને રૂપિયા ૫૫૦૦માં વેચી દઈએ તો તેને શર્ટ ડેટ કેટલા રૂપિયા નફો કે ખોટ થાય
35). એક રૂપિયામાં બાર સંતરા વેચીને એક આદમી 20% નુકસાન મેળવે છે 25% લાભ મેળવવા માટે તે આદમી એક રૂપિયામાં કેટલા સંતરા વેચશે
36). સંજય એક રેડિયો 500 રૂપિયામાં ખરીદ્યો તેને મુકેશને 5% ના લાભ થી વેચી દીધો થોડા સમય પછી મૂકે છે તેને 5% ની ખોટ પર ફરી સમજીને વેચી દીધો તો સંજયને કેટલો લાભ કે નુકસાન થશે
37). 20% ખોટ ખાઈને એક ટેબલ 1600 રૂપિયામાં વેચ્યું. 15% લાભ મેળવવા માટે તેને કેટલામાં વેચવું જોઈએ
38). એક છત્રી ની કિંમત ૮૦ રૂપિયા છે પરંતુ 65 રૂપિયામાં વેચવામાં આવે તો આપેલ ડિસ્કાઉન્ટ ની ટકાવારી શોધો
38). એક વ્યક્તિ બે ઘરમાંથી દરેકને 7520 માં વેચે છે એક ઘર પર તેને 15% ફાયદો અને બીજા પર તેને 15% ખોટ થાય છે તો વેપારમાં તેને કુલ ખોટ કે લાભ શું હશે
39). એક ટાઈપ રાઇટરને 9243.50 રૂપિયા પડતર કિંમતથી ખરીદ્યું તેની છાતી ની કિંમત 9730 હતી તો ટાઈપ રાઇટર પર આપેલ છૂટની ટકાવારી શું હશે
40). કોઈ વસ્તુની ખરીદ કિંમત 153 રૂપિયા છે તેના પર કેટલી કિંમત ચડાવવામાં આવે તો 10% ડિસ્કાઉન્ટ પર વેચવાથી 63 રૂપિયા નફો થાય
41). એક વેપારી 10 રૂપિયામાં છ ચોકલેટ ખરીદી તેને પાંચ રૂપિયામાં 2 ના દરથી વેચે છે તો તેને કેટલા ટકા લાભ થશે
- દૂધની થેલીના ભાવ રૂપિયા 15 થી વધીને રૂપિયા 18 થાય તો કેટલા ટકા ભાવ વધારો થયો?
- 500 રૂપિયા ત્રણ વર્ષ માટે સાદા વ્યાજે મુકતા 680 મળે છે પરંતુ વ્યાજ દરમાં ત્રણ ટકા વધારો કરતાં ત્રણ વર્ષ પછી આ રકમ કેટલી થશે?
- કેટલા ટકા વ્યાજના દરે કોઈ રકમ બે વર્ષમાં બમણી થાય?
- એક ચોક્કસ રકમનું ચોક્કસ દરે પાંચ વર્ષ માટે સાદુ વ્યાજ 180 રૂપિયા છે આની બમણી રકમ પરંતુ બે વર્ષનું આ જ દરે સાદુ વ્યાજ કેટલું થશે?
- મહેશ 1500 રૂપિયા પાંચ ટકાના દરે અને નરેશ 1200 રૂપિયા સાત ટકાના દરે બે વર્ષ માટે મૂકે તો કેટલું વધુ વ્યાજ મળશે?
- ધર્મેન્દ્રભાઈ પાસે થોડા સફરજન હતા તેમાંથી 40% ખાય છે તથા 75 સફરજન વેચી નાખે છે તો કેટલા નંગ ખાધા હશે?
- ખાંડ નો ભાવ રૂપિયા 20 પ્રતિ કિલોગ્રામ થી વધીને રૂપિયા 23 પ્રતિ કિલોગ્રામ થાય તો તેના ભાવ માં કેટલા ટકા નો વધારો થયો ગણાય?
- એક વસ્તુ રૂપિયા ૭૫૦ માં વેચવાથી 20% નફો થયો તો તે વસ્તુની મૂળ કિંમત કેટલી?
- એક ટેબલની કિંમત 1200થી વધી 1500 થઈ ગઈ તો ટેબલની કિંમત માં કેટલા ટકા વધારો થયો?
- એક દુકાનદાર રમકડું 18 રૂપિયામાં વેચતા તેને 20 ટકાના નફો થયો તો રમકડાની ખરીદ કિંમત કેટલી?
- ૧૮ લોકોનું સરેરાશ વજન 50 કિગ્રા છે જો બે લોકોનો ઉમેરો કરવામાં આવે તો સરેરાશ વજન ૨ કિ.ગ્રા વધે છે તો છેલ્લે ઉમેરેલ ૨ વ્યક્તિના વજન નો સરવાળો કેટલો?
- એક ટોપલામાં 95 સીતાફળ છે જેનું સરેરાશ વજન 110.4 ગ્રામ છે તો ટોપલા નું કુલ વજન કેટલુ?
- ગીતા પાંચ વિષયમાં 95 ગુણ મેળવ્યા.અંગ્રેજીમાં 98 હિન્દીમાં 90, વિજ્ઞાનમાં 100,ગુજરાતીમાં 94 ગુણ મેળવ્યા તો ગણિત કુલ કેટલા ગુણ મેળવ્યા હશે
- ભરત અને કમલેશ ની સરેરાશ ઉંમર ૨૪ વર્ષ છે કમલેશ અને રાજેશ ની સરેરાશ ઉંમર 42 વર્ષ છે જો 3 ની સરેરાશ ઉંમર ૪૦ વર્ષ હોય તો રાજેશ ની ઉંમર શોધો
- બાળકોની કસોટીમાંથી ટીનાને 20માંથી 12 ગુણ મળે છે તો તેને કેટલા ટકા ગુણ મળ્યા હશે?
- એક ટેન્કરમાં 16 લિટર ઓઈલ છે લીકેજને કારણે બે લીટર ઓઇલ નીકળી ગયું તો હવે ટેન્કરમાં કેટલા ટકા ઓઇલ બાકી રહ્યું?
- 35% નું દશાંશ સ્વરૂપ બતાવો
- 1 થી 10 સુધી માં વિભાજ્ય સંખ્યાઓ ની સંખ્યા કેટલા ટકા છે?
- ધોરણ સાતમાં ૫૦ બાળકો છે તેમાંથી ૩૦ ટકા બાળકો કુમાર છે તો ધોરણ સાતમાં કેટલા ટકા કન્યા હશે?
- એક પુસ્તક મેળામાં 800 રૂપિયા ના પુસ્તકો પર 25.5 ટકાની છૂટ છે તો કેટલા રૂપિયાની છૂટ મળે?
- પાંચ અંકની મહત્તમ સંખ્યાની અનુગામી સંખ્યા કઈ?
- 7/2 ના છેદમાં કઈ લઘુત્તમ સંખ્યા ઉમેરવાથી શુદ્ધ અપૂર્ણાંક બને?
- 12 અને 20 ના લ.સા.અ અને ગુ.સા.અનો ગુણાકાર કેટલો થાય?
- કઈ સંખ્યામાં ત્રણ ઉમેરતા સંખ્યા વિભાજ્ય બનશે?
- 25નું વર્ગમૂળ × 4નો વર્ગ બરાબર શું?
- એક વ્યક્તિ તેના પગારના 40 ટકા બચત કરે છે જો તે વ્યક્તિ મહિનાની રૂપિયા 2400 બચત કરે છે તો તે વ્યક્તિ નો પગાર કેટલો હશે?
- 8.4 મીટર પાણીથી ભરેલા ટાંકા માંથી 21 લિટરના માપના કેટલા કેન ભરી શકાય?
- 120×0+19 - 9 - 10 નું સાદુરૂપ આપો.
- એક ચોરસ બાગનું ક્ષેત્રફળ 144 ચોરસ મીટર છે તો એક બાજુની લંબાઈ કેટલી?
- 171 અને 251 ને ભાગતા અનુક્રમે 3 અને 6 શેષ વધે તેવી મોટામાં મોટી સંખ્યા કઈ?
- પાંચ અંકની મહત્તમ સંખ્યાની અનુગામી સંખ્યા કઈ?
- 7/2 ના છેદમાં કઈ લઘુત્તમ સંખ્યા ઉમેરવાથી શુદ્ધ અપૂર્ણાંક બને?
- 12 અને 20 ના લ.સા.અ અને ગુ.સા.અનો ગુણાકાર કેટલો થાય?
- કઈ સંખ્યામાં ત્રણ ઉમેરતા સંખ્યા વિભાજ્ય બનશે?
- 25નું વર્ગમૂળ × 4નો વર્ગ બરાબર શું?
- એક વ્યક્તિ તેના પગારના 40 ટકા બચત કરે છે જો તે વ્યક્તિ મહિનાની રૂપિયા 2400 બચત કરે છે તો તે વ્યક્તિ નો પગાર કેટલો હશે?
- 8.4 મીટર પાણીથી ભરેલા ટાંકા માંથી 21 લિટરના માપના કેટલા કેન ભરી શકાય?
- 120×0+19 - 9 - 10 નું સાદુરૂપ આપો.
- એક ચોરસ બાગનું ક્ષેત્રફળ 144 ચોરસ મીટર છે તો એક બાજુની લંબાઈ કેટલી?
- 171 અને 251 ને ભાગતા અનુક્રમે 3 અને 6 શેષ વધે તેવી મોટામાં મોટી સંખ્યા કઈ?
Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.
0 Comments:
Post a Comment