Education for Every

ભલે ચશ્મા ગમે તે નંબરના હોય જડમૂળ થી કાઢી નાખશે આંખના નંબર

 

ભલે ચશ્મા ગમે તે નંબરના હોય જડમૂળ થી કાઢી નાખશે આંખના નંબર



ભલે ચશ્મા ગમે તે નંબરના હોય જડમૂળ થી કાઢી નાખશે આંખના નંબર

ઉમરના લોકોને આપણે ચશ્માં પહેરતા જોયા હશે પણ હાલના સમયમાં તો નાની-નાની ઉમરના બાળકોને ચશ્માં નંબર આવી જતા હોઈ છે. આંખોની દ્રષ્ટિ ઓછી થવા પાછળનું

પહેલું કારણ ભોજનમાં વિટામીન ‘A’ ની ઉણપ છે. જેને કારણે નાની ઉંમરમાં જ આંખો નબળી થવા લાગે છે.

બીજું કારણ કલાકો સુધી કોમ્પ્યુટર સામે બેસીને કામ કરવું કે ટીવી જોવું.

ત્રીજું કારણ આંખોની પુરતી કાળજી ના રાખવી.

આ થોડા કારણો છે. જે આંખોની દ્રષ્ટિને ઓછી કરે છે જેથી આપણે સ્પષ્ટ પણે જોઈ શકતા નથી અને તમને ચશ્માં પહેરવા માટે મજબુર કરે છે, થોડા બીજા કારણ પણ છે. જેવા કે આધુનિક સમયમાં વારસાગત.આંખોને ધૂળ કે ઇન્ફેકશનથી બચાવવા, તણાવ, પોષણની ખામી, કામનું દબાણ, વધુ અભ્યાસ જેવા કારણોથી લોકોને ચશ્માંના નંબર વધતા જઈ રહ્યા છે. અહિયાં થોડી એવી રીતો દર્શાવવામાં આવી રહી છે, જે તમારી આંખોની દ્રષ્ટિ વધારી શકે છે. ઘરેલું ઉપચાર દ્વારા આંખોની દ્રષ્ટિ કેવી રીતે વધારી શકાય છે આવો જાણીએ.

▪️ સાત બદામ, પાંચ સુકી દ્રાક્ષ અને પાંચ ગ્રામ વરીયાળીનું મિશ્રણ કરી તેનું ચૂર્ણ બનાવીને રાત્રે સુતા પહેલા દૂધ સાથે લેવાથી નેત્રદ્રષ્ટિ વધે છે.

▪️ 6 થી 8 મહિના સુધી નિયમિત જલનેતી કરવાથી અને પગના તળિયા અને કાનપટ્ટી ઉપર ગાયનું ઘી ઘસવાથી લાભ થાય છે.

▪️ એક ચણાના દાણા જેટલી ફટકડીને શેકીને 100 ગ્રામ ગુલાબજળમાં નાખો અને દરરોજ રાત્રે સુતા સમયે એ ગુલાબજળના ચાર-પાંચ ટીપા આંખોમાં નાખીને આંખોની પુતળીઓને આમ તેમ ફેરવો. સાથે જ પગના તળિયામાં અડધો કલાક સુધી ઘીની માલીશ કરો. તેનાથી આંખોના ચશ્માંના નંબર ઉતારવામાં સહાયતા મળશે અને મોતિયાબિંદમાં પણ લાભ થાય છે.

▪️ કેળા, શેરડી ખાવી આંખો માટે ફાયદાકારક છે. શેરડીનો રસ પીવો. એક લીંબુ એક ગ્લાસ પાણીમાં પિતા રહેવાથી જીવન આખું નેત્ર જ્યોતિ જળવાયેલી રહે છે.

▪️ લીલી શાકભાજી જેવી કે મેથી, ધાણા ખાવાથી આંખના નંબર ઓછા થાય છે અને જોવાની દ્રષ્ટિ વધે છે. તથા કેળાની છાલ બંધ આંખો પર મુકતા આંખો ને ઠંડક મળે છે.

▪️ લીંબુ અને ગુલાબજળને સરખા પ્રમાણમાં ભેળવીને ૧-૧ કલાકના અંતરે આંખોમાં નાખવાથી આંખોમાં ઠંડક મળે છે.

▪️ આંબળાનો મુરબ્બો કે જ્યુસ દિવસમાં બે વખત ખાવ તેનાથી આંખોની દ્રષ્ટિ વધારવામાં ઘણી મદદ મળશે.

▪️ એક ચમચી વરીયાળી, બે બદામ અને અડધી ચમચી સાકર વાટી લો, તેને દરરોજ રાત્રે સુતા પહેલા એક ગ્લાસ દૂધ સાથે લો.

▪️ જીરું અને સાકરને સરખા પ્રમાણમાં વાટી લો, તે દરરોજ એક ચમચી ઘી સાથે ખાવ.

▪️ આંખોના દરેક પ્રકારના રોગ જેવા કે પાણી નીકળવું, આંખો આવવી, આંખોની નબળાઈ વગેરે થવા ઉપર રાત્રે ૭-૮ બદામ પલાળીને સવારે વાટીને પાણીમાં ભેળવીને પીવો.

▪️ નિયમિત રીતે દ્રાક્ષ ખાવ, દ્રાક્ષના સેવનથી રાત્રે જોવાની ક્ષમતા વધે છે.

▪️ ત્રણ ભાગે ધાણા સાથે એક ભાગે ખાંડ મિક્સ કરો. બન્નેને વાટીને પેસ્ટ બનાવી લો. પછી તેને પાણીમાં ગરમ કરો અને એક કલાક માટે કવર કરીને મૂકી દો. પછી એક સ્વચ્છ સુતરાઉ કપડુ લઇને તે મિશ્રણને ગાળી લો અને આંખોમાં આઈ ડ્રોપની જેમ ઉપયોગ કરો.

▪️ વાળ ઉપર રંગ, હેયર ડ્રાઈ અને કેમિકલ શેમ્પુ લગાવવાથી દુર રહો.

▪️ એક લીટર પાણીને તાંબાના જગમાં રાત આખી માટે મૂકી દો અને સવારે ઉઠીને આ પાણીને પીવો. તાંબામાં રાખેલું પાણી શરીર ખાસ કરીને આંખો માટે ઘણું ફાયદો પહોચાડે છે.

▪️ આંખોમાં ચશ્માં દુર કરવા માટે પોતાની આંખોની આસપાસ અખરોટના તેલનું માલીશ કરો. તેનાથી આંખોની દ્રષ્ટિ તેજ થાય છે અને આંખોના ચશ્માં ઉતરી જાય છે. તે ઘણું સરળ પરંતુ સચોટ ઉપાય છે.

▪️ આધુનિક લાઈફસ્ટાઈલમાં અનિન્દ્રાની સમસ્યા ખુબ સામાન્ય છે. જો તમે પુરતી ઊંઘ નહી લો, તો તેની અસર તમારી આંખો ઉપર પણ પડશે. જેથી આંખો નીચે કાળા ઘેર તો થશે જ, સાથે જ આંખોની દ્રષ્ટિ પણ ઓછી થશે. એટલા માટે એક દિવસમાં ૭-૯ કલાકની ઊંઘ ઘણી જરૂરી છે.

▪️ થોડી સેકન્ડ માટે ઘડીયાળની દિશામાં તમારી આંખો ગોળ ફેરવો. અને પછી થોડી સેકન્ડ માટે વિરુદ્ધ દિશામાં ફેરવો અને તેને ચાર પાચ વખત પુનરાવર્તિત કરો.

▪️ જે માણસ સવારની લાળ કાજળની જેમ લગાવે છે, જીવન ભર આંખના રોગ માંથી મુક્ત રહે છે. સવારે ઉઠતા સમયે કોગળા કર્યા વગર મોઢાની લાળ પોતાની આંખોમાં કાજળની જેમ લગાવો. સતત ૬ મહિના કરતા રહેવાથી ચશ્માંના નંબર ઓછા થઇ જાય છે.

આંખોની આયુર્વેધિક સારવાર :-

આપણે મોં પર અને વાળ પર નવી નવી ક્રીમ લગાવીએ છીએ પરંતુ આંખો માટે કાંઈ જ નથી કરતા. આવો જોઈએ આંખોમાં આયુર્વેધિકમાં શું શું લગાવી શકીએ છીએ.

ગાયના દૂધ માંથી નીકળતા માખણને આંખમાં લગાવવાથી બળતરા શાંત થાય છે.

કેળા, કાકડીની કે દુધીની છાલ ને બંધ આંખો પર મુકવાથી આંખો ને ઠંડક મળે છે

પુનર્વવાના થડને વાટીને તેના રસમાં ઘી ભેળવીને આંખોમાં લગાવવાથી લાભ થાય છે.

ચમેલીના ફૂલનો લેપ આંખો ઉપર કરવાથી લાભ થાય છે. અરીઠાના પાણીથી આંખ ધોવાથી સરળ મોતિયાબિંદમાં લાભ થાય છે.

રાઈનું ચૂર્ણને ઘી સાથે લગાવવાથી આંખોની ફૂસી માંથી રાહત મળે છે.

તાજા દુબને વાટીને ચપટી ગોળીઓ બનાવી લો. તે આંખો ઉપર મુકવાથી ઠંડક મળે છે અને દુ:ખાવો દુર થાય છે.

દેશી ગાયનું ઘી આંખમાં કાજળની જેમ લગાવો.

મેથી દાણાને વાટીને આંખોની નીચે લગાવવાથી કાળા ઘેર દુર થાય છે.

અનંતમૂળના મૂળને ઘસીને આંખોમાં લગાવવાથી આંખોની ફૂલી કપાઈ જાય છે. તેની પટ્ટીના દૂધ કે તેની રાબને મધ સાથે આંખોમાં લગાવવાથી પણ નેત્ર રોગ ઠીક થાય છે.

કેસુડાના થડના રસનું એક ટીપું આંખમાં નાખવાથી ઝાઈ, ખીલ, ફૂલી, મોતિયાબિંદ, રતાંધળાપણું વગેરે રોગ દુર થાય છે.

ત્રિફળાના પાણીથી આંખો ધોવાથી આંખોના દરેક પ્રકારના રોગ દુર થાય છે.

ગુલાબજળનો આંખોમાં છંટકાવ કરો.

જો જમણી આંખમાં દુ:ખાવો થાય તો ડાબા પગના નખ અને ડાબી આંખમાં દુ:ખાવો થાય તો જમના પગના નખ આંકડાના દૂધમાં પલાળો. આંકડાના દૂધને ક્યારે પણ આંખમાં ન નાખો. તેનાથી આંખોની દ્રષ્ટિ હંમેશા માટે જતી રહે છે.

જીરું અને મહેંદીને વાટીને ગુલાબજળમાં પલાળીને સવારે તેને ગાળી લો. થોડી એવી ફટકડી ભેળવો. તેનાથી આંખો ધોવાથી આંખોની ગરમી દુર થાય છે અને આંખો સ્વસ્થ રહે છે.

આંખોમાં જો કાંઈ પડી ગયું છે અને નીકળતું નથી તો દૂધના ત્રણ ટીપા નાખો.

વાસાના ત્રણ ચાર ફૂલને ગરમ કરી આંખો ઉપર રાખવાથી ગોલકના સોજામાં રાહત મળે છે.

શીશમના પાંદડાના રસને મધ સાથે આંખમાં નાખવાથી દુ:ખાવો ઠીક થાય છે.

જે આંખમાં દુ:ખાવો હોય તેની ઉલટી તરફના કાનમાં લીમડાના પાંદડાનો રસ નાખવાથી આરામ મળે છે. લીમડાના પાંદડાનો રસ આંખમાં પણ લગાવી શકાય છે.

તલના ફૂલ ઉપર પડેલી ઓસ(ઝાકળ) આંખમાં નાખવાથી તમામ પ્રકારના રોગ દુર થાય છે.

દાડમના પાદંડાનો રસ આંખમાં લગાવવાથી ખંજવાળ, આંખો માંથી પાણી વહેવું, પાપણમાં તકલીફ, વગેરે રોગ દુર થાય છે. પાંદડાની પેસ્ટ આંખ ઉપર રાખી શકાય છે.

શિરીષના પાંદડાનો રસ આંખમાં લગાવવાથી રતાંધળાપણું, આંખોમાં દુ:ખાવામાં દ્રષ્ટિ વધારવામાં લાભ થાય છે.

તેજપત્તાને વાટીને આંખમાં લગાવવાથી આંખોના જાળા અને ઝાંખપ મટી જાય છે.

બોરના ઠળિયાને ઘસીને આંખમાં લગાવવાથી આંખોનું પાણી વહેવું બંધ થઇ જાય છે.

તમામ પ્રકારના આંખના રોગો માટે આ છે અસરકારક આયુર્વેદિક ઉપાય :- ☘️

પહેલો પ્રયોગ : પગના તળિયા અને અંગુઠાનું સરસીયાના તેલથી માલીશ કરવાથી આંખના રોગો થતા નથી.

બીજો પ્રયોગ : હરડે, બહેડા અને આંબળા ત્રણે સરખા ભાગે લઇને ત્રિફળા ચૂર્ણ બનાવી લો. આ ચૂર્ણનું ૨ થી ૫ ગ્રામના પ્રમાણમાં ઘી અને સાકર સાથે ભેળવીને થોડા મહિના સુધી સેવન કરવાથી આંખના રોગમાં લાભ થાય છે.

ત્રીજો પ્રયોગ : ૐ अरुणाय हूँ फट् स्वाहा।’ આ મંત્રના જપ સાથે સાથે આંખો ધોવાથી એટલે આંખોમાં ધીમે ધીમે છાંટવાથી અસહ્ય પીડા મટે છે.



આ પણ વાંચો-

આંખ ની પીડાના ઉપાય



Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.

Related Posts:

  • HOW TO TREAT BACK PAIN AT HOME HOW TO TREAT BACK PAIN AT HOME Back pain can interrupt your day or interfere with your plans. In fact, there’s an 84 percent chance that you will… Read More
  • STONE KIDNEY AYURVEDIC ILAJSTONE KIDNEY AYURVEDIC ILAJHow Ayurveda help stones kidney from your bodyમાઉન્ટ એવરેસ્ટની ટોચ પરથી શુટ કરાયેલો 360 ડીગ્રી વ્યુ વિડીયોRenal or kidney s… Read More
  • FOOD WEIGHT LOSE AND BOOST IMMUNITY FOOD WEIGHT LOSE AND BOOST IMMUNITY 5 food weight lose and boost immunity5 food weight lose and boost immunity. weight Immunity has been one of t… Read More
  • IMPROVE FOCUS DURING MEDITATION IMPROVE FOCUS DURING MEDITATION 10 Ways To Improve Focus During Meditation       Improve Focus During Meditation.   … Read More
  • REMEDIES FOR WRUNKLES ON FACE WINTERREMEDIES FOR WRUNKLES ON FACE WINTERRemedies for Wrinkles on Face in WinterRemedies for Wrinkles on Face in Winter. FACE WRINKLES REMEDIES FOR FACE WR… Read More

0 Comments:

Labels