Education for Every

Good news for Bank of Baroda customers

 Good news for Bank of Baroda customers

બેંક ઓફ બરોડાના ગ્રાહકોમાં માટે ખુશખબર


This is very good news for you if you are a customer of Bank of Baroda.  This is because the rules imposed by Bank of Baroda from November 1 have been withdrawn.  This will benefit not only Bank of Baroda customers but also crores of customers affiliated with government banks.  The bank has decided to reverse the changes made in the rules attached to free deposit withdrawals in the account every month.  As a result, there has been no change in the charges levied on withdrawals in excess of the stipulated number.  This information is provided by the Ministry of Finance, Government of India.

જો તમે બેંક ઓફ બરોડાના ગ્રાહક હોય તો તમારા માટે ખૂબ જ સારા સમાચાર છે. કારણ કે, બેંક ઓફ બરોડા દ્વારા 1 નવેમ્બરથી લાગુ કરવામાં આવેલા નિયમોને પરત ખેંચવામાં આવ્યા છે. આનો ફાયદો માત્ર બેંક ઓફ બરોડા ગ્રાહકોને જ નહીં પરંતુ સરકારી બેંકો સાથે જોડાયેલા કરોડો ગ્રાહકોને પણ મળશે. બેંક દ્વારા દર મહિને ખાતામાં નિશુલ્ક જમા ઉપાડ સાથે જોડાયેલા નિયમોમાં કરવામાં આવેલા ફેરફારોને પરત લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેના કારણે ફ્રીમાં જમા ઉપાડ સાથે નક્કી સંખ્યાથી વધારેની લેતી-દેતી પર લાગતા ચાર્જમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થયો નથી. આ માહિતી ભારત સરકારના નાણા મંત્રાલય દ્વારા આપવામાં આવી છે.


બેંક ઓફ બરોડાના ગ્રાહકોમાં માટે ખુશખબર

 Bank of Baroda and state-owned banks have also said that the charges will not be increased in the near future in view of the Corona epidemic, the finance ministry said.  The finance ministry further said that no service charge is applicable on 60.04 BSBD account.  All these accounts also include 41.13 crore Jandhan accounts.  BSBD account means that the customer does not need to keep a minimum average or any monthly amount in these accounts.


નાણામંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે, બેંક ઓફ બરોડા અને સરકારી બેંકોએ પણ જણાવ્યું છે કે, કોરોનાની મહામારીને ધ્યાનમાં લઈને નજીકના ભવિષ્યમાં ચાર્જમાં વધારો કરવામાં આવશે નહીં. આ સાથે નાણાં મંત્રલાયે વધુમાં જણાવ્યું હતું કે, 60.04 BSBD ખાતા પર કોઈ પણ પ્રકારનો સર્વિસ ચાર્જ લાગુ નથી. આ તમામ ખાતાઓમાં 41.13 કરોડ જનધન ખાતાઓનો પણ સમાવેશ થાય છે. BSBD ખાતા એટલે કે, આ ખાતાઓમાં ગ્રાહકને ન્યૂનતમ એવરેજ કે, કોઈ પણ પ્રકારની માસિક રકમ રાખવાની જરૂર પડતી નથી.


Importantly, the Bank of Baroda had on November 1, 2020 made some changes in the rules relating to free deposit and withdrawal transactions in the account every month.  The change included a reduction in the number of free cash deposit withdrawals per month by Bank of Baroda.  Prior to November 1, 2020, five transactions per month were allowed by the bank for free deposit and withdrawal.  The decision was changed on November 1 to reduce the number of free cash deposit withdrawals by the bank to three per month.  But now again the reduction made by Bank of Baroda in the number of free cash deposit transactions has now been withdrawn.  As a result, customers at Bank of Baroda will now be able to make five cash deposit withdrawals a month for free as before.

મહત્ત્વની વાત છે કે, બેંક ઓફ બરોડા દ્વારા 1 નવેમ્બર 2020ના રોજ દર મહિને ખાતામાં નિ:શુલ્ક થતા જમા ઉપાડના વ્યવહારની સાથે જોડાયેલા નિયમોમાં કેટલાક ફેરફાર કર્યો હતો. આ ફેરફારમાં બેંક ઓફ બરોડા દ્વારા દર મહિને ફ્રી રોકડ જમા ઉપાડના વ્યવહારની સંખ્યામાં ઘટાડો કરવામાં આવ્યો હતો. 1 નવેમ્બર 2020 પહેલા બેંક દ્વારા દર મહિને પાંચ-પાંચ વ્યવહારો જમા ઉપાડના ફ્રીમાં કરવા દેવામાં આવતા હતા. 1 નવેમ્બરના રોજ નિર્ણયમાં ફેરફાર કરીને બેંક દ્વારા દર મહિને ફ્રી રોકડ જમા ઉપાડના વ્યવહારની સંખ્યા ત્રણ-ત્રણ કરી દેવામાં આવી હતી. પરંતુ હવે ફરીથી બેંક ઓફ બરોડા દ્વારા રોકડ જમા ઉપાડના ફ્રી વ્યવહારોની સંખ્યામાં કરવામાં આવેલો ઘટાડો હવે પરત ખેંચવામાં આવ્યો છે. જેના કારણે હવે બેંક ઓફ બરોડામાં ગ્રાહકો પહેલાની જેમ જ એક મહિનામાં પાંચ રોકડ જમા ઉપાડના વ્યવહારો ફ્રીમાં કરી શકશે.

Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.

0 Comments:

Labels