Education for Every

દાંતનો સડો જડથી દુર કરવાનો ઘરેલું ઉપચાર.. ડેન્ટીસ્ટ પાસે જતા પહેલા જરૂર અપનાવો.

 

દાંતનો સડો જડથી દુર કરવાનો ઘરેલું ઉપચાર.. ડેન્ટીસ્ટ પાસે જતા પહેલા જરૂર અપનાવો.   



દાંત આપણા શરીરનો એક ખુબ જ મહત્વનો ભાગ છે. જે આપણા વ્યક્તિત્વને પ્રભાવિત કરે છે. જો આપણા દાંત સુંદર અને ચમકદાર હોય તો વ્યક્તિત્વ ખુબ જ આકર્ષક લાગે છે. 🦷પરંતુ તેનાથી વિરુદ્ધ જો આપણા દાંત સડેલા પીળા હોય તો હસવામાં પણ  શરમ આવે છે. એટલું જ નહિ તેના કારણે દાંતમાં અસહ્ય દુઃખાવો થાય છે. 

તેમજ દાંત નબળા પડી જાય છે અને પડવા લાગે છે. 

જો તમે પણ દાંતના સડાથી પરેશાન છો અને તમે  ડેન્ટીસ્ટ પાસે જવા માંગો છો તો ડેન્ટીસ્ટ પાસે જતા પહેલા 👩‍⚕️આ ઘરેલું ઉપચાર જરૂર અપનાવવા. આ ઉપચારથી તમારો દાંતનો સડો દુર થઇ જશે અને તમારા દાંત સફેદ મજબુત અને ચમકદાર બનશે. 


જેનાથી તમને એક ખુબ જ ખુબસુરત સ્માઈલ મળશે. અંત સુધી ધીમે ધીમે સમજીને પૂરો આર્ટીકલ વાંચજો.. તો જ તમને વધુ સમજાશે. 

  • સૌથી પહેલા આટલી આદતો બદલવી 

દિવસમાં બે વખત બ્રશ કરવાની આદત પાડવી. 🪥લગભગ ડોક્ટર એવી સલાહ આપતા હોય છે કે દિવસમાં બે વખત બ્રશ કરવું જોઈએ. એક વખત રાત્રે સુતા પહેલા અને એક વખત સવારે ઉઠ્યા બાદ આમ બે વખત બ્રશ કરવાથી દાંત સારા રહે છે. આ સિવાય નીચેની બાબતો પર ખાસ ધ્યાન આપો. 

જમ્યા બાદ કોગળા કરવાનું ન ભૂલવું. 

જમ્યા બાદ અને નાસ્તો કર્યા બાદ ખોરાકના અમુક કણ દાંતોમાં ફસાઈ જાય છે. ત્યાર બાદ તે કણ દાંતમાં રહીને સડવા લાગે છે અને તેના કારણે દાંત સડવા લાગે છે. જો આ રીતે થતો દાંતમાં સડો અટકાવવા માંગો છો તો જયારે પણ કંઇક ખાવ છો ત્યાર બાદ બરાબર રીતે કોગળા કરી લેવા. આ આદતથી દાંતમાં ફસાયેલા કણ બહાર નીકળી જાય છે અને દાંત સડવાની સંભાવના ઓછી થઇ જાય છે.આ ઉપરાંત માઉથ વોશનો ઉપયોગ કરવો. મિત્રો હવે માર્કેટમાં ઘણા પ્રકારના એન્ટી માઉથવોશ ઉપલબ્ધ છે. રોજે બ્રશ કર્યા બાદ માઉથ વોશનો ઉપયોગ જરૂર કરવો.

ખાંડ અને મીઠી વસ્તુનું સેવન ઓછું કરવું જોઈએ. 🍫🍬આ ઉપરાંત જો તમે ખાવ છો તો ખાધા બાદ બરાબર રીતે કોગળા કરી લેવા જોઈએ. પરંતુ વધારે પડતી મીઠી વસ્તુનું સેવન કરો છો તો ટાળવું જોઈએ. દાંતને મજબુત બનાવવા માટે વિટામીન ડી, વિટામીન કે2, દૂધ, છાશ, ક્રીમ અને ઘીનું સેવન કરવું જોઈએ.🦷

  • દાંતનો સડો દુર કરવા માટે અપનાવો આ ઘરેલું ઉપચાર – આજે અમે બે ત્રણ ઉપાય જણાવશું જેમાંથી કોઈ પણ પ્રયોગ તમે નિયમિત કરશો તો તમારા દાંતનો સડો વગર કોઈ દવાએ ગાયબ થઇ જશે.

સૌથી પહેલો પ્રયોગ કરવા માટે એક ચમચીનું નારિયેળ તેલ અને હળદર પાવડર લેવી. 2 થી 3 ટીપા લવિંગનું તેલ લેવું. અને એક ચપટી સમુદ્રી મીઠું લેવું. ત્યાર બાદ આ ચારેય વસ્તુને એક વાસણમાં મિક્સ કરીને તેની એક પેસ્ટ બનાવી લેવી. ત્યાર બાદ તે પેસ્ટને બ્રશની મદદથી દાંતોમાં લગાવવી. 🪥ત્યાર બાદ સામાન્ય આપણે બ્રશ કરતા હોય તે રીતે તે પેસ્ટ લગાવ્યા બાદ બ્રશ કરવું.

ત્યાર બાદ બીજા પ્રયોગ માટે થોડા ટીપા લીંબુનો રસ,અડધી ચમચી બેકિંગ સોડા, એક ચમચીના ચોથા ભાગ જેટલો પુદીનાનો પાવડર અને એક ટીપું પેપરમીંટ ઓઈલ લેવાનું છે. હવે આ બધી વસ્તુને એક વાસણમાં મિક્સ કરી તેની એક પેસ્ટ બનાવી લેવી. ત્યાર બાદ તે પેસ્ટને બ્રશ પર લગાવીને દાંતમાં ઘસીને બરાબર બ્રશ કરવું. ત્યાર બાદ થોડા સમય માટે તે પેસ્ટ મોંમાં રહેવા દેવી ત્યાર બાદ કોગળા કરી લેવા. થોડા દિવસ સુધી નિયમિત આ પ્રયોગ કરવાથી થોડા સમયમાં દાંતનો સડો દુર થઇ જશે.

તમને જણાવી દઈએ મિત્રો કે દાંતમાં રહેલી કેવીટી બાદ ધીમે ધીમે સડો થવા લાગે છે માટે કેવીટીને દુર કરવા માટે આ ઉપાય અપનાનવો. દાંતમાં જ્યાં કેવીટી તેમજ દુઃખાવો થતો હોય ત્યાં થોડી હળદર ભરી દેવી અને તેને થોડી મીનીટો સુધી ત્યાં જ રાખવી. ત્યાર બાદ હલ્કા ગરમ પાણીથી બરાબર કોગળા કરી લેવા.



Ayurvedic Remedies to Prevent Tooth ache

દાંતના દુખાવાના કુદરતી ઉપચાર અહીંથી વાંચો

મોઢામાં ચાંદા કે દુર્ગંધ હોય તો આ વિડીયો જુઓ

મોઢાના ચાંદા ના ઉપચાર અહીંથી જાણો

દાંત ના દુખાવાનો વિડીયો અહીંથી જુઓ

દાંતનો સડો દૂર કરો

દાઢ નો દુખાવો અને દાઢ કાઢવા માટે

અહીંથી જાણો ઘરેલુ ઉપચાર




Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.

0 Comments:

Labels