Education for Every

કસ્તુરબા ગાંધી બાલિકા વિધ્યાલય (કે.જી.બી.વી.) હેડ ટીચરની ભરતી

કસ્તુરબા ગાંધી બાલિકા વિધ્યાલય (કે.જી.બી.વી.) હેડ ટીચરની ભરતી





કસ્તુરબા ગાંધી બાલિકા વિધ્યાલય (કે.જી.બી.વી.) માટે વોર્ડન કમ હેડ ટીચરની જગ્યા પર પ્રાથમિક શિક્ષક સંવર્ગમાંથી પ્રતિનિયુકિતથી નિમણૂક માટેની જાહેરાત 


સમગ્ર શિક્ષા અંતર્ગત રાજયની કુલ ૨૩૯ કેજીબીવી કાર્યરત છે, જેમાંથી પ્રાયોગિક ધોરણે પ્રથમ તબકકામાં સમગ્ર રાજયની ૨૩૯ કેજીબીવીમાંથી અંદાજિત કોઇપણ ૮ર જગ્યાઓ (જે તાલુકાની જગ્યા જે તે સમયે ખાલી હશે તે તાલુકા માટે)માટે "વોર્ડન કમ હેડ ટીચર"ની જગ્યા પર જે તે તાલુકાની પ્રાથમિક શાળાના મહિલા શિક્ષકની પ્રતિનિયુકિતથી નિમણૂક આપવા માટે સરકારશ્રી કક્ષાએથી મળેલ વહીવટી મંજુરી અને તે માટેના શિક્ષણ વિભાગના તા.૦૨/૦૩/૨૦૨૪ના ઠરાવની જોગવાઇ મુજબ જિલ્લા શિક્ષણ સમિતિ/નગર શિક્ષણ સમિતિ હસ્તકની સરકારી પ્રાથમિક શાળાના મહિલા શિક્ષક(ગણિત-વિજ્ઞાન અને એચટાટ મુખ્ય શિક્ષક સિવાય) હોય અને જે તે તાલુકાની સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે કાર્યરત હોય (વિધ્યાસહાયક સિવાય) અને આ જાહેરાત પ્રસિધ્ધ થયા તારીખે મહત્તમ ઉંમર ૫૫ વર્ષ હોય તેઓની પાસેથી ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે. 
આ જાહેરાતના સંદર્ભમાં માત્ર ઓનલાઇન અરજીઓ સ્વીકારવામાં આવશે. 
આ પ્રતિનિયુકિત મહત્તમ ૩(ત્રણ) વર્ષ માટે રહેશે. સારી કામગીરી કરનારની વધુ ર(બે) વર્ષ પ્રતિનિયુકિત લંબાવી શકાશે એટલે કે મહત્તમ ૫(પાંચ) વર્ષ સુધી પ્રતિનિયુકિત રહેશે. 
ઉમેદવારોએ ઓનલાઇન અરજી http://www.ssagujarat.org વેબસાઇટ પર Recruitment પર જઇ કરવાની રહેશે. ઓનલાઇન અરજી કરતાં પહેલાં વેબસાઇટ પર મુકેલ જિલ્લાની તાલુકાવાર કેજીબીવીની યાદી, ઠરાવ, અને સામાન્ય અને આવશ્યક શરતો તેમજ જરુરી સૂચનાઓ વાંચી-સમજીને અરજી કરવાની રહેશે. ઉમેદવારે ઓનલાઇન કરેલ અરજીની પ્રિન્ટ લઇ પોતાની પાસે રાખવાની રહેશે. ઇન્ટરવ્યુ સમયે આ પ્રિન્ટઆઉટ તેમજ નિયત લાયકાતના ઓનલાઇન અરજીમાં દર્શાવેલ પ્રમાણપત્રોની પ્રમાણિત નકલ અને અસલ પ્રમાણપત્રો સમિતિ સમક્ષ રજૂ કરવાના રહેશે. 


ઓનલાઇન અરજી કરવા માટેનો સમયગાળો : 

તા.૧૨.૦૩.૨૦૨૪, મંગળવાર સાંજે ૧૬.૦૦ કલાકથી તા.૨૬.૦૩.૨૦૨૪, મંગળવાર, રાત્રે ૨૩.૫૯ કલાક સુધી. 




(એ) સામાન્ય શરતો : 
અંગેની સૂચનાઓ 

(૧) આ જાહેરાતના સંદર્ભમાં માત્ર ઓનલાઇન અરજીઓ જ સ્વીકારવામાં આવશે. ઓનલાઇન અરજી કરવાનો સમયગાળો તા.૧૨,માર્ચ-૨૦૨૪, મંગળવાર(બપોરે ૧૬.૦૦ કલાકથી શરુ) તા.ર૬, માર્ચ-૨૦૨૪, મંગળવાર (રાત્રે ર૩.૫૯ કલાક સુધી) છે. 
(ર) કસ્તુરબા ગાંધી બાલિકા વિધ્યાલય(કે.જી.બી.વી.) માટે વોર્ડન કમ હેડ ટીચરની જગ્યા પર પ્રાથમિક શિક્ષક સંવર્ગમાંથી પ્રતિનિયુકિતથી નિમણૂક માટેના નિયમો અને ભરતી પ્રક્રિયા અંગેના શિક્ષણ વિભાગના તા.૦૨/૦૩/૨૦૨૪ના ઠરાવની જોગવાઇ મુજબની સૂચનાઓ/ વિગતો ધ્યાનપૂર્વક વાંચીને અરજી કરવાની રહેશે. 
(૩) અરજદારે કરેલ ઓનલાઇન અરજીમાં દર્શાવેલ હાલની નોકરીના તાલુકામાં તેઓ નોકરી કરે છે 
તેમ માનીને તેમની અરજી સ્વીકારવામાં આવે છે. 
(૪) જિલ્લા કક્ષાએ પ્રમાણપત્ર ચકાસણી અને રુબરુ સ્થળ પસંદગી સમયે ઉમેદવાર ધ્વારા કરવામાં આવેલ ઓનલાઇન અરજીની પ્રિન્ટ, જરુરી પ્રમાણપત્રો અને ગુણપત્રકોની પ્રમાણિત નકલ સાથે જમા કરાવવાની હોઇ તથા તેને આધારે તેમના ગુણાંકનની ચકાસણી/ખરાઇ કરવાની હોઇ આ માટે ઉમેદવારે ઓનલાઇન અરજી સમયે દર્શાવેલ લાયકાત આધારે ગુણાંકન નિયત કરેલ હોઇ, તે સિવાયની અન્ય લાયકાતના ગુણાંકનને જિલ્લા કક્ષાએ પ્રમાણપત્ર ચકાસણી/રુબરુ સ્થળ પસંદગી સમયે મેરીટ માટે માન્ય ગણાશે નહી. 
(૫) ખરાઇ આધારે અમાન્ય ઉમેદવારોની ઉમેદવારી રદ બાતલ કરવામાં આવશે. 
(૬) પસંદગી સમિતિના સભ્યો સમક્ષ અગ્રતાક્રમના ઉમેદવારોને બોલાવીને તેમના તાલુકાની કેજીબીવીની જગ્યા માટે તક આપીને તેની સંમતિ મેળવીને તદ્અનુસાર પ્રતિનિયુકિતથી નિમણૂક હૂકમ આપવામાં આવશે. 
(૭) અગ્રતાક્રમના ઉમેદવાર કોઇ જગ્યા માટે પસંદગી ન દર્શાવે તો તેમનો હક જતો રહેશે અને 
ભવિષ્યમાં આ જગ્યા માટેનો હકદાવો કરી શકશે નહી. 
(૮) ભરતી પ્રક્રિયા સંદર્ભે અન્ય સુચનાઓ અત્રેથી જિલ્લાઓને મોકલવામાં આવનાર પરિપત્ર 
મુજબની રહેશે. 

(બી) આવશ્યક શરતો - 

(૧) કેજીબીવી એ સમગ્ર શિક્ષા હેઠળ કાર્યરત ૫૦ થી ૩૦૦ કન્યાઓ માટેની નિવાસી વ્યવસ્થા છે. (૨) કેજીબીવીમાં ચોકીદાર સિવાય તમામ સ્ટાફ મહિલા કર્મચારી હોવાથી માત્ર મહિલાઓએ જ 
અરજી કરવાની રહેશે. 
(૩) વોર્ડન કમ હેડટીચર તરીકે નિમણૂંક પામેલા મહિલાએ ૨૪ કલાક કેજીબીવીમાં નિવાસી વ્યવસ્થા મુજબની કાર્યપ્રણાલીમાં રહી વોર્ડન અને મુખ્ય શિક્ષક તરીકે કામગીરી કરવાની 
રહેશે. 
(૪) વોર્ડન કમ હેડટીચર તરીકે નિમણૂંક પામેલા મહિલા કર્મચારીને ૨૪ કલાક કન્યાઓ સાથે રહેવાનું હોવાથી પોતાનું ૫(પાંચ) વર્ષની ઉંમર સુધીનું બાળક પોતાની સાથે કેજીબીવીમાં રાખી શકશે. કુટુંબના અન્ય કોઇ સભ્યને કેજીબીવીમાં રાખી શકાશે નહીં. તેમજ ભવિષ્યમાં પણ કુંટુબના કોઇ સભ્ય કેજીબીવીમાં કર્મચારી સાથે રહેતા જણાશે તો તેઓની પ્રતિનિયુક્તિ તાત્કાલિક અસરથી રદ કરવામાં આવશે. 
(૫) પ્રાથમિક શિક્ષક તરીકેના પગાર ભથ્થા મળવાપાત્ર રહેશે. અન્ય કોઇ વધારાના ભથ્થા કે લાભ 
મળવા પાત્ર રહેશે નહીં. 
(૬) વોર્ડન કમ હેડટીચરની પ્રતિનિયુક્તિથી નિમણૂંક બાદ તેઓની કામગીરી અને કાર્યફરજો 
અલગથી જે તે સમયે આપવામાં આવશે. 

(સી) સામાન્ય સૂચનાઓ : 

(૧) ઉમેદવારે અરજી પત્રકમાં ભરેલ વિગતો સમગ્ર ભરતી પ્રક્રિયા માટે આખરી ગણાવામાં આવશે અને તેના પુરાવાઓ સમગ્ર શિક્ષાની કચેરી માંગે ત્યારે અસલમાં રજુ કરવાના રહેશે અન્યથા અરજી પત્રક જે તે તબકકે રદ ગણવામાં આવશે. 
(૨) ઉમેદવારે કરેલ ઓનલાઇન અરજી અન્વયે રાજયકક્ષાએથી તૈયાર થયેલ કામચલાઉ મેરીટયાદીમાં સમાવેશ થવાથી કે કોઇપણ જગ્યાની આખરી પસંદગી યાદીમાં સમાવિષ્ટ થવાથી સંબંધિત જગ્યા ઉપર નિમણૂક કરવાનો દાવો હકદાર થશે નહી. નિમણૂક કરનાર સત્તાધિકારીને પોતાને એવી ખાતરી થાય કે સમગ્ર શિક્ષા પ્રોજેકટની સેવા સારુ તે નિયત કરેલ લાયકાત, શરતો અનુસાર યોગ્ય જણાતા નથી તો જે તે તબકકે આવા ઉમેદવારને તેની નિમણૂક રદ કરી પડતા મુકી શકાશે. નિમણૂક બાબતે સમગ્ર શિક્ષાનો નિર્ણય આખરી ગણાશે. (૩) આ જાહેરાત કોઇપણ કારણોસર રદ કરવાની કે તેમાં ફેરફાર કરવાની આવશ્યકતા ઉભી થશે તો તેમ કરવાનો સંપૂર્ણ હકક/અધિકાર સ્ટેટ પ્રોજેકટ ડાયરેકટરશ્રીને રહેશે અને આ માટે કારણો આપવા બંધાયેલા રહેશે નહી. 
(૪) કોઇપણ ઉમેદવાર (૧) તેની ઉમેદવારી માટે કોઇપણ પ્રકારનો ટેકો મેળવવા માટે પ્રત્યક્ષ કે પરોક્ષ લાગવગ લગાડવાનો પ્રયાસ કરવા માટે (૨) બનાવટી ખોટા દસ્તાવેજો અથવા જેની સાથે ચેડા કરવામાં આવ્યા હોય તેવા દસ્તાવેજો સાદર કરવા અથવા ગેરરીતિ આચરવા માટે (૩) યથાર્થ અથવા ખોટા અથવા મહત્વની માહિતી છુપાવતા હોય તેવા નિવેદનો કરવાના સંજોગોમાં કોઇપણ તબકકે ઉમેદવારી/નિમણૂક રદ કરી શકાશે. 
(૫) ઉમેદવારે ઓનલાઇન અરજી નિયત સમયમર્યાદમાં કરવાની રહેશે. 
(૬) ઓનલાઇન સિવાયની કોઇપણ અરજી જિલ્લા/રાજય કક્ષાની કચેરીએ સ્વીકારવા કે માન્ય 
રાખવામાં આવશે નહી. 
(૭) ઉમેદવારે ઓનલાઇન અરજી કરવા માટે સૌ પ્રથમ Registration કરવાનું રહેશે. જેમાં ઉમેદવારે પોતાનું નામ, માતાનું નામ, જન્મ તારીખ, ઇ મેલ, મોબાઇલ નંબર, પાસવર્ડ, ઉમેદવારનો ફોટો અને સહીનો નમૂનો 200 kb થી વધે નહી તે રીતે સ્કેન કરી Upload કરવાનો રહેશે. 
(C) Registration Hit Email Address 42 Account Activate all Email આવશે. જેમાં Click here to Activate પર Click કરવાથી આપનું Register કરેલ Account Activate થશે. ત્યારબાદ Login થઇ જે તે જગ્યા સામે Apply Button પર કલીક કરી અરજી કરવાની રહેશે. 
(૯) Online Application Save કર્યાં બાદ જો અરજીમાં કોઇ ભૂલ જણાય તો Edit Button પર 
કલીક કરી આપની અરજીમાં સુધારો કરી શકાશે. 
(૧૦) આપની અરજીને Confirm Button પર કલીક કરી Submit કરવાની રહેશે. Submit કરેલી 
અરજી જ માન્ય ગણાશે અને Submit થયા પછી અરજી પત્રકની પ્રિન્ટ મેળવી લેવાની રહેશે. 
(૧૦) Submit કરેલ અરજીમાં કોઇપણ પ્રકારનો સુધારો વધારો કરી શકાશે નહી જેની નોંધ લેવી. 
(૧૧) ઉમેદવારે ઇન્ટરવ્યુ વખતે Online કરેલ અરજી પત્રકની લીધેલ પ્રિન્ટ અને ઓનલાઇન અરજીમાં દર્શાવેલ પ્રમાણપત્રો અને ગુણપત્રકોની પ્રમાણિત નકલ તથા અસલ પ્રમાણપત્રો અને ગુણપત્રકો સાથે હાજર રહેવાનું રહેશે.ઓનલાઇન અરજીમાં દર્શાવેલ પ્રમાણપત્રો અને ગુણપત્રકો સિવાયના અન્ય કોઇપણ પ્રમાણપત્રો અને ગુણપત્રકો ગ્રાહય રાખવામાં આવશે નહિ. 
(૧૨) પ્રતિનિયુકિતથી પસંદગી અંગેની તમામ સૂચનાઓ ઓનલાઇન મુકવામાં આવશે. તેથી પસંદગી પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી વેબસાઇટ જોતા રહેવાનું રહેશે. આ અંગે અલગથી કોઇ પત્ર વ્યવહાર કરવામાં આવશે નહી. 


::::: 

એનેક્ષર -૨ 

સમગ્ર શિક્ષા અંતર્ગત રાજયની કેજીબીવી માટે "વોર્ડન કમ હેડ ટીચર"ની જગ્યા પર જે તે તાલુકાની પ્રાથમિક શાળાના મહિલા શિક્ષકની પ્રતિનિયુકિતથી નિમણૂક આપવા બાબતનો શિક્ષણ વિભાગનો ઠરાવ ક્રમાંક: ED/SSA/e-file/3/2024/1016/N-Primary Education-2 




ઠરાવ : 

સમગ્ર શિક્ષા અંતર્ગત બીઆરસી/યુઆરસી અને સીઆરસી કો.ઓ.ની પ્રાથમિક શિક્ષકમાંથી પ્રતિનિયુક્તિથી નિમણૂંક માટેના નિયમો અનુસાર કેજીબીવી માટે જરુરી અને આવશ્યક ફેરફારો કરીને રાજયની કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય (કેજીબીવી)માં "વોર્ડન કમ હેડ ટીચર'' ની જગ્યાઓ પ્રાથમિક શિક્ષકમાંથી પ્રતિનિયુકિતથી ભરવા માટેના નિયમો કાળજીપૂર્વકની વિચારણા બાદ નીચે મુજબ નકકી કરવામાં આવે છે. 
કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય (કેજીબીવી)માં ''વોર્ડન કમ હેડ ટીચર'' ની જગ્યાઓ પર પ્રાથમિક શિક્ષકોને પ્રતિનિયુકિતથી નિમણૂક આપવા માટેના નિયમો
 

(એ) વોર્ડન કમ હેડ ટીચર ની પ્રતિનિયુકિતથી ભરતી માટેના નિયમો :વહીવટી માળખુ : 


(i) આવશ્યક અને ફરજીયાત લાયકાત : 

(૧) જિલ્લા શિક્ષણ સમિતિ/નગર શિક્ષણ સમિતિ હસ્તકની સરકારી પ્રાથમિક શાળાના મહિલા શિક્ષક (ગણિત- 
વિજ્ઞાન અને એચટાટ મુખ્ય શિક્ષક સિવાય) 
'ર્', 
(૩) અરજી કરવાની છેલ્લી તારીખે મહત્તમ ઉંમર ૫૫ વર્ષ 


(ii) શૈક્ષણિક અને તાલીમી લાયકાત : 

(૧) અરજદાર ધો.૧૦/૧૨/સ્નાતક પાસ સાથે પીટીસી સમકક્ષ પરીક્ષા પાસ અથવા તાલીમી સ્નાતક સમકક્ષ 
પરીક્ષા પાસ 
(૨) સ્નાતક તથા તાલીમી સ્નાતક ઉપરાંતની અન્ય ઉચ્ચ શૈક્ષણિક લાયકાત વધારાની લાયકાત તરીકે ગણાશે. (૩) ઉકત--(૧) અને (ર)ની લાયકાતો પ્રાથમિક શિક્ષકની ભરતી માટે માન્ય ગણાતી લાયકાતો મુજબની રહેશે. શિક્ષક તરીકેની નોકરી દરમ્યાન નિયમ અનુસાર મેળવેલ વધારાની માન્ય લાયકાત ગુણાંકનમાં ગણાશે. 

(iii) શૈક્ષણિક / અનુભવના ગુણાંકન : કુલ ગુણ - ૧૦૦ 






નોંધ : સમકક્ષ લાયકાત માટે પ્રાથમિક શિક્ષકની ભરતી માટે માન્ય તમામ લાયકાત ગણવી. 
તમામ લાયકાતોમાં કુલ ગુણનું (ગ્રોસ)ગુણાંકન ગણવું. 

(બી) વોર્ડન કમ હેડ ટીચર ની પ્રતિનિયુકિતથી પસંદગી માટેની ભરતી પ્રક્રિયા : 

(i) ઓનલાઇન અરજી મેળવવાની પ્રક્રિયાઃ 

( ૧ ) રાજય કક્ષાએથી વર્તમાનપત્રમાં વેબસાઇટ પર જાહેર પ્રસિધ્ધિ કરીને ઓનલાઇન અરજીઓ મેળવવામાં આવશે. (ર) અરજી કરનાર ઉમેદવાર સામે નૈતિક અધ:પતન, પોલીસ કેસ, અંગત ગુના, નાણાંકીય ઉચાપત સબબ જિલ્લા કક્ષાએથી કાર્યવાહી ચાલુ હોય તેવા ઉમેદવારોને જિલ્લા કક્ષાએથી ખરાઇ કરી અમાન્ય કરવા. આ સિવાયના અન્ય કારણોસર તપાસની કાર્યવાહી ચાલુમાં હોય તેવા કિસ્સામાં તપાસનો નિર્ણય ઉમેદવારને બંધનકર્તા રહેશે તે શરતે ઉમેદવારી માન્ય રહેશે તે શરતે ઉમેદવારી માન્ય રહેશે. 
(૩) અરજી કરનાર ઉમેદવાર અરજી કરવા માટે નિયત કરેલ નોર્મ્સ/માપદંડો પરિપૂર્ણ કરે છે, તેમ માનીને ઉમેદવારોની ઓનલાઈન અરજીમાં દર્શાવેલ શૈક્ષણિક અને વ્યાવસાયિક લાયકાત, અનુભવના ગુણાંકન આધારે જે તે તાલુકાની કેજીબીવી માટેના વોર્ડન કમ હેડ ટીચર માટે જે તે તાલુકાવાર પ્રોવિઝનલ મેરીટયાદી તૈયાર કરીને રાજ્ય કચેરી દ્વારા જિલ્લાઓને મોકલી આપવામાં આવશે. 

(ii) રાજય કક્ષાએથી મોકલેલ પ્રોવીઝનલ મેરીટયાદી આધારે જિલ્લા કક્ષાએથી કરવાની થતી કાર્યવાહી : 

(૧) રાજય કક્ષાએથી મોકલવામાં આવેલ પ્રોવીઝનલ મેરીટયાદીના આધારે તમામ ઉમેદવારોને પ્રમાણપત્ર ચકાસણી માટે બોલાવીને ઓનલાઇન અરજીમાં દર્શાવેલ પ્રમાણપત્રોની તેના અસલ પ્રમાણપત્રો આધારે ચકાસણી કરીને જે તે તાલુકાવાર મેરીટયાદી બનાવવાની રહેશે. પ્રમાણપત્ર ચકાસણીની પ્રક્રિયા જિલ્લા પસંદગી સમિતિ મારફતે કરવાની રહેશે. 
(૨) મેરીટયાદીના ગુણાંકન સંદર્ભે કે કોઇ પ્રમાણપત્ર સંદર્ભે ઉમેદવારને કોઇ વાંધો/પ્રશ્ન હોય તો તેની રજુઆત વાંધો જિલ્લા પસંદગી સમિતિને તે જ દિવસે લેખિતમાં આધારો સાથે રજુ કરવાનો રહેશે. અને વાંધા/રજુઆત અન્વયે જિલ્લા પસંદગી સમિતિએ પ્રમાણપત્ર ચકાસણીના દિવસે જ ભરતીના આ નોર્મ્સ જોગવાઇઓને આધારે તત્કાલ નિકાલ કરવાનો રહેશે. 
આ અંગેનો આખરી નિર્ણય જિલ્લા પસંદગી સમિતિનો રહેશે. 
(૩) અરજી કરવા માટે નિયત કરેલ નોર્મ્સ/માપદંડો પરિપૂર્ણ કરતા હોય તેવા ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત તેમજ અનુભવના ગુણાંકન આધારે વોર્ડન કમ હેડ ટીચર ની જગ્યા માટે નિયત કરેલ નીતિ અનુસાર ઉકત-(૨)ની પ્રક્રિયા બાદ જે તે તાલુકાવાર ફાઈનલ મેરીટયાદી તૈયાર કરવી. 
(૪) ઉકત--(૩)મુજબ તૈયાર કરેલ તાલુકાવાર મેરીટયાદી આધારે જે તે તાલુકાની કેજીબીવીની જગ્યાઓ પર પ્રતિનિયુકિતથી 
નિમણુંક માટે સ્થળ પસંદગીની પ્રક્રિયા નિયમો અને જોગવાઇઓ આધારે કરવી. 


Important link :-



ઓફિસિયલ વેબ સાઈટ : અહી ક્લિક કરો


ઓંલાઇન રજીસ્ટ્રેશન કરવા અહિ ક્લિક કરો

લોગિન કરો.અહી ક્લિક કરો






(iii) જિલ્લા પસંદગી સમિતિ 

(૧) જિલ્લા પ્રોજેકટ કો.ઓર્ડિનેટર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી 
અધ્યક્ષ 
(૨) પ્રાચાર્યશ્રી, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન 
સભ્ય 
(૩) જિલ્લા શિક્ષણાધિકારીશ્રી 
(૪) જિલ્લાના સરકારી મહિલા અધિકારી(વર્ગ-૧ /વર્ગ-ર) 

જિલ્લા પંસદગી સમિતિના ૫ સભ્યો પૈકી ઓછામાં ઓછા ૦૩ સભ્યોની હાજરી અનિવાર્ય રહેશે. 

(iv)જિલ્લા પસંદગી સમિતિ ધ્વારા પ્રમાણપત્ર ચકાસણી અને ત્યાર પછીની આનુસાંગિક કાર્યવાહી : 

(૧) ઉમેદવારે કરેલ ઓનલાઇન અરજીની ૦૧(એક) નકલ અને તેમાં દર્શાવેલ તમામ પ્રમાણપત્રોની સ્વપ્રમાણિત કરેલ 
૦૧(એક) નકલ સબંધિત ઉમેદવાર પાસેથી મેળવવી. 
(૨)ઓનલાઈન અરજીમાં દર્શાવેલ પ્રમાણપત્રો/લાયકાત સિવાય અન્ય કોઇ પ્રમાણપત્રો સ્વીકારવા નહીં. 
(૩) અરજીમાં દર્શાવેલ પ્રમાણપત્રોની તેના અસલ પ્રમાણપત્રો સાથે જરૂરી ખરાઇ કરીને, તે સાચા હોય તો તેને માન્ય ગણવા, અન્યથા તે રદ કરવાપાત્ર હોય તો તેના કારણસર રદ કરવા, અને તે આધારે કામચલાઉ મેરીટયાદીમાં પસંદગી સમિતિએ ફેરફાર કરવો. 
(૪)નોકરીના સમયગાળા તથા જન્મતારીખ અંગે હાલની શાળાના આચાર્યનું પ્રમાણપત્ર માન્ય ગણવું. 
(૫) ઉકત-(૧) થી (૪)ની બાબતો મુજબ ચકાસણીને અંતે જે તે તાલુકાવાર સુધારેલ મેરીટક્રમ મુજબની મેરીટયાદી પસંદગી સમિતિએ તૈયાર કરી, જેમાં મેરીટ ગુણમાં ફેરફાર થતો હોય પરંતુ મેરીટક્રમમાં ફેરફાર ન થતો હોય તો તે તાલુકા માટે સ્થળ પસંદગી કરાવી, રાજય કચેરીની બહાલીની અપેક્ષાએ પ્રતિનિયુકિતથી નિમણુંકના હુકમ આપવા. આ અંગે પશ્ચાદવર્તી અસરથી રાજય કચેરીની બહાલી મેળવી લેવી. 
(૬) પસંદગી સમિતિએ તૈયાર કરેલ સુધારેલ મેરીટઝ્મની યાદીમાં કોઇ ઉમેદવારના મેરીટ ક્રમમાં ફેરફાર થતો હોય તો તેવા કિસ્સામાં સ્થળ પસંદગી કરાવવી. પરંતુ તે સમગ્ર તાલુકા માટે પ્રતિનિયુકિત હુકમ ન આપતા રાજયકક્ષાની બહાલી મેળવ્યા બાદ હુકમ આપવા. 
(૭) સ્થળ પસંદગીમાં જે તે તાલુકામાં સ્થળ પસંદગી કેમ્પના દિવસ સુધી ખાલી પડેલ જગ્યાઓ દર્શાવવી, તેમજ ભરતી 
દરમિયાન ખાલી પડેલ તરતની જગ્યાને પણ સ્થળ પસંદગીમાં દર્શાવવી. 
(૮) મેરીટયાદીના ઉમેદવાર જે સ્થળ પસંદગી કરે તેની લેખિત સંમતિ મેળવીને, ૩(ત્રણ) વર્ષ માટે પ્રતિનિયુકિતથી નિમણુંકનો ઓર્ડર આપવો. પ્રતિનિયુક્તિથી નિમણુંક પામેલ ઉમેદવારે ઓછામાં ઓછા ૦૧(એક) વર્ષ ફરજીયાત રીતે ફરજ બજાવવાની રહેશે. 
(૯) વોર્ડન કમ હેડ ટીચરની ૦૩ વર્ષ માટે પ્રતિનિયુકિત દરમ્યાનની સારી કામગીરીને ધ્યાને લઇ વધુ ૦૨ વર્ષ માટે 
પ્રતિનિયુકિત લંબાવી શકાશે. આમ પ્રતિનિયુકિત ૦૫ વર્ષની રહેશે. 
(૧૦) ૦૩ વર્ષની પ્રતિનિયુકિતની સમીક્ષા જિલ્લાકક્ષાની સમિતિ ધ્વારા કેજીબીવીના સંચાલનની કામગીરી અંગેના નિયત માપદંડો તથા પ્રવૃત્તિની સમીક્ષા કરીને સારી કામગીરીને ધ્યાને લઇ વધુ ૦૨ વર્ષ માટે પ્રતિનિયુકિત લંબાવી શકાશે. (૧૧) ૦૫ વર્ષની પ્રતિનિયુકિત પૂર્ણ થયેથી, તે તમામને તેમની માતૃસંસ્થા જિલ્લા શિક્ષણ સમિતિને હવાલે મૂકવામાં આવશે તથા આ ખાલી પડતી તમામ જગ્યાઓ પર નવેસરથી ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ માટે રાજયકક્ષાએથી નિર્ણય કરવામાં આવશે. 
(૧૨) મેરીટયાદીના ઉમેદવાર ભરતી પ્રક્રિયાના કોઇપણ તબકકે ગેરહાજર રહે તો તે ઉમેદવારની ઉમેદવારી આપોઆપ રદ થશે તેમજ ઉમેદવાર હાજર હોય પરંતુ કોઇપણ સ્થળ પસંદ ન કરે તેવા સંજોગોમાં તેઓ ભવિષ્યમાં આ જગ્યા માટે હકદાવો કરી શકશે નહી તેવી બાંહેધરી મેળવીને તેમનું નામ મેરીટયાદીમાંથી રદ કરવું. 
(૧૩) સ્થળ પસંદગીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ એક પણ જગ્યા ખાલી ન રહે તો જે તે તાલુકા માટે.ની પ્રતિક્ષાયાદી જિલ્લા પસંદગી સમિતિએ તૈયાર કરવી. આ પ્રતિક્ષાયાદી રાજયકક્ષાની સૂચના ન મળે ત્યાં સુધી અથવા નવી જાહેરાત આવે ત્યાં સુધી અમલી રહેશે. 
(૧૪) પ્રતિનિયુક્તિથી ભરાયેલ જગ્યા કોઇ કારણસર ખાલી થાય તો તેવા સંજોગોમાં ઉપલબ્ધ પ્રતિક્ષાયાદીમાંથી સત્વરે આ 
ખાલી થયેલ જગ્યાઓ ભરવી. 

(v) સ્થળ પસંદગીની પ્રક્રિયા : 

(૧) જે તે સમયની ભરતી દરમિયાનની તમામ ખાલી જગ્યાઓ સ્થળ પસંદગી સમયે દર્શાવીને પારદર્શક ભરતી કરવી. (૨) જે જગ્યા માટે સ્થળ પસંદગી કરે અથવા હક જતો કરે (સ્વેચ્છાએ અસંમતિ આપે અથવા મેરીટક્રમમાં આવતા હોવા છતાં સ્થળ પસંદ ના કરે/ગેરહાજર રહે) તેવા સંજોગોમાં તે જગ્યા પરની પ્રતિક્ષાયાદીમાંથી તેમનું નામ આપોઆપ રદ થશે અને તેમની અન્ય જગ્યા પરની સ્થળ પસંદગીની પ્રક્રિયા બાકી હોય તો તે મેરીટ યાદીમાં નામ ચાલુ રહેશે. 
(સી) ભરતી પ્રક્રિયાને અંતે પ્રતિનિયુકિતથી નિમણુંક પામેલ વોર્ડન કમ હેડ ટીચર ના રાજીનામા મંજુર કરવાની પધ્ધતિ અને 
પ્રક્રિયા : 
ટુ 
(૧) જે વોર્ડન કમ હેડ ટીચર ધ્વારા પ્રતિનિયુકિતના ૧ વર્ષના સમયગાળા પહેલા પ્રતિનિયુકિત રદ કરાવવાના કિસ્સામાં અસાધ્યરોગ/ગંભીર બિમારીના કારણોસર રાજીનામું આપી શકશે. જેમાં ગંભીર માંદગીના કારણોમાં વિભાગના શિક્ષકના બદલીના નિયમો અંગેના તા.૧૧/૦૫/૨૦૨૩ના પરિપત્રના પ્રકરણ-O'માં દર્શાવેલ અસાધ્યરોગો ગંભીર બીમારીઓ માટેની જોગવાઇઓ તથા મહિલા કર્મચારી હોય તે માટે અનિવાર્ય સંજોગોના કારણોસર કેસ ટ્ર કેસ કિસ્સામાં તેના કારણો માટેના ગુણ-દોષને ધ્યાને લઇને, તેમની રાજીનામાની અરજી જિલ્લા કચેરીએ સ્વીકારીને, તે અંગેની દરખાસ્ત રાજ્ય કચેરીને મોકલવાની રહેશે.આ બાબતે સ્ટેટ પ્રોજેકટ કચેરી કક્ષાએથી નિર્ણય લેવામાં આવશે. (૨) વોર્ડન કમ હેડ ટીચર પ્રતિનિયુક્તિના ૦૧(એક) વર્ષ બાદ 
પ્રતિનિયુક્તિ રદ કરાવવા રાજીનામ આપી શકશે. આખોની દરખાસ્ત જિલ્લા કચરાએ માકલી આપવાના રહેશે. તેમજ જિલ્લા કચેરીએ દરખાસ્તની જરૂરી ચકાસ 
આ 
રાજય કચેરીને મંજુરી માટે મોકલી આપવાની રહેશે. 
{" 
(૩) ઉકત (૧) અને (ર) અન્વયે રાજ્ય કચેરી તરફથી રાજીનામું મંજુર કર્યા અંગેની બહાલી મળ્યેથી, જિલ્લા કચેરી કક્ષાએથી જે-તે કર્મચારીની પ્રતિનિયુકિત રદ કરીને સબંધિત શિક્ષણ સમિતિને હવાલે મુકવા અંગેની કાર્યવાહી કરવાની રહેશે. બહાલી મેળવ્યા પૂર્વે પ્રતિનિયુક્તિ રદ કરી શકાશે નહી. 
(૪) સમગ્ર શિક્ષા અંતર્ગત પ્રતિનિયુક્તિથી નિમણૂક પામેલ વોર્ડન કમ હેડ ટીચર પ્રતિનિયુકિત પરથી પરત મૂળ સંવર્ગ-- પ્રાથમિક શિક્ષકમાં જાય ત્યારે તેવા કિસ્સામાં વિભાગના તા.૧૧/૦૫/૨૦૨૩ ના ઠરાવના પ્રકરણ- 'H'(6) અને 'H'(7)માં દર્શાવેલ કારણો માટે જે તે જોગવાઇ લાગુ પડશે. 
(પ)પ્રતિનિયુક્તિ હેઠળ કાર્યરત વોર્ડન કમ હેડ ટીચર માટે તેમની પ્રાથમિક શિક્ષક તરીકે તમામ પ્રકારની માંગણીની 
બદલીઓ માટે તા.૧૧/૦૫/૨૦૨૩ ના ઠરાવના પ્રકરણ'G'(16) નીજોગવાઇ લાગુ પડશે 
(ડી) વોર્ડન કમ હેડ ટીચર તરીકેની પ્રતિનિયુકિત કોઇ કારણોસર રદ થાય તો તેવા સંજોગોમાં રજુઆત માટે અપીલની 
જોગવાઇ : 
(૧) વોર્ડન કમ હેડ ટીચરની કોઇ કારણોસર પ્રતિનિયુકિત રદ થવાના સંજોગોમાં જે તે કર્મચારીને અસંતોષનારાજગી હોય 
તો તે નીચે જણાવેલ પધ્ધતિ અનુસાર રાજયકક્ષાએ સ્ટેટ પ્રોજેકટ ડાયરેકટરશ્રીને અરજી કરી શકશે. 
(ર) જે તે કર્મચારી તેમની પ્રતિનિયુકિત રદ કરેલ હુકમની તારીખથી દિન-૩૦માં તમામ આધાર-પુરાવા સાથે હુકમ સામે નારાજગી હોય તે નારાજગીની સ્પષ્ટ વિગતો શિષ્ટ ભાષામાં લેખિત અરજી સ્વરુપે કરવાની રહેશે. આ અરજી ૦૩ નકલમાં કરવાની રહેશે.જેની ૦૨(બે) નકલ સ્ટેટ પ્રોજેકટ ડાયરેકટરશ્રી અને ૦૧(એક) નકલ સબંધિત જિલ્લા પ્રોજેકટ કો. ઓર્ડિનેટર એડી.જિલ્લા પ્રોજેકટકો ઓર્ડિનેટરશ્રીને RPAD થી ફરજીયાત મોકલવાની રહેશે. 
(ઇ) આ વોર્ડન કમ હેડ ટીચરની જગ્યા પર પ્રાથમિક શિક્ષક સંવર્ગમાંથી ૦૫ વર્ષના સમયગાળાની પ્રતિનિયુકિત માટે 








Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.

0 Comments:

Labels