*પ્રારંભિક કચ્છી જાણ ઈ- પરીક્ષા* આવેદન ફોર્મ : 2020/21
કચ્છી સાહિત્ય કલા સંઘ દ્વારા છેલ્લા 20 વર્ષથી કચ્છી પરીક્ષા પ્રવૃત્તિની કામગીરી કરી રહેલ છે. પરીક્ષા પ્રવૃત્તિનો અહેવાલ જોવા નીચે આપેલ લિંક પર ક્લિક કરવું. ⬇️⬇️⬇️
આ 21 માં વર્ષે ઓનલાઇન મોડ પર *પ્રારંભિક કચ્છી જાણ ઈ - પરીક્ષા* માટે આવેદન ફોર્મ માટેની લિંક નીચે આપેલ છે. આ લિંક ભરતાં પહેલાં અહી આપેલ સૂચનાઓને અનુસરવી.
- આ આવેદન ફોર્મ ફક્ત ગૂગલની મેઈલ આઈ. ડી. ( Gmail account ) માં જ ભરી શકાશે.
- એક મેઈલ આઈ. ડી. માંથી એક જ પરીક્ષાર્થી ઓનલાઈન ફોર્મ ભરી શકશે.
- આવેદન ફોર્મમાં તમામ માહિતી ગુજરાતીમાં અથવા અંગ્રેજીમાં ભરવી. તેમજ ફોર્મમાં આવતા તમામ અંકો અંગ્રેજીમાં ભરવા.
- દસ વર્ષથી ઉપરની કોઈપણ વ્યક્તિ વિશ્વના કોઈપણ ખૂણેથી આ ફોર્મ ભરી શકશે અને પરીક્ષા આપી શકશે.
- આવેદન ફોર્મમાં જન્મતારીખની વિગત ભરતી વખતે પ્રથમ આપનો જન્મનો મહિનો સેટ કરવો, ત્યારબાદ જન્મતારીખ સેટ કરવી અને પછી આપના જન્મનો વર્ષ સેટ કરવો.
- આવેદન ફોર્મ ભર્યા બાદ Response માં જ આપને કચ્છી સાહિત્ય કલા સંઘ તરફથી confirmation નો મેસેજ અને ' કચ્છી જાણ ' પરીક્ષાની પુસ્તિકાની લિંક આવશે. આપે આ લિંક પરથી પરીક્ષા સામગ્રી ડાઉનલોડ કરીને વાંચન સામગ્રી તરીકે ઉપયોગ કરવાની રહેશે.
- આવેદન ફોર્મ ભરવામાં કઈ ભૂલ થાય કે માહિતી રહી જાય તો આપ ફરીથી લિંક ખોલીને પોતાની માહિતી edit કરી શકો છો. કાળજીપૂર્વક ફોર્મ ભરવું જરૂરી છે.
- આવેદન ફોર્મ તા. 30-01-21 ના રાતના 12 : 00 વાગ્યા સુધી ભરી શકાશે.
- પરીક્ષા તા. 31-01-21 ( આદરણીય 'કારાયલજી' ના જન્મદિવસ ) થી યોજાશે. જેની લિંક આપને મૂકવામાં આવશે.
- આ પરીક્ષા નિ:શુલ્ક યોજાશે.
*આવેદન ફોર્મ ભરવા નીચે આપેલ લિંક પર ક્લિક કરવું અને તમામ માહિતી સાચી ભરવી.*
*માર્ગદર્શન માટે સંપર્ક કરી શકો છો*
મોબાઈલ નંબર : 9687880708
આપનો ભવદિય....
લહેરીકાંત એસ. ગરવા
પરીક્ષા મંત્રીશ્રી,
પ્રારંભિક કચ્છી જાણ ઈ - પરીક્ષા અને કચ્છી સાહિત્ય કલા સંઘ સમગ્ર ટીમ.
Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.
0 Comments:
Post a Comment